________________
૧૮/૫૭૭, ૫૭૮
૧૭૭ • વિવેચન - પ૭૭, ૫૭૮ •
સંજય રાજા એ તે અણગાર પાસે સાધુ ધર્મ સાંભળીને તેમની સમીપે મહા આદરથી, સંવેગ - મોક્ષનો અભિલાષ, નિર્વેદ - સંસારની ઉદ્વિગ્નતા પામીને, તેણે રાજ્યને છોડીને જિનશાસન - અરહંતદર્શનમાં દીક્ષા લીધી, પણ સુગત આદિ ઉપદેશેલ અસત દર્શનમાં દીક્ષા ન લીધી. કોની પાસે? ગર્દભાલિ નામક અણગારની પાસે.
આ અર્થ નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૨ થી ૪૦૪ + વિવેચન -
હે નરપતિ! તને અભય છે, જળના પરપોટા સમાન મનુષ્યત્વ છે, પોતાનું દુઃખ જાણવા છતાં, શા માટે હિંસામાં આસક્ત થાય છે? આ બધું જ છોડીને જ્યાં અવશ્ય જવાનું જ છે, તો પછી કિંપાક ફળની ઉપમા સમાન ભોગોમાં શા માટે આસક્ત થાય છે? તે અલગારની પાસે ધર્મ સાંભળીને, તે ગુણસમગ્ર રાજ્ય છોડીને પ્રવ્રજિત થયો.
ઉક્ત નિયુક્તિ વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ આ અપ્પણોદુ:- પોતાનું દુ:ખજનક મરણ. કિંગફલોપમણિલેસુ - જોવામાં મધુર દેખાતા પણ પરિણતિથી દારુણ એવી છાયા જેવી છે તેવા ફળો. અણગાર - અવિધમાન ગૃહ. તે શાક્યાદિને પણ સંભવે, તેથી કહ્યું - પ્રવજિત - વિષયાસક્તિના પરિવાર રૂપથી પ્રકર્ષથી નીકળેલો, ભાવભિક્ષુ. ગુણ - મનોજ્ઞ શબ્દાદિ કામગુણો, તેનાથી સંપૂર્ણ તે ગુણસમગ્ર.
એ પ્રમાણે દીક્ષા લઈ હેય અને ઉપાદેયને જાણીને, દશવિધ ચક્રવાલ સામાચારી રત, અનિયત વિહારીપણાથી વિચરતો તેવા પ્રકારના સંનિવેશમાં આવ્યો. ત્યાં તેને શું થયું? તે કહે છે -
• સૂત્ર - પ૭૯, ૫૮૦ -
રાષ્ટ્રને છોડીને પ્રજિત થયેલ ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું - જેમ તમારું આ રૂપ પ્રસન્ન છે, તેમ છતર્મન પણ પ્રસન્ન છે? તમારું નામ શું છે? ગોત્ર કયું છે? કયા પ્રયોજનથી તમે મહાન મુનિ બન્યા છો? કઈ રીતે આચાર્યની સેવા કરો છો? કયા પ્રકારે વિનીત કહેવાઓ છો?
• વિવેચન - પ૭૯, ૫૮૦ -
ગ્રામ નગરાદિ સમુદાયને છોડીને દીક્ષા સ્વીકારેલ ક્ષત્રિય જાતિના મુનિએ કહ્યું, કોને ? સંજય મુનિને તે પૂર્વજન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી ચ્યવીને ક્ષત્રિયકુળમાં જન્મ્યા. પૂર્વજન્મની સ્મૃતિથી, પૂર્વવત્વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધેલી. પછી વિચરતા એવા તેણે સંજય મુનિને જોયા, તેની સાથે વિમર્શ કરવા આ પ્રમાણે કહ્યું - તમારી આકૃતિ જેવી વિકાર રહિત દેખાય છે, તે જ પ્રકારે તમારું ચિત્ત પ્રસન્ન છે? તમારું નામ શું છે? કયા પ્રયોજનથી માહણ - “હણ નહીં” એ પ્રકારે જેની મન અને વચનની ક્રિયા છે તે. તે પ્રવજિતને જ સંભવે છે. બુદ્ધ - આચાર્યને કઈ રીતે પ્રતિચરો
છો? કઈ રીતે વિનયવાનું કહેવાઓ છો? ત્યારે સંજય મુનિએ કહ્યું - bi 38/12 ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org