________________
૧૮/૫૮૫
૧૭૯ છું. વિશેષથી તેમના સ્થિરીકરણાર્થે કહે છે કે - તેમનાથી બચવા હું ઉપાશ્રયમાં રહું છુંઅને ગોચરચર્યાદિમાં જઉ છું. તો તમે તેમના વચનો સાંભળી કઈ રીતે સંયત રહેશો? - • સૂત્ર - ૫૮૬ -
જે મિથ્યાષ્ટિ અને અનાર્ય છે, તે બધાં મારા જણેલા છે. હું પરલોકમાં રહેલાં એવા મને સારી રીતે જાણું છું.
• વિવેચન - ૫૮૬ -
બધાં જ તે ક્રિયાવાદીઓ મારા જાણેલા છે કે આ વિપરીતા - પરલોક આત્માદિ અપલાપિતા યુક્ત દૃષ્ટિ - બુદ્ધિવાળા, મિથ્યાષ્ટિ છે. તેથી જ અનાર્ય કર્મ પ્રવૃત્ત છે. તેમને આવા પ્રકારના કેમ જાણ્યા? અન્ય જન્મ વિધમાન હોવા છતાં આત્માને અવિપરીત જાણે છે. પણ પરલોકમાં આત્માના સભ્ય વેદનથી મેં આ પ્રમાણે જાણેલ છે. તેથી તેમના વચનો સાંભળીને હું સારી રીતે મને બચાવું છું. આત્માનો બીજા જન્મ કઈ રીતે જાણો છે?
• સૂત્ર - ૫૮૭, ૫૮૮ -
હું પહેલા માયાણ વિમાનામાં વર્ષ શતોપમ આયુવાળો યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે.
- બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છું. હું જે રીતે મારી આયુને જાણું છું, તેમજ બીજાની આયુ પણ જાણું છું.
• વિવેચન - પ૮૭, ૨૮૮ -
હું પહેલાં મહાપ્રાણ નામના બ્રહ્મલોક વિમાનમાં દીપ્તિમાન અને વર્ષ શત જીવિતની ઉપમા જેવી છે તેવો દેવ હતો. જેમ અહીં ૧૦૦ વર્ષનું જીવન એ પરિપૂર્ણ આયુ કહેવાય છે, તેમ હું પણ ત્યાં પરિપૂર્ણ આયુવાળો હતો. જે તે પાલિ - જીવિત જળ ધારણાથી ભવસ્થિતિ, તે આગળ મહા શબ્દના ઉપાદાનથી અહીંપલ્યોપમ પ્રમામ અને સાગરોપમ પ્રમાણ કહેવાય છે. ઉત્કૃષ્ટથી પણ ત્યાં સાગરોપમ જ આયુ લેવાય છે. ઉત્સર્પિણી આદિથી નહીં - - - ત્યાં મારી મહાપાલી દિવ્ય ભવસ્થિતિ હતી. તે સ્થિતિના પરિપાલન પછી પાંચમાં કલ્પથી ચ્યવીને મનુષ્ય સંબંધી ભવમાં આવ્યો. આ તેનું જાતિ મરણ રૂપ અતિશય જ્ઞાન બતાવીને કહે છે. હું મારું અને બીજાનું આયુ પણ જાણું છું. અર્થાત્ જે પ્રકારે સ્થિતિ હોય, તે જ પ્રકારે પણ અન્યથા નહીં.
આ રીતે પ્રસંગથી અને પરિતોષથી ન પૂછવા છતાં પણ સ્વ વૃત્તાંત જણાવીને ઉપદેશ અર્થે કહે છે -
• સૂત્ર - ૫૮૯ -
વિવિધ પ્રકારની રુચિ અને વિકલ્યોને તથા બધાં પ્રકારના અનર્થક વ્યાપારોને સંયતાત્મા મુનિ સર્વ પ્રકારે ત્યાગ કરે. આ તત્ત્વજ્ઞાન રૂપ વિધાનું લક્ષ્ય કરીને સંયમ માર્ગે સચરણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org