________________
૯/ર૮૦, ૨૮૧
૫ ૯ કામની પ્રાર્થના કરતો અને ઇચ્છાતા એવા કામના પ્રભાવથી તે દુષ્ટ એવી નરકાદિગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિષત અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકાર કહ્યા છે.
વળી, સવિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રામાર્થે ન જ પરિહરાય. પ્રાપ્તમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉચ્છેદ કરીને પ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષને કદાચિત પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય ? તે કહે છે -
• સૂત્ર - ૨૮૨ -
ક્રોધથી અધોગતિ થાય, માનાથી મધમાગતિ, માયાથી સુગતિમાં બાધા આવે છે. લોભથી બંને તરફ ભય રહે છે.
વિવેચન - ૨૮૨ -
અધો -નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનથી નીચ ગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ - વૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય - દુ:ખ રહે છે. - ૮ - કામમાં પ્રાર્થમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે અથવા ઇંદ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઇન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે?
• સૂત્ર - ૨૮૩ થી ૨૮૫ -
દેવેન્દ્રએ બ્રાહારના રૂપને છોડીને, પોતાનું મૂળ ઇંદ્રરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું - અહો ! આશ્ચર્ય છે કે - તમે કોઇને જીત્યો, માનને પરાજિત કર્યા, માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિલભતા ઉત્તમ છે.
• વિવેચન - ૨૮૩ થી ૨૮૫ -
બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તર પૈક્રિય રૂપ જે ઇંદ્રનો સ્વભાવ તેને વિકુવને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે - અનંતર કહેવાનાર શ્રુતિને સુખકારી વાણી વડે તેમને કહે છે, અહો ! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કષાયાને) ક્રોધને નિર્જીત કર્યા છે - તમને ન નમતા રાજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિતન થયા. અહો ! માન- અહંકારનો હેતુ તેને પણ પરાજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કહવા છતાં - મારા જીવતા કેમ આમ ? એવો અહંકાર ન કર્યો. અહો ! તમો માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિકૃતિ હેતુ આમોષકના ઉચ્છેદનાદિમાં મનને રોક્યું નહીં. તથા અહો ! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરણ્યાદિ વધારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org