________________
૫૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર આ પ્રમાણે જાણીને અથવા તે હેતુથી પંડિત પુરુષ બાર પ્રકારના તપને આયરે, તેથી જ નિસ્પૃહતાથી ઇચ્છાપૂર્તિ સંભવે છે. આના વડે સંતોષ જ નિરાકાંક્ષાતામાં હેત છે, સુવર્ણ આદિની વૃદ્ધિ નહીં તેથી “સુવર્ણાદિ વધારીને” એવું જ અનુમાન અહીં કર્યું તેમાં આકાંક્ષત લક્ષણ હેતુ અસિદ્ધ છે, સંતોષપણાથી મને આકાંક્ષણીય વસ્તુનો જ અભાવ છે, તેમ કહ્યું -
• સૂત્ર - ૨૭૮, ૨૭૯ -
આ અર્થને સાંભળીને - ૪ - x - દેવેન્દ્ર નતિ રાજર્ષિને કહ્યું - હે પાર્થિવ ! આશ્ચર્સ છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને આરામ ભોગોની ઇચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો.
• વિવેચન - ૨૭૮, ૨૭૯ -
અવિધમાન વિષયોમાં આ વિષયવાંછા નિવૃત્ત છે, એ નિશ્ચય થતાં, વિધમાનમાં તેની આસક્તિ છે કે નહીં તે જાણવા, ઇંદ્રએ પૂછ્યું - આશ્ચર્ય વર્તે છે, તમે આવા પ્રકારના અદ્ભૂત ભોગોનો ત્યાગ કરો છો. હે પૃથ્વીપતિ અથવા હે ક્ષત્રિય! આશ્ચર્ય છે કે મળેલા ભોગોને પણ તમે છોડી દો છો અને અવિધમાન ભોગોની અભિલાષા કરો છો, તે પણ આશ્ચર્ય છે. અથવા તમારો અહીં અધિક દોષ છે કે ઉત્તરોત્તર પ્રાપ્ત ભોગના અભિલાષરૂપ વિકલ્પથી તમે બાધા પામો છો. કેમકે આવા સંકલ્પો અનંત છે. - - ૪ - અહીં આશ્ચર્ય અને અભૂતનું એકાWત્વમાં ઉપાદન છે તે અતિશય જણાવવા માટે છે - અતિશય અભૂત ભોગોને છોડીને અસત એવા કામોને પ્રાર્થો છો. અન્યથા તમારા જેવા વિવેકીને આવું કેમ સંભવે? આના વડે કહે છે કે - જે સદ્વિવેકી છે, તે પ્રાપ્ત વિષયોને અપ્રામની કાંક્ષામાં છોડે નહીં, તેમ કહ્યું. જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, આ સૂત્રનો હેતુ અને કારણ સૂચવે છે કે - સદ્વિવેકી થવું.
• સૂત્ર - ૨૮૦, ૨૮૧ -
આ સાથને સાંભળીને - * - * - દેવેન્દ્રને નમિ રાજર્ષિએ કહ્યું - સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન છે, જે કામભોગોને ઇચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુગતિમાં જાય છે.
• વિવેચન - ૨૮૧ -
દેહમાં ચાલે છે તે શલ્ય - શરીરમાં પ્રવિણ શલ્યવત, તે શું છે? કામના કરાય તે કામ • મનોજ્ઞ શબ્દાદિ, શલ્યની માફક કામ ભોગો પણ સદાબાધા ઉત્પન્ન કરનારા છે, તથા જે વ્યાપે તે વિષ - તાલપૂટાદિ, વિષ સમાન આ કામ છે. જ્યારે તેનો ઉપભોગ કરાય ત્યારે મધુર અને અતિ સુંદર જેવા લાગે છે, પરિણત થાય ત્યારે અતિ દારુણ આ ભોગો છે તથા જેની દાઢમાં વિષ છે, તે આશીવિષ, તેની સમાન આ કામભોગો છે જેમ અજ્ઞાની વડે અવલોકાતા ને મણિથી વિભૂષિત અને ફેલાયેલી ફેણની જેમ શોભન લાગે છે, પણ સ્પશદિ વડે અનુભવાય ત્યારે વિનાશને માટે થાય છે, એવા આ કામભોગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org