________________
૬ ૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જાઓ, એમ મેં સહેતુક કહેવા છતાં તમે આકાશતુલ્ય ઇચ્છાનો ઉત્તર આપીને મારા તે કથનનો ધ્વંસ કર્યો. ખરેખર તમારું જુવ, મૃદુત્વ, ક્ષમા, નિલભતા ઉત્તમોત્તમ છે - x - -. આ પ્રમાણે ગુણ વર્ણનના દ્વારથી સીવીને હવે ફળ ઉપદર્શનના દ્વારથી સ્તવના કરે છે -
• સૂત્ર - ૨૮૬ -
ભગવન ! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મ મળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને પ્રાપ્ત કરશો.
• વિવેચન - ૨૮૬ -
આ જન્મમાં તમે ઉત્તમ ગુણોથી યુક્ત થશો, ભદંત ! પરલોકમાં પણ ઉત્તમ થશો. કઈ રીતે? ચોદરાજરૂપ ઉપસ્વર્તી લોકોત્તમની અપેક્ષાએ પ્રધાન અથવા લોકના કે લોકમાં અતિશય પ્રધાન તે લોકોત્તમ, જે સ્થાને રહ્યા પછી, બીજે સ્થાને જતાં નથી તેવું સ્થાન. તે શું? મુક્તિ રજ- કર્મથી નિર્ગત તે નીરજ. હવે ઉપસંહાર કહે છે -
• સૂત્ર - ૨૮૭ - ૨૮૮ -
એ પ્રમાણે સ્તુતિ કરતાં ઇંદ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતાં, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક્ર-અંકુશ લક્ષણ યક્ત ચરણોની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો જ આકાશ માર્ગે ચાલ્યો ગયો.
• વિવેચન - ૨૮૭ - ૨૮૮ - - એ પ્રમાણે અભિખવીને, રાજર્ષિને નમીને, પ્રધાન શ્રદ્ધાભક્તિથી પ્રદક્ષિણા કરતો પુનઃ પુનઃ વંદે છે. પછી જે કર્યું તે કહે છે - તે શક લક્ષણવાળા મુનિના ચરણોને વાંદીને આકાશમાં ઉચે દેવલોક અભિમુખ જતી એવી ઉત્પતિત ગતિથી અને લલિતપણાથી ચપળ અને ચંચળ એવા કુંડલ, આભરણ, મુગટ ધારણ કરેલો ગયો. આ પ્રમાણે સ્વયં ઇન્દ્ર વડે અભિખવાતા મુનિના મનમાં ઉત્કર્ષ આવ્યો કે નહીં? તે કહે છે -
• સૂત્ર - ૨૮૯ -
નામિ રાજર્ષિએ આત્મભાવનાથી પોતાને વિનીત કર્યા. સાક્ષાત દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શામણયભાવમાં સુસ્થિર રહ્યા.
• વિવેચન - ૨૮૯ -
નમિ ભાવથી નમિત થયા. સ્વતત્વ ભાવનાથી વિશેષ પ્રગુણિત થયા. - xકેવા નમિ ? પ્રત્યક્ષ આવીને ઇન્દ્ર વડે પ્રેરિત થવા છતાં. ત્યજીને વૈદેહી એટલે વિદેહ નામક જનપદના અધિપતિ, બીજો કોઈ નહીં અથવા વિદેમાં તે વૈદેહી - મિથિલા નગરીને છોડીને શ્રમણભાવમાં ઉધત થયાં. અથવા નમિ સંયમ પ્રતિ નમી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org