________________
૧૮૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તેમ હું કહું છું.
• વિવેચન - ૬૧૩ -
કઈ રીતે ધીર અહેતુને ગ્રહણ કરીને, ક્રિયાતિવાદી મતમાં સર્વ પ્રકારે વસે? તેમાં અભિનિવિષ્ટ ન થાય. અહેતુ વડે આત્માનો નિવાસ ન જ કરે. આમ ન કરવાનું ફળ શું? નિરવશેષ - સંપૂર્ણ પણે જીવો કર્મોથી બંધાય છે. દ્રવ્યથી કર્મ દલિકો બંધાય અને ભાવથી મિથ્યાત્વરૂપ બાંધે. તેથી આવા ક્રિયા આદિ વાદોથી વિરહિત થઈ, સર્વે સંગથી વિમુક્ત થઈને તે જરહિત થયેલાઓ સિદ્ધ થાય છે. આના વડે ઉક્ત હેતુના પરિહારથી સમ્યગ્ર જ્ઞાન હેતુપણાથી સિદ્ધત્વ રૂ૫ ફળ કહ્યું.
આ પ્રમાણે સંજયમુનિ અનુશાસિત કરીને તે ક્ષત્રિયમુનિ વિવક્ષિત સ્થાને ગયા. સંજયમુનિની વક્તવ્યના નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૦૫ + વિવેચન -
ઘણા વર્ષો તપ અને ચાત્રિ આરાધના કરીને રાગાદિ કલેશોને દૂર કરીને, તે સ્થાનને સંપ્રાપ્ત થયા, જે સંપ્રાપ્ત થતાં કોઈ શોક રહેતો નથી.
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૮નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org