________________
અધ્ય. ૧૯ ભૂમિકા
૧૮૫
છે અધ્યયન - ૧૯ - “મૃગાપુત્રીય” છે
0 અઢારમું અધ્યયન કહ્યું, હવે ઓગણીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભોગ ઋદ્ધિનો ત્યાગ કહ્યો. તેનાથી શ્રામાણ્ય જન્મે છે, તે અતિકર્મતાથી પ્રશસ્યતર થાય છે. તેથી અપ્રતિકર્મતા કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના - *- નામ નિષ્પન્ન નિક્ષેપમાં મૃગાપુત્રીચ નામથી મૃગાના પુત્રનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૦૬ થી ૪૦૮ + વિવેચન -
મૃગાનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે છે. મૃગાના આયુ અને નામ ગોત્રને વેદતા તે ભાવમૃગા થાય. એ પ્રમાણે પુત્રનો પણ નિક્ષેપો જાણવો. બધું જ પૂર્વવત્ કહેવું. વિશેષ એ કે આલાવો મૃગાનો જાણવો. નામ નિયુક્તિ કહે છે -
• નિર્યુક્તિ - ૪૦૯ - વિવેચન
મૃગા નામે અગ્રમહિષી હતી. તેનો પુત્ર તે મૃગાદેવી પુત્ર “બલશ્રી” નામે ઉત્પન્ન થયો. તેથી મૃગાપુત્રીય નામક, “મૃગા' શબ્દથી મૃગાદેવી ઉક્ત આ અધ્યયન છે. તેમ જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપ કહો. - - હવે સૂત્ર કહે છે - ,
• સૂત્ર - ૬૧૪ થી ૬૧૭ -
(૬૧૪) કાનન અને ઉધાનોથી સુશોભિત “સુગ્રીવ’ નામના રમ નગરમાં બલભદ્ર રાજ હતો. મૃગા પટ્ટરાણી હતી. (૬૧) તેમને બલી નામે પુત્ર હતો. તે મુગાબ નામે પ્રસિદ્ધ હતો. તે માતા-પિતાને પય હતો. યુવરાજ અને દમીશ્વર હતો. (૬૧) પ્રસન્ન ચિત્તથી તે સદા નદન પ્રાસાદમાં દોસુંદર દેવોની માફક (પોતાની) સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો.
(૬૧૭) કોઈ દિવસે મૃગાપુત્ર મણિ અને રત્નોથી જડિત કુષ્ટિમ તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઉભો હતો. નગરના ચતુષ્ઠાદિ જઈ રહ્યો હતો.
• વિવેચન - ૬૧૪ થી ૬૧૭ -
સુગ્રીવ નામના નગર, જે રમણીય કાનન - મોટા વૃક્ષો આશ્રિત વનો વડે, ઉધાનો વડે શોભતું હતું. ત્યાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા નામે તેની અગ્રમહિષી - પ્રધાનપત્ની હતી. તેઓને એક પુત્ર હતો, તેનું બલશ્રી' નામ હતું. તે માતાપિતાએ રાખેલ હતું, લોકમાં તેનું નામ “મૃગાપુત્ર” વિખ્યાત હતું તે તેના માતા-પિતાને વલ્લભ હતો. યુવરાજ રૂપે તેનો અભિષેક કરેલો હતો. દમન - શત્રુઓનું દમન કરનારો હતો. પ્રભુર્દમીશ્વર હતો અથવા સહજ ઉપશમ ભાવથી ઇશ્વર તે દમીશ્વર, આ ભાવિકાળની અપેક્ષાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org