________________
૧૪૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર પ્રમાણે જ ગતિ થાઓ. કેમકે સ્ત્રીને પણ પુત્રાદિ બંધન જ છે. ઇત્યાદિ • x.
આ પ્રમાણે ચારેને પ્રવજ્યા સ્વીકારમાં એકવાક્યતા થતા શું થયું? • સૂત્ર - ૪૭૮ થી ૪૮૧ -
પુત્ર અને પત્ની સહિત પુરોહિતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને, તે કુટુંબની પ્રણયર અને શ્રેષ્ઠ ધનસંપત્તિને ઇચ્છતા રાજાને રાણી કમલાવતીએ કહ્યું -
તમે બ્રાહાણ દ્વારા પરિત્યક્ત ધનને ગ્રહણ કરવાને ઇચ્છો છો, હે રાજનું! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગતુ અને તેનું સર્વ ધન પણ તમારું થઈ જાય તો પણ તે તમારે માટે આપણામ જ થશે. અને તે ધન તમારું રક્ષણ કરી નહીં શકે.
હે રાજન ! એક દિવસ આ મનોજ્ઞ કામ ગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સંરક્ષક થશે. હે નરદેવા અહીં ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી.
વિવેચન - ૪૭૮ થી ૪૮૧ -
ભૃગુ નામક પુરોહિત, બંને પુત્રો અને પત્ની સહિત અભિનિષ્ક્રમણ કરી, ઘરથી નીકળી, પ્રકર્ષથી શકદાદિ ભોગોને ત્યજીને “પ્રવજિત' થયાનું જાણી તેના પ્રધાન વિપુલ ધન ધાન્યાદિ, જે પુરોહિતે તાજેલા છે, તે ગ્રહણ કરવા ઇચ્છતા રાજાને વારંવાર સમ્યફ વચન કહેતી તેની અગ્રમહિષી કમલાવતી શું કહે છે? ઉલટી કરેલાને ખાનારો પુરુષ, હે રાજન! વિદ્વાનો વડે પ્રશસિત ન થાય. તમે બ્રાહ્મણોએ તજેલા ધનને ગ્રહણ કરવા ઇચ્છો છો, તે વમેલાને ખાવા બરાબર જ છે. આપના જેવાને તે ઉચિત નથી. - ૪ -
આખું જગત તમારું થઈ જાય, કદાચ આવું બની પણ જાય, અને બધું જ ધન - રજત, રૂપ્ય આદિ દ્રવ્ય પણ તમારું થઈ જાય. ત્યારે તે બધું પણ તમારી ઇચ્છાપૂર્તિને માટે અપર્યાપ્ત છે. કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. તથા આ સર્વ જગતનું ધન પણ જરા, મરણને દૂર કરનાર થવાનું નથી. - x- પૂર્વે આના વડે ગહ ફરીને પુરોહિતના ધનાદિના અગ્રહણનો હેતુ અનુપકારિતા દેખાડીને હવે તેની અનિત્યતાને તેનો હેતુ કહે છે -
હે રાજન ! જ્યારે મરીશ, પ્રાણોને ત્યજીશ. કેમકે જન્મેલનું મૃત્યુ અવય થવાનું છે, ત્યારે પણ કદાચિત અભિલષિત વસ્તુ મેળવીને મરીશ, તો પણ ઉક્ત રૂપ ચિત્ત આલ્હાદક કામગુણોને પ્રકર્ષથી ત્યજીને એકલો જ મરીશ, તેમાંનું કંઈ તારી સાથે નહીં આવે. ત્યારે એક સમ્યગ્દર્શનાદિ રૂપ ધર્મ જ હે રાજન ! આપત્તિમાં પરિરક્ષણ કરવામાં સમર્થ થશે બીજું કંઈ જ નહીં. અર્થાત્ આ સ્વજન, ધન આદિ યુક્ત આ મૃત્યુ લોકમાં મુક્તિના હેતુપણાથી ધર્મ જ એક ત્રાણ રૂપ થશે. બીજું કંઈ નહીં. તેથી ધર્મ જ અનુષ્ઠય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org