________________
૨૧૪
ઉત્તરાધ્યયન મૂવસૂમ-સટીક અનુવાદ/ર જ જે દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર - પ્રાણ હર્તા શત્રુ પણ નથી કરતા, પણ અત્યંત અમૂઢતાથી આને આચરવા છતાં જીવો જાણતા નથી. તો શું ઉત્તરકાળે પણ ન જાણે? તે દુરાત્મતા કત જ્યારે મરણ સમય આવે ત્યારે જાણે છે. કઈ રીતે? પશ્ચાતાપ વડે કે - “મેં આ ખોટું કર્યું.” દયા એટલે સંયમ, સત્ય કે અહીંસા રહિત થઈને મરણ સમયમાં પ્રાયઃ અતિ મંદ ધર્મીને પણ ધમાંભિપ્રાયની ઉત્પત્તિ થાય તેથી આવું કથન છે. જેથી આ મહાન અનર્થનો હેતુ અને પશ્ચાતાપનો હેતુ છે, તે કારણથી દુષ્ટાચાર પ્રવૃત્તિને પહેલાંથી જ મૂઢતા તજીને તે દુરાત્માનો પરિહાર કરવો જોઈએ.
જે મૃત્યુના મુખમાં પડવા છતાં પણ તેને જાણતો નથી, તેના વિશે તો કહેવાનું જ શું હોય? નિરર્થક - નિષ્ફળ જ છે, શું? નગ્નતામાં અર્થાત્ શ્રમણ્યમાં રુચિ. જે ઉતમાર્થ - પર્યન્ત સમયની આરાધનામાં પણ, દુષ્ટાચાર પ્રવૃત્તિ હોવા છતાં પણ સુંદર આચાર પ્રવૃત્તિ રૂપ પરિજ્ઞાન પામતા નથી. - x- ૪- તેને આ પ્રત્યક્ષ લોક વિધમાન નથી. એટલું જ નહીં પરલોક - જન્માંતર રૂપ પણ વિધમાન નથી. તેમાં આ લોકનો આભાવ કેમ? શરીરના કલેશના હેતુથી જ લોચાદિ કરે છે. પરલોકનો અભાવ - કુગતિમાં જવાથી શારીરિક માનસિક દુ:ખના સંભવથી નાશ પામે છે. તેથી આ લોક અને પરલોક બંનેના અથનો અભાવ થાય છે.
તે આલોક અને પરલોકમાં અર્થ સંપત્તિવાળા લોકોને જોઈને વિચારે છે કે - “ધિક્કાર છે મને કે હું અપુન્યભાગી છું, ઉભયથી ભ્રષ્ટ થયો છું. આ ચિંતાથી તે ક્ષીણ થાય છે.
જે કહ્યું કે, “પછીથી અનુતાપ વડે જાણે છે” તેમાં આ જે રીતે પરિતાપ પામે છે. તેને દર્શાવતા ઉપસંહારમાં કહે છે- એ પ્રમાણે મહાવતને સ્પશદિન કરીને સ્વરુચિ વિરચિત આચાર અને કુત્સિત શીલાદિ રૂપ સ્વભાવથી કુરરી - એક પાક્ષિણી, તેની જેમ નિપ્રયોજન શોક કરતાં પશ્ચાતાપરૂપને પામે છે. જેમ માંસ ગૃદ્ધ પક્ષી માર્ગમાં વિપત્તિ પામીને પસ્તાય છે, આનો વિપત્તિનો કોઈ પ્રતિકાર નથી. એ પ્રમાણે આ પણ ભોગરસ ગૃદ્ધ આલોક અને પરલોકમાં અનર્થ પ્રાપ્ત થતાં પસ્તાય છે. સ્વ - પર પરિત્રાણના અસમર્થપણાથી અનાથત્વ કહ્યું.
આ સાંભળીને જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે• સૂત્ર - ૩૬૩ -
મેધાવી આ સુભાષિત અને જ્ઞાનગુણ યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિના બધાં માર્ગોને છોડીને, માનિJભ્યોના માન ચાલે.
• વિવેચન - ૬૩ -
હે મેધાવી. શોભન પ્રકારે કહેવાયેલ આ અનંતરોક્ત અનુશાસન, તેમજ વિરમણ રૂપ જ્ઞાનના ગુણોને જાણીને, અથવા જ્ઞાનગુણોથી યુક્ત થઈને, મહા નિરૈનોના માર્ગે ચાલે. તેનાથી શું ફળ છે? તે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org