________________
૭/૧૯૦
૨
૩
• વિવેચન - ૧૯૦ -
એ પ્રમાણે કાકિણી અને આમ્ર સંદેશ મનુષ્યોમાં આ મનુષ્યકોના વિષયો, દેવ સંબંધી વિષયોની સમીપમાં હજારમાં ભાગે છે. - *- મનુષ્યના આયુ અને કામની અપેક્ષાથી હજારગણાં છે. આના વડે તેનું અતિભૂયત્વ સૂચવેલ છે, તે માટે આગ્ર માટે રાજ્યત્યાગનું દષ્ટાંત કહ્યું. તેમાં આયુ - જીવિત, કામ – શબ્દાદિ, દિવ્ય - સ્વર્ગમાં થનાર, દેવ - ૪- *- મનુષ્યના કામોનું જ કાકિણી અને આમ્રફળ ઉપમાપણું ભાવિત કરવા કહે છે -
• સૂત્ર - ૧૯૧ -
પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક નાયુત વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી જૂન આયુમાં તે સુખોને ગુમાવે છે.
• વિવેચન - ૧૯૧
અનેક તે અહીં અસંખ્યય વર્ષો, યુત - સંખ્યા વિશેષ છે, તે અનેક વર્ષ નયુત, ઉભયના અર્થથી પલ્યોપમ અને સાગરોપમ સુધી જાણવા. નયુત કઈ રીતે આવે ? ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, તેને ૮૪ લાખથી ગુણતા એક પૂર્વ. એ પ્રમાણે એકવીશ વખત ગુણવાથી નયુતાંગ આવે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી નયુત આવશે. એ પ્રમાણે કોણ કહે છે ? પ્રજ્ઞાપક શિષ્યોને કહે છે -
પ્રકર્ષથી જણાય છે વસ્તુ તવ સહિત જેના વડે તે પ્રજ્ઞા - હેયે ઉપાદેયનો વિભાગ કરનારી બુદ્ધિ, તે જેનામાં છે, તે પ્રજ્ઞાવાન. - x x- અથવા નિશ્ચયમતથી ક્રિયારહિત પ્રજ્ઞા પણ પ્રજ્ઞા જ છે. પ્રજ્ઞા વડે જ ક્રિયા આક્ષિત છે, તેથી પ્રજ્ઞાવાન જ્ઞાનદિયાવાન કહેવાયેલ છે. તે પ્રજ્ઞાવાનને સ્થીર થવાય છે, જેના વડે અર્થથી દેવભવમાં તે સ્થિતિદેવ આયુ. અધિકાર થકી દિવ્યકામો જાણવા. તેના હેતુભૂત અનુષ્ઠાન ન સેવવાથી અનેક વર્ષ - નયુત દિવ્યસ્થિતિના દિવ્ય કામોના વિષયભૂતને હારી જાય છે. - તે વિપર્યયાદિ દોષ દુષ્ટવથી મેધા - વસ્તુ સ્વરૂપ અવધારણ શક્તિ આમની તે દુર્મેધસ, પ્રાણીઓ વિષયો વડે જીતાયેલા છે. તે પણ કંઈક ન્યૂન સો વર્ષ જેવા અ આયુમાં, મનુષ્યોના કામો પણ અભ્યતાવાળા હોય છે. અથવા આયુષ્ય ઘણું હોય તો પ્રમાદથી એક વખત હાર્યા પછી ફરી તે જીતે છે, પરંતુ આ સંક્ષિપ્ત આયુમાં એક વખત હાર્યા પછી હારેલો જ રહે છે. અહીંન્યૂન સો વર્ષ એટલે કહ્યું, કારણ કે ભગવંત વીરના તીર્થમાં પ્રાયઃ મનુષ્યોનું આટલું જ આયુ હોય છે.
અહીં ભાવાર્થ એ છે કે મનુષ્યોનું આયુ અને વિષયો અલ્પ છે, તે માટે કાકણી અને આમ્રફળની ઉપમા આપેલ છે. દેવોનું આયુ અને કામો અતિ પ્રભૂતપણે છે, તે હજાર કાર્દાપણ અને રાજ્ય તુલ્ય છે. જેમ દ્રમક અને સજા હારી ગયા, આ દુર્મેધસ પણ એ પ્રમાણે અલ્પતર મનુષ્ય આયુમાં કામાર્થે દેવાયુ અને કામોને હારી જાય છે.
હવે વ્યવહારુ ઉદાહરણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org