________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ગવેષણા ન કર. હે ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૨૦ -
છોડીને, શું? મિત્રો, બાંધવ - સ્વજન, વિસ્તીર્ણ કનક આદિ ધન, તેનો સમૂહ, તેની રાશિ તે ઘનઘસંચયને. તે મિત્રાદિને ફરી ગ્રહણાર્થે શોધન કરી તેના પરિત્યાગથી શ્રામસ્યને સ્વીકારીને ફરી તેમાં આસક્તિવાળો ન થા. તે વમન કરેલાની ઉપમા અને તેની આસક્તિને ત્યજે. વમેલાનું આપાન પ્રાય, એમ અભિપ્રાય છે. તેથી ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
આ રીતે પ્રતિબંધના નિરાકરણ અર્થને કહીને દર્શન વિશુદ્ધિ અર્થે કહે છે - • સૂત્ર - ૩૨૧ -
(લોકો કહેશે કે -) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર
• વિવેચન - ૩૨૧ -
જા - તીર્થકર, આ કાળમાં જોવા મળતા નથી. માર્ગો ઘણા છે, તે દ્રવ્યથી - નગર આદિના માર્ગ, ભાવથી સાતિશય શ્રુતજ્ઞાન - દર્શન - ચાત્રિરૂપ મુક્તિમાર્ગ, તેમાં અહીં ભાવમાર્ગ ગ્રહણ કરાય છે. માર્ગીપણાના અર્થથી મુક્તિમાર્ગ, જે જિનવરો વડે કહેવાયેલ છે, તે ઉપલબ્ધ છે. અહીં કહેવાનો આશય આ છે - ભલે, હાલ જિનવર દેખાતા નથી. પણ તેમનો ઉપદેશાવેલ માર્ગ દેખાય છે. આવા પ્રકારનો માર્ગ અતીન્દ્રિયાર્થદર્શી જિનવર વિના સંભવતો નથી, તેથી અસંદિગ્ધ ચિત્તથી ભાવીત હોવાથી ભવ્યો પ્રમાદ ન કરવો. હાલ મને નિશ્ચિત મુક્તિ નામક લાભ પ્રયોજન માર્ગ મળેલ છે. તેથી હે ગૌતમ ! કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં એવા સંશય - વિધાનથી પ્રમાદી ન થા. અથવા ત્રિકાળ વિષયવથી આ ઉપદેશ છે.
તેથી આ પ્રમાણે અર્થ જાણવો - જેમ આધ માર્ગોપદેશક નગરને ન જોવા છતાં પણ માગને અવલોકતા, તેને અવિચ્છિન્ન ઉપદેશથી તેનું પામવાપણું નિશ્ચિત કરે છે. તથા જો કે અહીં જિનના ઉપલક્ષણથી મોક્ષ પણ દેખાતો નથી. તો પણ તેમના દ્વારા કહેવાયેલ માર્ગ-મોક્ષ તેના સૂત્રપણાથી દેશક તે માર્ગદર્શક દેખાય છે. તેથી તેનું પણ તેને પ્રાપકત્વ મેં ન જોયેલ છતાં ભાવિ ભવ્યો વડે નિશ્ચિત કરવું. તેથી આ ભાવિ ભવ્યોને ઉપદેશ કરાય છે. - *- આ જ અર્થમાં ફરી ઉપદેશ કહે છે.
• સૂત્ર - ૩૨૨ -
કંટક આકીર્ણ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી દેઢ શ્રદ્ધાથી આ માર્ગે ચાલ. ક્ષણ માત્ર પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૨૨ - પૃથક્ કરીને, પરિહરીને કે અવશોધીને શું? કંટક પંથને - દ્રવ્યથી બબૂલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org