________________
'૩૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર મહારોગગ્રસ્ત. નરક પ્રતિ જાય છે. બાલ -- હેય અને ઉપાદેયના વિવેકથી રહિત. તેઓ નરકને પામે છે. - x x x- અથવા પાપ હેતુ એટલે પાપિકા દષ્ટિ વડે - દર્શન અભિપ્રાયરૂપથી. - - - - હવે સૂત્રકાર કહે છે કે -
• સૂત્ર - ૨૧૬ -
જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહેલ છે કે - પ્રાણવધને અનુમોદનાર કદાપી સર્વ દુઃખોથી મુક્ત થતાં નથી.
• વિવેચન - ૨૧૬ -
પ્રાણવધ, ઉપલક્ષણથી મૃષાવાદાદિને અનુમોદતા, કરવા - કરાવવાની વાત તો દૂર રહી. અનુમોદના પણ ન તજે, તો મોક્ષની સંભાવના પણ નથી, એમ કહે છે. તેઓ કોનાથી મુક્ત ન થાય? દુઃખે છે તે દુઃખ- કર્મો, બધાં પણ તે દુઃખો તે સર્વદુઃખો, તેના વડે અથવા નરકાદિગતિ ભાવિ શારીરિક માનસિક ફલેશોથી, તેથી શ્રમણો પ્રાણાતિપાતથી નિવૃત્ત જ દુસ્તરને તરે છે, બીજા નહીં. તેમ કહેલ છે. શું આ તમે કહો છો ? ના, ઉક્ત પ્રકારે આયોંએ - બધાં હેય ધમાંથી દૂર એવા તીર્થકરાદિ વડે કે આચાર્યો વડે કહેવાયેલ છે. જેમણે - આ હિંસા નિવૃત્તિ આદિ સાધુધર્મ પ્રરૂપેલ છે.
આ પ્રમાણે આત્મામાં વર્તમાનને તેની પ્રજ્ઞાપના કરીને ચોરોને પ્રત્યક્ષ સાધુધર્મ નિર્દેશેલ છે. જો એમ છે, તો શું કરવું જોઈએ?
• સૂત્ર - ૧૭ -
જે જીવોની હિંસા નથી કરતા, તે ‘સમિત' કહેવાય છે. તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જેમ એ સ્થાનેથી પાણી.
૦ વિવેચન - ર૧૭ -
પ્ર - પાંચ ઇંદ્રિયો આદિનો જે નાશ ન કરે. ચ શબ્દથી કારણે પણ અનુમતિનો નિષેધ છે. ઉપલક્ષણથી મૃષાવાદાદિથી પણ નિવૃત્ત થાય. તે પ્રાણોનો અતિપાત કેમ ન કરે ? પ્રાણોનો અતિપાત ન કરતા તે સમિતિવાળો થાય છે, કેવો થઈને ? પ્રાણીનો રક્ષક બનીને. સમિતત્વમાં શો ગણ છે ? તે સમિતથી જ્ઞાનાવરણાદિ અશુભ કર્મો નીકળી જાય છે. કઈ રીતે ? અતિ ઉન્નત્તર પ્રદેશથી નીચે જતાં જળની જેમ, આના વડે પૂર્વબદ્ધ કર્મનો અભાવ કહ્યો. - x- પાપ ગ્રહણનો અવશ્યપણે અભાવ કહેલ છે. પુન્યના સંહનન આદિ દોષથી મુક્તિ ન મળે, પણ દેવાદિમાં ઉત્પતિ સંભવે છે. પુન્યને પણ સોનાની બેડી સમજી છોડી દેવું. પ્રાણાતિપાતને સ્પષ્ટ કરે છે -
• સૂત્ર - ૨૧૮ -
જગતને આશ્રિત જે કોઈ બસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન-વચન-કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે.
• વિવેચન - ૨૧૮ -
લોકમાં આશ્રિતને જગતનિશ્રિત, તેમાં પ્રાણીઓ - ત્રસ તે બસ નામ કર્મોદયવાળા, બે ઇંદ્રિયાદિ અને સ્થાવર - તે નામ કર્મોદયવર્તી પૃથ્વી આદિમાં, તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org