________________
૮/૨૧૮
39
રક્ષણીયપણે પ્રતીત હોવાથી તેનો આરંભ ન કરે. દંડવું તે દંડ, તે આ અતિપાત રૂપ છે. તેને મન, વચન, કાયાથી ન સ્વયં આરંભે, ન બીજા પાસે આરંભાય કે આરંભ કરનારને ન અનુમોદે. • - ૪ - ૪ - ૪ - ૪ - અથવા જગત નિશ્રિત ભૂત ત્રસ અને સ્થાવર વડે હણાવા છતાં પણ તેના પ્રત્યે દંડનો આરંભ ન કરે. કોની જેમ ? ઉજ્જૈનીના શ્રાવક પુત્રવત.
અહીં ઉદાહરણ છે - ઉજ્જૈનીમાં એક શ્રાવકપુત્ર, ચોર વડે હરણ કરાઈને માળવામાં રસોઈયાના હાથમાં વેચાયો. તેને એક કબુતરને મારવાનું કહ્યું. શ્રાવકપુત્રે કહ્યું - નહીં મારું. હાથીના પગ નીચે કચડવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પ્રાણનો ત્યાગ કરવા છતાં જીવને ન હસ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ પ્રયત્ન કરવો જોઈએ. મૂલગુણો કહ્યા, હવે ઉત્તર ગુણો કહે છે, તેમાં પણ એષણા સમિતિ પ્રધાન હોવાથી, તેને કહે છે
• સૂત્ર - ૨૧૯ -
શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીવી મુનિ સંયમયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોમાં મૂર્છિત ન થાય.
♦ વિવેચન
૧૯
શુદ્ધ - શુદ્ધ મતિ કે દોષરહિત, તે એષણા - ઉદ્ગમ એષણાદિથી શુદ્વૈષણા, જિન કલ્પિકોની અપેક્ષાએ શુદ્વૈષણા પાંચ છે. - x - એ પ્રમાણે જાણીને શું ? “જ્ઞાનનું ફળ વિરતિ” એ પ્રમાણે ત્યાં એષણામાં સ્થાપે. ભીક્ષા કરવાના ધર્મથી તેને ભિક્ષુ કહે છે. - X- અનેષણાના પરિહારથી જ એષણા શુદ્ધ લેવું. તે પણ શા માટે ? તે કહે છે - સંયમ નિર્વાહયાત્રા નિમિત્તે‘ગ્રાસ'ની આહારની ગવેષણા કરે. - x - x - એષણા શુદ્ધ આહાર લાવીને પણ કઈ રીતે ખાય ? એ પ્રમાણે ગ્રાâષણાને કહે છે - સ્નિગ્ધ મધુરાદિ રસમાં ગુદ્ધિમાન્ ન થાય. આના વડે સાધુને રાગનો પરિહાર કહ્યો. ઉપલક્ષણથી દ્વેષનો પણ પરિહાર કરવો. તેના દ્વારા રાગદ્વેષ રહિત થઈને આહાર કરે એમ કહેલ છે. - -0- અમૃદ્ધ રસોમાં જે કરે તે કહે છે -
• સૂત્ર
૨૨૦
ભિક્ષુ (પ્રાયઃ) નીરસ, શીતપિંડ, પુરાણા અડદ અથવા સાર વગરના રૂક્ષ, બોર આદિનું ચૂર્ણ જ જીવનયાપન માટે ગ્રહણ કરે છે.
• વિવેચન - ૨૨૦ -
·
-
પ્રાંત - નીરસ અન્નપાન, ચ શબ્દથી અંત પણ લેવું. તેથી અંતપ્રાંત આહાર કરે, અસાર આહારને ન પરવે, અથવા ગચ્છથી નીકળેલાની અપેક્ષાથી પ્રાંતને જ સેવે. કેમકે તેમને તેવું જ ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. તે કેવું છે ? શિતળ આહાર, શીત પણ શાલિ આદિનો પિંડ રસ સહિત જ હોય છે, તેથી કહે છે - પુરાણા – ઘણાં વર્ષોના કુમાાષા - અડદ. આ જ પુરાણા અત્યંત પૂતિ અને નીરસ હોય છે, તેથી તેનું ગ્રહણ કર્યું. ઉપલક્ષણથી જૂના મગ આદિ લેવા. અથવા લુકકસ - મગ, અડદ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org