________________
૧૦૨.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • સૂત્ર - ૩૮૦ થી ૩૮ર -
દેવતાના અભિયોગથી નિયજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન કચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિનંદિત છે.
આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહમચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી નથી. આ ત્રષિ મહાનુભાગ, માયશસ્વી, ઘોરnતી અને ઘોર પરાક્રમી છે. તેઓ અવહેલનાને યોગ્ય નથી, તેથી તમે તેની અવહેલના ભસ્મ કરી દે. એવું ન થાય કે, પોતાના તેજથી આ તમને બધાંને બાળીને ભસ્મ કરી દે.
• વિવેચન - ૩૮૦ થી ૩૮૨ -
દેવતાઓનો બળાત્કાર તે દેવાભિયોગ, તેના વડે વ્યાપારિત થઈને, અપ્રિયતાથી નહીં, મને આપેલી. અર્થાત હું જેને દેવાઈ. કોણે આપી? કૌશલિક રાજા વડે. તો પણ મન વડે પણ - ચિત્તથી પણ તેણે મને ન વિચારી અર્થાત અભિલાષા ન કરી. કોણે ? આ મુનિએ. મુનિ કેવા છે ? નરેન્દ્ર • નૃપતિઓ, દેવેન્દ્ર - શક આદિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો વડે આભિમુખતાથી વંદિત - સ્તવન કરાયેલા. તેણે ઇચ્છા ન કરી હોવા છતાં નૃપના ઉપરોધથી સ્વીકારેલી કહી શકાય. તે બહષિ વડે હું ત્યજાયેલી છું, તે હષિ આ જ છે. જેની કદર્થના કરવાનું તમે શરૂ કરેલ છે, તેથી કદર્થના કરવી ઉચિત નથી.
ફરી આ જ અર્થને સમર્થન કરવા કહે છે - આ તે જ છે, તેમાં જરાપણ સંશય નથી. ઉત્કૃષ્ટ કે દારુણ કર્મશગુઓ પ્રતિ અનશનાદિથી તપના અર્થાતુ ઉગ્રતપવાળા, તેથી જ મહાન્ - પ્રશસ્ય વિશિષ્ટ વિર્ષોલ્લાસથી આત્મા જેનો છે તે મહાત્મા. જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી. તે એટલે કોણ ? જે મને ત્યારે - વિવક્ષિત સમયમાં દેવાયા છતાં ઇચ્છતા નથી. કોણે આપેલી ? પિતાએ સ્વયં આપેલી, પ્રધાન આદિને મોકલીને નહીં તે પણ કેવા પિતા? કૌશલિક રાજાએ, કોઈ સામાન્ય જન સાધારણે નહીં. આના વડે તે વિભૂતિનું નિસ્પૃહત્વ કહ્યું.
પાઠાંતરથી મહાનુભાવ, તેમાં અનુભાવ એટલે શાપ આપવાનું સામર્થ્ય. ઘોર વ્રત- અત્યંત દુર્ધર મહાવ્રતને ધારણ કરેલા, ઘોર પરાક્રમ- કષાય આદિના જય પ્રતિ નિષેધ કરે છે. આ અવજ્ઞાને ઉચિત નથી. કેમ? ક્યાંક સમસ્ત તપના માહાભ્ય રૂપ તેજથી તમને ભમસાત્ કરી દેશે. અર્થાત હેલના કરાતા એવા આ જે કદાચ રોષ પામશે તો બધુ જ બાળીને ભસ્મ કરી દેશે.
એટલામાં તેણીનું વચન ખોટું ન પડે, તે માટે યક્ષે શું કર્યું? • સૂત્ર - ૩૮૩, ૩૮૪ - ભદ્રાના આ વચનો - સુભાષિતોને સાંભળીને ત્રાષિની વૈયાવચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org