________________
૧૦૧
૧૨/૩૬
આ પ્રમાણે યક્ષે કહેતા જે પ્રધાન અધ્યાપકે કહ્યું, તે કહે છે - • સૂત્ર - ૩૭૭ -
અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ - રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે, જે આ નિગ્રન્થને ડંડાથી કે પાટીયાથી મારીને અને કંઠેથી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ?
• વિવેચન - ૩૭૭ -
કોઈ આ સ્થાનમાં ક્ષત્રિય જાતિ કે વર્ણશંકરોત્પન્ન તેવા કાર્ય માટે નિયુક્ત, ઉપજ્યોતિષ - જ્યોતિની સમીપ રહેનારા અતિ અગ્નિની સમીપવર્તી એવા રસોઈયા કે ઋત્વિજ, અધ્યાપક કે પાઠક, છાત્ર છે? તેઓનું શું કામ છે? આ શ્રવણને ફલકમુષ્ટિપ્રહાર વડે મારે પછી કાંઠલો પકડીને અહીંથી કાઢી મૂકે. અભિઘાત કે કાઢી મૂકવામાં સમર્થ છે?
એટલામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૩૭૮ -
અધ્યાપકના આ વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબુકથી તે વષિને મારવા લાગ્યા. .
• વિવેચન - ૩૭૮ -
અધ્યાપક - ઉપાધ્યાયના ઉક્તરૂપ વચનને સાંભળીને વેગથી દોડી આવ્યા. ક્યાં? જ્યાં આ મુનિ ઉભા હતા, ત્યાં ઘણાં કુમાર - બીજી વયમાં વર્તતા છત્ર આદિ. તેઓ ક્રીડા કરવામાં રસ હોવાથી અહીં ક્રીડાને માટે જલ્દીથી આવી ગયા, દંડ - વાંસની લાકડી આદિ, વેંત - જળ જ વાંસડારૂપ નેતર, કશ - ચાબુક, એ બધાં વડે તેઓ ભેગા થઈને તે વ્યષિને મારવા-હસવા લાગ્યા. આ અવસરમાં -
• સૂત્ર - ૩૭૯ -
રાજ કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને માર-પિટ કરાતા જઈને શુદ્ધ કુમારોને રોક્યા.
• વિવેચન - ૩૭૯ -
રાજ્ઞ - નૃપતિ, ત્યાં - યજ્ઞપાટકમાં, કોશલામાં થયેલ - કૌશલિક, તેની પુત્રી, ભદ્રા નામની જે કલ્યાણ શરીર હતી. તેણીએ હરિકેશબલને જોઈને, તેવી અવસ્થામાં સંયતને હિંસાદિથી સમ્યક વિરમેલાને દંડ આદિ વડે મારતા તે ક્રોધિત કુમારોના કોપના અગ્નિને ઠારવા વડે ચોતરફથી ઠંડા કરે છે અર્થાત ઉપશાંત કરે છે.
તેણી તે કુમારોને ઉપશાંત કરીને, તે મુનિનું માહાભ્ય અને અતિ નિસ્પકતાને કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org