________________
૨૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લાંબો ભાવિકાળ તે બાહુલ્યથી કહેલો છે, અન્યથા કેટલાંક એક ભવમાં જ તેમાંથી નીકળીને મુક્તિને પામે છે.
અહીં પશ્ચાનુપૂર્વીથી વ્યાખ્યા કરી છે. “મૂળ' હારી જનારના ઉપનય કહીને હવે મૂલ પ્રવેશેલાને જણાવવા કહે છે કે, વિપક્ષના અપાયના પરિજ્ઞાનપણાથી ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા માટે પહેલા મૂળને હારી જનારને દર્શાવીને હવે આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૧૯૭ -
આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે માનુષ યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પાછા આવેલા (પૂર્વોક્ત) વણિક સમાન છે.
• વિવેચન : ૧૯૭ •
લોલુપતા અને શઠતાથી દેવ અને મનુષ્યત્વ હારેલા અજ્ઞાની વિશે સમ્યગુ આલોચના કરીને તથા ગુણ - દોષની તુલના કરીને અથવા સખ્ય અવિપરીત બુદ્ધિથી વિચારીને, શું? બાળ અને પંડિતને અથવા મનુષ્ય દેવગતિ ગામીને. અહીં હારેલા એ બાલ' નું જ વિશેષણ છે, પંડિતનું નથી. તેમ હોવાથી મૂળધનથી પ્રવેશે છે. - - - અથતિ મનુષ્ય છે અને મનુષ્ય યોનિમાં પાછો આવે છે. કોણ ? બાલત્વનો ત્યાગ કરીને અને પંડિતત્વને સેવનારા. જે રીતે મનુષ્ય થાય તે કહે છે -
• સૂત્ર - ૧૯૮ -
જે મનુષ્ય વિમાના રિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે કેમકે જીવો કર્મસત્ય હોય છે.
• વિવેચન - ૧૯૮ -
વિમાત્રા - વિવિધ પરિણામ કે વિચિત્ર પરિણામને આશ્રીને વિદેશી શિક્ષા વડે - પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસ રૂપથી - - જે પુરુષો, ગૃહસ્થો વ્રતને ધારણ કરેલા છે, તેઓ પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસના અનુભાવથી એ પ્રમાણે વિષાદ કે વિપત્તિ પામતા નથી. - x- સદાચાર આદિ જ સજ્જનોના વ્રતો છે, - - - આગમ વિહિત વ્રતોની ધારણા આમને સંભવતા નથી, કેમકે તે દેવગતિ હેતુપણાના અભિધાનથી છે. એવા તે માનુષ સંબંધિ યોનીને પામે છે. ઉક્તરૂપ કર્મોથી - મનોવાક ક્રિયાલક્ષણથી અવિસંવાદી તે કર્મસત્ય જ છે કેમકે અસત્યતા તો તિર્યંચયોનિના હેતુપણે કહેલ છે.
પાઠાંતરથી કર્મસુ - મનુષ્યગતિ યોગ્ય ક્રિયા રૂપમાં આસક્ત તે કર્મસ જીવો, અહીં મનુષ્યગ્રહણ છતાં પ્રાણીગ્રહણ એવો શબ્દ મૂક્યો તે તેમને દેવાદિ પરિગ્રહ નથી તેમ જણાવવાનું છે. અથવા વિમાસાદિ શિક્ષા વડે મનુષ્યો સુવત ગ્રહીને તેમના નિત્ય સંબંધથી માનુષી યોનિને પામે છે. શા માટે ? જીવો કર્મ સત્ય છે. સત્ય એટલે અવંધ્યફળ, કર્મ - જ્ઞાનાવરણાદિ, જેમને છે તે સત્યકર્મ પ્રાણીઓ, નિરુપક્રમ કર્મોની અપેક્ષાથી આ કહેલ છે.
હવે લબ્ધલાભનો ઉપનય કહે છે - Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org