________________
૨૧૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૭૮૨) આ પ્રમાણે ચિંતન કરતા તે મહાન આત્મા સંવેગ પામીને સંબુદ્ધ થઈ ગયા. માતા પિતાને પૂછીને તેણે અનગારિતા દીક્ષા ગ્રહણ કરી.
• વિવેચન - ૭૭૩ થી ૭૮૨ -
દશ સૂત્રો કહ્યા. તેની કિંચિત્ વ્યાખ્યા કરતા કહે છે - ચંપા નામની નગરીમાં પાલિત નામે સાર્થવાહ શ્રાવક હતો. તે વણિક જાતિનો હતો. ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે પ્રશસ્ય આત્મા હતા. તે કેવો હતો? નિગ્રન્થ સંબંધી પ્રવચનમાં શ્રાવક એવો તે પાલિત પંડિત હતો. જીવાદિ પદાર્થનો જ્ઞાતા હતો. પ્રવહણ વડે વ્યાપાર કરતો પિહુંડ નામે નગરે આવ્યો.
તે પિહુંડ નગરમાં વ્યાપાર કરતો હતો ત્યારે તેના ગુણોથી આકર્ષાઈને કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે ત્યાં કેટલોક કાળ રહ્યો. પોતાની પત્નીને ગર્ભવતી જાણીને સ્વદેશ પ્રતિ પાછો ચાલ્યો આવતો હતો ત્યારે તેની પત્નીએ સમુદ્રમાં બાળકનો પ્રસવ કર્યો. તે સમુદ્રમાં પ્રસવ પામ્યો તેથી તેનું સમુદ્રપાલ નામ આપ્યું. અનુક્રમે સુખપૂર્વક તે વણિક ઘેર પહોંચ્યો. પોતાને ઘેર તે બાળકને ઉછેરવા લાગ્યા. તે બાળક સુકુમાર થયો.
બાળક મોટો થતાં કળા ગ્રહણને યોગ્ય જાણી તે ૭૨ કળાઓ શીખ્યો. પછી નીતિનો જ્ઞાતા થયો. યૌવનથી પરિપૂર્ણ શરીરી થતાં તે સુરૂપ અને પ્રિયદર્શનપણાંથી બધાંને આનંદદાતા થયો. તેની પરણવાની યોગ્યતા જાણીને રૂપવતી એવી પત્ની તથાવિધ કુળમાંથી પાલિતે લાવીને પરણાવી.
તે બંને પ્રાસાદમાં રમણ કરતાં હતા. કેવી રીતે? દોગંદક દેવની જેમ. કોઈ દિવસે ત્યાંથી અવલોકન કરતાં કોઈ વધ્ય પુરુષને વધ્યાનુરૂપ આભુષણોથી યુક્ત કરીને વધને માટે નગરના બહારના પ્રદેશ લઈ જવાતો જોયો.
તે પ્રમાણે વધ્યને જોઈને તેને સંસારથી વૈમુખ્યતા ઉત્પન્ન થઈ. મુક્તિનો અભિલાષ થયો. તે બોલ્યો - પાપ અનુષ્ઠાન જન્ય અશુભ કર્મોનું આ પ્રત્યક્ષ ફળ છે. એમ વિચારતા બોધ પામ્યો. તે જ પ્રાસાદમાં બેઠાબેઠા ને પ્રકૃષ્ટ સંવેગ પામતા, માતાપિતાને પૂછીને અણગારિક દીક્ષા લીધી.
હવે અનુવાદ જ છે તો પણ સ્પષ્ટતા હેતુ વ્યાખ્યાંગને જણાવવા ઉક્ત અર્થનો જ અનુવાદ કરતાં નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૩ર થી ૪૪૨ + વિવેચન -
ચંપામાં પાલિત નામે સાર્થવાહ હતો. તે ક્ષીણમોહી વીરવર ભગવંતનો શિષ્ય હતો. કોઈ દિવસે તે પાલિત સમુદ્ર જહાજથી ગણિમ અને ધરિમ ભરીને નીકળ્યો. તે પિહુંડ નામના નગરે પહોંચ્યો. ત્યાં પિહંડ નગરમાં વ્યાપાર કરતા ત્યાં કોઈ વણિકે તેની પુત્રી પરણાવી. ત્યાંથી પત્નીને લઈને તે સ્વદેશ આવવા માટે નીકળ્યો. તે સાર્થવાહ પત્નીએ સમુદ્ર મધ્યે પુત્રને જન્મ આપ્યો. તે સર્વાગથી પ્રિયદર્શન અને સમુદ્રપાલ નામે હતો. ક્ષેમ પૂર્વક તે પાલિત શ્રાવક પોતાને ઘેર પહોંચ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org