________________
૨૧/૭૩ થી ૭૮૨
૨૧૯ પાંચ ધાત્રી વડે પરિપાલિત કરાતો તે સમુદ્રપાલ મોટો થવા લાગ્યો. બોંતેર કળા શીખ્યો. નીતિ કોવિદ થયો. તે ચોવન પામતા અધિક પ્રિયદર્શન થયો. ત્યારે તેના પિતાએ તે રૂપિણી નામે કન્યા પરણાવી. તે કન્યા ચોસઠ ગુણથી યુક્ત અને દેવાંગના સદશ રૂપવાળી હતી. તે રૂપિણી સાથે દોગંદક દેવની જેમ ભવનપુંડરિકમાં ક્રીડા કરતો હતો. નિત્ય કિંકરોથી પરિસ્વરેલો રહેતો.
કોઈ દિવસે પોતાની પત્ની સહિત ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેણે લોકો વડે કોઈ વધ્ય પુરુષને લઈ જવાતો જોયો. તે સંજ્ઞ જ્ઞાનથી બોલ્યો અને સંસારના દુ:ખોથી ભયભીત થયો. આ પાપક તેના જ પાપકર્મોથી લઈ જવાય છે તે એશ્વર્યવાનુ બોધ પામ્યો. અનુત્તર સંવેગને પ્રાપ્ત થયો. પોતાના પિતાને પૂછીને તે યશકીર્તિએ નિષ્ક્રમણ કર્યું. આ નિયુક્તિઓ વ્યાખ્યાત જ છે. વિશેષ આ -
વરવર - નામથી બીજાં પણ વીરો સંભવે છે, તે ભાવથી પણ વીર હતો તેથી વર શબ્દ લીધો. આના વડે ભગવંતની સમકાળતા પણ દર્શાવી. ગણિમ - સોપારી આદિ. ઘરમ - સુવર્ણ આદિ. પ્રિયદર્શન - સર્વજન વડે અભિમત અવલોકન. દસદ્ધ - પાંચ ધાત્રીઓ - દુધ, સ્નાન, મંડન, ક્રીડન અને અંક નામની. - - - x
ચોસઠ ગુણો - અશ્વ શિક્ષાદિ આઠ કળા રહિત. કલા જ અપર નામે વિજ્ઞાન કહેવાય છે. ભવનપુંડરિક - પ્રધાન ભવન. અહીં પંડરિક શબ્દ પ્રશંસાવાચી છે. સેંકડો અવિવેકીજનોથી અનુગમન કરાતા વધ્યપુરુષને લઈ જવાતો જોયો. સંજ્ઞી- સમ્યગૃષ્ટિ. ભીત - ત્રસ્ત. નિકૃષ્ટ પાપહેતુ ચોરી આદિ અનુષ્ઠાનોથી આ પાપનું ફળ છે. આ ચોરને જે પાપકર્મોનું અનિષ્ટ ફળ મળે છે તેનું ફળ મને પણ મળે.
-૦- હવે દીક્ષા લઈને તેણે શું કર્યું? • સૂત્ર - ૭૮૩ થી ૭૯૫ -
(૭૮૩) દીક્ષા લઈને મુનિ મહાફ લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પણ ધર્મમાં, વ્રતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરુચિ રાખે.
(૭૮૪) વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાયર્સ અને અપરિગ્રહ, આ પાંચ મહાવતોને સ્વીકારીને જિનોપદિષ્ટધર્મ આચરે.
(૭૮૫) ઇંદ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષ બધાં જીવો પ્રતિ કરુણાવાન રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંપત થાય, બ્રહાયારી થાય. સદૈવ સાવધ રોગનો પરિત્યાગ કરતો વિચરે.
(૭૮૬) સાધુ સમયાનુસાર પોતાના બલાબલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંબસ્ત ન થાય. અસભ્ય વચન સાંભળીને બદલામાં અસખ્ય વચન ન કહે.
(૭૮૭) સંયમી પ્રતિકુળતાની ઉપેક્ષા કરતો વિસરે. પિય-અપ્રિય પરીષહોને સહન કરે. સબ બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org