________________
૨૧૭
અધ્ય. ૨૧ ભૂમિકા
( અધ્યયન - ૨૧ - “સમુદ્ધપાલિત” છે.
૦ મહાનિર્ચન્થીય નામક વીસમું અધ્યયન કહ્યું. હવે એકવીસમું આરંભીએ છી. તેના આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અનાથતા અનેક રીતે કહી. અહીં તેની વિચારણાથી વિવિક્ત ચર્ચા વડે જ ચરવું જોઈએ, એ અભિપ્રાયથી તે જ કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા પૂર્વવત્ પ્રરૂપીને યાવત નામ નિષ્પન્ન નિક્ષેપોમાં “સમુદ્રપાલિક' નામથી સમુદ્રપાલનો નિક્ષેપો કહે છે - . • નિર્યુક્તિ - ૪૩૦, ૪૩૧ + વિવેચન -
સમુદ્ર વડે પાલિત તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો કરવો ઇત્યાદિ બધુ પૂર્વવત કહેવું. ભાવથી સમુદ્રપાલ એ નામ કર્મને વેદનો તે, તેનાથી આ સમુદ્રપાલ અધ્યયન આવેલ છે. સમુદ્ર વડે પાલિત એ વ્યુત્પત્તિને જણાવવા માટે કહેલ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય, તેથી સૂત્ર કહે છે - "
• સૂત્ર - ૭૭૩ થી ૭૮૨ -
(૦૭૩) ચંપા નગરીમાં “પાલિત' નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો.
(૭૭૪) તે શ્રાવક નિગ્રન્થ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પોત જહાજથી વ્યાપાર કરતો તે પિદુડ નગરમાં આવ્યો.
(૭૭૫) પિહુડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીએ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને સ્વદેશ ચાલ્યો.
() પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ “સમુદ્રપાલ' રાખ્યું.
(૭૭૭) તે શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો.
(૩૭૮) તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. યુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાંને સુંદર અને પ્રિય લાગવા માંડ્યો.
(૦૭૯) પિતાએ તેના માટે રૂપિણી' નામની સુંદર પની લાવી આપી તે પોતાની પત્ની સાથે દોસુંદક દેવવત સુરમ્ય પ્રસાદમાં કીડા કરવા લાગ્યો.
(૭૮) કોઈ સમયે તે પ્રાસાદના ઝરૂખામાં બેઠો હતો. વધ્યજન ઉચિત આભુષણોથી યુક્ત વધ્યને ધ્યાને લઈ જવાતો તેણે જોયો.
(૭૮૧) તેને જોઈને સંવેગ પ્રાપ્ત સમદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું - ખેદની વાત છે કે- આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org