________________
૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર પરિપૂર્ણ રહે છે, તેમજ બહુશ્રુત રાક્ષવજ્ઞાનથી પરિપૂર્ણ રહે છે.
• વિવેચન - ૩૫૭ -
જેમ સ્વયંભૂરમણ નામક સમુદ્ર અક્ષય - અવિનાશી જળયુક્ત છે, વિવિધ પ્રકારના મરકત આદિ રત્નોથી ભરેલો હોય તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યગ્ર જ્ઞાનરૂપ જળથી ભરેલ અને વિવિધ અતિશય રત્નવાળા હોય છે. અથવા અક્ષત ઉદયવાળા હોય. હવે ફળદર્શનથી તેનું માહાભ્ય કહે છે -
• સૂત્ર - ૩૫૮ •
સમુદ્ર સમાન ગંભીર, દુરાસાય, અવિચલિત, અપરાજેવ, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કમનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે.
• વિવેચન - ૩૫૮ -
ગાંભીર્ય - જેનો મધ્યભાગ લબ્ધ નથી તેવો - સમુદ્ર, દુખે કરીને આશ્રય થાય તેવો, અબાસિત, દુષ્પર્ઘષક છે, તેમ બહુશ્રુતો આગમથી પૂર્ણ, અંગ - અનંગ આદિ ભેદથી વિસ્તીર્ણ, રક્ષણહાર હોય છે. હવે તેને ફળથી વિશેષિત કરે છે. જ્ઞાનાવરણ આદિ કમોંનો વિનાશ કરીને મુક્તિ નામે ઉત્તમા ગતિ પ્રાપ્ત થાય છે. - - -
બહુશ્રુતની ગુણવર્ણનરૂપ પૂજા જણાવીને કહે છે - • સૂત્ર - ૩૫૯ -
ઉત્તમાર્થ ગdષક મુનિ સુતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું.
• વિવેચન - ૩૫૯ -
જેથી બહુશ્રુતના આ ગુણો મુક્તિગમન સુધીના છે, તેથી આગમ અધ્યયન શ્રવણ ચિંતનાદિથી આશ્રયે. ઉત્તમાર્થ • મોક્ષની ગવેષણા કરે. તે શ્રતના આશ્રયથી પોતાને અને બીજા તપસ્વી આદિને - *- મુક્તિગતિ પ્રાપ્ત કરાવે છે, તેમાં કોઈ સંદેહ નથી. - X- X
મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૧૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org