________________
૨૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૧૩ -
સિદ્ધો અને સંતોને ભાવથી નમસ્કાર કરીને હું મોક્ષ અને ધર્મ સ્વરૂપ બોધક તથ્ય પૂર્ણ શિક્ષાનું કથન કરું છું. તે સાંભળો.
• વિવેચન - ૭૧૩ -
રિટ - બદ્ધ આ અષ્ટવિધ કર્મ, તેને ભસ્મસાત કરવાથી તે સિદ્ધ - ધ્યાન અગ્નિ વડે બાળી નાંખેલ છે. આઠ પ્રકારના કર્મ ઇંધણ જેણે તેમને. શો અભિપ્રાય છે? તીર્થકર સિદ્ધ અને બીજા સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સાવધ વ્યાપારોથી ઉપરત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધોને ભાવથી - પરમાર્થથી. આ પંચ પરમેષ્ઠી રૂપ ઇષ્ટ દેવતાની સ્તવના, અભિધાપ અને અભિધેયાદિ ત્રણને કહે છે. અર્થ અને ધર્મ. અર્થ - હિતાર્થી વડે અભિલાષા કરાય છે તે. આ અર્થ અને ધર્મથી ગતિ - ગત્યર્થ અને જ્ઞાનાર્થ પણ હિતાહિત લક્ષણરૂપ સ્વરૂપનો બોધ જેના વડે છે તે અર્થધર્મગતિ.
તથ્ય - અવિપરીત, હિતોપદેશ રૂપ શિક્ષાને સાંભળીને હું કથન કરું છું. આ સ્થવિર વચન છે. આના વડે પૂર્વોત્તરકાળ ભાવિ બે ક્રિયા અનુગત એક કર્તા પ્રતિપાદન વડે આત્માનું નિત્ય-અનિત્યત્વ કહેલ છે. - x x x x- અહીં શિક્ષા એ અભિધેય છે. અર્થ ધર્મગતિ એ પ્રયોજન છે. આ બંનેનો પરસ્પર ઉપાય - ઉપેય ભાવ લક્ષણ સંબંધ સામર્થ્યથી કહ્યો. હવે ધર્મ કથાનું યોગત્વથી આનું ધર્મકથા કથન -
• સૂત્ર - ૭૧૪ થી ૭૨૦ -
(૧૪) પ્રસુર રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડિફુક્તિ રીત્યમાં વિહાર યાત્રાને માટે નગરી નીકળ્યો. (૭૧) તે ઉધાન વિવિધ વૃક્ષ અને લતાથી છીણ હતું. વિવિધ પક્ષની પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતું.
(૧૬) રાજાએ ઉધાનમાં વૃક્ષ નીચે બેઠેલા છોક સંયત, સુસમાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જેરા. (૧૭) સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેમના પ્રતિ ઘણું જ અધિક અને અતુલનીય વિસ્મય થયું.
(૭૧૮) અહો! શું વર્ષ છે? શું રૂપ છે? અહો! આર્યની કેવી સૌમ્યતા છે? કેવી ક્ષતિ છે? કેવી મુક્તિ - નિલભતા છે? અો ભોગો પ્રતિ કેવી અસંગતા છે?
(૭૧૯) મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી, પછી યોગ્ય સ્થાને ઉભો રહી અને હાથ જોડીને મુનિને પૂછવું - (૭૨૦) હે આર્મી તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા, શ્રમયમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું.
• વિવેચન - ૭૧૪ થી ૭૨૦ - સાતે સૂત્રો પાઠ સિદ્ધ છે. રત્ન - મરકતાદિ કે પ્રવર હાથી ઘોડાદિ રૂપ. વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org