________________
૧૯૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશા - મનોરથ રૂપ, તે જવાથી ‘ગતાશ' થાય છે. ભગ્ન ગાત્રથી તે દુઃખને પામે છે. કલ્પિત વસ્ત્રવત ખંડિત. કપની વડે પાડેલ- બે ટુકડા કરેલ, ઉર્ધ્વમાં છરિકા વડે છિન્ન - ખંડિત. એ પ્રમાણે આયુક્ષયથી મૃત્યુ પામતા અથવા ક્ષુરાધિથી ચામડી ઉતરડાય છે.
પાશ - ફૂટજાળ, તે બંધન વિશેષથી પસ્વસ, ગ્રહણ કરાતો બંધન વડે બંધાતો, બાહપ્રચાર નિષેધ વડે રુંધાતો વિનાશિત થાય. ગલ અને મકર આકાર અનુસરી પરમાધાર્મિક વડે વિરચિત જાળો વડે, ગળાથી પકડાતો અને મકર ગૃહીત જાળ વડે પડાતો અથવા મકર જાળ વડે ગૃહીત છતાં મરાતો, તથાવિધ શ્યનાદિ કાળથી બંધાતો, વજલપાદિથી અર્થાત્ શ્લેષ દ્રવ્યો વડે ચોંટાડાતો. અથવા પક્ષીની જેમ પકડીને, વિર્દેશક જાળ વડે બંધાઈને લેપદ્રવ્યો વડે ચોંટાડીને મરાયો હતો. સૂક્ષ્મ ખંડો કરાયા હતા અને વૃક્ષની જેમ ચામડી ઉતારાય છે.
થપ્પડ અને મુઠ્ઠી વડે મરાય છે, લુહારની જેમ ઘણ આદિથી ટીપાય છે. મરાય છે, છિન્ન-ભિન્ન કરાય છે. પ્રક્રમથી પરમાધાર્મિકો વડે તમ તામ્રાદિ વિકુવને અથવા પૃથ્વી અનુભાવ રૂપથી કલકલ શબ્દ કરતો અતિ ઉકાળાય છે. ત્યાર પછી પરમાધામી તેને કહે છે - હે ! તને માંસના ટુકડા ને તે પણ પકાવાયેલા બહુ પ્રિય હતા ને? એમ કહી તે નારકીના એટલે કે મારા જ શરીરનું માંસ છેદીને અતિ તમ એવા માંસ મને ખવડાવતા હતા. મધાદિ મને પ્રિય હતા, તે યાદ કરાવીને બળતા એવા અતિ ઉષ્ણ ચરબી અને લોહી મને પીવડાવતા હતા.
નરકની વક્તવ્યતાનો ઉપસંહાર કરતા કહે છે - અહીં ભયથી ત્રસ્ત થઈને, ઉદ્વેગ પામીને જ વિવિધ દુ:ખોને પામ્યો. વ્યથિત થયો. - - તીવ્ર અનુભાગથી તે જ ઉત્કટ, પ્રગાઢ, ઘોર, રોદ્ર. અત્યંત દુરધ્યાસ વેદના અનુભવી. મહતી ભય પ્રદ વેદના વેદી. આ બધાં એકાઈક અથવા અત્યંત ભય ઉત્પાદનને માટે કહેલાં શબ્દો છે.
વળી તે વેદના કઈ રીતે અતિ તીવાદિ રૂપ હતી, તે આશંકાથી કહે છે કે - આ અતિ વેદનાથી અપેક્ષાથી નરકની દુઃખ વેદના અનંતગુણ હતી. વળી મેં કેવળ આ નરકની દુઃખ વેદના જ અનુભવી નથી, પરંતુ બધી જ ગતિમાં પુનઃ નિગમના દ્વારથી કહે છે - આ અસાતા દુઃખરૂપ વેદના મધ્યે આંખના પલકારા માત્ર એટલો કાળ પણ મેં સાતા સુખરૂપ વેદના ન અનુભવી, તત્ત્વથી અહીં વૈષયિક સુખ અસુખ જ છે. કેમકે ઈદિ અનેક દુઃખથી વિદ્ધ થઈને વિપાક દારુણ પણાથી તેમાં કોઈ સુખ નથી.
આ આખા પ્રકરણનો આશય આ છે કે - જે મેં આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ સુખ ન મેળવ્યું, તો પછી હું કઈ રીતે સુખોચિત કે સુકુમાર કહેવાઉં? જેણે નરકમાં અતિ ઉષ્ણ અને શીતાદિ મહાવેદના અનેક વખત સહન કરી, તેને મહાવ્રત પાલન કે સુધાદિ સહેવા તેમાં કઈ બાધા થવાની? તત્ત્વથી તે પરમ આનંદનો હેતુ છે. તેથી મારે પ્રવજ્યા જ સ્વીકારવી જોઈએ. તેણે આમ કહ્યું ત્યારે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org