________________
૧૯/૬૫૮ થી ૬૮
૧૯૫
કુંકુંભી, તે પકાવવાનું, લોઢાનું વાસણ વિશેષ છે. દેવ માયાકૃત અગ્નિ એવા મહાદવાગ્નિ વડે સંકાશ - અતિદાહક્તાથી સદેશ તેમાં, અહીં અન્ય દાહકતરનો અસંભવ હોવાથી આવી ઉપમા આવેલી છે. અન્યથા આ અગ્નિથી અનંતગુણ જ ત્યાં ઉષ્ણ પૃથ્વીનો અનુભાવ કહ્યો.
મહુ વાલુકાની જેમ, વજ્રવાલુકા નદી સંબંધી રેતી • x - જે નરક પ્રદેશમાં છે તે પ્રમાણે કદંબ વાલુકા નદીની રેતી મહાદવાગ્નિ સદેશ યોજવી. ઉર્ધ્વ - ઉપર વૃક્ષ શાખાદિમાં નિયંત્રિત, જેથી અહીંથી તે નાસી ન જાય, અબાંધવની જેમ અશરણતા કહે છે - કરવત, ક્રકચ તેનાથી ખેદ, કલેશ અનુભવેલ છે. પરમાધામી વડે કર્ષણ કે અપકર્ષણથી દુઃસહય છે.
ઇક્ષુ - તેની જેમ, આક્રંદન કરતો, હિંસાદિ વડે ઉપાર્જિત સ્વ કર્મો વડે - જ્ઞાનાવરણાદિથી પાપાનુષ્ઠાનને કારણે યંત્રમાં પીલેલો છે.
કૂવા - કૂંજન, કોલસ્ટ્રણય - સૂકર સ્વરૂપધારી કાળા અને કાબર ચીતરા પરમાધામી વિશેષથી જમીને પટકાવાયો, જીર્ણવસ્ત્રની જેમ ફડાયો, વૃક્ષની જેમ ઉભય દાંતા વાળી કરવતથી છેદાયો. પ્રહરણ વિશેષથી અહીં - તહીં ચલિત કરાયો. વળી અતસ્ત જેનો કૃષ્ણ વર્ણ છે તેવી તલવાર અને પ્રહરણ વિશેષથી બે ટુકડા કરાયા, વિદારાયો, સૂક્ષ્મ ખંડ કરાયો. અથવા ઉર્ધ્વ છેદાયો, તિર્થો ભેદાયો, વિવિધ પ્રકારોથી ઉર્ધ્વ અને તીર્થ્રો નરકમાં અવતારાયો.
પાપ કર્મ વડે - તે હેતુ દર્શન પાપના પરિહારને માટે છે.
–
લોહરથ - લોહમય શકટમાં મને જોડાયો. પરમાધાર્મિકો વડે એ વાક્ય બધે જોડવું. કદાચિત્ દાહના ભયથી ત્યાંથી નાસી જાય તો, તેથી કહે છે - સમિલા સહિતનું યુગ જેમાં છે તે, અથવા તેમાં સમિલા યુક્ત, બળતા એવા સમિલા યુગમાં પ્રેરિત, પ્રાજનક બંધન વિશેષથી મર્મ ઘટ્ટન અને આહનન વડે હણે છ. રોજસ્ટ્સ - પશુ વિશેષ તેની જેમ ભૂમિ ઉપર પડાતો, ચાબુક આદિથી પીટાતો, અગ્નિમાં બળાતો જાણવો. ક્યાં? પરમાધાર્મિક વડે નિર્મિત ઇંધન સંચય રૂપ ચિતામાં બાળે. ભેંસની જેમ બાળીને ભસ્મસાત કરે છે, પકાવે છે. જેનું મુખ સાણસા તુલ્ય છે તથા લોહવત્ નિષ્ઠુર છે, તેવા મુખવાળા તે લોહતુંડ પક્ષી - ઢંક કે ગીધ વડે, આ પક્ષી વૈક્રિય લેવા. કેમકે ત્યાં તિર્યંચોનો અભાવ છે. તે પક્ષી વડે છેદાયો - ભેદાયો.
આવી રીતે કદર્થના પમાડાતા તેને તૃષા ઉત્પન્ન થાય તેમાં તો કહેવાનું જ શું હોય? તૃષ્ણા વડે ગ્લાનિને પામેલા તે તૃષ્ણાક્રાંત, તે હું પાણી પીશ એમ વિચારતા સુરધારા વડે અતિ છેદક્તાથી વૈતરણીના જળબા તરંગો વડે વિપાટિત કે વિપાદિત થયો - વિનાશ કરાયો.
વજ્રવાલુકાદિ સંબંધી ઉષ્ણ તાપ વડે આભિમુખ્યતાથી તમ થઈને, ખડ્ગની જેમ ભેદક્તાથી છેદાતા પર્ણોની જેમ, તથા મુદ્ગરાદિ આયુધ વિશેષોથી નાશ કરાયો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org