________________
૧૯૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ તારક માનતવાર પીટાસો, કુટાયો, ખંડ ખંડ કરાયો અને સૂર્ણ બનાવી દેવાયો છું. (૬૮૨) ભયંકર કંદ કરતા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, ગંગા અને સીસા પીવડાવાયા છે.
(૬૮૩) “તને કાપેલું અને શુળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું” એમ યાદ કરાવી. મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે. (૬૮૪) “તને દાર, સીધ, ગરેય આદિ પ્રિય હતા તે યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે.
(૬૮૫) મેં પૂર્વ જન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંબસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃખપૂર્ણ વેદના અનુભવી છે. (૬૮૬) તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુસહ, મહા ભયંકર, ભીખ વેદનાઓને મેં નરકાં અનુભવી છે. (૬૮૭) હે તાતા મનુષ્યલોકમાં દેખાતી વેદનાથી અનંત ગુણ અવિક વેદના નરકમાં છે. (૬૮૮) મેં બધાં ભવોમાં આસાતા વેદના વેદી છે. ક્ષણવાદ પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી.
• વિવેચન • ૬૫૮ થી ૬૮૮
આ એકત્રીસ સૂત્રોનો સ્ત્રાર્થ કહ્યો. વિશેષ એ કે - માતાપિતાએ અનંતર ગાથામાં જે કહ્યું, તેના ઉત્તરમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે -
હે માતા પિતા! આ આમંત્રણ પદ . આપે જે કહ્યું કે પ્રવજ્યા દુષ્કર છે. તે સત્યતાને અનતિકાંત અને અવિતથ છે તો પણ આ લોકમાં નિસ્પૃહને, આલોક શબ્દથી હલૌકિક સ્વજન, ધન, સંબંધાદિ ગ્રહણ કરાય છે. જેમાં અતિ કષ્ટ વિધમાન નથી તે શુભાનુષ્ઠાન જ છે. દુરનુષ્ક્રય કહ્યું, તે ભોગાદિની સ્પૃહાવાળાને જ આ દુષ્કરપણે છે.
નિઃસ્પૃહતાના હેતુને કહે છે - સામાન્યથી સંસારનું દુઃખરૂપતા કહ્યું. અહીં શારીર-માનસમાં થતી તે શારીરિક, માનસિક વેદના તે પણ અસાતા રૂપ જાણવી, તે દુઃખ ઉત્પાદક અને રાજ વિદ્વરાદિ જાનિત છે. જરા અને મરણ વડે અતિ ગહનપણાથી કાંતાર રૂપ છે. તેમાં દેવાદિ ચારે ભવોના અવયવોથી ચાતુરંત સંસાર, તેમાંથી ઉત્પન્ન વેદના સહી છે, તે અતિ દુઃખ જનકત્વથી રૌદ્ર છે. જ્યાં ઉત્કૃષ્ટ શારીરિક માનસિક વેદના સહી છે તે આ પ્રમાણ સૂત્રો વડે કહેલી છે -
આ મનુષ્ય લોકમાં અગ્નિ ઉષ્ણ અનુભવાય છે, તેનાથી તે અનુભૂત વેદના અનંતગુણ છે, જ્યાં હું ઉત્પન્ન થયો. ત્યાં બાદર અગ્નિના અભાવથી પૃથ્વીનો તથાવિધ સ્પર્શછે ઉષ્ણ અનુભવરૂપથીદખરૂપેમેંવેદેલી છે. અગ્નિથી અનંતગણવેશનાર્મેનરકમાં અનુભવેલી છે, તેમ યોજવું. આમનુષ્યલોકમાંમાઘમાસાદિમાં સંભવતાહિતકણથી થતી આત્યંતિક વેદના પરિગ્રહણ કરાય છે. તેનાથી અનંતગણી તે પૂર્વવતુ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org