________________
૧૧૩
અધ્ય. ૧૩ ભૂમિકા
2 અધ્યયન - ૧૩ - “ચિત્રસંભૂતીય” હું
હરિકેશીયનામક બારમું અધ્યયન કહ્યું. હવે તેરમું કહે છે. આનો અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં શ્રતવાળાને પણ યત્ન કરવો જોઈએ, તેમ જણાવવા તપની સમૃદ્ધિ કહી. અહીં તે પ્રાપ્ત થવા છતાં પણ નિદાનનો પરિહાર કરવો જોઈએ તેમ દર્શાવવા તે મહા અપાયનો હેતુ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી નિર્દેશ કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - ૪ - ૪- નામ નિક્ષેપો “ચિત્ર સંભૂતીય' નામ છે. તેથી ચિત્ર સંભૂતના નિક્ષેપના અભિધાન માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૩૩૦ થી ૩૩૨ -
ચિત્ર અને સંભૂતનો નિક્ષેપો બંનેમાં નામાદિ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપે આગમથી અને નોઆગમથી બે ભેદ છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ તે ભાવ નિક્ષેપાથી આ ચિત્રસંભૂત અધ્યયન સમુપસ્થિત છે. - - - હવે આ ચિત્ર અને સંભૂત કોણ હતા? આના વડે કોનો અધિકાર છે ?
• નિર્યુક્તિ - ૩૩૩ થી ૩૩૫
આ ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે - કોશલના અલંકાર ભૂત સાકેત નામે નગર હતું. તેમાં જીવાજીવાદિ તત્ત્વનો જ્ઞાતા એવો ચંદ્રાવતંસક નામે રાજા થયો. તેને ધારિણી નામે પત્ની (સણી) હતી. તેમનો પુત્ર મુનિચંદ્ર હતો. તે રાજા અન્ય કોઈ દિવસે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રને રાજમાં અભિષિક્ત કરી પ્રવજ્યા લીધી. પ્રવજ્યા પાળીને માલ કલંક રહિત તઈને તે અપવર્ગે ગયા.
કોઈ દિવસે સાગરચંદ્ર આચાર્ય ઘણાં શિષ્યોથી પરિવરીને ત્યાં આવ્યા. મુનિચંદ્ર રાજા તેમના વંશનાર્થે નીકળ્યો. તેમણે શ્રતને કહ્યું. રાજાને તે વિશદ્ધ ધર્મ કરવાનો અભિલાષ થયો. પોતાના પુત્રને રાજ સોંપીને તેણે દીક્ષા લીધી. શિક્ષા પ્રાપ્ત કરી. મુનિચંદ્ર મુનિ ગુરના નિયોગથી એકલા જ ભોજન-પાન નિમિત્તે કોઈ પ્રત્યંત ગ્રામમાં પ્રવેશ્યા. સાથે ચાલ્યો, આચાર્ય પણ ચાલ્યા, મુનિચંદ્ર મુનિ વિસ્મૃત થઈ ગયા. તેઓ માર્ગથી પરિભ્રષ્ટ થઈ ગયા.
ચાર ગોપાલદારકોએ તેમને પૂછવાશ જોયા. મુનિ પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થઈ. ગોરસ આદિ પીવડાવતા તેઓ સમાશ્વસ્ત થયા, તેમને ગોકુલમાં લઈ ગયા. પ્રાસુક અન્નાદિથી પ્રતિલાવ્યા. મુનિચંદ્ર મુનિએ જિનપ્રણિત ધર્મ કહ્યો. ચારેએ આ ભાવગર્ભ ધર્મ સ્વીકાર્યો. ત્યાં મળ વડે ખરડાયેલ દેહને જોઈને બે ને ગુપ્સા થઈ. તેમની અનુકંપાથી સખ્યત્વ અનુભાવથી નિવર્તિત થયા ત્યારે પણ તેઓ દેવાયુ પામીને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને જેમણે જુગુપ્સા કરેલ ન હતી તે બે સાધુઓ કેટલાંક ભાવો પછી બને છપુકારપુરમાં બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા. તેની વક્તવ્યતા છપુકારીય નામના અનંતર અધ્યયનમાં કહેવાશે. 38/8]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org