________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર
જે બે મુનિએ જુગુપ્સા કરેલી તે બંને દશાર્ણ જનપદમાં બ્રાહ્મણ કુળમાં દાસપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અહીં બ્રહ્મદત્ત થશે, તેનો અહીં અધિકાર છે. અહીં નિયાણાને કહેવાનું છે, તેથી જ તેનું વિધાન છે. - x - અહીં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પ્રસ્તુતમાં પ્રસંગથી અર્થાધિકાર કહ્યો. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
- X* X •
૧૧૪
હવે સૂત્ર કહેવું જોઈએ.
♦ સૂત્ર
૪૦૭ -
જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા માટે નિયાણુ કર્યું, ત્યાંથી મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત રૂપે ચુલણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો.
૭ વિવેચન - ૪૦૭ -
-
આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે બ્રહ્મદત્ત પૂર્વજન્મમાં વારાણસીમાં સંભૂત નામે ચાંડાલ હતો, ચિત્ર તેનાથી જયેષ્ઠ હતો. ત્યાં નમુચિ નામે બ્રાહ્મણ હતો. તેણે મારા અંતઃપુરને બગાડેલ છે, તેમ જાણીને રાજાએ તેને મારી નાંખવા ચાંડાલાધિપતિ જે ચિત્ર-સંભૂતનો પિતા હતો, તેને સોંપ્યો. ચાંડાલાધિપતિએ નમુચિને કહ્યું - જો મારા પુત્રોને બધી કળામાં કુશળ બનાવ તો તને જીવતો રાખું. નમુચિએ તેના ઘેર ગુપ્તપણે ભણાવ્યા. તે બંને પણ ‘વીણા’ વાદનાદિ બધી કળા શીખ્યા. નમુચિ મરવાના ભયથી ભાગીને હસ્તિનાપુર ગયો, સનક્કુમાર ચક્રવર્તીએ તેને મંત્રી બનાવ્યો.
ચિત્ર અને સંભૂતની ગાયન કળામાં તરુણી આસક્ત બનવા લાગી. લોકોએ રાજાને તે ફરિયાદ કરી, રાજાએ તેમને નગરમાં વીણા વાદનાદિનો નિષેધ કર્યો કોઈ વખતે તે બંને કૌમુદી મહોત્સવ જોવાને આવ્યા. લોકોએ કદર્થના કરતા, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બંનેએ દિક્ષા લીધી. વિકૃષ્ટ તપ કરવા લાગ્યા. તેજોલેશ્યાદિ લબ્ધિ પામ્યા. હસ્તિનાપુર ગયા. માસક્ષમણને પારણે સંભૂત મુનિ ભિક્ષાર્થે પ્રવેશ્યા. નમુચિએ તેમને જોયા. તેમનો તિરસ્કાર કરી નમુચિએ મુનિને કાઢી મૂક્યા. પછી લોકોએ પણ વિડંબના કરી. ત્યારે કુપિત થયેલા મુનિ સમસ્ત લોકોને બાળી નાંખવા તેજોલેશ્યા મૂકવા પ્રવૃત્ત થયા. તે જાણીને અંતઃપુર સહિત સનક્કુમાર ચક્રવર્તી અને સર્વ નગરના લોકો તેની પાસે આવ્યા.
આ આખો વૃત્તાંત ચિત્ર મુનિએ જાણ્યો. સંભૂત મુનિને અનેક વચનો વડે ઉપશામિત કરવાનો આરંભ કર્યો, તો પણ તેમનો કોપ શાંત થતો ન જાણીને સ્ત્રીરત્ન સહિત ચક્રવર્તી તેમની ક્ષમા યાચના કરવા લાગ્યા. તે વખતે સ્ત્રીરત્નના કોમળ સ્પર્શથી સંભૂત મુનિને અભિલાષ થયો કે મેં ચાંડાલપણે અનેક કદર્થના ભોગવી છે. ચિત્ર મુનિએ તેમનું નિયાણું જાણીને ઘણાં અટકાવ્યા. તો પણ સંભૂત મુનિએ ચક્રવર્તીપણાનું નિયણું કર્યું. પછી અનશન કર્યું. પછી વૈમાનિક થઈ બ્રહ્મદત્ત રૂપે ચુલનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્યાં ? તે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org