SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર તેને અધિષ્ઠિત. ભગવાન્ - વૈર્યવાન, શ્રતવાન. તેણે શું શું છોડીને દીક્ષા લીધા તે કહીશું? • સૂત્ર - ૨૩૩ - જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલામાં ઘણો કોલાહલ થયો. • વિવેચન - ૨૩૩ - કોલાહલ - વિલાપ અને આક્રંદન કરનારનો કલકલ, તે થયો જેમાં તે કોલાહલક ભૂત, અથવા ભૂત શબ્દ ઉપમાથે છે તેથી કોલાહલ - રૂપતાને પામ્યા, કેમકે - હા પિતા ! માતા ! ઇત્યાદિ કલકલથી આકુલિત થઈને, મિથિલામાં થયો. સર્વે ગૃહ, આરામ આદિમાં થયો. ક્યારે? દીક્ષા લેતા હતા તે કાળે. રાજર્ષિ - રાજા, તે રાજ્યવસ્થાને આશ્રીને, ત્રાષિ- તે કાળની અપેક્ષાએ છે અથવા રાજ્યાવસ્થામાં પણ ઋષિ - ક્રોધાદિ છ વર્ગના ભયથી કષિ જેવા. - *- ૮ - નમિ નામના રાજા ઘેરથી અથવા કષાય આદિથી નીકળ્યા ત્યારે શું થયું તે કહે છે - • સૂત્ર - ૨૩૪ - ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત થયેલા નમિ રાજર્ષિને બ્રાહ્મણ રૂપે આવેલા દેવેન્દ્રએ આ વચન કહ્યા - • વિવેચન - ૨૩૪ - અગ્રુધત રાજર્ષિ, પ્રવજ્યા સ્થાને જ રહે છે - સભ્ય દર્શનાદિ ગુણો તેમાં છે. તે પ્રવજ્યા સ્થાન. તેથી ઉત્તમ એવા પ્રવજ્યા સ્થાનના વિષયમાં ઉધમવંત નમિને બ્રાહ્મણ વેશથી આવેલા ઇંદ્ર - ત્યારે જ તે મહાત્માનું પ્રવજ્યાને ગ્રહણ કરવાનું મન જાણી તેના આશયની પરીક્ષા કરવાની ઇચ્છાથી સ્વયં ઇંદ્ર આવ્યો. ત્યારે તે આ કહેવાનાર વચનો - વાક્યો બોલ્યા. શું બોલ્યા? તે કહે છે - • સૂત્ર - ૨૩૫ - હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘરમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દો સંભળાઈ રહ્યા છે ? • વિવેચન - ૨૩૫ - કિમ્-પરિપ્રશ્ન અર્થમાં છે, નુ વિતર્કમાં, ભો - આમંત્રણમાં. આજના દિવસે નગરી ઘણાં કલકલરૂપ વ્યાકુળ - કોલાહલ સંકુલ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. તે કદાચ બંદિછંદોનો ઉદીરિત પણ હોય, તેના નિરાકરણ માટે કહે છે – લોકોના મનને વિદારે છે તે દારુણ વિલાપ અને આકંદન આદિ, તેઓ ક્યાં રહેલા છે ? સાતભૂમિ આદિ પ્રાસાદોમાં સામાન્ય ઘરોમાં અથવા પ્રાસાદ- દેવ અને નરેન્દ્રોનો, ગૃહ - તે સિવાયના લોકોનું રહેઠાણ. ચ શબ્દથી ત્રિક, ચતુષ, ચત્વરાદિમાં પણ જાણવો. • સૂત્ર - ૨૩૬ દેવેન્દ્રની આ વાત સાંભળીને હેતુ આને કારણથી પ્રેરિત નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy