________________
૪
૯
૯/૨૩૬ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું -
• વિવેચન - ૨૩૬ :
અનંતરો અર્થને જણાવતો ધ્વનિ સાંભળીને, હેતુ - વિક્ષિત અર્થમાં જાય છે તે, તે પાંચ અવયવ વાક્યરૂપ છે. કારણ - અન્યથા અનુપપત્તિ માત્ર, તેના વડે પ્રેરિત તે હેતુ અને કારણથી પ્રેરિત, કોલાહલસંકુલ દારુણ શબ્દો સંભળાય છે, આના વડે ઉભયથી આ પ્રમાણે સૂચિત છે, તેથી કહે છે - આપની આ અભિનિષ્ક્રમણ પ્રતિજ્ઞા અનુચિત છે, કેમકે આક્રંદનાદિ દારુણ શબ્દના હેતુપણાથી હેતુ, જીવહિંસાવત્ દષ્ટાંત છે. જે આકંદનાદિ દારુણ શબ્દનો હેતુ છે, તે - તે ધમર્થીને અનુચિત છે. જેમ જીવ હિંસા, તેમ આ આપનું અભિનિષ્ક્રમણ - એ ઉપનય છે. - x x x- ઇત્યાદિ - ૪
- X - X - X - ૪ -
પ્રેરણા પછી નમિ રાજર્ષિ શકને હવે કહેવાશે તે પ્રમાણે કહ્યું. આ સૂત્રાર્થ છે. તેમણે શું કહ્યું? તે કહે છે -
• સૂત્ર - ૨૩૭ -
મિથિલામાં એક પૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળુ મનોરમ, પત્રપુષ્પ અને ફળોથી યુક્ત, ઘણાંને માટે સદૈવ ઉપકારક હતું.
• વિવેચન - ૨૩૭ -
મિથિલામાં પત્ર- પુષ્પ આદિથી ઉપચિત ચેત્ય - ઉધાન હતું તે ચેત્ય - ઉધાનમાં વૃક્ષ વડે શીતલ છાયા જેની છે, તેવી શીત છાયામાં ચિત્ત વૃતિને પામે એવા મનોરમ નામક અને પત્ર - પુષ્પ - ફળથી યુક્ત અને પક્ષીઓથી ભરેલું, ઘણાં ગુણવાળ, સદાકાળને માટે પ્રયુર ઉપકારકારી એવું ચેત્યવૃક્ષ હતું. તેમાં શું?
• સૂત્ર - ૨૩૮ -
પ્રચંડ આંધીથી તે મનોરમ વૃક્ષના પડી જવાથી દુઃખિત, શરણ અને 7 એવા તે પક્ષી છંદન કરી રહ્યા હતા.
• વિવેચન - ૨૩૮ -
વાયુ વડે અહીં-તહીં ફેંકાતા, ત્યાં વાયુશકએ જ કરેલો એવો સંપ્રદાય છે, ચિતિ - ઇષ્ટકાદિનો સંગ્રહ, તે જ મૈત્ય, તેમાં અધોબદ્ધ પીઠિકાની ઉપર મનના અભિરતિ હેતુથી ઉંચી કરાયેલ પતાકાઓ હતી. દુ:ખિત - જેમને દુઃખ થયેલું છે તે, અશરણ - બાણ સહિત, તેથી જ પીડિત, આ પ્રત્યક્ષ આકંદ શબદ કરે છે. ખગ - પક્ષીઓ.
અહીં આ મિથિલામાં આ દારુણ શબ્દો કેમ સંભળાય છે? એ પ્રમાણે સ્વજનોનું આકંદન કહ્યું, તે પક્ષીનું કંદન પ્રાયઃ સમજવું અને આત્માને વૃક્ષ સમાન જાણવો. તત્ત્વથી નિયતકાળ જ સાથે રહીને અને ઉત્તરકાળે સ્વ-સ્વગતિ ગામીપણાથી વૃક્ષને આશરે રહેલા પક્ષીની ઉપમા દ્વારા સ્વજનોને બતાવ્યા. - x x x- આ જ સ્વજનો વાયુ વડે પડી ગયેલા વૃક્ષથી છુટા પડી ગયેલા પક્ષીની માફક પોત-પોતાના પ્રયોજનની હાનિ થયાની આશંકા કરતા કંદન કરે છે. પોતાનું પ્રયોજન સદાવાથી સ્વજન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org