________________
૧૬૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર વિચિકિત્સા - ધર્મ પ્રત્યે, આવા કષ્ટ અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં?
ઉક્ત શંકા આદિના ફળ રૂપે ચાત્રિનો વિનાશ પ્રાપ્ત થાય અથવા કામ ગ્રહ રૂપ ઉન્માદને પામે, સ્ત્રી વિષય અભિલાષાના અતિરેકથી તથાવિધ ચિત્ત વિપ્લવ સંભવે લાંબા કાળ માટેના દાહરૂર આદિ રોગ અને જલ્દી મરણ થાય તેવા શલાદિ આતંક થાય. સ્ત્રી આદિના અભિલાષથી અરોચકત્વ જન્મ, તેનાથી વરાદિ થાય. કેવલી પ્રજ્ઞપ્ત ચૂત અને ચારિત્ર રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય. કદાચિત કિલષ્ટ કર્મોદયના કારણે સર્વથા ધર્મનો પરિત્યાગ સંભવે. તે કારણે આવું સ્થાન ન સેવે.
પહેલું સમાધિસ્થાન કહ્યું. હવે બીજું કહે છે - • સૂત્ર - પ૧૩ -
જે સ્ત્રીઓની કથા નથી કરતા, તે નિર્ગળ્યું છે. એમ કેમ? આચાર્ય કહે છે. જે સ્ત્રીની કથા કરે છે, તે બ્રહ્મચારી નિન્જને હાચર્ય વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સ્ત્રી કથા ન કહેવી જોઈએ.
૦ વિવેચન - ૫૧૩ -
એકલી સ્ત્રીને વાક્ય પ્રબંધ રૂપ ધર્મ ન કહેવો અથવા સ્ત્રીઓની કથા, જેમકે - કામક્રીડામાં ચતુર ઇત્યાદિ અથવા જાતિ, કુળ, રૂપ અને વસ્ત્રના ભેદથી ચાર પ્રકારે સ્ત્રી કથા, જાતિમાં - બ્રાહાણી આદિ, કુળમાં ઉગ્ર આદિ, એ પ્રમાણે. જેઓ તે કહેતા નથી તે નિર્ગળ્યુ છે. હવે ત્રીજું
• સૂત્ર - ૫૧૪ -
જે રીઓની સાથે એક આસને બેસતા નથી, તે નિર્ગસ્થ છે. એમ કેમ ? જે સ્ત્રીઓ સાથે એક આસને બેસે છે, તે બ્રહ્મચારી ને બ્રહાયાંના વિષયમાં શંકા, કલા, વિચિકિત્સા ઉત્પન્ન થાય. ભેદ પામે, ઉન્માદને પ્રાપ્ત કરે, દીર્ઘકાલિક રોગ કે આતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમાં ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિજાને રીની સાથે એક આસને બેસી વિચરવું ન કલો.
• વિવેચન - ૫૧૪ -
સ્ત્રીઓની સાથે જેમાં સારી રીતે બેસાય તે સંનિષધા - પીઠ આદિ આસન, તેમાં રહેવું તે. શો અર્થ છે? સ્ત્રીઓ સાથે એક આસને ન બેસે. સ્ત્રી ઉઠી જાય પછી પણ ત્યાં મુહૂર્ત માત્ર ન બેસવું તે સંપ્રદાય છે. જે એવા છે તે નિગ્રન્થ છે, બીજ નહી. હવે ચોથું કહે છે -
• સૂત્ર - પ૧૫ -
જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમ? જે નિર્ગm Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org