________________
૧૬૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૫૩૯, ૫૪૦
જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોવિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ગસ્થ રૂપે પ્રાજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છેદ વિહારી થઈ જાય છે... રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા-પીવા મળી રહ્યું છે. અને જે થી રહ્યું છે, તેને હું જાણું છું. હે ભગવન ! શાસ્ત્રના અધ્યયન કરીને હું શું કરીશ?
• વિવેચન - ૫૩૯, ૫૪૦ -
જે કોઈ આ નિષ્ક્રાંત છે, તે કઈ રીતે પ્રવજિત છે, તે કહે છે - શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મને સાંભળીને, જ્ઞાન - દર્શન - ચાસ્ત્રિ અને ઉપચારરૂપ યુક્ત તે વિનયયુક્ત થઈ અતિશય દુપ્રાપ્ય જિનપ્રણિત ધર્મપ્રાપ્તિરૂપ બોધિ પામીને, આના વડે ભાવ પ્રતિપક્તિથી આ પ્રવજિત છે, તેમ કહેલ છે. તે પ્રવજન પછીના કાળે જે રીતે વિચારે છે. તે કહે છે -
પહેલા સિંહ રૂપે પ્રવજિત થઈને, પછી જેમ જેમ વિકથાદિ કરણ રૂપ પ્રકારથી આત્માને સુખી માને છે. પછી શિયાળ વૃત્તિથી વિચરે છે, તે ગુરુ દ્વારા કે બીજા હિતૈષી વડે અધ્યયન પ્રતિ પ્રેરિત થઈને જે કહે છે, તે આ છે - શય્યા - વસતિ, દેઢ - વાત, આતપ, જલાદિ ઉપદ્રવોથી અનભિભાવ્ય છે. પ્રવર - વર્ષાકલા આદિ, મારી પાસે છે. ભોજન અને પાણીને માટે અનુક્રમે અશન, પાન મળી રહે છે. - X- તો શા માટે, હે પૂજ્ય! હું આગમનું અધ્યયન કરું? - x- - માત્ર વર્તમાનને જોનારા જ આ પ્રમાણે કહે છે - મારી પાસે આ બધું છે, તો શા માટે હૃદય, ગળું, તાળવું શોષવનાર આ અધ્યયન કરવું જોઈએ? એ પ્રમાણે અધ્યવસાયવાળો જે છે, તે પાપભ્રમણ કહેવાય છે.
- વળી -
સૂત્ર - ૨૪૧ -
જે કોઈ પણ પ્રગતિ થઈને નિદ્રાશીલ રહે છે, ઇચ્છાનુસાર ખાઈપીને સુખે સુખે સૂઈ જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે.
• વિવેચન - ૫૪૧ -
જે કોઈ પ્રજિત નિદ્રાલુ રહે, ઘણાં દહીં-ભાત આદિ ખાને કે તક આદિ પીને, જેમ સુખ ઉપજે તેમ સર્વ ક્રિયા અનુષ્ઠાનથી નિરપેક્ષ થઈને સૂઈ રહે છે, ગ્રામ આદિ વસતિમાં રહે છે, તે પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે માત્ર ન ભણવાથી જ પાપભ્રમણ નથી કહેવાતો. - વળી - . • સૂત્ર - ૫૪૨ -
જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શ્રત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપભ્રમણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org