________________
૧૧૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર
પણ સમજીને ત્યાંથી રજા લીધી. પોતાનું નિવાસસ્થાન ભાગીરથીના કિનારે બનાવ્યું.
ત્યાર પછી તેણે તે લાક્ષાગૃહ સુધી એક સુરંગ ખોદાવી, વરધનુને તે વાત જણાવી દીધી. બ્રહ્મદત્તના લગ્ન કરાયા, લાક્ષાગૃહમાં મોકલ્યા. જોયું તો રાત્રે બધું બળતું હતું. વરધનુએ કહ્યું - તું ડરતો નહીં. મને મારા પિતા ધનુએ જ આ બધું જણાવેલું છે. · સુરંગના માર્ગેથી બચાવીને બ્રહ્મદત્તને સુરક્ષિત પણે બહાર કાઢી લીધો. બહાર બે પ્રધાન અશ્વો તૈયાર રખાયા હતા. તે બંનેને ધનુમંત્રીએ કહ્યું - આના ઉપર બેસીને દેશાંતર ચાલ્યા જાઓ અને દીર્ઘપૃષ્ઠથી તમારી રક્ષા કરો.
* X - Xમા
શુભ અવસર જોઈને વરધનુએ બ્રહ્મદત્તને આકુલિત ચિત્તથી ચુલનીના સર્વે છળ-કપટનો વૃત્તાંત જણાવી દીધો. અત્યારે તો અહીંથી નીકળી જવું જ શ્રેયસ્કર છે. બંને ત્યાંથી નીકળી ગયા.
આ પ્રમાણે પ્રાપ્ત અવસર બ્રહ્મદત્તનું વિધાન આલેખ્યું, પછી ત્યાં જે કન્યાઓનો લાભ થયો તેને જણાવવાને આ પાંચ ગાથા છે.
• નિયુક્તિ ૩૩૯ થી ૩૪૩
વિવેચન
ચિત્ર નામે પિતા હતા. તેની બે કન્યાઓ હતી, વિધુન્ગાલા અને વિધુન્મતી. તથા ચિત્રસેનક પિતા તેની ભદ્રા નામે પુત્રી હતી. તથા પંથક પિતા અને નાગજસા કન્યા હતા. તથા કીર્તિમતિ કન્યા અને તેના પિતા કીર્તિસેન હતા. તથા નાગદત્તા, યશોમતી અને રત્નવતી હતી. આ ત્રણેનો પિતા યક્ષહરિલ હતો. વર્ચ્છી કન્યા, તેનો પિતા ચારુદત્ત. પછી કાત્યાયન ગોત્રનો વૃષભ નામે પિતા અને તેની શિલા નામે કન્યા. તથા ધનદેવ નામે વણિક્ અને બીજો વસુમિત્ર, અન્ય સુદર્શન અને દારુક. આ ચારે માયાપ્રધાન હતા. આ ચારે કુકડાના યુદ્ધના વ્યતિકરમાં મળ્યા. પુસ્તી નામની કન્યા. પિંગલા નામે કન્યા, તેનો પિતા પોત. સાગરદત્ત વણિક્ તેની પુત્ર દીપશિખા. કાંપિલ્ય પિતા અને તેની પુત્ર મલયવતી. વનરાજી નામે કન્યા, તેના પિતા સિંધુદત્ત તથા તેની જ બીજી સોમા નામે કન્યા. તથા સિંધુસેન અને પ્રધુમ્નસેન તેમને અનુક્રમે વાનીર નામની અને પ્રતિકા નામે કન્યા હતી. તથા હરિકેશા, ગોદત્તા, કરેણુદત્તા અને કરેણુપદિકા તથા કુંજરસેના અને કરેણુસેના. ઋષિવૃદ્ધિ અને કુટુમતી દેવી. આટલી કન્યા સાથે બ્રહ્મદત્ત પરણ્યો.
.
તેણે કુરુમતીને સ્ત્રીરત્ન રૂપે પ્રાપ્ત કરી. - ૪ - ૪ - x - હવે જે સ્થાનોમાં બ્રહ્મદત્ત ભટક્યો, તે સ્થાનોના નામો જમાવે છે
-
• નિર્યુક્તિ - ૩૪૪ થી ૩૫૪ વિવેચન
અહીં અગિયાર ગાથા છે, આની પણ તે પ્રમાણે વ્યાખ્યા કરવી.
કાંપિલ્યપુર, જ્યાં આનો જન્મ થયો. પછી બંને (બ્રહ્મદત્ત અને વરધનુ) ગિરિતટક સંનિવેશમાં ગયા. ત્યાંથી ચંપા નગરી, પછી હસ્તિનાપુર, ત્યાર પછી સાકેત નગરે, સાકેત પાસેના કટકમાં, પછી મંદિ નામના સંનિવેશમાં ગયા. પછી અવશ્યાનક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International