________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
શ્રમણત્વ - પ્રવજ્યાને સ્વીકારીશ. ત્યારે તેના માતા-પિતાએ તેને ભોગને માટે ઉપ નિમંત્રણ કરવાના અભિપ્રાયથી જે કહ્યું, તે સૂત્રકાર કહે છે -
• સૂત્ર - ૬૨૫ થી ૬૨૭ -
(૬૨૫) હે માતાપિતા! હું ભોગો ભોગવી ચૂક્યો છુ, તે વિષફળ સમાન, પછી કટુવિપાકવાળા અને નિરંતર દુઃખ દેનારા છે.
(૬૨૬) આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન છે, આ આવાસ અશાશ્વત છે. તથા દુઃખ અને કલેશનું ભાજન છે.
(૬૨૭) આ શરીરને પહેલાં કે પછી છોડવાનું જ છે. તે પરપોટાની સમાન છે, તેથી તેમાં મને આનંદ પ્રાપ્ત થતો નથી.
૭ વિવેચન - ૬૨૫ થી ૬૨૭
૧૮૮
ત્રણે સૂત્રોનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિષ એટલે વિષવૃક્ષ, તેના ફળ તે વિષફળ, તેની ઉપમાથી કહે છે, પાછળથી કટુ છે. તેનો વિપાક અનિષ્ટપણે છે, આરંભે જ મધુર દેખાય છે. અનવચ્છિન્ન દુઃખદાયી છે. જેમ વિષફળ આરંભે સ્વાદિષ્ટ પણ પછીના કાળે મધુર અને કટુવિપાકના સાતત્યથી દુઃખને લાવનાર છે. આ કામ સ્પર્શ પ્રધાન છે, સ્પર્શ શરીરને આશ્રીને છે. શરીર અનિત્ય છે. સ્વાભાવિક શૌચ રહિત છે. તે અશુચિરૂપ શુદ્ર અને શોણિતથી ઉત્પન્ન છે. તે કથંચિત્ રહેવા છતાં જીવનું અવસ્થાન તેમાં અનિત્ય છે. આના વડે અતીવ અસારત્વાવેશ સૂચવ્યો. દુઃખ - અશાતા, તેનો હેતુ તે કલેશ - જવરાદિ રોગોનું સ્થાન છે. તે કારણે મને તેમાં રતિ પ્રાપ્ત થતી નથી. શરીરના આશ્રયપણે હોવાથી ભોગમાં પણ રતિ નથી. શરીરનું અશાશ્વતત્વ એ છે કે - તે પહેલાં કે પછી ત્યાજ્ય જ છે. પછી વૃદ્ધાવસ્થામાં અને પૂર્વે બાલ્યાદિમાં ભોગે ત્યજે છે. આયુ ક્ષય થતાં અવશ્ય ત્યાજ્ય છે. વળી શરીર ક્ષણમાં દૃષ્ટ-નષ્ટ પણે છે. આના વડે અશાશ્વતત્વ કહ્યું.
એ પ્રમાણે ભોગ નિયંત્રણનો પરિહાસ કરીને હવે સંસારના નિર્વેદનો હેતુ કહે છે • સૂત્ર - ૬૨૮ થી ૬૩૧
(૬૨૮) વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા ને મરણથી ગ્રસ્ત આ સાર મનુષ્ય શરીરમાં એક ક્ષણ પણ મને સુખ મળતું નથી.
(૬૨૯) જન્મ દુઃખ છે, જરા દુઃખ છે. રોગ દુઃખ છે. મરણ દુઃખ છે. અહો! સંસાર જ દુઃખ રૂપ છે, જ્યાં જીવ કલેશ પામે છે.
(૬૩૦) ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બંધુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે ચાલ્યું જવાનું છે.
-
·
Jain Education International
(૬૩૧) જેમ વિષ રૂપ કિંપાક ફળોનું પરિણામ સુંદર હોતું નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org