________________
૧૭૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
નોંધ ક્રમશઃ ૫૪૪ થી ૫૫૨ સૂત્રોની છે - )
સંમર્દન - હિંસા કરતો, પ્રાણના યોગથી પ્રાણી - બેઇંદ્રિયાદિ. બીજ - શાલિ આદિ. હરિત - દૂર્વા આદિ. ઉપલક્ષણથી બધાં એકેન્દ્રિયો લેવા. પોતાને સંયત માને, આના વડે આ લોકોને સંવિગ્નપાક્ષિકત્વ પણ નથી. તેમ કહ્યું.
સંસ્તાર - કંબલ આદિ, ફલક - ચંપક પટ્ટાદિ. પીઠ - આસન, નિષધા - સ્વાધ્યાય ભૂમિ આદિ, જેમાં બેસાય છે. પાદકંબલ - પાદપુંછન, અપ્રમૃજ્ય - રજોહરણાદિ વડે શોધ્યા વિના, ઉપલક્ષણત્વથી પ્રત્યુપ્રેક્ષા કર્યા વિના.
વટવ
જલ્દી જલ્દી, તથાવિધ આલંબન વિના પણ ત્વરિત ચાલે. ગોચર ચર્યાદિમાં પરિભ્રમણ કરે છે. પ્રમત્ત - પ્રમાદવશ થાય છે. ઉલ્લંઘન - બાલાદિને ઉચિત પ્રતિપત્તિકરણ છતાં ઉલ્લંઘે, ચંડ - ક્રોધ અથવા પ્રમત્ત - ઇર્યા સમિતિમાં
અનુપયુક્ત,
મર્યાદાઓને ઉલ્લંઘક.
-
પડિલેહણ - પ્રમાદી થઈને પ્રત્યુપ્રેક્ષા કરે, અપોઋતિ - જ્યાં ત્યાં ફેંકે છે, પ્રત્યુપ્રેક્ષા કરતો નથી. પાદકંબલ - પાત્ર કે કંબલને. આનાથી બધી જ ઉપધિ લેવી. તે આ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષામાં અનુપયુક્ત રહે.
વિકથામાં આક્ષિપ્ત ચિત્ત થઈને પડિલેહણા કરે, ગુરુ સાથે વિવાદ કરે અથવા ગુરુની અવહેલના કરે કે અસભ્ય વચનો કહે અથવા એમ કહે કે - જાતે જ પડિલેહણા કરી લો, તમે અમને આમ જ શીખવેલ છે, તે તમારો જ દોષ છે, એ પ્રમાણે પ્રમાદમાં વર્તે.
વિરૂપવાદ તે વિવાદ - વાક્કલહ, કંઇક ઉપશાંત થયેલા કલહને પણ વધારે. અધર્મ - અવિધમાન સદાચાર, અત્તહૃહ - આત્મ પ્રશ્ન, તેને હણે. કોઈ પૂછે કે - ભવાંતરમાં જનારો આત્મા છે કે નહીં? ત્યારે તેના પ્રશ્નને અતિ વાચાળતાથી હણે છે. જેમ કે - પ્રત્યક્ષાદિ પ્રમાણના અભાવે આત્મા જ નથી, તેથી આ પ્રશ્ન અયુક્ત છે. - યુગ્ગહ - યુગ્રહ, દંડાદિ ઘાત જનિત વિરોધ, કલેહ - તે જ વાચિક થાય. યંત્ર તંત્ર - સંસક્ત રજસ્ક આદિમાં, નિષિદતિ - બેસે છે. આસન પીઠ આદિ, અનાયુક્ત - અનુપયુક્ત થઈને, શેષ પૂર્વવત્.
- X - X -
સરજસ્ક - રજ સહિત વર્તે છે તેવા પગ જેના છે તે. સ્વપિતિ - સંયમ વિરાધના પ્રતિ ડર્યા વિના પગને પ્રમામાં વિના સુવે છે અર્થાત્ વસતિની પ્રતિલેખના ન કરે, ન પ્રમાર્જે. સંસ્તારક ફલક, કંબલ આદિ. અનાયુક્ત - કુકડીની જેમ પગ પ્રસારણ. આદિ આગમ અર્થમાં અનુપયુક્ત.
• સૂત્ર
૫૫૩ થી ૫૫૫ -
(૫૫૩) જે દૂધ, દહીં આદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રુચિ રાખતા નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
(૫૫૪) જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઉલટો વર્તે છે, તે પાપશ્રમણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org