________________
૧૩૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર
• વિવેચન - ૪૪૭ -
તે બંને પુરોહિતપુત્રો મનુજ સંબંધી અથવા દેવ સંબંધી કામ ભોગોમાં સંગને ન કરતા, મુક્તિની અભિલાષા વાળા, તત્ત્વરૂચિ ઉત્પન્ન થઈ છે તેવા, તેઓએ પિતાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું - તે બંને પુત્રોને સાધુના દર્શન પછી આપણે આવું રૂપ પૂર્વે ક્યાં જોયેલ છે? એમ વિચારતા જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય જન્મતા પ્રવજ્યાર્થે અભિમુખ થઈ આત્માને ઉચ્ચ ગુણ સ્થાન કે લઈ જવા અને માતા-પિતાને પ્રતિબોધવા હવે કહેવાશે તે કહ્યું તેઓ જે બોલ્યા તે કહે છે -
• સૂત્ર - ૪૪૮ -
આ જીવનની અશાશ્વતતાને અમે જોઈ છે, તે ઘણાં અંતરાયવાળું છે, ચાય પણ દીધું નથી. તેથી ઘરમાં મને કોઈ આનંદ મળતો નથી. સાપની અનુમતિથી અને મુનિધર્મનું આચરણ કરીશું.
• વિવેચન - ૪૪૮ -
અશાશ્વત - અનિત્ય જોઈને, શું? આ પ્રત્યક્ષ વિહરણ એટલે મનુષ્યપણે અવસ્થાન, એવું કેમ? ઘણાં જ વિપ્નો, વ્યાધિ આદિ જેમાં છે તેવું બહુ અંતરાયમાં પણ કદાય લાંબું રહેવાનું હોય તો? તેથી કહે છે - જીવિત દીર્ઘકાળ નથી, હાલ પલ્યોપકા આયુષ્કતાનો પણ અભાવ છે, તેથી બધું અનિત્ય છે, તેથી ઘરમાં વૃતિ પામતા નથી. તેથી અમે પૂછીએ છીએ કે અમે મુનિભાવ - સંયમનું આચરણ કરીએ? એ પ્રમાણે તે બંનેએ કહેતા -
• સૂત્ર - ૪૪૯, ૪૫o -
આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાર આ વાત કરી • વેદોના જ્ઞાતા કહે છે કે “પુત્રિકોની ગતિ થતી નથી.
હે પુત્રો પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી શ્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરજવાસી પ્રશસ્ત મુનિ બનજે.
• વિવેચન - ૪૪૯, ૪૫૦ -
ત્યાર પછી સંતાનને કરે અને પાળે, સર્વ આપત્તિથી રક્ષે તે તાત. તે સંનિવેશમાં કે અવસરમાં ભાવથી સ્વીકારેલ મુનિ ભાવવાળા તે બંને કુમારોને અનશનાદિ તપ અને સર્વે સદ્ધર્માનુષ્ઠાનમાં બાધા કરતાં વચનો કહ્યા. શું કહ્યું - વેદવિદો આવું પ્રતિપાદન કરે છે કે - અવિધમાન પુત્ર વાળાને પરલોક પ્રાપ્ત થતો નથી. કઈ રીતે? પુત્રો વિના પિંડ પ્રદાનના અભાવે ગતિ ન થાય. • • x• અપુત્રની ગતિ નથી, વગતો છે જ નહીં, ગૃહીધર્મ આદરીને જ સ્વર્ગે જવાશે.
આમ હોવાથી હે પુત્રો ! હગવેદાદિ ભણીને, બ્રાહ્મણોને જમાડીને, પુત્રોને કલા અને પત્ની ગ્રહણ કરાવીને ગૃહસ્થ ધર્મમાં સ્થાપીને તે પુત્રો પણ ઘેર જન્મેલા, માંગેલા નહીં. અથવા તે પુત્રોને સ્વામીપણે ઘરમાં સ્થાપીને, હે પુત્રો! શબ્દાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org