________________
અધ્ય. ૧૦ ભૂમિકા પણ હષ્ટ-પુષ્ટ થયા. શરીર રોગ રહિત અને બલિક થયું. પછી રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશનાદ્રિમાં મૂર્ણિત યાવત આસક્ત થઈને અને વિવિધ પાનકમાં મૂર્શિતાદિ થઈને, બહાર અગ્રુધાત વિહારથી વિહરવાને સમર્થ ન થયા.
- ત્યાર પછી પુંડરીક આ વૃત્તાંત જાણીને, જ્યાં કંડરીક મુનિ હતા ત્યાં જ આવે છે, આવીને કંડરીક મનિને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે. વાંદીને આ પ્રમાણે બોલ્યા ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. એ પ્રમાણે પુન્યવાન છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. દેવાનુપ્રિય ! તમને મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત થયું છે કે જેથી તમે આ રાજ્ય અને અંતઃપુરનનો ત્યાગ કરીને ચાવત્ પ્રવજિત થયા છો. જ્યારે હું અધન્ય છું, અકૃતપ્રચું છું યાવત્ (આ) મનુષ્ય ભવ, જે અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીર-માનસિક પ્રકામ દુ:ખ વેદના, સેંકડો ઉપદ્રવોથી અભિભૂત, અધુવ, અનૈત્યિક, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ જેવું, પાણીના પરપોટા જેવું, ઘાસના તણખલા ઉપર રહેલા જળબિંદુ સદેશ, સ્વપ્રની ઉપમા જેવું, વિધુત જેવું ચંચળ, અનિત્ય, શટન-પતન-વિધ્વંસક પર્મ, પહેલાં કે પછી અવશ્ય છોડવા જેવું છે. - તથા -
માનુષ્ય શરીર પણ દુઃખના આયતન સમાન, વિવિધ સેંકડો વ્યાધિના નિવાસ સ્થાન રૂપ, શિરા-સ્નાયુના જાળા આદિથી અવનદ્ધ, માટીના ભાંડની જેમ દુર્બળ, અશુચિ સંકિલષ્ટ, અનિષ્ટ છતાં પણ સર્વકાળ સંસ્થાપ્ય, જરા ઘૂર્ણિત, જર્જરગૃહ જેવું, શટન-પતન-વિધ્વંસક ધર્મવાળું, પહેલા કે પછી અવશ્ય છોડીને જવાનું છે.
મનુષ્યના કામભોગો પણ અશુચિવાળા, અશાશ્વત, વમન - પિત્ત - બ્લેખ - શુક્ર - લોહીના ઝરવા વડે યુક્ત, વળી મળ-મૂત્ર- કફ - બળખા - વમન - પિત્ત - શુક્ર અને શોણિતથી ઉદ્ભવેલ છે, અમનોજ્ઞ એવા પૂત - મૂત્ર - પૂતિ - પુરીષથી પૂર્ણ છે, મૃતગંધ- અશુભ ઉચ્છવાસ અને વિશ્વાસ ઉઠેજક, બીભત્સ, અકાલીન લઘુસ્વક, ઘણાં દુ:ખવાળું, બહુજન સાધારણ, પરકલેશ કૃચ્છુ દુઃખ સાધ્ય, અબુધજનોએ નિષેવિત, સાધુને સદા ગહણીય, અનંત સંસાર વર્ધન, કટુક ફળ વિપાકી, ચૂડલની માફક ન મૂકી શકાય તેવું, દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિપ્નવાળુ, પૂર્વેકે પછી અવશ્ય છોડવાનું જ છે.
વળી જે રાજ્ય, હિરણ્ય, સુવર્ણ યાવત સ્થાપતેય દ્રવ્ય, તે પણ અગ્નિ સ્વાધીન, ચોર સ્વાધીન, શાયદ સ્વાધીન, અધુવ, અનિત્ય, અશાશ્વત, પૂર્વેકે પછી અવશ્ય છોડવાનું જ છે. આવા પ્રકારના રાજ્ય યાવાત અંતઃપુરમાં અને માનુષ્યક કામ ભોગોમાં મૂર્શિત એવો હું પ્રવજિત થવાને સમર્થ નથી. તેથી તમને ધન્ય છે યાવત તમને માનુષ જન્મ દીક્ષા લઈને સફળ કર્યો છે.
ત્યારે તે કંડરીક મુનિ પુંડરીકે આ પ્રમાણે કહ્યું ત્યારે મૌન રહ્યા. ત્યારે તે પંડરીકે બે-ત્રણ વખત એ પ્રમાણે કહ્યું - તમે ધન્ય છો યાવતુ હું અધન્ય છું. ત્યારપછી બે-ત્રણ વખત પુંડરીકે આમ કહેતા લજ્જા, ગારવ આદિથી પુંડરીક રાજાને પૂછીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org