________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
૦ વિવેચન - ૨૦૧ -
જેમ કુશ -- દર્ભ વિશેષનો અગ્રભાગ, તે કુશાગ્ર, તેમાં રહેલ જળ. - x - સમુદ્રજળ સાથે તુલના કરતા, તેની તુલનાએ મનુષ્ય સંબંધી વિષયો, મનુષ્ય વિશેષણ - તેમને જ આ ઉપદેશ યોગ્ય છે અને વિશિષ્ટ ભોગ સંભવે છે, માટે કહ્યું. તે દિવ્ય ભોગોની પાસે, ઘણાં દૂર હોવાથી સમ્યક્ અવધારી શકાતા નથી. અર્થાત્ જેમ કુશાગ્રે રહેલ જળબિંદુને જોઈને અજ્ઞાની તેને સમુદ્ર માને છે, તેમ મૂઢો ચક્રવર્તી આદિ માનુષી દિવ્ય ભોગોને માને છે, તત્વતઃ કુશાગ્ર જળબિંદુવત્ મનુષ્યના ભોગોનું દિવ્ય ભોગોથી ઘણું મોટું અંતર છે.
ઉક્ત અર્થનો જ નિગમન કરતાં ઉપદેશ કહે છે
૦ સૂત્ર - ૨૦૨ -
મનુષ્યભવના આ અલ્પાયુમાં કામ ભોગ કુશાગ્ર જળબિંદુ માત્ર છે, તો પણ અજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા? ૦ વિવેચન
૨.
૨૦૨ -
કુશાગ્ર શબ્દથી કુશાગ્ર સ્થિત જળબિંદુ જાણવા, તેનું પરિણામ, આ પ્રત્યક્ષ મનુષ્ય વિષયો છે તે અત્યંત સંક્ષિપ્ત છે. જો એકીભાવથી જીવિત નિરુદ્ધ કરાય. આના વડે મનુષ્યાયુની અલ્પતા કે સોપક્રમતા અથવા કામની અલ્પતા કહી. ઉપલક્ષણથી સમૃદ્ધિ આદિની અલ્પતા જાણવી. કેમકે દિવ્યકામ સમુદ્ર તુલ્ય છે. - ૪ - અલબ્ધનો લાભ અને લબ્ધનું પરિપાલન તે યોગક્ષેમ છે અર્થાત્ અપ્રાપ્ત વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની પરિપાલના લોકો જાણતા નથી. તે અજ્ઞાનમાં જ મનુષ્ય વિષયાસક્તિ જ હેતુ છે. કેમકે તે જ ધર્મપ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાથી પ્રાયઃ (તુચ્છ) જ છે. તેથી તેનો ત્યાગ કરીને વિષયાભિલાષી પણ ધર્મને માટે જ પ્રયત્ન કરવો જોઈએ.
-
અથવા આ કામો અતિ અલ્પ છે, પલ્યોપમાદિ દીર્ઘ આયુવાળા નહીં પણ સંક્ષિપ્ત આયુવાળા છે. તે કયા હેતુથી તેને આગળ કરીને અસંયમને ન સેવે. (બાકી સૂત્રાર્થવત્ જાણવું) આ પાંચ દૃષ્ટાંત કહ્યા. તેમાં પહેલાં ઘેટાના દૃષ્ટાંતથી ભોગોનું મહેમાનો માટે અપાય બહુલત્વ કહ્યું. - x - કાકિણી અને આમ્રફળ દૃષ્ટાંત તુચ્છત્વ પરિહરવાના અસામર્થ્ય વિષયમાં છે. વણિનું ઉદાહરણ આય-વ્યય તુલનાકુશલ સંદર્ભમાં છે. સમુદ્ર દૃષ્ટાંતથી દિવ્ય કામોની મહાનતા બતાવી છે. - યોગ ક્ષેમને ન જાણતો કામથી અનિવૃત જ થાય છે, તેના દોષને કહે છે -
- -
-
૭ સૂત્ર - ૨૦૩
મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત ન થનારનો આત્માર્થ વિનષ્ટ થઈ જાય છે, કેમકે તે સન્માર્ગને વારંવાર સાંભળીને પણ તેને છોડી દે છે. • વિવેચન ૨૦૩ -
મનુષ્યત્વમાં કે જિનશાસનમાં પ્રાપ્ત કામોથી અનિવૃત્ત, તેના આત્માનો અર્થ - સ્વર્ગાદિ નાશ પામે છે. અથવા આત્મા જ અર્થ તે આત્માર્થ નાશ પામે છે, બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org