Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004591/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સાર 急 卐 ત્ર્યંબકલાલ 6. મહેતા પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કટુંમ્બાબેન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ-૩૮૦ ૦૦૭, 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ न श्रध्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। હે વીર પ્રભુ! ફક્ત શ્રદ્ધાથી જ દોરવાઈને તમારી પ્રત્યે અમે પક્ષપાત નથી કરતા, અગર દ્વેષથી દોરવાઈને બીજાઓ પ્રત્યે અરૂચિ નથી દર્શાવતા; પરંતુ તમારા આખત્વની પરીક્ષા કર્યા બાદ જ અમે તમારા શરણે આવ્યા છીએ. (આ.શ્રી હેમચંદ્રાચાર્યજી) 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સારી ત્રંબકલાલ ઉ. મહેતા : પ્રકાશક : ઉમેદચંદભાઈ એન્ડ કસુમ્બાબેન ચેરીટેબલ ટ્રસ્ટ સિદ્ધાર્થ'', ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૩. 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુમ્બાબેન ચેરીટેબલ ટ્રસ્ટ સિદ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૪૧૮૮૧૬ પ આવૃત્તિ : પ્રથમ ઓગસ્ટ, ૧૯૯૯ : નકલ : પાંચસો કિંમત : વીસ રૂપિયા 1 ટાઈપસેટીંગ : કોમ્પીટેક કૉપ્યુટર નારણપુરા ટેલીફોન એક્સચેન્જ પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૧૩. 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ આUણ જેના સંસ્કાર સિંચને અમારા કૌટુંબિક જીવનને પલ્લવિત કર્યું તે મારા માતા-પિતાને ચરણે Eછે Eી રહી " જ છે ? છે કે ર . * '' િ * * ( a * * c * ? * * * શ * પ પાપ કે આ : જ : . જ : ' છે વેળા છે . એ કરી છે. . ઓ. શ્રીમતિ કસુંબાબેન શ્રી ઉમેદચંદભાઈ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષય પાના નં. ૫ થી ૩૬ ઉપોદ્ઘાત પૃષ્ઠભૂમિ - પ થી ૬, નામ ૬ થી ૮, પ્રાચીનતા - ૮, કેશી-ગૌતમ સંવાદ - ૮ થી ૧૦, દૃષ્ટિ વિશાળતા - ૧૦ થી ૧૧, વિષય વિભાગ - ૧૧, લેખન હેતુ - ૧૨ જૈનદર્શનની સામાન્ય રૂપરેખા ૧૩ થી ૩૬ સુખની દોડ, દુ:ખની પ્રાપ્તિ - ૧૩ થી ૧૪, ‘“હું કોણ છું ? ક્યાંથી થયો ?’ - ૧૪, અનાદી-અનંત ચૈતન્ય શક્તિ - ૧૪ થી ૧૫, અજીવ તત્ત્વ - ૧૫ થી ૧૮, સુખ-દુ:ખની ચાવી ૧૮ થી ૧૯, કર્મ સિદ્ધાંત ૧૯ થી ૨૦, ભાવકર્મ - ૨૦ થી ૨૨, કર્મના પ્રકારો - ૨૨ થી ૨૪, કર્મમુક્તિના ઉપાયો - ૨૪ થી ૨૫, તપશ્ચર્યા - ૨૫ થી ૨૬, ત૫ - ૨૬ થી ૨૭, માનસ પરિવર્તન - ૨૭ થી ૨૮, નવ તત્ત્વો - ૨૮ થી ૨૯, પ્રગતિના સોપાન - ૨૯ થી ૩૦, રત્નત્રયી - ૩૦ થી ૩૧, સાપેક્ષવાદ-સ્યાદ્વાદ - ૩૧ થી ૩૩, લેશ્યા - ૩૩ થી ૩૪, ધ્યાન ૩૪ થી ૩૫, પ્રવચન માતા ૩૫ થી ૩૬ બાહ્ય અધ્યયનો . વિષય ૧. મનુષ્યયોનિનું મહત્ત્વ ૨. મૃત્યુનું મહત્ત્વ ૩. સંસારની નિઃસારતા ૪. સંસારનું સ્વરૂપ ૫. મુક્તિનો માર્ગ ૬. સિદ્ધિ મેળવવાના ઉપાયો ૭. દુઃખમય સંસારનો ઉપાય ૮. ૯. સતત જાગૃતિની જરૂર એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો ૧૦. આત્મસ્થિતની સનાથતા અનુક્રમણિકા 2010_03 અધ્યયન નં. પાના નં. ૩ચાતુરંગીય - ચાર દુર્લભ | ૩૭ થી ૩૮ વસ્તુઓ ૫ અકામ મરણીય - મૃત્યુ ૧૪ ઈયુકારીય - ઈયુકાર નગરના દેવો ૩૬ જીવ-અજીવ તત્ત્વ ૨૮ મોક્ષ, માર્ગ, ગતિ ૨૯ પરાક્રમ - ૩૨ પ્રમાદ સ્થાનો દુઃખ ઉત્પત્તિ નિવારણ ૪ અપ્રમાદ - અસંસ્કૃત ૧૦ દ્રુમ-પુત્ર - ગૌતમને ઉપદેશ ૨૦ મહાનિર્ગથીય-અનાથતા ૩૯ થી ૪૦ ૪૧ થી ૪૩ ૪૪ થી ૪૭ ૪૮ થી ૫૧ પર થી ૫૩ ૫૪ થી ૫૭ ૫૮ થી ૫૯ ૬૦ થી ૬૧ ૬૨ થી ૬૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ દ8 વિષય અધ્યયન નં. પાના નં. ૧૧. શ્રમણાચારનો પ્રકાર ર૩ કેશી-ગૌતમ સંવાદ ૬૪ થી ૬૬ ૧૨. તું જ તારો મિત્ર કે શત્રુ ૩૩ કર્મ પ્રકૃતિ ૬૭ થી ૧૩. મમત્વરહિત વિચારો ૬ ક્ષુલ્લક નિર્ગથ ૧૪. કર્મફળના દષ્ટાંતો ૭ એલક-મેંઢો ૧૫. કર્મફળની અનિવાર્યતા | ૧૩ ચિત્તસંભૂતીય - બે હરિજનભાઈઓ ૧૬. કર્મક્ષયનો માર્ગ ૩૦ તપોમાર્ગ ૭૫ થી ૭૬ ૧૭. ચારિત્ર ખીલવણીના ઉપાયો | ૩૧ ચારિત્રવિધિ ૧૮. જીવનવ્યવહારમાં વિવેક ૨૪ પ્રવચન માતા ૭૮ ૧૯. આત્મવિકાસની ઓળખ | ૩૪ વેશ્યા ૭૯ થી ૮૦ ૨૦. બ્રહ્મચર્યના સમાધિ સ્થાનો [ ૧૬ સમાધિ સ્થાનો ૮૧ થી ૮ ર૧. અતૃપ્ત તૃષ્ણાઓ ૮ કાપિલિક ૨૨. હું એકલો છું, મારું કોઈ નથી ૯ નમિ પ્રવ્રજ્યા ૮૬ થી ૮૯ ૨૩. મહાભ્ય : તપનું – ૧૨ હરિકેશીયા ૯૦ થી ૯૨ જ્ઞાતિનું નહીં ૨૪. ચારિત્રશીલતાનું મહત્ત્વ ૧૮ સંયતીય ૯૩ થી ૫ ૨૫. “અહો દુઃખો હું સંસારો” | ૧૯ મૃગાપુત્રીય ૯૬ થી ૯૮ ૨૬, કરો તેવું પામો | ૨૧ સમૃદ્રપાલીયા ૯૯ થી ૧00 ૨૭. રાજુમતીનું સાતત્ય ૨૨ રથનેમીય ૧૦૧ થી ૧૦૩ ૨૮. સાચો યજ્ઞ અને ૨૫ યજ્ઞીય ૧૦૪ થી ૧૦૬ સાચો બ્રાહ્મણ ૨૯, સાધુ ધર્મ ૧ શિષ્ય ધર્મ - વિનયકૃત ! ૧૦૭ થી ૧૦૮ ૩૦. ભિક્ષુ જીવનના પરિષહો ૨ પરિષદ ૧૦૯ થી ૧૧૦ ૩૧. ભિક્ષુની દિનચર્યા રદ સમાચારી ૧૧૧ થી ૧૧ર ૩૨. ગળીઓ બળદ ૨૭ ખલંકીય ૧૧૩ ૩૩. સાધુનો ધર્મ ૩પ અણગારાધ્યયન ૧૧૪ ૩૪. સાચો ભિક્ષુ ૧૫ સભિક્ષુક ૧૧પ. ૩૫. સાચો જ્ઞાની ૧૧ બહુશ્રુત વર્ણન ૧૧૬ થી ૧૧૭ ૩૬. પાપી શ્રમણો ૧૭ પાપ શ્રમણીય ૧૧૮ 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ઉપોદ્ઘાત 2010_03 પૃષ્ઠભૂમિ : મુત્તાણું મોયગાણું : ‘“જે સ્વયં મુક્તિને પામેલ છે અને બીજાને પણ મુક્તિ પમાડે છે.’ સિદ્ધ સ્થિતિને પામનાર આત્માની આ ઓળખ છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાંની આ વાત છે. ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે સન્યાસ લીધો. ત્યારબાદ બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી અને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. જે માર્ગે પોતાને કૈવલ્ય પ્રાપ્ત થયું તે માર્ગનું દર્શન સમસ્ત જગતને કરાવવા નિષ્કામ કરૂણાથી પ્રેરાઈને ત્રીસ વર્ષ સુધી ભગવાને સ્થળે સ્થળે પાદવિહાર કરી તેમજ પોતાના શિષ્યોને મોકલી અહિંસા સમેતના પંચશીલનો પ્રચાર કર્યો. આ રીતે પોતાની ૭૨ વર્ષની ઉંમરે ભગવાને તેમના ભૌતિક જીવનનું છેલ્લું ચાતુર્માસ હાલના બિહારના પાવાપુરીમાં કર્યું. આ ચાતુર્માસ પુરા થવા આવ્યા હતા. ભગવાને જોયું કે તેમના ભૌતિક જીવનનો અંત નજીક આવી ગયોછે. તેમના પટ્ટ શિષ્ય ગૌતમને તેમના પ્રત્યે ઘણો જ અનુરાગ અને ભક્તિ હતા. ભગવાને જોયું કે તેમના ભૌતિક જીવનનો અંત ગૌતમ નજરે જોઈ શકશે નહિ. આથી તેમણે ગૌતમને બીજે મોકલ્યા. ‘કલ્પસૂત્ર' કહે છે કે તે સમયે ભગવાનની ધર્મસભામાં કાશી અને કોશલના અઢાર રાજવીઓ, નવ લીચ્છવીઓ, નવ મલ્લો અને બીજાઓ હાજર રહેલ. તેમની હાજરીમાં ભગવાને પોતાના નિર્વાણ સમય પહેલાં જગતને પોતાનો અંતિમ સંદેશ આપ્યો અને આ દુઃખમય સંસારની વિડંબનાઓમાંથી કાયમ માટે છુટકારો મેળવવા સંસારી જીવોએ શું અને કેવી રીતે વર્તવું જોઈએ તે સમજાવ્યું. ઉત્તરાધ્યયન - સાર પ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત આવા સિદ્ધ પુરૂષોની ઓળખ તત્ત્વજ્ઞોએ ત્રણ રીતે આપી છે : (૧) તેઓ “બુદ્ધાણે બોતિયાણ – જે તત્ત્વને જાણનારા અને બીજાને જણાવનારા છે. (૨) તિજ્ઞાણે તારયાણ – જે પોતે ભવસમુદ્રને તરી ગયેલા છે અને બીજાને તારનાર છે અને (૩) મુત્તાણું મોયગાણે – જે પોતે મુક્તિને પામેલા છે અને બીજાને મુક્ત કરાવનારા છે. પોતાના જીવનની આ છેલ્લી ધર્મસભામાં પોતાનું આ અંતિમ પ્રવચન કરીને ભગવાને આ ત્રણે ઓળખ પૂરી પાડી. પોતાનું પ્રવચન પૂરું કરીને કૃષ્ણપક્ષના છેલ્લા દિવસની મધ્યરાત્રિએ શુકલ ધ્યાનમાં ધ્યાનસ્થ સ્થિતિમાં તેઓશ્રીએ આ ભૌતિક દેહના બંધન પણ છોડ્યાં અને સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત થયાં. ધર્મસભામાં એકત્ર થયેલ રાજવીઓએ અને બીજાઓએ જાહેર કર્યું કે “આ પૃથ્વી ઉપર ચૈતન્યની જયોતિ જગાવનાર મહા જ્યોતિનો અંત આવ્યો, પરંતુ તેની યાદમાં ઘેર ઘેર આજને દિવસે ભૌતિક જયોતિઓ જગાવો.” તે દિવસથી ભારતની ઋણપ્રેમી પ્રજા ભગવાનના નિર્વાણદિને ઘેર ઘેર જ્યોતિ જગાવી દીપાવલી ઉજવે છે. ઉત્તરાધ્યયન સૂત્રની આ છે પૃષ્ઠભૂમિ. ભગવાને આપેલ પ્રવચન જે તે સમયે તો લખાયેલ નથી જ. પરંતુ તે સમયે શાસ્ત્રો યાદદાસ્તમાં સંગ્રહાયેલ રહેતા. અને તે રીતે સંગ્રહાયેલ વસ્તુ “શ્રુત' (સાંભળેલ) તરીકે ઓળખાતી. ભગવાનના અગ્રગણ્ય શિષ્યોમાંના એક હતા શ્રી સુધર્મા સ્વામી, જેઓ ભગવાનના ૧૧ “ગણધરો'માંના પાંચમા ગણધર હતા. ભગવાનના તમામ ગણધરો બ્રાહ્મણકુળના વેદાભ્યાસી હતા. શ્રી સુધર્મા સ્વામીએ ભગવાનને સ્વમુખે પ્રવચન દેતાં સાંભળેલ. તેમના શિષ્ય શ્રી જંબુ સ્વામીને ભગવાનના પ્રવચનની વિગત શ્રી સુધર્મા સ્વામીએ કહી તે “ઉત્તરાધ્યયન સૂત્ર' સ્વરૂપે આપણી પાસે આવે છે. નામ : આ સૂત્રનું નામ “ઉત્તરાધ્યયન' શા માટે રાખવામાં આવ્યું તે ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત વિશે મતમતાંતર છે. એક મત એવો છે કે આ અધ્યયનો ખુદ ભગવાનના શ્રી મુખેથી નીકળ્યા છે તેથી ઉત્તમ (ઉત્તર) છે. ઉત્તરનો બીજો અર્થ પાછળનું થાય છે. ભગવાનનો આ છેલ્લો ઉપદેશ હોવાને કારણે તે અર્થ પણ લઈ શકાય. સમગ્ર સૂત્રમાં કુલ ૩૬ અધ્યયનો જુદા જુદા વિષયો ઉપરના છે. છેલ્લા ૩૬માં અધ્યયનની છેલ્લી ગાથા નં. ર૬૬ કહે છે : ઈ ઈ પાઉકરે બુદ્ધ નાયએ પરિનિષ્ણુએ . છત્તીસં ઉત્તરઝાએ, ભવસિદ્ધિય સમ્મએ II અર્થાત્ – આ પ્રમાણે ભવ્ય જીવો માટે યોગ્ય - ઈષ્ટ છત્રીસ શ્રેષ્ઠ અધ્યયનો પ્રગટ કરીને, સર્વ પદાર્થોના સર્વજ્ઞ અને સર્વદર્શી જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. (પરિનિવૃત – મુક્ત થયા). આ ગાથા નિર્દેશ કરે છે કે આ સૂત્રના કથનો ભગવાનના અંતિમ ઉપદેશ રૂપે હતો સામાન્ય રીતે જૈન સૂત્રો પ્રશ્ન - ઉત્તરના સ્વરૂપના હોય છે પરંતુ અહીં કોઈ પ્રશ્નોત્તર નથી. કારણ કે ભગવાને પોતે જ વગર પુછયે છત્રીસ વિષયોની છણાવટ કરી છે તેથી આ સૂત્ર “વણ-પુછાયેલ પ્રશ્નોના ઉત્તર' તરીકે પણ ઓળખાય છે. આ સૂત્રની ગણના “અંગબાહ્ય'માં થાય છે. જે સૂત્રોનું ગુંથન ગણધરો તથા બીજા પૂર્વાચાર્યોએ કરેલ હોય તે “અંગબાહ્ય’માં ગણાય છે. પરંતુ જે મૂળસૂત્રો કહેવાય છે તેમાં આ સૂત્રનું પ્રથમ સ્થાન આવે છે. વિદ્વાનોનો મત એવો છે કે કોઈ એક જ વ્યક્તિએ બધા અધ્યાયો લખ્યા હોય તેવું નથી અને વિષયોનો પાછળથી ઉમેરો થયો હોય તે ઘણું સંભવિત છે. જર્મન વિદ્વાન જેકોબી, ગોપાલદાસ પટેલ વ. પણ આ જ મતના છે. આથી કઈ ગાથા ભગવાનના શ્રી મુખે બોલાયેલ છે અને કઈ પાછળથી ઉમેરાયેલ છે તે બાબત ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત મતભેદ હોઈ શકે, પરંતુ એક વાત નિર્વિવાદ છે કે આ સૂત્રની તમામ ગાથાઓ જૈન તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની રજુઆત ચોક્કસપણે કરે છે. ૮ પ્રાચીનતા : આ સૂત્ર કેટલું પ્રાચીન છે તેનો નિર્ણય વિદ્વાનો કરી શકતા નથી પરંતુ એક મત એવો છે કે પ્રથમના ૧૮ અધ્યાયો પ્રાચીન છે અને છેલ્લા ૧૮ અધ્યાયો પાછળથી ઉમેરવામાં આવ્યા છે. ઉપર જણાવ્યા મુજબ ભારતીય તત્ત્વજ્ઞાનના તમામ સૂત્રો પ્રથમ તો સ્મરણમાં સંગ્રહાયેલ હતા જેને શ્રુતિ તથા સ્મૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. જૈન સૂત્રો ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં પાટલિપુત્રમાં વિદ્વાનોના સંધે વ્યવસ્થિત કર્યા અને ત્યારબાદ ઈ.સ. ૫૨૬ના અરસામાં સૌરાષ્ટ્રમાં વલ્લભી મુકામે છેવટમાં વ્યવસ્થિત થયા. એટલે આ ૮૦૦ વર્ષના ગાળામાં વિકસિત થઈને હાલનું સ્વરૂપ પામેલ હશે. પરંતુ આ સૂત્રનું મહત્મ્ય તેની પ્રાચીનતા કરતાં તેની સર્વગ્રાહિતા ઉપર વિશેષ છે. નંદીસૂત્રની એક ટીકામાં ઉત્તરાધ્યન-સૂત્ર વિશે કહ્યું છે કે ‘આ અધ્યયનો સર્વ અધ્યયોના નિગમ - સારરૂપ છે.’’ જૈન ધર્મના તમામ તાત્વિક સિદ્ધાંતોને તે આવરી લે છે અને તેનો કથા વિભાગ તે સિદ્ધાંતોને સમજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેશી-ગૌતમ સંવાદ : અધ્યાય ૨૩ જે કેશી-ગૌતમ સંવાદ વિશે છે તેનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું જ છે. કેશી મુનિ ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. ભગવાન મહાવીર પણ પાર્શ્વનાથના પંથને અનુસરતા કુટુંબમાં જન્મ્યા હતા. ભ. પાર્શ્વનાથ શ્રમણ સંસ્કૃતિના મહાવીર પહેલાનાં જ્યોતિર્ધર હતા. તે મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પૂર્વે કાશીના ઈશ્વાકુવંશના રાજા અશ્વસેનને 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ત્યાં જન્મ્યા હતા. તેમણે યજ્ઞયજ્ઞાદિમાં થતી હિંસાનો તથા દેહ-દમનના વિવિધ પ્રકારોવાળી તપશ્ચર્યાનો વિરોધ કરી ધ્યાનની પ્રતિષ્ઠા કરી અને ચતુર્યામ – અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહની સ્થાપના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરી. શ્રી ધર્માનંદ કૌશાંબીના મત મુજબ પરિક્ષિતના પુત્ર જનમેજયે કુરૂ દેશમાં મહાયજ્ઞ કરી વૈદિક ધર્મની ધજા ફરકાવી ત્યારે કાશી પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથે એક નવી વિચારધારાનો પ્રચાર કર્યો. બૌદ્ધ સાહિત્ય ઉપરથી માલુમ પડે છે કે શ્રી મહાવીરના સમયમાં જે જે ધાર્મિક પંથો હતા તેમાં શ્રી પાર્શ્વનાથનો પંથ સર્વથી મોટો હતો. આ પંથના અગ્રશ્રેણીના શ્રી કેશી મુનિ એક સમયે તેમના શિષ્યસમુદાય સાથે પ્રાચીન કોશલ દેશની રાજધાની શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. તે સમયે ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમ પણ ત્યાં જ આવી ચડ્યા. ભગવાન મહાવીર તે સમયે પાર્શ્વનાથના ઉપર જણાવેલ ચાર વ્રતોમાં એક વિશેષ વ્રત બ્રહ્મચર્યનું ઉમેરી પંચ મહાવ્રત (પંચશીલ)નો ઉપદેશ દેતા હતા. પાર્થપંથીઓ માનતા કે ચતુર્યામમાં અપરિગ્રહનું વ્રત છે તેમાં બ્રહ્મચર્ય વ્રતનો સમાવેશ થઈ જાય છે. આવી માન્યતાથી સાધુ વર્ગમાં શિથિલતા આવી ગયેલ. ઉપરાંત, અપરિગ્રહનું વ્રત એટલે જરૂર કરતાં વધુ પરિગ્રહ ન કરવો – સ્ત્રીસંગને તે સિદ્ધાંત લાગુ કરીએ તો ઈતર ભૌતિક વસ્તુઓ સાથે સ્ત્રીને પણ મુકીએ છીએ તેવો ધ્વનિ નીકળે. આથી ભગવાન મહાવીરે બ્રહ્મચર્યને પાંચમા વ્રતનું જુદું સ્થાન આપીને સ્ત્રી ગૌરવ વધાર્યું અને સ્ત્રીને પણ પુરૂષથી સ્વતંત્ર બ્રહ્મચર્યનો હક્ક આપ્યો. શ્રી કેશી મુનિ અને શ્રી ગૌતમને એકબીજા એક જ સ્થળે આવી પહોંચ્યાની જાણ થતાં તેમના શિષ્યોના આગ્રહથી તે બંને વચ્ચે તેમના શિષ્યસમૂહ સાથે મિલાપ થયો અને ભગવાન મહાવીરે ચતુર્યામમાં બ્રહ્મચર્યના એક વ્રતનો ઉમેરો કર્યો તે બાબત ચર્ચા થઈ. જેના પરિણામે શ્રી કેશી મુનિ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત અને તેમના શિષ્યોએ પણ પાંચમાં બ્રહ્મચર્ય વ્રતને જુદો કરીને સ્વીકારવાનું કબુલ્યું. અધ્યાય ર૩મો આ અંગે છે. આ અધ્યાયની અગત્ય એ છે કે તેનાથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે : (૧) જૈન ધર્મના સ્થાપક મહાવીર નહોતા, અને તે “શ્રમણ પરંપરાના ભાગ રૂપે જુના કાળથી ચાલી આવતી પરંપરા હતી. (૨) ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વ ઐતિહાસિક વ્યક્તિ હતા. (૩) એક ક્રાન્તિકારી પુરૂષ તરીકે શ્રી મહાવીરે ચીલાચાલુ રૂઢીને વળગી ન રહેતા તેમાં મૂળભૂત સુધારા કર્યા. (૪) મહિલાઓને ભૌતિક સંપત્તિનો એક ભાગ ગણવાને બદલે બ્રહ્મચર્ય પાળવાના તેમના હક્કનો સ્વીકાર કરી સ્ત્રીઓને પુરૂષો જેટલું સ્થાન આપ્યું. દૃષ્ટિ વિશાળતા ઃ સંકુચિતતા અને જૈન-દર્શન તે બંને વિરોધાભાસી દષ્ટિઓ છે. જે જૈન હોય તે જ મોક્ષ પામી શકે અગર તો અમુક લીંગની વ્યક્તિઓ જ મોક્ષને મેળવી શકે તે જાતની સંકિર્ણતા અનેકાન્ત વાદી જૈન દર્શનમાં ન જ હોઈ શકે તેનો સ્વીકાર આ સૂત્રો કરે છે. તેમજ મોક્ષ મેળવવો હોય તો સન્યાસ લેવો જ જોઈએ અને ગૃહસ્થાશ્રમમાં રહેવાથી તે બની શકે નહીં તેમ પણ જૈન દર્શનની માન્યતા નથી તેનો આ સૂત્રોમાં સ્વીકાર છે. (જુઓ અધ્યાય ૩૬, ગાથા ૫૦, પર થી પપ તથા અધ્યાય ૫, ગાથા ૧૭-૨૮) અન્ય સંપ્રદાયના સાધુઓ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે તે જાતનો સ્વીકાર વિશ્વના બીજા દર્શનોમાં ભાગ્યે જ જોવા મળશે નવકાર મંત્રનું સર્વગ્રાહી તત્ત્વ અને સ્વાદ્વાદનું સારગ્રાહી તત્ત્વ જૈન દર્શનની આ દષ્ટિ વિશાળતાનું અનુમોદન જ છે. વિશેષ અનુમોદન મળે છે અધ્યાય ૧૨-૧૩માં કે જેમાં ચંડાલ જાતિમાં ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ઉત્પન્ન થયેલ હરિકેશી મુનિ તથા બે હિરજન ભાઈઓ ચિત્ત અને સંભૂતિની કથાઓ આવે છે, જે જ્ઞાતિવાદ ઉપરનો પ્રહાર છે. વિષય વિભાગ : સૂત્રના ૩૬ અધ્યયનોને પાંચ બહોળા વિભાગોમાં વહેંચી શકાય. તે નીચે પ્રમાણે થઈ શકે : (૧) સૈદ્ધાંતિક ચર્ચા (૨) ચારિત્ર્ય અંગે (૩) ભિક્ષુ આચાર : અધ્યયનો ૨૪, ૨૬, ૨૮ થી ૩૬ જેમાં જૈન તત્ત્વજ્ઞાન, રત્નત્રયી, ગુણસ્થાનકો, લેશ્યા કર્મ-સિદ્ધાંત વગેરેનો સમાવેશ થાય. : અધ્યયનો ૨૪, ૨૫, ૩૦, ૩૧, ૩૨ જેમાં પ્રવચનમાતા, સાચો યજ્ઞ, તપ, ચારિત્ર્ય વિધિ અને પ્રમાદ સ્થાનોનો સમાવેશ થાય. ११ : અધ્યયનો ૧, ૨, ૬, ૧૧, ૧૫, ૧૭,૨૬ અને ૩૫ જેમાં વિનય, પરિષહો, ખોટા સાધુ, સાચો શાસ્ત્રજ્ઞ, સાચો ભિક્ષુ, પાપી શ્રમણો અને સાધુની ચર્ચા તથા ઘર વિનાના ભિક્ષુનો સમાવેશ થાય. (૪) સર્વ સામાન્ય વિષયો : અધ્યયનો ૩, ૪, ૫, ૧૦ જેમાં ચાર દુર્લભ વસ્તુઓ, અપ્રમાદ, મરણના પ્રકાર અને ગૌતમને ઉપદેશનો સમાવેશ થાય. (૫) કથાઓ તથા દૃષ્ટાંતો અધ્યયનો ૭ થી ૯, ૧૨ થી ૧૪, ૧૯ થી ૨૩, ૨૭નો સમાવેશ થાય. ઉત્તરાધ્યયન – સાર _2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત લેખન હેતુઃ આ સૂત્રોનો અનુવાદ તથા વિવરણ ઘણા વિદ્વાન લેખકોએ કરેલ છે. સૌથી જુની ટીકા શ્રી ભદ્રબાહુ, શ્રી શાન્તિસૂરી અને શ્રી દેવેન્દ્રમણિની ગણાય છે. પરંતુ, અદ્યતન ગ્રંથોમાં શ્રી હર્મન જેકોબી, શ્રી નાગરદાસ ધ્રુવ, મુનિ શ્રી સંતબાલજી, અમર મુનિશ્રી તથા શ્રી ગોપાલદાસ પટેલના પુસ્તકો છે. શ્રી ગોપાલદાસ ભાઈએ તેમનો ઉપાદ્યાત તથા દરેક અધ્યાયને અંતે માહિતીસભર ટિપ્પણો આપી છે તેમજ પુસ્તકને અંતે સુભાષિતો, ઉપમાઓ તથા વિષયસૂચિ આપેલ હોઈને અભ્યાસીઓને ઘણી જ મદદ કરી છે. આ બધા વિદ્વતવર્યોના લખાણો બાદ આ અંગે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર રહે નહીં. છતાં આ પુસ્તિકા લખવાનો હેતુ આ અમૂલ્ય સૂત્રોનો સારભાગ વિશેષ લોકભોગ્ય બને તથા જૈન તેમજ જૈનેતર વર્ગને સરળતાથી વિષયવાર ઉપલબ્ધ બને તેવો પ્રયત્ન કરવાનો છે કે જેથી અમુક વિષય બાબત ઉત્તરાધ્યયન શું કહે છે તે સહેલાઈથી જાણી શકાય. ઉત્તરાધ્યયન : સાર 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ૧૩ જૈન દર્શનની સામાન્ય રૂપરેખા આ સૂત્રોમાં જોઈતો રસ ઉત્પન્ન થાય તે માટે તે સૂત્રો હાથમાં લેતા પહેલાં જૈન દર્શનના સામાન્ય સ્વરૂપની એક બહોળી રૂપરેખા સમજવાની જરૂર છે. જૈન દર્શન એક સંપૂર્ણ તર્કશુદ્ધ અને વૈજ્ઞાનિક તત્ત્વ-ચિંતન છે અને તેમાં પ્રેમમય સમર્પિત ભક્તિભાવને સંપૂર્ણ અવકાશ હોવા છતાં મુખ્યત્વે તો તે જ્ઞાનમાર્ગ છે. આથી જ તેમાં દરેક સિદ્ધાંતની ચર્ચા ઝીણામાં ઝીણી વિગતથી તથા ઉંડાણથી થયેલ છે. તે વિગતો અને ઉંડાણમાં ઉતર્યા વિના તે સિદ્ધાંતોની બાહ્ય રૂપરેખા જ (outlines) આપણે અત્રે જોઈશું. સુખની દોડ, દુઃખની પ્રાપ્તિ દરેક તત્ત્વ-દર્શનના પાયામાં જોઈએ તો દરેક જીવની “સુખ પ્રાપ્ત કરવાની વૃત્તિ અને તે માટેની દોડ માલુમ પડશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કે સત્તા પાછળની દોડ, સકાર્યો કરવાની અભિલાષા કે દુષ્કાર્યો કરવાનું સાહસ, માનમોભો કે પ્રતિષ્ઠા મેળવવાની વૃત્તિ કે લગ્ન, પ્રજોત્પત્તિ તથા સાંસારિક બંધનોથી બંધાવાની તૈયારી – માણસની આ બધી પ્રવૃત્તિઓની પાછળ જો કોઈ સર્વસામાન્ય લક્ષણ હોય તો તે છે “સુખની શોધ અને તે માટેના પ્રયત્નો. છતાં આ દરેક પ્રયત્નના પરિણામે માણસને જે જોઈએ છે તે મળતું નથી. કોઈ વાર સુખને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે અને બધી વખત “સુખની પ્રાપ્તિ પણ ક્ષણિક જ હોઈને પાછી દોડ શરૂ થાય છે. જીવનને અંતે જો સરવાળો મુકાય તો સુખ કરતાં દુઃખનું પલ્લું ભારે જણાય છે અને શાશ્વત સુખની વાત તો ઝાંઝવાના જળની માફક દૂર અને દૂર જતી જાય છે. આથી મહાવીરે કહ્યું છે તુજકો હી સંસારો – “અરે, સંસાર છેવટે તો દુઃખમય જ છે.' ભગવાન બુદ્ધ પણ તેમજ કહ્યું. જો તેમજ હોય તો તેનો ઉપાય શો છે? જેમ છે તેમ ચાલવા દેવું અને નિયતિને વશ રહીને જીવન પૂરું કરવું? જૈન દર્શન કહે છે “ના. તું એટલું જ સમજે કે તારા સુખ-દુ:ખનો કર્તા તું જ છે તો આ વિવશતાનો ઉપાય જરૂર સૂઝશે.” આ સિદ્ધાંત સમજવા માટે પ્રથમ જરૂર છે. આ વિશ્વતંત્રની રચના અને તેની કાર્યપદ્ધતિ - - - - - - - - - - - - - - - - - - ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત સમજવાની, કેમકે તે સમજવાથી જ આપણી વિષમતાઓનો ઉપાય હાથ લાગી શકે. १४ “હું કોણ છું, ક્યાંથી થયો ?’’ દરેક વિચારવંત વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે છે કે તેને પ્રશ્નો થાય કે સંસારના આ વિશાળ ફલક ઉપર જે વિવિધ ઘટનાઓ ચાલી રહી છે તે કેવી રીતે ચાલતી રહેતી હશે ? તેનું શું પ્રયોજન હશે ? તે બધું આપણને અને આપણા પછીની પ્રજાને ક્યાં લઈ જશે? કોઈ વાર એમ પણ વિચાર આવે કે આ જીવનનું શું પ્રયોજન હશે ? આપણે જન્મ્યા, વિવિધ પ્રકારનો જીવન વ્યવહાર ચલાવ્યો, પ્રજોત્પતિ કરી, પાપ-પુણ્ય કર્યા, સાજા-માંદા થયા, ઘડપણ આવ્યું, પછી મૃત્યુ આવ્યું અને માસ બે માસમાં ભુલાઈ જવાના. સંસારના આ જાતના ક્રમ પાછળ કોઈ હેતુ ખરો ? શ્રીમદ્ રાજચંદ્રજીએ પુછ્યું, ‘‘હું કોણ છું, ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિખ્ખું ?” એક વૈદિક ઋષિએ પુછ્યું, હિં હારનું બ્રહ્મા ભુતઃ સ્મ નાતા નીવામઃ વ્હેન વશ્વ ચ સંપ્રતિક્ત્તિાઃ ઝેન સુવેતદ્વેષ વર્તામ।। અર્થાત્ : “શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે? આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શા માટે જીવી રહ્યા છીએ ? ક્યાં છીએ ? શાથી સુખદુઃખમાં વર્તીએ છીએ ?’” કોઈ પણ બુદ્ધિજીવી શોધકને આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. અનાદી-અનંત ચૈતન્ય શક્તિ સંસારની તમામ પ્રકારની ઘટનાઓના ક્રમનો ઝીણવટથી અભ્યાસ કરીને તત્ત્વજ્ઞોએ જોયું કે સંસારની તમામ વસ્તુઓ તેમજ ઘટમાળો ‘ઉત્પતિ’, ‘સ્થિતિ’ અને ‘લય’ને પાત્ર છે. અને જેને ‘સ્થિતિ’નું પરિણામ આપણે કહીએ છીએ તે પણ સતત બદલાવને પાત્ર છે. આમ છતાં એક તત્ત્વ એવું છે કે જે તેમાં અંર્તહિત કાયમ માટે રહેલ હોય છે. દા.ત. માટીનો ઘડો બને તે ઘડાની ઉત્પતિ થઈ, ઘડો ચાલુ રહે અને બાદમાં તે તૂટી જાય, તેનો લય થાય તો એ ત્રણ સ્થિતિમાં માટી તો કાયમ રહે જ છે. તેજ રીતે જીવંત તત્ત્વનું. વનસ્પતિથી માંડી મનુષ્યનો જીવ લો. તે તમામ જીવોની વિવિધતામાં ઉત્પતિ, સ્થિતિ અને લય તો થાય છે જ પરંતુ તેનું જે જીવંત 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ધાત - ૧૫ તત્તવ છે તે તેના જીવનની તમામ વિવિધતામાં કાયમ જ રહે છે. માણસ જમ્યા બાદ તેની કુમારાવસ્થા, યૌવન, પીઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થાની વિવિધ શ્રેણીમાંથી પસાર થાય છે ત્યારે તેનો દેખાવ, શરીર, સ્વાથ્ય, બુદ્ધિ, કાર્યશીલતા વગેરે બધામાં વિવિધ પ્રકારના ફેરફારો થતા હોવા છતાં તેની “હુંપણાની સભાનતા જેવી ને તેવી જ જીવનના અંત સુધી ચાલુ જ રહે છે. આ સભાનતા જુદા જુદા સ્વરૂપ ધારણ કરતી શારીરિક સ્થિતિથી ભિન્ન છે. આ ભિન્નતાને ઓળખવા માટે આપણે “જીવ' અને અજીવ'નો શબ્દપ્રયોગ કરીએ છીએ. જૈન તત્ત્વજ્ઞોએ તો સ્વયંસંચાલિત ન હોય તેવી ધૂળ વસ્તુઓમાં પણ “જીવ છે તે પ્રતિપાદન કર્યું તેથી વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીમાં પણ “નિગોદના જીવ છે તેમ કહ્યું છે જે હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું. આ તમામ નિરીક્ષણ પછી તેઓએ કહ્યું કે સારાયે વિશ્વના બે મોટા વિભાગો કરવા હોય તો તે (૧) જીવ અને (૨) અજીવ છે અને તેમાંનું “જીવ” તત્ત્વ શાશ્વત છે અને “અજીવ' તત્ત્વ રૂપાંતરને પાત્ર છે. સાથે બીજી બે વાતો કહી તે પણ અગત્યની છે. તે એ કે આ બંને તત્ત્વો અનાદિ છે. “જીવ' તત્ત્વ અનંત છે અને રૂપાંતરને પાત્ર નથી. બીજી વાત એ કહી કે આ બંને તત્ત્વો અનાદિ કાળથી એકબીજા સાથે સંલગ્ન છે અને જયાં સુધી તેઓ સંલગ્ન છે ત્યાં સુધી “જીવ' તત્વ તેની ચૈતન્ય શક્તિ અજીવ' તત્ત્વને પૂરી પાડે છે. તેના અસલ અને નૈસર્ગિક સ્વરૂપમાં “જીવ' તત્ત્વ જયારે “અજીવ તત્ત્વથી છૂટું પડે ત્યારે શુદ્ધ ચૈતન્યમય દશામાં હોય છે અને તે દિશામાં તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સ્વરૂપે હોય છે. પરંતુ “અજીવ તત્ત્વના સંસર્ગથી તેની આ શુદ્ધ ચૈતન્ય શક્તિ ઝાંખી પડે છે અને “અજીવ' તત્ત્વના ગુણોને પોતાની ચૈતન્ય શક્તિ પૂરી પાડે છે. તેથી સંસારની આ વિવિધ ઘટમાળો અને તેમાંથી ઉત્પન્ન થતાં સુખદુઃખ “જીવને ભોગવવા પડે છે. આથી “જીવને અબાધિત સુખની સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તેનો અનાદિ કાળથી ચાલ્યો આવતો “અજીવ' સાથેનો સંસર્ગ તૂટે અને તે શુદ્ધ ચૈતન્યમય દશાને પ્રાપ્ત કરે. અજીવ તત્ત્વ આમ હોવાથી સહેજે પ્રશ્ન થાય કે “અજીવ' સાથેનો “જીવ'નો આ સંસર્ગ કેવી ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત રીતે તોડવો ? આ પ્રશ્નનો જવાબ શોધીએ તે પહેલાં ‘અજીવ’ તત્ત્વ શું છે અને તેના પ્રકારો કેવા હોય છે તે જાણીએ. ૧૬ તત્ત્વજ્ઞોએ ‘અજીવ'ના પાંચ પ્રકાર કહ્યાં છે. તે નીચે મુજબ છે. (૧) પુદ્ગલ (૨) ધર્મ (૩) અધર્મ (૪) આકાશ (૫) કાળ. જૈન પરિભાષામાં આ પાંચ પ્રકારોને પાંચ ‘દ્રવ્યો’ કહે છે. તે જ રીતે ‘જીવ'ને છઠ્ઠું ‘દ્રવ્ય’ કહે છે. સંસારની ઘટમાળ સમજવા માટે આ છ ‘દ્રવ્યો’ની સમજ જરૂરની છે. તેમાંના ‘જીવ’ દ્રવ્યની સમજ શું છે તે આપણે ઉપર જોઈ ગયા. હવે ‘અજીવ’ના પાંચ દ્રવ્યોની સમજ શું છે તે જોઈએ. (૧) ‘પુદ્ગલ’ પ્રથમ દ્રવ્ય ‘પુદ્ગલ’ છે. ‘અજીવ’ના આ પાંચ દ્રવ્યોમાં અતિ અગત્યનું આ દ્રવ્ય છે. તેનો શાબ્દિક અર્થ કરીએ તો પુદ્ગલ થાય. પુર્ એટલે જે વસ્તુ ભેગી થાય છે - સમન્વય કરે છે. ગલ એટલે જે વસ્તુ છૂટી પડે છે. આથી ‘પુદ્ગલ' શબ્દનો અર્થ થાય કે વસ્તુની એવી સ્થિતિ કે જે સતત ભેગું થાયઅને છૂટું પડે, એટલે કે જે કે ક્ષણે ક્ષણે બદલાતું રહે, જે સ્થિર સ્વરૂપનું ન હોય. મનુષ્ય જીવનનું ભૌતિક સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું જ રહે છે. કામ, ક્રોધ, મોહ, માન, માયા, મદ, લોભ, લાલચ વગેરે કષાયોનું સ્વરૂપ સ્થિર રહી શકતું જ નથી. ‘જીવ', ‘અજીવ'ના સતત સંસર્ગમાં રહેવાથી, આ પુદ્ગલ દ્રવ્યોથી રંગાય છે. ઉપર જણાવેલ કષાયોથી રંગાય ત્યારે પોતાની ચૈતન્ય શક્તિ જે તે રંગોથી રંગાયેલ હોય તે પ્રમાણે કામે લગાડે છે. આપણા જીવનનો સારો ક્રમ આ રીતે જ ચાલે છે. આપણે ક્રોધાવેશમાં હોઈએ ત્યારે આપણી આત્મિક શક્તિને ક્રોધના આવેગમાં કાર્યરત થાય છે. (૨) ધર્મ’ બીજું ‘અજીવ' દ્રવ્ય ‘ધર્મ’ છે. અહીં ‘ધર્મ’નો અર્થ Religion એટલે ધાર્મિક માન્યતામાં લેવાનો નથી. જૈન પરિભાષાના ઘણા શબ્દો એવા છે કે સામાન્ય રીતે થતાં શબ્દકોશના અર્થો તેને લાગુ પડતા નથી. અહીં ‘ધર્મ’ એટલે વસ્તુનો 2010_03 ઉત્તરાધ્યયન - સાર - Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત પોતાના અંતર્ગત સ્વભાવ. દા.ત. સાકરનો ધર્મ ગળ્યું કરવાનો; લીમડાનો ધર્મ કડવાશનો સ્વાદ આપવાનો, પાણીનો ધર્મ શીતળતા ઉત્પન્ન કરવાનો, અગ્નિનો ધર્મ બાળવાનો. આથી શાસ્ત્રોમાં કહ્યું વસ્તુ સEાવો ઘમ્પો – વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આ એક ઘણી જ અગત્યની વ્યાખ્યા છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તેના અંતર્ગત સ્વભાવને જાણે અને તેને સમજી તેને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે તો જ પ્રગતિ કરી શકે. કામ, ક્રોધ વગેરે કષાયો માણસના અંતર્ગત સ્વભાવમાં નથી. તે તમામ ક્ષણિક આવેશના વિષયો છે અને તેનો ઉદય થયા બાદ તેના જે પરિણામો આવે છે તે જે વ્યક્તિમાં તેનો ઉદય થયો હોય તેને તથા તેની આજુબાજુના સમાજને નુકસાનકારક નીવડે છે. તેથી ઉલટું સત્ય, અહિંસા, પ્રેમ, સૌહાર્દ વ્યક્તિ તથા સમાજમાં સુખ અને સમભાવ ઉત્પન્ન કરે છે. આથી “જીવ' અગર “આત્મા'નો અંતર્ગત સ્વભાવ સત્ ચિત્ત અને આનંદનો છે. માટે તે સ્વભાવને જાણી સમજીને તેમાં પ્રગતિ કરીએ તે “ધર્મ છે. “જીવ’ જયારે કષાયોમાં જાય છે ત્યારે તે “સ્વભાવમાં નથી જતો પરંતુ “પર”ભાવમાં જાય છે અને તેથી ગીતાજીમાં પણ એમ કહ્યું કે સ્વધર્મ નિધન છેઃ ઘરધર્મો મચાવEઅહીં “ધર્મ' શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નથી. આથી આપણે આધિભૌતિક પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આપણા જીવે (આત્માએ) સ્વ-ધર્મમાં રહીને જ પ્રગતિ કરવી જોઈએ, પરંતુ ભૌતિક પ્રગતિ કરવી હોય તો કામ, ક્રોધ, લોભ વગેરે કષાયોના પર ધર્મમાં થઈ શકે. પસંદગી આપણી જ છે. આથી જૈન પરિભાષામાં “ધર્મનો અર્થ એ થયો કે તે એવું તત્ત્વ છે કે જે જીવ'ને એટલે આત્માને ગતિશીલતા બક્ષે છે. આ ગતિશીલતા માણસને સારા રસ્તે ચડાવે તેમજ ખોટે રસ્તે પણ ચડાવે. આપણો “સ્વભાવ શું છે તે સમજવામાં ભૂલ કરીએ તો આપણે “પર”ભાવમાં પ્રગતિ કરીએ. જે આપણે સામાન્ય રીતે કરતા આવ્યા જ છીએ, પરંતુ આપણા “સ્વભાવને સમ્ય દષ્ટિથી સમજીએ તો આપણી પ્રગતિ જુદી ઢબે જ થાય. (૩) “અધર્મ ત્રીજું દ્રવ્ય “અધર્મ છે. અહીં પણ “અધર્મ' એટલે પાપ તેમ નથી સમજવાનું. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ‘અધર્મ એટલે જૈન પરિભાષામાં તે દ્રવ્ય કે જેનાથી માણસની સારી કે નરસી પ્રગતિ અટકે. આ સ્થિતિ પ્રગતિ-હીનતા (Rest)ની છે. જેમકે આકાશમાં ઉડતું પંખી ઉડવાનું બંધ કરે અને ઝાડની ડાળ ઉપર બેસી વિશ્રામ કરે તો તે સ્થિતિ “અધર્મ દ્રવ્યની થઈ. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે Rest – વિશ્રામની સ્થિતિ હોય તો ખોટું શું છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. જૈન તત્ત્વજ્ઞો કહે છે કે આત્માનું લક્ષણ હંમેશાં પ્રગતિ કરવા તરફનું જ હોય છે. જે પરિસ્થિતિમાં આપણને “અવગતિ થયાનું લાગે છે તે ખરેખર તો પ્રગતિના કારણભૂત સ્થિતિ છે કેમકે અવગતિની સ્થિતિમાંથી આત્મા પસાર થાય ત્યારે તેને અનુભવ મળે છે કે અમુક કારણસર તેની પ્રગતિને બદલે અવગતિ થઈ છે. તેનો અનુભવ થતાં કદાચ બે ત્રણ જન્મો પણ થાય. પરંતુ એક ક્ષણ તો એવી આવશે જ કે જયારે આ અનુભવ લઈને આત્મા સાચા રસ્તા ઉપર ચડશે. આથી સંપૂર્ણ વિશ્રામની સ્થિતિ આત્માની છેલ્લી પ્રગતિની સ્થિતિ ઉત્પન્ન કરવામાં બાધક છે. આથી આત્માની ગતિશીલતા અટકી પડે તે સ્થિતિ “અધર્મ દ્રવ્યની છે. (૪) (૫) “આકાશ-કાળ' બાકી બે દ્રવ્યો રહ્યાં તે આકાશ અને કાળ – space and Time – જીવનની તમામ પ્રવૃત્તિઓમાં આ બંનેની જરૂર રહે છે. તે બંને ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે જ નહિ. આ પાંચેય દ્રવ્યોના સંસર્ગમાં રહીને “જીવ' આ સંસારમાં પોતાની પ્રવૃત્તિ સારા કે નરસા કાર્યોમાં કરે છે અને કાર્ય-કારણના અફર નિયમ મુજબ તે કાર્યોના સારા નરસા પરિણામ ભોગવે છે. સુખ-દુઃખની ચાવી સંસાર ચક્રની આ સમજ આપણે સ્વીકારીએ તો શું ફલિત થાય છે? સ્પષ્ટ રીતે જે વાત ફલિત થાય છે તે એ જ કે આપણા સુખ દુઃખની ચાવી આપણા જ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત હાથમાં છે – ઈશ્વર નામની કોઈ બાહ્ય શક્તિના હાથમાં નથી. આપણા એટલે કે આપણા આત્માના – આપણામાં રહેલ ચૈતન્ય તત્ત્વના – “સ્વભાવને સમ્યગ રીતે ઓળખીને તેમાં પ્રગતિ કરીએ તો આપણે “અજીવ’ દ્રવ્યોની પકડમાંથી છૂટતા જઈએ એટલે કે કષાયોથી મુક્ત થતાં જઈએ જે મુક્તિ આપણને શુદ્ધ ચૈતન્યમય સ્થિતિમાં લઈ જઈ શકે, “આપણે” શબ્દનો પ્રયોગ “જીવ’ દ્રવ્ય માટે જ છે કારણ કે જે “અજીવ’ દ્રવ્યો છે તે તો ક્ષણિક અને પરદ્રવ્યો છે. તે દ્રવ્યો મારફત જે પ્રવૃત્તિ થાય છે તેનું પરિણામ તો “જીવને જ ભોગવવાનું રહે છે. માટે તત્ત્વજ્ઞો કહે છે કે આત્માએ ખરી દિશામાં પ્રગતિ કરવી હોય તો “જીવ' “અજીવ'ના આ બંને પ્રથમ સમજવાની ખાસ જરૂર છે. તે સમજાશે તો આપોઆપ જ્ઞાન થશે કે આપણો આત્મા પોતે જ આપણા કર્મનો કર્યા છે, અને કર્મનો કર્તા છે એટલે કર્મ-જન્ય સુખદુઃખનો ભોક્તા પણ છે. તેથી જ તત્વજ્ઞોએ કહ્યું કે “પ્રારા વિના ૪ સુરાગ ૨ ૩ વા’ ‘કર્મનો કર્તા અને અકર્તા આત્મા જ છે અને તેથી સુખદુઃખનો ભોક્તા પણ તે જ છે.' કર્મ સિદ્ધાંત જ્યાં સુધી “જીવ' (આત્મા) પુદ્ગલના સંસર્ગથી છુટો ન થાય ત્યાં સુધી તેની કર્મ-જન્ય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેવાની, અને જો કર્મ જન્મે તો તેની પાછળ કર્મ-ફળ પણ આવવાનું જ. આ વિશ્વમાં કોઈ પણ ક્રિયા એવી નથી કે જેની ફળસ્વરૂપ પ્રતિક્રિયા ન હોય – કાર્યકારણનો આ અચળ નિયમ છે. વિશ્વમાં કોઈ વસ્તુ કે પ્રસંગ આકસ્મિક નથી હોતો. જેનું કારણ આપણે જાણતા નથી તેને આપણે આકસ્મિક ગણીએ છીએ. અગર તો તેમાં ચમત્કારનું આરોપણ કરીએ છીએ. પરંતુ દરેક પ્રસંગ કે હકીકતને તેનું કારણ તો હોય જ છે. - જો આમ હોય તો પુદ્ગલના સંસર્ગથી “જીવ' જે કાંઈ સારું કે નરસું કાર્ય કરે તેનું પરિણામ તો તેને જ ભોગવવું પડે. સારા કર્મને આપણે પુણ્ય તરીકે ઓળખીએ છીએ અને ખરાબ કર્મને પાપ' તરીકે ઓળખીએ છીએ. આ બંને જાતના કર્મના ફળ હોય છે અને તે ફળનો ભોગવટો કરતાં બીજા કર્મો પણ બંધાવાની શક્યતા છે. જે પુણ્યના સારા ફળ ભોગવતા પાપ કર્મ ઉપાર્જીત થાય તેને “પાપાનુબંધી પુણ્ય ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત કહે છે અને જે “પાપ' કર્મ કરતાં “પુણ્ય' ઉપાર્જીત થાય તેને “પુણ્યાનુબંધી’ પાપ કહે છે. (દા.ત. કોઈ નિર્દોષ વ્યક્તિની વહારે જતાં હિંસા કરવાની જરૂર ઉભી થાય.) આ રીતે પુણ્ય-પાપનો ચક્રાવો ચાલ્યા જ કરે તો “જીવ' કર્મ બંધનથી મુક્ત ક્યારે થાય તેવો પ્રશ્ન સહેજે ઉભો થાય, કારણ કે “જીવ' સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે પાપનું બંધન તો ન હોય, પરંતુ પુણ્ય કર્મનું બંધન પણ ન હોય. બંને બંધનો સાંકળ રૂપ છે. ભાવકર્મ ઉપરના પ્રશ્નનો જવાબ એ છે કે સારા નરસા કર્મનું બંધન ત્યારે જ થાય છે જ્યારે તે સકામ વૃત્તિથી થયું હોય. આપણા સત્કાર્યો પણ સાહજિક રીતે નહીં પરંતુ કાંઈક પ્રાપ્ત કરવાના ઈરાદાથી થયા હોય તો તે કાર્યનું ફળ તો જરૂર મળે પણ તેનું બંધન તો થાય જ, તેનું ફળ ભોગવવું પડે અને તે ભોગવતા ભોગવતા નવા કર્મનું બંધન ઉત્પન્ન થવાનો સંભવ રહે. આથી જૈન તત્ત્વજ્ઞોએ કોઈ પણ કાર્ય પાછળના ‘ભાવ'ને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. તેને “ભાવકર્મ' કહે છે. આથી કોઈ કાર્ય આચરણમાં ન મૂકી શક્યા હોઈએ પરંતુ તે કાર્ય કરવાના “ભાવ” કર્યા હોય તો તે ભાવકર્મનું બંધન થાય. ભગવાન મહાવીરના જીવનમાં એક પ્રસંગ બન્યો છે આ ભાવકર્મનો સિદ્ધાંત સમજવામાં ઉપયોગી થશે. મહાવીરના સાંસારિક સંબંધે થતાં જમાઈ શ્રી જામાલીએ પણ મહાવીરના શિષ્ય તરીકે દીક્ષા લીધેલ. એક વખત તેઓ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા હતા ત્યારે અસ્વસ્થ તબિયતને કારણે તેમણે શિષ્યોને પોતાને સૂવા માટે પથારી કરવાનું કહ્યું. શિષ્યોએ પથારીની માનસિક તૈયારી કરતાં જાહેર કર્યું કે પથારી થાય છે. હકીકતે તેઓ ફક્ત માનસિક તૈયારીમાં જ હતા. જામાલીને વિચાર આવ્યો કે હજુ તો પથારી કરવાનું શરૂ નથી કર્યું, તે કરવા માટેનો વિચાર જ થયો છે તેથી પથારી થાય છે તેમ કેવી રીતે કહી શકાય? આ ઉપરથી તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે કોઈ પણ કામ પૂરું થયા બાદ જ તે કામ “થયું ગણાય અને તે રીતે કામ પૂરું થયું ન હોય તો તેનું ફળ ભોગવવાનું રહે નહીં. તેમનો આ તર્ક સાચો ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ૨૧ હોય તો પરિણામ એ આવે કે જો કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિનું ખૂન કરવાનો વિચાર કર્યો હોય અને તે અંગેની માનસિક તૈયારી કરી હોય પરંતુ તેનો અમલ ન કર્યો હોય તો તેની માનસિક તૈયારી થઈ તે માટે તેને કોઈ ફળ ભોગવવું પડે નહિ કેમકે માનસિક “ભાવો' ઉઠે તે ‘કર્મની વ્યાખ્યામાં આવે નહીં. મહાવીર આ તર્ક સાથે સહમત નહોતા. તેમની માન્યતા પ્રમાણે આપણા મનમાં ઉત્પન્ન થતા રાગ-દ્વેષના ભાવો જ “કર્મ' છે. આવા ભાવો આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુઓને આકર્ષે છે. એક વૈજ્ઞાનિક માન્યતા એવી છે કે ઈન્દ્રિયોથી સ્પર્શ કરી શકાય તેવી પૂળ વસ્તુઓથી માંડીને સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓ કે જે દષ્ટિગોચર પણ નથી તે અંતતઃ તો ઉર્જાના સતત ફેલાઈ રહેલ કિરણો જ છે. જે પદાર્થ ઘન સ્વરૂપે અને સ્થળ આકારનો દેખાય છે તે બીજું કાંઈ નથી, ફક્ત ઉર્જાકિરણોની ઘનતા માત્ર જ છે. આવી વૈજ્ઞાનિક શોધ અતિ મહત્ત્વની છે અને તે બરાબર હોય તો વિવિધ તાત્વિક માન્યતાઓને પુષ્ટિ મળે છે. પુદ્ગલો વિષેની જૈન માન્યતા એવી છેકે આ લોકના સમગ્ર અવકાશમાં સત્ અને અસત, શુભ અને અશુભ તત્ત્વોની ઉર્જા ઠાંસોઠાંસ ભરેલ જ છે. આપણામાં પણ તેવી જ ઉર્જા છે. આપણી ચિત્ત-શક્તિથી આપણામાં રહેલ શુભ કે અશુભ ઉર્જા શક્તિને આપણે ઉત્તેજિત કરીએ છીએ ત્યારે બહાર અવકાશમાં રહેલ તે જ પ્રકારની શક્તિ આકર્ષાય છે અને તેને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. આ પ્રકારનું વિશિષ્ટ રૂપ જ કર્મ બંધન કરે છે. આથી આપણા મનમાં ઉઠતા ભાવો જ કર્મ બંધનનું કારણ બને છે. આ ભાવો જ્યારે કાર્યરત થઈ તેનું અમલીકરણ થાય છે ત્યારે કર્મ-બંધ વધુ મજબૂત બને છે. પરંતુ “ભાવ” ફરી જાય ત્યારે, અગર તો કોઈ કારણસર તેનું અમલીકરણ થાય નહીં ત્યારે તે કર્મ-બંધ નબળું અગર નહીવત બને છે. મહાવીર અને જામાલી વચ્ચેના આ મતભેદ બાબતમાં, ડૉ. કાર્લ યંગ જેવા આધુનિક મનોવૈજ્ઞાનિકોનો ટેકો શ્રી મહાવીરના મતને મળે છે. ડો. યંગ મહાવીરના ભાવ-કર્મને ‘Personal unconscious' નામ આપે છે. ગીતાજીનો નિષ્કામ કર્મનો જે સિદ્ધાંત છે તે આ “ભાવ-કર્મના સિદ્ધાંતને અનુરૂપ છે. પં. સુખલાલજી આ બાબતમાં લખે છેઃ “પુણ્યબંધ કે પાપબંધની સાચી કસોટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાનો ઈરાદો જ છે. પુણ્ય પાપની -- . ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત આ કસોટી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે यादृशी भावना यस्य सिद्धिर्भवती तादृशी ।” ૨૨ કર્મના પ્રકારો જૈન દાર્શનિકોએ કર્મના ૪૮ પ્રકારો વર્ણવ્યા છે, પરંતુ તેમાંના મુખ્ય તો આઠ છે જેનો નિર્દેશ અહીં કરીશું. આ આઠ છે : (૧) દર્શનાવરણીય, (૨) જ્ઞાનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આમાંના પ્રથમ ચાર ‘ઘાતી કર્મ’ કહેવાય છે, અને છેલ્લાં ચાર ‘અઘાતી’: કહેવાય છે. ‘ધાતી’ એટલે જે આત્મિક પ્રગતિનો ધાત કરવાવાળા છે અને છેલ્લાં ચાર ‘અઘાતી’ છે કારણ કે માનવ શરીર છે ત્યાં સુધી તેની સાથે જ જોડાયેલા છે, પરંતુ થાતી કર્મોનો નાશ થયા બાદ આ અધાતી કર્મો શરીરના છુટવાની સાથે જ છુટી જાય છે. પ્રથમના બે જાતના કર્મો વ્યક્તિના દર્શન અને જ્ઞાનનું આવરણ કરે છે. દર્શન એટલે શ્રદ્ધાપૂર્વકની ઝાંખી. સિદ્ધિ પ્રાપ્ત થયેલ વ્યક્તિએ કરેલ વાત સાચી છે તેવી શ્રદ્ધા હોય પરંતુ તે કેવી રીતે સાચી છે, તેની પાછળનો તર્ક શું છે, મને તે કેટલી ઉપયોગી છે વગેરેનો બોધ ન હોય ત્યારે ફક્ત ‘દર્શન’ની ભૂમિકા છે. પરંતુ જિજ્ઞાસુ સાધકને ફક્ત આટલાથી જ સંતોષ નથી થતો તેથી તે તત્ત્વનો ઉંડો અભ્યાસ કરવા પ્રેરાય છે અને તે અભ્યાસ કરે છે ત્યારે ‘જ્ઞાન’ની ભૂમિકામાં પ્રવેશ કરે છે. આથી પ્રથમના બે પ્રકારના કર્મો વ્યક્તિની દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિનું આવરણ કરે છે. દર્શનનું આવરણ હોય તેને કોઈ પણ સત્પુરૂષ ૫૨ શ્રદ્ધા બેસતી નથી અને તેના વચનોની સમીક્ષા કરવાનું મન પણ થતું નથી. સંસારની ભૌતિક વસ્તુઓમાં તેના મનનું રટણ એટલું તીવ્ર હોય છે કે સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે, અને તત્ત્વની વાતો તેને મન ખાલી બકવાસ જ છે. આવી વ્યક્તિ અહથી ભરપૂર હોય છે અને જીવનના અંત સુધી વિષમતાઓથી ઘેરાયેલ રહી અસંતોષમાં જ મૃત્યુને ભેટે છે. જે કર્મો જ્ઞાનાવરણીય છે તે સંબંધિત વ્યક્તિને તત્ત્વના ઉંડાણમાં જઈ તેને 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત બૌદ્ધિક સ્તરે જતાં અટકાવે છે. બુદ્ધિજીવી વર્ગને ફક્ત શ્રદ્ધાથી જીવન ચલાવવું ગમતું નથી. તેથી જ્ઞાનના આવરણને દૂર કરવાનો તે પ્રયત્ન કરે તો વધતે ઓછે અંશે જરૂર સફળ થાય અને તે સફળતા જેટલે અંશે પ્રાપ્ત થાય તેટલે અંશે તત્ત્વના રહસ્યને પામી શકે છે. વેદનીય કર્મ વ્યક્તિને શારીરિક કે માનસિક વેદના ઉત્પન્ન કરે છે. આ જીવન કે અગાઉના કોઈ જીવનમાં બીજા જીવોને વેદના ઉત્પન્ન થાય તેવા કર્મો કર્યા હોય તો તેના ફળસ્વરૂપ આપણે પણ કોઈ ને કોઈ પ્રકારની વેદના સહન કરવાની આવે જ. દોષ દેવાને બદલે આ મારા જ કર્મનું ફળ છે માટે મારે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ તેવું સમજી સમતાભાવે તે વેદના સહન કરીએ તો આવા કર્મની નિર્જરા થઈ શકે છે એટલે કે તેના ફળ ફરી ભોગવવાના રહેતા નથી. પરંતુ તેવી સમતા ન રહી શકે તો ઉદય આવેલ કર્મના ફળ તો ભોગવવા જ પડે તેટલું જ નહીં પરંતુ નવા કર્મોનું ઉપાર્જન થાય. મોહનીય કર્મ સંપૂર્ણ રીતે મોહ જનિત છે અને દરેક પ્રકારના કર્મોમાં અગ્રેસર છે. મનુષ્ય જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તો જણાશે કે જીવનના નવાણું ટકા કાર્યો મોહ નિત હોય છે. પછી તે મોહ ઐશ્વર્યનો હોય, સત્તાનો હોય, કુટુંબ પરિવારનો હોય, સાંપ્રદાયિક હોય કે કોઈ વિચારશ્રેણી કે કોઈ આદર્શ પ્રત્યેનો હોય. ‘મોહ’ શબ્દ ‘મુ' ધાતુમાંથી બન્યો છે. ‘મુ’ એટલે ‘મૂર્છા’. મોહ માત્ર મૂર્છિત દશા ઉત્પન્ન કરે છે અને બુદ્ધિને તટસ્થ તેમજ સ્વતંત્ર દશામાં વિચાર કરતા અટકાવે છે. આવો ‘મોહ’ તીર્થંકરો માટે કે ‘મોક્ષ'ની સ્થિતિ માટે હોય તો તે પણ શુદ્ધ સાન - કૈવલ્યની પ્રાપ્તિ માટે બાધક છે.આ અંગેનું એક સુંદર દૃષ્ટાંત ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય ગૌતમના જીવનનું છે. ભગવાનના સૂત્રો ભગવાનના શ્રીમુખેથી પ્રથમ મેળવવાનું સદ્ભાગ્ય શ્રી ગૌતમનું જ હતું. ભગવાનના નિર્વાણના સમાચાર ગૌતમને મળ્યા ત્યારે તેમને અત્યંત શોક થયો. કેમકે ભગવાન પ્રત્યે તેમને અનહદ પ્રેમ-ભક્તિ હતા. તેમણે જોયું કે ભગવાનના નિર્વાણ સમયે ઘણા શ્રાવકોને કૈવલ્ય પ્રાપ્ત થયું હતું પરંતુ તેમને પોતાને નહોતું થયું. ભગવાનના ઉપદેશના પ્રથમ શ્રાવક અને પટ્ટ શિષ્ય તો તેઓ જ હતા છતાં અને ભગવાનની અતિ નિકટ પણ તેઓ જ 2010_03 ૨૩ ઉત્તરાધ્યયન - સાર Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત હતાં છતાં ભગવાનની હયાતી દરમ્યાન તેઓ કૈવલ્યને પામી શક્યા નહીં તો હવે પછી કેવી રીતે પામી શકશે તે વિચારે તેઓ વધુ વ્યાકુળ બન્યા. આથી સંદેશવાહકને તેમણે પુછ્યું કે ભગવાને મારા માટે કોઈ સંદેશ આપ્યો છે? જવાબ મળ્યો કે ભગવાનનો આદેશ હતો કે ગૌતમને કહેજો કે ગૌતમ ! મારા પ્રત્યેનો મોહ તે ‘મોહ’ જ છે તેથી તેનો પણ ત્યાગ કરવો ઈષ્ટ છે !! ભગવાનના જીવન દરમ્યાન પણ તેમનો ઉપદેશ આ રીતનો જ હતો તે વાતની ગૌતમને યાદ આવી અને ગૌતમનું મનોમંથન તથા આત્મનિરીક્ષણ શરૂ થયું અને તેમને પણ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. મોહ અને પ્રેમ તે બંને ભિન્ન વસ્તુઓ છે. એક મૂર્છિત દશાનું અને બીજું જાગૃત દશાનું પરિણામ છે. એક અપેક્ષા મિશ્રિત છે તેથી વિષાદજન્ય છે જ્યારે બીજું અનપેક્ષિત અને સહજ છે, જેમાં વિષાદને કોઈ સ્થાન નથી. ૨૪ ચાર ધાતી કર્મોનું આ વિશ્લેષણ છે. બાકીના ચાર જે અધાતી છે તે શરીરની સાથે જ રહે છે, તેની નિર્જરા સરળ છે અને બહુધા શરીરની સાથે જ નાશ પામે છે. કર્મ મુક્તિના ઉપાયો કર્મ બંધનના કારણો સમજવામાં જ તેની મુક્તિના ઉપાયો સમજી શકાય તેમ છે. પરંતુ જૈન તત્ત્વજ્ઞોએ બે મુખ્ય ઉપાયો દર્શાવ્યા છે. કર્મ મુક્તિ માટેનો શબ્દ ‘નિર્જરા’ છે. આ નિર્જરાના બે પ્રકાર ગણાવ્યા છે : ૧. સકામ અને ૨. અકામ. ‘સકામ’ એટલે ઈરાદાપૂર્વક અને પ્રયત્નપૂર્વકની અને અકામ એટલે ઉદય આવેલ કર્મોને સહજભાવે સહન કરી લેવાની પદ્ધતિ આ રીતે સહન કરવાથી કર્મની ગતિ અટકે છે. સકામ નિર્જરા કર્મો ખતમ કરવાની ઈચ્છાથી તપશ્ચર્યાના માર્ગે થઈ શકે. આ તપશ્ચર્યાનો માર્ગ જૈનોમાં ઘણો જાણીતો છે. પરંતુ ખરી તપશ્ચર્યા કોને કેવાય તેની સ્પષ્ટતાની ખાસ જરૂર છે. ખરી તપશ્ચર્યા કર્મ બંધનોને તોડવાના હેતુથી જ થવી જોઈએ. તેનો કોઈ ઢંઢેરો ન હોય, કે તેની પાછળ કીર્તિ કમાવાની ભાવના ન હોવી જોઈએ તેમજ તેની કોઈ ઉજવણી પણ ન હોય. તે તપસ્યા આધ્યાત્મિક ઉન્નતિ માટેની જ હોય. નર્યું દેહદમન કરવાથી કોઈ નિર્જરા શક્ય નથી, કેમકે તેવા 2010_03 ઉત્તરાધ્યયન સાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત દેહદમનની કિંમત શારીરિક કસરતથી વિશેષ નથી. દશવૈકાલિક અને ભગવતી સૂત્રોનો આધાર લઈને પંડિત સુખલાલજી લખે છે, ‘“ખુદ મહાવીર અને એમનો ઉપદેશ માનવાવાળી સમગ્ર નિથ પરંપરાનું સાહિત્ય એ બંને એકી અવાજે એમ કહે છે કે દેહ દમન કે કાર્યકલેશ ગમે તેટલું ઉગ્ર કેમ ન હોય, પણ જો એનો ઉપયોગ આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તકલેશના નિવારણ માટે ન થાય તો એ દેહદમન અને કાયકલેશ નકામા છે.’ તપશ્ચર્યા આત્મશુદ્ધિની આ જરૂરિયાત લક્ષ્યમાં રાખીને ભગવાને તપશ્ચર્યાના બે પ્રકાર પાડ્યા. જેમકે, (૧) અત્યંતર તપ અને (૨) બાહ્ય તપ. અત્યંતર : અત્યંતર તપ આંતર શુદ્ધિ ઉપરવજન આપે છે કારણ કે જ્યાં સુધી માણસના અંતર-મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી બાહ્ય તપની કોઈ કિંમત નથી. આથી વિદ્યુતવર્ય આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું કે નિર્ઝારને વાદ્યાત્ શ્રેષ્ઠ અન્વંતર તવઃ। અર્થાત્, કર્મની નિર્જરા કરવી હોય તો બાહ્ય તપ કરતાં ‘અત્યંતર તપ' શ્રેષ્ઠ છે. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે અત્યંતર તપ કરવા શું શું કરવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ અત્યંતર તપના પ્રકારો શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યા છે તેમાંથી મળી રહે છે. આ પ્રકારો નીચે મુજબ છે. (૧) પ્રાયશ્ચિત : જાણીને કે અજાણતા જે માનસિક અગર શારીરિક સ્ખલનો : થયા હોય તેનું અન્વેષણ કરી તે ફરી થવા પામે નહીં તેની તકેદારી. (૨) વિનય : જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે માન. ૨૫ (૩) વૈયાવૃત્ય : સંતોની સેવા. (૪) સ્વાધ્યાય : આત્મોન્નતિ થાય તેવું વાચન, મનન અને ચિંતન. (૫) વ્યુત્સર્ગ : અહંકાર અને ભૌતિક સંબંધો તથા વસ્તુઓમાં મારાપણાની ભાવનાનો ત્યાગ. 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપોદ્ઘાત (૬) ધ્યાન : શુદ્ધ આત્માના ચિંતનમાં સતત ધ્યાનમગ્ન રહી મનની એકાગ્રતા કેળવવી. અત્યંતર તપના આ છ પ્રકારો યોગ્ય પ્રકારે કેળવાય તો આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તકલેશનું નિવારણ સહજ બને અને બાહ્ય તપશ્ચર્યાનો માર્ગ પણ સરળ થાય. જીવન શુદ્ધિની આ જાતની આંતરિક પ્રક્રિયા સંપૂર્ણ તર્કશુદ્ધ છે અને તે વિનાનું બાહ્ય તપ ફળદાયક થવા સંભવ નથી. બાહ્ય તપ બાહ્ય તપના પણ છ પ્રકારો શાસ્ત્રકારોએ કહ્યા છે. તે તમામ પ્રકારોમાં અત્યંત૨ તપની છાપ હોવાની આવશ્યકતા છે. આ છ પ્રકારો નીચે મુજબ છે : (૧) અનશન અગર ઉપવાસ : 'અનશન' એટલે ખોરાક લેવાનો પ્રતિબંધ. ‘ઉપવાસ’નો અર્થ વધુ વિસ્તૃત છે. ‘ઉપ’ એટલે નજદીક અને ‘વાસ’ એટલે રહેઠાણ. ‘ઉપવાસ’ એટલે આત્માની નજદીકનું રહેઠાણ. ‘ઉપવાસ’ રહિતના અનશનમાં અને લાંઘણમાં કાંઈ ફરક નથી. તેથી અનશન વખતે આત્મ-સ્થિરતા કેળવવી. જ (૨) ઉણોદરી : સામાન્ય ખોરાક કરતાં ઓછો ખોરાક લેવો. આ તપના અનેક પ્રકારો હોઈ શકે. દા.ત. એકાસણું, એકાન્તરે આહાર લેવો, અમુક સમયે જ લેવો અને અમુક પ્રકારનો જ લેવો વગેરે. ભાવતી વસ્તુ પણ મર્યાદામાં લેવી અને પેટભરીને ખાવાની ટેવ જતી કરવી તે આ પ્રકારના તપમાં આવે. (૩) વૃત્તિસંક્ષેપ : જુદા જુદા વિષયોમાં મનોવૃત્તિને છુટી મુકવી નહીં અને ખાવાપીવામાં તેમજ રહેણીકરણીમાં અનિયંત્રિત રીતે સ્વૈરવિહાર કરવાથી મનોનિગ્રહ અશક્ય બને છે. માણસની ઈચ્છાને કોઈ મર્યાદા નથી, તેને અનિયંત્રિત રીતે સંતોષવા જઈએ તો તેનો કદી અંત આવતો નથી. જેમ અગ્નિમાં બળતણ નાંખવાથી અગ્નિ શાંત થતી નથી તેમ વાસના રૂપી અગ્નિ ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિથી શાંત થતી નથી અને વાસનાની શાંતિ ન થાય ત્યાં સુધી સાંસારિક જીવનમાં સુખની શોધ નિષ્ફળ રીતે જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે. આથી ભગવાન બુદ્ધે ખરું કહ્યું કે, ‘‘આપણે આપણી ભૌતિક ઈચ્છાઓની પરિતૃપ્તિથી આપણી જાતને જેમ આનંદિત 2010_03 ઉત્તરાધ્યયન સાર Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત ૨૭ કરીએ છીએ તેમ દુઃખી પણ કરીએ છીએ.’ આ રીતે સુખ અને દુઃખની ઘટમાળમાંથી મૃત્યુ સુધી મુક્ત થઈ શકતા નથી. આથી વૃત્તિસંક્ષેપ – વૃત્તિઓની ભૌતિક ઈચ્છાઓની મર્યાદા એ બાહ્ય તપનો અગત્યનો પ્રકાર છે જે ફક્ત ખાવાપીવામાં જ નહીં પરંતુ સમગ્ર જીવન વ્યવહારને આવરી લે છે. (૪) રસ પરિત્યાગ : ખાવાપીવામાં રસવૃત્તિને મહત્ત્વ આપવાને બદલે પોષણ તત્ત્વને મહત્ત્વ આપી તપશ્ચર્યાના માર્ગે આગળ વધવું. આયંબીલ પાળવીતે રસ પરિત્યાગનો પ્રકાર છે. રસ પરિત્યાગથી જીભના સ્વાદ ઉપર નિયંત્રણ રાખી શકાય છે અને જેને જીભ ઉપર નિયંત્રણ છે તેને જીવન ઉપરનું નિયંત્રણ સ્વાભાવિક બને (પ) વિવિક્ત - શય્યાસન : શાંત ચિત્તે ધ્યાનમાં બેસી શકાય તેવા એકાંત સ્થળે વાસ કરવો. (૬) કાયકલેશ : શરીરને કષ્ટ આપનાર પરિસ્થિતિમાં પણ મનની સ્થિરતા કાયમ રહે તે રીતે શરીરને કેળવવું. માનસ પરિવર્તન આ રીતે અત્યંતર તપની સાથોસાથ આ પ્રકારના બાહ્ય તપનો સુમેળ સાધીને સકામ નિર્જરાને પંથે આપણે આગળ વધી શકીએ તો સંચિત કર્મોનો નાશ કરી શકાય તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી એવી ઘોર તપશ્ચર્યાઓ કરી કે આ બાર વર્ષ દરમ્યાન ખાવાના દિવસોનો સરવાળો તો ફક્ત એક વર્ષ જેટલો જ માંડ થવા જાય. તે ઉપરાંત જે શારીરિક કષ્ટો સહન કરવા પડ્યા તેનું વર્ણન પણ કષ્ટદાયક થઈ પડે તેવું છે. આમ છતાં તેમની શારીરિક કાંતિ કે બળ ઓછા નહોતા થયાં કારણ કે તપશ્ચર્યાની ચાલુ પદ્ધતિમાં માનસિક પરિવર્તનને તેમણે અગત્યનું સ્થાન આપ્યું. તેમના સમયમાં અને તેમના પહેલાં શ્રી પાર્શ્વનાથના સમયમાં પણ નર્યા દેહદમનવાળી શારીરિક તપશ્ચર્યા ઘણી વ્યાપક રીતે થતી હતી. તે જાતની તપસ્યા બુદ્ધ ભગવાને પણ તેમના સંન્યસ્થની પ્રથમ અવસ્થામાં ઘણી કરી પરંતુ તેમને તેથી સમાધાન થયું નહીં. આથી તેમણે ઉગ્ર તપસ્યાનો માર્ગ છોડી મધ્યમ માર્ગ પસંદ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત કર્યો અને છેક સુધી ઉગ્ર તપસ્યાનો વિરોધ કરતા રહ્યા. પરંતુ મહાવીરને તેમના જેવો અનુભવ થયો નહીં કેમકે તપસ્યાના માર્ગને તેમણે અત્યંતર તપનું સ્વરૂપ આપી એક નવા ચીલા ઉપર મૂકી આપ્યો. અભ્યતર તપથી જે માનસ પરિવર્તન થાય છે તેથી અભ્યાસે ઉગ્ર તપસ્યા પણ સહજ બને છે જેની વિપરીત અસર શરીર કે મન ઉપર થતી નથી. બાર વર્ષની ઉગ્ર તપસ્યા બાદ પણ મહાવીરનું શારીરિક તથા માનસિક બળ સતેજ રહ્યું તેનું આ રહસ્ય છે. આ રહસ્યને આપણે પામીએ તો વર્તમાનમાં જૈન સમાજ બાહ્ય તપસ્યાને જે વજન આપે છે અને તપસ્યાની ઉજવણી કરે છે તે શાસ્ત્રીય દષ્ટિએ કેટલું યોગ્ય છે તે વિચારવાની જરૂર છે. શ્રી મહાવીર પોતે મહાન તપસ્વી હતા છતાં તામસી તાપસ અને પુરણ તાપસની ઉગ્ર તપસ્યાનું તેમણે અનુમોદન કર્યું નહીં તેનું કારણ એક જ હતું કે ગમે તેવી આકરી તપસ્યા હોય પરંતુ તેથી જો અંતરની આધ્યાત્મિક ગુણવત્તામાં વધારો થાય નહીં તો તે અર્થહીન છે. નવ તત્ત્વો જીવ, અજીવ, કર્મ-બંધન અને કર્મ છેદનની ઉપરની ચર્ચાથી મુક્તિની (મોક્ષની) પ્રક્રિયાના નીચેના તત્ત્વો સિદ્ધ થાય છે, જે જૈન પરિભાષામાં “નવ તત્ત્વ તરીકે ઓળખાય છે, અને જે નીચે મુજબ છે : (૧) જીવ (૨) અજીવ (૩) પાપ (૪) પુણ્ય (૫) આસ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. જે આ નવ તત્ત્વોને સારી રીતે સમજે તે “મોક્ષની પ્રક્રિયાને બરાબર સમજે. જીવ, અજીવ, પાપ અને પુણ્યની ચર્ચા થઈ. આ પાપ-પુણ્યની સતત આવતી સરવાણીને “આગ્નવ' કહે છે અને આ જાતના આગ્નવને પરિણામે કર્મ-બંધ જીવને થાય છે. આ કર્મ-બંધને લઈને જીવ સુખદુઃખ, આશા-નિરાશા, શારીરિક અને માનસિક વિપત્તિ અને જન્મ-મરણની અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આ બધા કંકોમાંથી છૂટ્યા સિવાય શાશ્વત સુખ ઝાંઝવાના જળ જેવું છે એવી ખાતરી માણસને એક વાર થઈ જાય ત્યારે તેના જીવનમાં પરિવર્તન શરૂ થાય છે. આ પરિવર્તન પક્વ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત થાય ત્યારે શું કરવું? તેનો જવાબ સાતમા અને આઠમા તત્ત્વની સમજણથી મળી શકે છે. સાતમું તત્ત્વ ‘સંવર' છે. સમ્ + વૃ એટલે ઘેરી લેવું. કર્મના આસ્રવની સરવાણી બધી બાજુએથી આવતી બંધ કરી દેવી એટલે કે નવા કર્મોનું ઉપાર્જન ન થાય તેવા ભાવ અને પ્રવૃત્તિ જીવનમાં અપનાવવી તેને સંવર કહેવાય. આ તો ત્યારે જ શક્ય બને કે જ્યારે સમસ્ત જીવન વ્યવહાર નિષ્કામ ભાવે અને સાત્વિક સાહજિકતાથી થાય, જ્યારે પાપી ભાવોનો ઉદય આવે જ નહીં પરંતુ પુણ્યના ભાવો તથા કાર્યો તદ્ન નિષ્કામ વૃત્તિથી જ થાય અને જ્યારે ‘સર્વ સંબંધના બંધન તીક્ષ્ણ છેદીને’ મહદ્ પુરૂષના પંથે વિચરવાનું શક્ય બને. ‘સંવર’માં પ્રવેશેલ વ્યક્તિની આ સ્થિતિ ગીતાજીના સ્થિતપ્રજ્ઞની સ્થિતિ છે. તે સ્થિતિ પ્રાપ્ત થયા બાદ પ્રશ્ન રહે છે તે ફક્ત સંચિત થયેલ કર્મોના નાશનો કેમકે હવે નવા કર્મોનું ઉપાર્જન બંધ થયું છે. આ સંચિત કર્મોનો નાશ સકામ અને અકામ નિર્જરાથી કેવી રીતે થાય તેની ચર્ચા થઈ ગઈ છે. ૨૯ આ પ્રમાણે સમગ્ર કર્મોનો ક્ષય થાય ત્યારે આત્મા (જીવ) કર્મ બંધનથી મુક્ત થાય છે અને નવમા તત્ત્વ ‘મોક્ષ’ને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. પ્રગતિના સોપાન આત્માની આ પ્રગતિના ત્રણ મુખ્ય વિભાગો થયા. (૧) ‘બહિરાત્મ’ દશા જેમાં જીવ સારી-નરસી કર્મ વર્ગણાઓથી ઘેરાયેલો જ રહે છે અને તેમાંથી છુટવાનું તેને મન થતું જ નથી. (૨) ‘અંતરાત્મ દશા’ જેમાં ઉપરની દશાની નિષ્ફળતાનું ભાન થયા બાદ અંતર-નિરીક્ષણ થવા લાગે છે જે ઉત્તરોત્તર વધતું જાય છે અને સાત્વિક વૃત્તિ વેગ પકડે છે. (૩) ‘પરમાત્મ દશા’ જેમાં પ્રગતિને પંથે પડેલ આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી છેવટે શુદ્ધ આત્મદશાને પામે છે. છેલ્લી પરમાત્મ દશાને પામવા ઘણો આકરો પ્રયત્ન કરવાની જરૂર રહે છે. 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #34 -------------------------------------------------------------------------- ________________ 30 ઉપોદ્યાત આ પ્રયત્નને ચૌદ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે જેને ચૌદ ગુણસ્થાનકો કહેવાય છે. દરેક ગુણસ્થાને પહોંચવા માટે આત્મામાં કેવા ગુણોની ખીલવણી થઈ હોવી જોઈએ અને તે સ્થાનમાં કેવા આત્મદોષ રહી જાય છે તેનું વિવેચન વિસ્તૃત રીતે વિદ્વાનોએ કરેલ છે. રત્નત્રયી આત્માની આ જાતની પ્રગતિની ભીતરમાં શ્રદ્ધાયુક્ત જ્ઞાનની ખીલવણી અને તેમાંથી સ્વાભાવિક રીતે પ્રગટતું ચારિત્ર રહેલ છે. આ રીતે થતી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની ખીલવણી “રત્નત્રયી'ના નામથી ઓળખાય છે. આ રત્નત્રયીના ત્રણ અંગો છે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સંસારની અને જીવનનાં સુખદુઃખમાંથી ઉદ્ભવતા પ્રશ્નો બાબત બુદ્ધિજીવી માણસ જ્યારે ચિંતન કરે છે ત્યારે તેને ખાત્રી થાય છે કે સામાન્ય બુદ્ધિથી કળી શકાય નહીં તેવું કોઈ પરિબળ સંસારમાં કામ કરે છે. આ પરિબળને કોઈ “ઈશ્વરનું નામ આપે કે કોઈ કુદરતનું નામ આપે, પરંતુ તે પરિબળ શું છે, તેનો પ્રકાર કેવો છે, તેની કાર્યપદ્ધતિ કેવી છે વગેરે જાણવા તેને ઉત્કંઠા થાય છે ત્યારે પૂર્વે થયેલ જ્ઞાની પુરૂષોએ આ બધા પ્રશ્નોના શું જવાબ આપેલ છે તે જાણવા પ્રયત્ન કરે છે. આમ ચિંતનની કે વાંચનની પ્રક્રિયા દરમ્યાન શ્રદ્ધાયુક્ત જે દર્શન થાય તે સમ્યગ પ્રકારનું હોય તો તે “સમ્યગ દર્શન' કહેવાય. પરંતુ બુદ્ધિજીવી માણસ આટલેથી ન અટકતો નથી. તેને જે દર્શન થયું છે તે જ તેને આગળ પ્રગતિ કરવા પ્રેરે છે. અને જે કાંઈ ધુંધળા સ્વરૂપે જણાય છે તેમાં વધારે ઉંડા ઉતરવા પ્રયત્ન કરે છે ત્યારે એક ક્ષણે તે વધુ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન સમ્યગ્ પ્રકારનું હોય તેને “સમ્ય જ્ઞાન” કહે છે. સમ્યગુ દર્શન અને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ માણસને પોતાના રોજિંદા જીવનમાં જે ખામીઓ દેખાય તે દૂર કરવાના પ્રયત્નો શરૂ થાય છે ત્યારે તે પ્રયત્નોની ખીલવણી ઉપર તેના ચારિત્રની ખીલવણી થતી જાય છે. જે પૂર્ણતાએ પહોંચે ત્યારે “સમ્યમ્ ચારિત્ર' પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ૩૧ સમ્ય જીવનના આ ત્રણ રત્નો સંપૂર્ણ માનસિક પરિવર્તનની અપેક્ષાએ પ્રાપ્ત થઈ શકે. સાપેક્ષવાદ - સ્યાદ્વાદ વિચાર અને ચિંતનની દુનિયામાં જૈન તત્ત્વજ્ઞોએ જો કોઈ તદ્દન મૌલિક અને સ્વતંત્ર અર્પણ કર્યું હોય તો તે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, જે સ્યાદ્વાદ તરીકે પણ ઓળખાય છે. આ સ્યાદ્વાદને જૈન તત્ત્વજ્ઞાનનો પાયો કહી શકાય કારણ કે દરેક જૈન સિદ્ધાંતનું ઘડતર અને સમજણ સ્યાદ્વાદની સમજણથી જ યથાર્થ રીતે થઈ શકે છે. તેથી આ સ્યાદ્વાદ શું છે તે ટુંકાણમાં જોઈએ. કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંત બાબત આપણે નિર્ણય લઈએ ત્યારે પ્રથમ આપણે તેના તમામ પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કરીએ અને બાદમાં તેના વિશે આખરી અભિપ્રાય બાંધીએ એટલે કે દષ્ટા અને દશ્યનું સમીકરણ જે પ્રકારનું હોય તે પ્રકારે દશ્ય અંગેનનો અભિપ્રાય બંધાય. જો દશ્યના બધા ગુણધર્મો આપણા એટલે કે દષ્ટાના ખ્યાલમાં આવે અને તે બધા ગુણધર્મો તેના યથાર્થ સ્વરૂપે સમજવાની દષ્ટામાં ક્ષમતા હોય તો જ દેશ્ય બાબતનો યથાર્થ નિર્ણય લઈ શકાય, નહીં તો નહીં. એટલે કે દૃશ્યના બધા ગુણધર્મો આપણે જોઈ કે જાણી શકીએ નહીં, અગર તો તે જાણ્યા કે જોયા બાદ તે ગુણધર્મોને તેના યથાર્થ સ્વરૂપે સમજી શકીએ નહીં તો તેના વિશેનો યથાર્થ નિર્ણય લઈ શકીએ નહીં. આ સિદ્ધાંત ઉપર જ સ્યાદ્વાદની રચના થયેલ છે. દરેક વસ્તુ કે વિચારના અનેક પાસાઓ અને ગુણધર્મો હોય છે. અમુક અપેક્ષાએ એક વસ્તુ કે વિચાર અમુક પ્રકારે જ સમજાય તે બીજી અપેક્ષાએ જુદી રીતે સમજાય. તેજ વસ્તુ કે વિચારના અમુક પાસા અમુક સંજોગોમાં આપણી નજરે ચડે નહીં જયારે બીજા સંજોગોમાં તે સહેલાઈથી આપણી નજરે ચડે. આથી વસ્તુ કે વિચારના વિવિધ પાસા (aspects)ને લક્ષ્યમાં લેવા કે સમજવાની વિધિને‘નયવાદ' કહેવાય છે. તે વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ તેના વિશેનો નિર્ણય કરનાર વ્યક્તિની સમજશક્તિ ઉપર પણ છેવટના નિર્ણયનો આધાર રહે છે. અને દરેક વ્યક્તિની ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપોદ્ઘાત સમજશક્તિમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિમાં જે જન્મજાત સંસ્કારો હોય અને તે સંસ્કારોનો તેના ઉછેર દરમ્યાન જે વળાંક વળ્યો હોય, જે કુટુંબ, દેશ, ભાષા કે સંસ્કૃતિનો તેના ઉપર પ્રભાવ પડ્યો હોય તે તમામ ભિન્ન ભિન્ન પ્રકારના હોઈ શકે છે. આથી તે વ્યક્તિ જે નિર્ણય (judgementબાંધે તે અમુક અપેક્ષાએ સાચો હોય અને અમુક અપેક્ષાએ ખોટો પણ હોય. આથી “નયવાદ'માંથી ફલિત થતા વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ કઈ અપેક્ષાએ તેનો નિર્ણય લેવાયો છે તે જાણવું જરૂરી છે. આ જાણ્યા બાદ જ અમુક વ્યક્તિની અમુક માન્યતા અગર નિર્ણય સાચો છે કે ખોટો છે તેની ખાત્રી થઈ શકે. આ પ્રકારના તર્કને “સ્યાદ્વાદ' કહેવાય છે. આ સિદ્ધાંતને સમજાવતા વિદ્વાનોએ એક દષ્ટાંત આપ્યું તે નોંધવાને પાત્ર છે. દષ્ટાંત થોડાંક અંધ ભાઈઓનું છે. તેમને કહેવામાં આવ્યું કે હાથીને સ્પર્શ કરીને કહો કે તે કેવો છે. તો સ્પર્શને પરિણામે એક અંધજને કહ્યું કે તે દોરડા જેવો છે, બીજો કહે કે તે સર્પ જેવો છે, ત્રીજો કહે કે તે થાંભલા જેવો છે, ચોથો કહે કે તે દીવાલ જેવો છે. તે દરેક સ્પર્શના અનુભવે કહ્યું. તે તમામ તેની વ્યક્તિગત મર્યાદાની અપેક્ષાએ સાચા હતા પરંતુ દષ્ટિ-સંપન્ન વ્યક્તિની સર્વગ્રાહી દષ્ટિની અપેક્ષાએ તેમાંનો કોઈ પણ સાચો હતો નહીં. આથી તેમને કોઈને સાચો તો કહી શકાય નહીં પરંતુ તે દરેકની મર્યાદાને લક્ષમાં લઈએ તો તેમાંના કોઈ સંપૂર્ણ જુઠા છે તેમ પણ કહી શકાય નહીં. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન બાબતના નિર્ણયમાં પણ આજ સિદ્ધાંત લાગુ થાય છે. કોઈ તત્ત્વજ્ઞો આત્મ-બાહ્ય કોઈ ઈશ્વરી શક્તિને સર્વોપરી માને છે, જૈનો કોઈ બાહ્ય શક્તિની સર્વોપરિતાનો ઈન્કાર કરીને શુદ્ધ આત્મ તત્ત્વને જ સર્વોપરી માને છે, સાંખ્યો આત્માને કુટસ્થ અને કર્મોથી અલિપ્ત માને છે, બૌદ્ધો આત્માને અનિત્ય માને છે, ચાર્વાકો આમાંનું કાંઈ જ માનતા નથી – આ તમામ જુદી જુદી અપેક્ષાએ સત્ય છે પરંતુ સંપૂર્ણ અને નિર્ભેળ સત્ય જે સંપૂર્ણ દષ્ટિ – સંપનન્ન કૈવલ્ય પ્રાપ્ત આત્મા છે તે જ જાણે છે. કારણ કે જે કેવલ જ્ઞાની છે તે સર્વજ્ઞ છે અને જે કેવલ દર્શી પણ છે. આવી સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના પ્રાપ્ત થતી નથી. પરંતુ સામાન્ય સાધક જેણે કૈવલ્યને પ્રાપ્ત નથી કર્યું તેનું જ્ઞાન અને દર્શન અનેક રીતે સીમિત છે અને તેથી ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત વસ્તુ કે સિદ્ધાંત અંગેનો તેનો અભિપ્રાય પણ સીમિત જ રહેવાનો. જીવનની આ વાસ્તવિકતા એક વખત આપણા ધ્યાનમાં આવે તો આપણામાં સહિષ્ણુતાનો વિકાસ થાય છે અને જીવનની વિષમતાઓ તેમજ વિપરિતતાઓને સમભાવે સ્વીકારવાની શક્તિ પણ વિકસે છે. આ રીતે સ્યાદ્વાદ યથાર્થ રીતે સમજવામાં આવે તો વિચાર અને ચિંતનના ક્ષેત્રે પણ અહિંસાનો જન્મ થાય છે, કારણ કે વિરૂદ્ધ મતવાદીઓનું દૃષ્ટિબિંદુ પણ અમુક સંજોગોની અપેક્ષાએ કેટલે અંશે સ્વીકૃત છે તે જાણી શકાય છે. સ્યાદ્વાદના આ સિદ્ધાંત જૈન વિચારસરણીને એક અનોખી સહિષ્ણુતા બક્ષી છે. જે વિવિધ વિચારસરણીઓમાંથી સત્યાંશને શોધી તેને તેના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરવાનું તે શીખવે છે જેના પરિણામે મનુષ્યના વિચારપ્રવાહમાં એક અનોખા પ્રકારની લચક આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે ઘણા જૈનોના વ્યવહારમાં આવી લચકતાનો અભાવ જણાય છે. લેવા કર્મ સિદ્ધાંત સાથે સંકળાયેલ એક બીજો સિદ્ધાંત “લેશ્યા'નો છે, જે આધુનિક માનસશાસ્ત્રથી પણ આગળ વધીને વ્યક્તિના આંતર-મન (sub-conscious mind)નું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે. દરેક મનુષ્યનું વ્યક્તિત્વ અને તે વ્યકિતત્વનો પ્રભાવ જે તે મનુષ્યના “ભાવ કર્મ અને ‘દ્રવ્ય કર્મથી ઘડાય છે. ક્રૂર મનુષ્યની ક્રૂરતા તેના ચહેરા અને આંખોમાં સ્પષ્ટ રીતે વર્તાય છે અને તેજ રીતે જીવમાત્ર પ્રત્યે પ્રેમ અને અહિંસાથી જેનું સ્ક્રય ભરેલ હોય તેના ચહેરામાં અને આંખોમાં અમી વર્તાય છે. સંતના સાંનિધ્યમાં શાંતિ વર્તાય છે જ્યારે ક્રોધી અને ક્રૂર વ્યક્તિના સાંનિધ્યમાં અશાંતિ વર્તાય છે. આનું કારણ એ છે કે આપણે બાંધેલા વિવિધ કર્મોના સાંનિધ્યથી આપણો આત્મા રંગાય છે અને તે રંગથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે. અંગ્રેજીમાં આને ‘Aura' (ઓરા) કહે છે. પતંજલી યોગ સહિત યોગની વિવિધ પદ્ધતિઓએ તેમજ બૌદ્ધ પદ્ધતિએ પણ આ વેશ્યાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે. જૈન વિવેચકોએ “લેશ્યા'ના છ પ્રકારો જણાવ્યા છે : તે “કૃષ્ણ', “નીલ”, ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપોદ્ધાત “કપોત’, ‘તેજો', ‘પદમ' અને “શુકલ' છે. આમાંની પ્રથમ ત્રણ લેણ્યા વ્યક્તિના ઉતરતી કક્ષાએ કનિષ્ટ સ્વભાવનું દર્શન કરાવે છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓ વ્યક્તિના ચડતી કક્ષાએ ઉત્તમ સ્વભાવનું દર્શન કરાવે છે, જે નીચે પ્રમાણે છે : (૧) જે માણસ પોતાના સ્વાર્થ પ્રત્યે જ નજર રાખી બીજાના સુખદુઃખનો કશો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરે છે તેની “કૃષ્ણ લેશ્યા હોય છે. (૨) જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાચવીને તે સ્વાર્થ સાધવામાં મદદરૂપ થતી વ્યક્તિ કે વસ્તુઓને સાચવી લે છે તેની “નીલ” લેશ્યા હોય છે. (૩) જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાચવીને જ બીજાને મદદ કરવા તૈયાર થાય છે તેની “કપોત’ વેશ્યા હોય છે. આ ત્રણે લશ્યામાં વ્યક્તિના નિજી સ્વાર્થને જ પ્રાધાન્ય હોય છે. (૪) જે વ્યક્તિ પોતાના સામાન્ય આરામ કે સ્વાર્થનો ભોગ આપીને પણ પોતાને મદદરૂપ થનાર વ્યક્તિને મદદ કરવા તૈયાર થાય છે તેની “તેજો' લેશ્યા હોય છે. (૫) જે વ્યક્તિ પોતાના સ્વાર્થનો વિશેષ ભોગ આપી પોતાના સંસર્ગમાં આવનાર તમામને મદદ કરવા તૈયાર હોય છે તેને “પદમ' વેશ્યા હોય છે. (૬) જે વ્યક્તિ તદ્દન નિસ્વાર્થ ભાવે પોતાના સ્વાર્થને ભોગે પણ બીજાને મદદ કરવા તૈયાર હોય છે તેને “શુકલ લેશ્યા હોય છે. માનવ સ્વભાવનું આ વર્ગીકરણ આપણે કયા સ્થાને ઉભા છીએ તે જાણવામાં અને આત્મિક પ્રગતિ કરવામાં ઘણું ઉપયોગી છે. ધ્યાન આવી જ એક અગત્યની માનસિક પ્રક્રિયા “ધ્યાન' વિશેની જૈન સમાજમાં રહેલી છે. ધ્યાન' બાબતમાં સામાન્ય સમજ એવી છે કે તે ઈશ્વરી તત્ત્વ ઉપર જ સમસ્ત ધ્યાન કેન્દ્રિત કરવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. આ જાતની માન્યતા ફક્ત અંશતઃ જ સાચી છે. ધ્યાનનો વ્યાપક અર્થ તો મનના પરિણામોને કોઈ એક વિષય ઉપર જ સ્થિર કરવા તેવો થાય. જૈન વિચારકોએ આવો વ્યાપક અર્થ સ્વીકારીને ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત ૩૫ ધ્યાન'ના ચાર પ્રકારો કહ્યાં : (૧) આર્ત ધ્યાન (ર) રૂદ્ર ધ્યાન (૩) ધર્મ ધ્યાન અને (૪) શુકલ ધ્યાન. મનુષ્ય જીવનની તમામ પ્રવૃત્તિઓનો આ ચાર પ્રકારોમાં જ સમાવેશ થઈ જાય છે. આપણા સાંસારિક જીવનમાં આપણે બહુધા પ્રથમ બે પ્રકારના ધ્યાનમાં જ રહેતા હોઈએ છીએ. “આર્ત એટલે દુઃખ અને રૂદ્ર એટલે ક્રૂર. આપણા રોજિંદા જીવનનો સરવાળો કરીશું તો બહુધા આપણે કોઈ પ્રસંગથી કાંતો દુઃખી થતા હોઈએ છીએ અગર તો ક્રોધે ભરાતા હોઈએ છીએ. પરંતુ આપણામાં કોઈ સમયે સાત્વિકતા પણ જાગે છે, જયારે આપણે ચિંતનની ભૂમિકા ઉપર ઉભા હોઈએ અને સત્ પુરૂષોએ ચિંધેલ માર્ગે જવા પ્રયત્ન કરીએ છીએ. આવા પ્રસંગે આપણે “ધર્મ-ધ્યાનમાં પ્રવેશ કરીએ છીએ, અને શુદ્ધ આત્મ-દશા સંપૂર્ણપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શુકલધ્યાનમાં પ્રવેશ થાય છે. નિર્વિકલ્પ સમાધિની દશા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે “શુકલધ્યાન' સંપૂર્ણ રીતે પરિણમે છે. ધ્યાન'નું આ વર્ગીકરણ સતત ધ્યાનમાં રહે અને આપણે કઈ ક્ષણે કયા પ્રકારના ધ્યાનમાં છીએ તેની જાગૃતિ સતત રહ્યા કરે તો ઉત્તરોત્તર આત્મિક પ્રગતિ અવશ્ય થાય. પ્રવચન માતા દશવૈકાલિક સૂત્રમાં આવે છે કે ભગવાન મહાવીરને કોઈએ પ્રશ્ન પુછયો કે ભગવાન ! સાધક કેવી રીતે ચાલે, ઉભો રહે, બેસે, બોલે, સૂવે, ખાય કે જેથી તેને પાપ કર્મનું બંધન ન થાય? શ્રી ભગવાને કહ્યું : जयं चरे जयं चिठे जयमासे जयं सए। जयं भुजंतो भासन्तो पावंकामं न बन्धड़।। શ્રી ભગવાને ટૂંકમાં જવાબ આપ્યો કે, “સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઉભો રહે, વિવેકથી બેસે, વિવેકથી સૂવે, વિવેકથી ખાય અને વિવેકથી બોલે તો તેને ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપોદ્ઘાત પાપકર્મનું બંધન ન થાય.” જીવન-ક્રમ તો ચલાવ્યા સિવાય છૂટકો જ નથી પરંતુ તે ક્રમમાં ક્ષણે ક્ષણે વિવેક આવે તો જાગરૂકતા પણ અવશ્ય આવે; જાગરૂકતા આવેતો સારા-નરસાનું જ્ઞાન પણ આવે અને આવા જ્ઞાનથી માણસ પાપ કરતાં અટકે. આવું જ્ઞાન મેળવવા તત્ત્વજ્ઞોએ પાંચ “સમિતિઓ અને ત્રણ “ગુપ્તિઓની રચના કરી જેનું વિવેકપૂર્વક પાલન થાય તો જિનેશ્વરના સમગ્ર ઉપદેશનો તેમાં સમાવેશ થાય છે, તેથી તેને માતાની ઉપમા આપી છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન સૂત્રના ચોવીસમા અધ્યાયમાં આપેલ છે. તે મુખ્યત્વે ભિક્ષુને માટે છે પરંતુ સંજોગો પ્રમાણે ગૃહસ્થોને પણ લાગુ પડે છે. જૈન તત્ત્વજ્ઞોએ ભિક્ષુઓ માટે અને ગૃહસ્થો માટે જુદા જુદા નિયમો નથી કર્યા પરંતુ ગૃહસ્થ ધર્મને અનુલક્ષીને જે નિયમો ભિક્ષુઓ માટે લાગુ કર્યા તેજ નિયમોમાં ઢીલ આપી છે. જૈન તત્ત્વજ્ઞાનની આ રૂપરેખા છે, જે સમજયા બાદ ભગવાનનો અંતિમ ઉપદેશ ‘ઉત્તરાધ્યયન'નો સાર જે અહીં આપવામાં આવેલ છે તે સમજવાનું વધુ સરળ થશે. ઉપર કહ્યું તેમ ‘ઉત્તરાધ્યયન' જેમ વિશેષ લોકભોગ્ય બને તેમ કરવાનો આ નમ્ર પ્રયત્ન છે. તે કેટલો સફળ થયો છે તે તો ફક્ત સુજ્ઞ વાચકો જ કહી શકશે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૩૭ મનુષ્ય - યોનિનું મહત્ત્વ નોંધ : આ અધ્યયનમાં મનુષ્ય જન્મનું દુર્લભપણું અને તે પ્રાપ્ત થયા બાદ પણ બીજી ત્રણ જે અતિ દુર્લભ વસ્તુઓ છે તે બતાવેલ છે અને તે રીતે મનુષ્ય જન્મની અગત્ય બતાવી છે. અધ્યયન ૩: “ચાતુરંગીચ’ - ચાર દુર્લભ વસ્તુઓ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो । માધુસંત સુર્ડ દ્ધા, સંગમન થવારિવું || (૧) સંસારમાં પરમ ઉત્કૃષ્ટ અને મોક્ષ સાધનના પાયા રૂપ ચાર વસ્તુઓ છે અને તે ચારે વસ્તુઓ મેળવવી અતિ દુર્લભ છે. આ ચાર વસ્તુઓ નીચે મુજબ છે : (૧) મનુષ્ય જન્મ, (૨) ધર્મ-માર્ગનું શ્રવણ, (૩) તેવા માર્ગ ઉપર શ્રદ્ધા અને (૪) તે માર્ગ પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ. જગત અનેક પ્રકારના જીવોથી ભરપૂર છે. દરેક જીવ નાનામોટી વિવિધ યોનિમાં ફરતો ફરતો અનેક પ્રકારના સારા માઠા અનુભવો કરતો જયારે અશુભ કર્મોને હળવા કરી શકે છે ત્યારે જન્માંતરો બાદ સૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે છે. સૃષ્ટિના સર્જનમાં સર્વોત્કૃષ્ટ યોનિ મનુષ્યની છે કારણ કે તે યોનિમાં જ તેનો આત્મિક પ્રગતિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આથી મનુષ્ય-જન્મ અતિ દુર્લભ છે. આત્માર્થે તેના વડે અમૂલ્ય તક જીવને પ્રાપ્ત થાય છે. (ગા. ૧ થી ૭) પણ મનુષ્યદેહ મળ્યા બાદ જીવને ધર્મનું શ્રવણ દુર્લભ થઈ પડે છે. (અહીં ધર્મનો અર્થ સંકુચિત સાંપ્રદાયિક વાડાનો નથી. “ધર્મ' એટલે આત્મિક ઉન્નતિ અર્થે વિકસતું જીવન.) ધર્મના શ્રવણથી ક્ષમા, દયા, પ્રેમ વગેરે ગુણો વિકસે છે. પરંતુ ધર્મનું ફક્ત શ્રવણ કરવાથી જ તેનો વિકાસ થાય છે તેવું નથી કારણ કે જે વાત શ્રવણ કરી તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે. શ્રદ્ધા હોય તોજ આગળ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ વધાય. કદાચ શ્રદ્ધા ઉત્પન્ન થાય તો પણ તે માર્ગને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો તે પણ ઘણું મુશ્કેલ છે. મહાભારતના દુર્યોધને કહ્યું હતું તેમ ““જાનામિ ધર્મમ્, ન ચા મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ” – આવી સ્થિતિ હોય છે. (ગા. ૮૯-૧૦) આથી, माणुसत्तंमि आयाओ जोधम्म सोच्च सद्हे । तवस्सी वीरियं लध्धुं संयुड़े निधूणे रयं ।। (११) મનુષ્યત્વ પામીને, ધર્મનું શ્રવણ કરીને, તે ઉપર શ્રદ્ધા રાખીને તપ-જપ વિષે વીર્ય-બળ દાખવીને કર્મ-મેલને સાફ કરવો જોઈએ. (ગા. ૧૧) सोही उझुय भूयस्स धम्मो सुध्धस चिठ्ठस । निवाणं परमं जाइ घयं सित्तेय पावअ ।। (१२) આ રીતે નિર્મળ થયેલ વ્યક્તિ શુદ્ધ ધર્મને વિશે દઢ રહે છે અને ઘીથી સાંચાયેલ અગ્નિની જેમ નિર્મળ થઈને ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. (ગા. ૧૨) चउरंगं दुल्लह नच्चा सजमं पडिवज्जिया । तवसा धूय कम्मं सेसिद्धे हवई सासले त्तिबेमी ।। (२०) આ ચાર અંગ ધર્મ પ્રાપ્ત કરવા દુર્લભ છે તેમ જાણીને સંયમ પાળવો અને તપથી કર્મરજને દૂર કરીને શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરવી. (ગા. ૨૦) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ મૃત્યુનું મહત્ત્વ નોંધ : ધર્મમય જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અધ્યયન-૩માં જોયું. હવે મૃત્યુ કેવું હોવું જોઈએ તે આ અધ્યયનમાં ધે છે. અધ્યયન ૫ : અક્ષમ મરણીય – મૃત્યુ મુમુક્ષુને પ્રજ્ઞાવાન શ્રી તીર્થકરે કહ્યું : મનુષ્ય જીવ મરણાવસ્થાને બે પ્રકારે પ્રાપ્ત થાય છે : (૧) અકામ મરણ અને (ર) સકામ મરણ. વિવેકરહિત મનુષ્યને અકામ મરણ વારંવાર પ્રાપ્ત થાય છે, પરંતુ ધાર્મિક મનુષ્યને સકામ મરણ એક જ વાર પ્રાપ્ત થાય છે. (ગા. ૧-૨) જે મનુષ્ય કામભોગને વિષે આસક્તિ રાખે છે, જે એમ માને છે કે પરલોક તો મેં જોયું નથી પરંતુ વિષયોનું સુખ તો પ્રત્યક્ષ દેખાય છે, બીજાનું થશે તે મારું થશે, જે મૂર્ખ હિંસા, અસત્ય, કપટ, નિંદા, રાગદ્વેષ વગેરેમાં રહીને પાપ કર્મો બાંધ્યા કરે છે તે જેમ અળસિયા માટી ભેગી કરી, માટીમાં રહી માટીમાં જ સૂકાઈને મરે છે તેમ પાપમાં જ રહી મરે છે, અને છેવટે પસ્તાય છે. જેવી રીતે રાજમાર્ગ છોડીને ખાડા-ટેકરાવાળે રસ્તે ગાડું હાંકનારના ગાડાની ધરી ભાંગે છે ત્યારે પસ્તાવો કરે છે. (ગા. ૩ થી ૧૬) આવા મનુષ્યનું મરણ “અકામ મરણ' હોય છે જે તેને ગમતું નથી. પરંતુ જે પુણ્યવંત મનુષ્યો સંયમથી વિકારોને વશ રાખે છે તેનું મરણ “સકામ' હોય છે જે વ્યાકુળતા અને વિધ્વરહિત હોય છે. આવું “સકામ મરણ ફક્ત ભિક્ષુઓને જ હોય છે તેવું નથી. કોઈ સંસારી પણ કેટલાક સાધુ કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે. चीहाजिणं नगिणिणं, जडी-संघाडि मुडिणं । एयाणि वि न तायन्ति, दुस्सीलं परियागयं ।। (२१) पिंडोल अव दुस्सीले नरगाओ न मुच्चइ । भिख्खावा गिहथ्थेवा कम्मई दिल्लं ।। (२२) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ માત્ર મૃગચર્મ, નગ્નતા, જટા રાખવાથી, કંથા ધારણ કરવાથી કે માથું મુંડાવવાથી કોઈ સાધુ દુર્ગતિથી બચી શકતો નથી. પણ પવિત્ર વર્તન રાખનાર સાધુ હોય કે સંસારી હોય તે સ્વર્ગે જાય છે. (ગા. ૨૧-૨૨) तेसिं सोच्चा सपुज्जाणं सजयाणं बुसीमओ । न संतसंति मरणंते सीलवंता बहुस्सुया || (२९) જે પુજ્ય પુરૂષો પોતાના આત્માને વશ રાખી સંયમ પાળે છે તેમની પાસેથી આ બોધ પામ્યા પછી શીલવંત પુરૂષો મરણકાળે ભય પામતા નથી. (ગા. ર૯) तुलिया विसेस मादाय दयाधम्मस्स रचंतिओ । विप्पसीइज्ज मेहावी तहासूओण अप्पणो ।। (३०) બુદ્ધિવાન પુરૂષ આ (સકામ અને અકામ) મરણનો તોલ કરીને, દયા, ધર્મ, ક્ષમા આદિ આદરે તો તે મરણકાળે પોતાના આત્માને શાંત અને ક્ષમાશીલ રાખી શકે છે. (ગા. ૩૦) ઉત્તરાધ્યયન - સાર 2010_03 WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૪ સંસારની નિઃસારતા નોંધ : જીવન અને મૃત્યુના વિશિષ્ટ સ્વરૂપો જણાવ્યા બાદ સંસારના પ્રલોભનો કેટલા નિ:સાર છે તે આ અધ્યાયની દ્દામાં જણાવેલ છે. ક્યાના પાત્રો છે દેવ યોનીમાંથી ઉતરી આવેલ છે જીવો જે ઈપુકાર નામના નગરમાં જન્મે છે. તેમાંના બે આ નગરના રાજા રાણી થાય છે, ને તેજ નગરના પુરોહિત અને તેના પત્ની થાય છે અને બે પુરોહિતના પુત્રો થાય છે. પુરોહિત પુત્રોને પૂર્વ ભવના યોગ સંસ્કારો જાગૃત થાય છે અને સંસાર ત્યાગી દીક્ષાના ભાવ થાય છે ત્યારે પિતા-પુત્રો વચ્ચેનો સંવાદ થાય છે તે સંસારની નિ:સસારતા કેવી રીતે છે તે સમજવા ઘણો અગત્યનો છે. છેવટે આ છ જીવો સંસાર ત્યાગી સંયમ માર્ગને અંગીકાર ક્રે છે. (ગા. ૧ થી ૭) અધ્યયન ૧૪: ઈષકાર નગરના દેવો (ઈર્ષાકરીય) પુરોહિત પિતા બંને પુત્રોને સંસારનો ત્યાગ નહીં કરવા સમજાવતા કહે છે, હે પુત્રો! વેદને જાણનાર પંડિતો એમ કહે છે કે અપુત્રને પરલોકની પ્રાપ્તિ થતી નથી માટે વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, લગ્ન કરી સંસાર ભોગવો અને પછી ખુશીથી અરણ્યમાં જઈ મુનિવ્રત સ્વીકારો.” (ગા. ૮-૯) પુત્રોઃ “પિતાજી, ફક્ત વેદપઠનથી સંસાર તરી શકાતો નથી. બ્રાહ્મણો એક અંધારામાંથી બીજા અંધારામાં લઈ જાય છે. પુત્રો નરકથી બચાવી શકતા નથી અને કામભોગ તો ક્ષણિક સુખને જ આપી શકે છે. “મારી પાસે આ વસ્તુ છે અને આ વસ્તુ નથી, આમ કરવું છે અને આમ નથી કરવું તેવી વાતોમાં જીવન ગુમાવી છેવટે કાળ-મૃત્યુ તેને ઢસડી જાય છે અને આવા પ્રમાદમાં જ જીવન પૂરું થાય છે.” (ગા. ૧૦ થી ૧૫) પિતા : “હે પુત્રો, જેમ કાષ્ટ્રમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ રહેલ છે તેમ શરીરમાં આત્મા રહે છે, જે શરીરની સાથે જ નાશ પામે છે માટે શરીરથી ભોગવાય તેટલું ભોગવો). (ગા. ૧૮) ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અવયન-૧૪ પુત્રો : “પિતાજી, આત્મા અરૂપી છે તથા અગ્રાહ્ય છે અને તેથી તે નિત્ય અને શાશ્વત છે અને કર્મ-બંધન સંસાર પરિભ્રમણનું કારણ છે. હે પિતાજી, સંસારમાં એક તત્ત્વ પીડા ઉત્પન્ન કરે છે, બીજું વીંટળાઈ વળે છે અને ત્રીજું નિરંતર વહ્યા જ કરે છે. તેથી સંસાર પ્રત્યે હવે રૂચિ નથી.” (ગા. ૧૯ થી ૨૧). પિતા: “આ પીડા કોણ કરે છે, વીંટળાઈ વળે છે તે શું છે? અને વહ્યા જ કરે છે તે પણ શું છે?” (ગા. ર૨) પુત્રોઃ “પિતાજી, મૃત્યુ પીડા ઉપજાવે છે, જરા વીંટળાઈ વળે છે અને રાત્રિદિવસ વહ્યા જ કરે છે, જે વ્યતીત થયા બાદ પાછા આવતા નથી. ધર્માચરણ કરનારના આ રાત્રિ-દિવસો સફળ થાય છે.” (ગા. ર૩ થી ર૫) પિતાઃ આપણે સંસારમાં સાથે રહીને વ્રતો પાળીશું અને પછી સાથે જ દીક્ષા લઈશું.” (ગા. ૨૬) પુત્રોઃ “પિતાજી, જે માણસને મરણની સાથે મૈત્રી હોય અથવા જેને મરણથી નાસી છૂટવાની શક્તિ હોય અથવા “હું મરીશ જ નહીં તેવી ખાતરી હોય તે મનુષ્ય જ આપના જેવો વિચાર કરી શકે.” (ગા. ર૭). जस्सद्धि मच्चुणा सख्खं जस्सवत्थि पलायणं । નો ગાળ ન મરિસનિ લોકુર લુસિયા || (ર૭) આમ કહીને પુત્રોએ સંસારનો ત્યાગ કર્યો. બાદમાં પુરોહિતે અને તેની સ્ત્રીએ પણ સંસારનો ત્યાગ કર્યો. આ વાત રાણીએ જાણી ત્યારે તેના સંસ્કાર પણ જાગૃત થયા. પુરોહિતની બિનવારસદાર મિલક્ત રાજા હસ્તગત કરતો હતો ત્યારે રાણી તેને બોધ આપે છે, “હે રાજન! જેમ કોઈ વમન કરેલો આહાર ફરીથી ખાય તે પ્રશંસાને પાત્ર નથી, તેમ તમે પણ બ્રાહ્મણે છોડી દીધેલ ધન ગ્રહણ કરો છો તે પ્રશંસનીય નથી. હે રાજનતમને કોઈ આખું જગત અને તે ઉપરનું સર્વ ધન અર્પણ કરે તો તેથી પણ તમારી તૃષ્ણા સંતોષાશે નહીં તેમજ તે તમારું રક્ષણ પણ કરશે નહીં. (ગા. ૩૮-૩૯) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૪ सबंजगं जइतुहं सव्वं वाविधणं भवे । सव्वंपिते अपज्जत्तं नेव ताणाय तंतव।। (३९) હે નરદેવ ! જે કાળે આમ કામભોગ છોડીને મરણ પામશો ત્યારે આ જગતની કોઈ પણ વસ્તુ તમોને દુર્ગતિમાં પડતા બચાવી શકશે નહીં.” (ગા. ૪૦) दवग्गिणा जहा रण्णे डज्झमाणेसु जंतुसु । अन्ने सत्ता पमोयन्ति रागदोस वसं गया ।। (४२) अवमेव वयं मूढा | कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुझामो रागोसग्गिणा जगं ।। (४३) અરણ્યમાં દાવાનળ સળગે છે ત્યારે તેમાં સળગતા પ્રાણીને મરતા જોવા છતાં અરણ્ય બહારના પ્રાણીઓ આનંદમાં મસ્ત રહે છે તેમ આપણે પણ કામભોગમાં મૂર્થિત રહીને કષાયોથી બળતા જગતને જોવા છતાં તેના સ્વરૂપને જાણતા નથી.” (ગા. ૪૨-૪૩) રાણીના ઉપદેશથી રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેઓ બંને પણ દીક્ષા ગ્રહણ કરે છે. * * * ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૬ સંસારનું સ્વરૂપ નોંધ : અધ્યયન નં. ૩ અને પમાં જીવન અને મૃત્યુનું મહાસ્ય સમજાવ્યું અને અધ્યયન ૧૪માં સંસારની અસારતા સમજાવી. આટલું જાણ્યા બાદ વિચારવંત મનુષ્યને આ mતમાં ચાલતી વ્યવસ્થા વિશે વિચારો આવે તે સ્વાભાવિક છે. તેને થાય કે જો સંસાર અસાર હોય અને જીવન તથા મૃત્યુ પણ સહેતુક હોય અને અજ્ઞાની મનુષ્યનું મૃત્યુ વારંવાર અને ઈચ્છારહિત હોય તો આ સંસારનું સ્વરૂપ શું હશે ? આપણી આજુબાજુ ના વિવિધ પ્રકારનો જ નિત્યલ્મ ચાલી રહ્યો છે તેમાં કોઈ યોજના હશે કે બધું કેવળ આકસ્મિક જ હશે ? યોજના હોય તો શું છે? તેનો કર્તા કોણ છે? જે “ઈશ્વર” નામની કોઈ બાહ્ય સત્તા આ દ્ગતનો કર્યા હોય તો તેણે અમુક પ્રકારની વિષમતાઓ આ સર્જી? સુખની સાથે દુ:ખનો પણ પ્રબંધ કેમ ર્યો ? જો કોઈ કર્તા હોય તો તેને આ બધી સત્તા કોણે આપી? શા માટે આપી ? ગતના યંત્રની આ સ્થિતિનો જો કોઈ કર્તા હોય જ નહીં તો તે બધું શું ફક્ત આકસ્મિક જ છે? જો તે આકસ્મિક જ હોય તો મનુષ્ય યત્નને શું સ્થાન છે ? આકસ્મિક સંયોગોના ભોગ જ બનવાનું માનવ માટે સર્જેલ હોય તો જે જીવન મળ્યું છે તેમાં સારા-નરસાનો, પાપ-પુણયનો વિચાર કરવાનો અવકાશ જ ક્યાં છે? અને તો પછી ‘યાવત્ જીવેત સુખ જીવેત, ત્વાકૃતં પિધે’ના ન્યાયે ફક્ત ભૌતિક આનંદ મેળવવાની પ્રવૃત્તિ જ કેમ ન કરવી ? આ અને આવા બીજા ઘણા પ્રશ્નોના જવાબ શોધવાની પ્રક્યિાને જ્ઞાન માર્ગ કહે છે. આ જ્ઞાન માર્ગે પ્રયાણ કરનારને સંસારની રચનાનો જયારે વિચાર આવે છે ત્યારે તેના મૂળભૂત તત્ત્વો શું છે તે જાણવા આતુર થાય છે. આ આતુરતાનો જવાબ આ અધ્યયનમાં અને ત્યારબાદના બીજા થોડાક અધ્યયનોમાં મળે છે. સૂત્ર રચનામાં આ અધ્યયન છેલ્લું છે અને મોટામાં મોટું રક૬ ગાથાઓનું છે. સંસારનું સ્વરૂપ તેમાં તદ્દન વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવેલ છે. આ અધ્યાયમાં ગાથાઓનો ક્રમ જે આપવામાં આવેલ છે તેનો તર્ક સમજવામાં વાચકોને સુવિધા રહે તે હેતુથી આ ક્રમને બલ્લીને તેમજ અમુક ઊડણવાળી શાસ્ત્રીય વિગતો છોડી દઈને આ અધ્યયનો સાર આ નીચે આપવામાં આવેલ છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૬ ૪૫ * * * અધ્યયન ૩૯ : જીવ-અજીવ તત્વ અધ્યયન સાર સંયમને વિષે યત્ન કરનાર સાધકે જીવ અને અજીવના ભેદો જાણવા જરૂરના છે. (આ બે મૂળ તત્ત્વોનું આ જગત બનેલ છે.) જયાં જીવ અને અજીવ તેમ બંને તત્ત્વો અસ્તિત્વમાં હોય તેને શ્રી તીર્થકરો “લોક' કહે છે. પરંતુ જયાં ફક્ત “અજીવ' પદાર્થ – “આકાશ' જ છે તેને અલોક' કહેલ છે. આ જીવ તથા અજીવનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર (space), કાળ (time), અને ભાવ તેમ ચાર પ્રકારે થાય છે. (એટલે કે તેને યથાર્થ સમજવા માટે આ ચાર પ્રકારો ધ્યાનમાં લેવા જોઈએ.) (ગા. ૧ થી ૩) નોંધ : જીવ-અજીવ વચ્ચેના ભેળે યથાર્થ રીતે સમજવામાં આવે તોજ આત્મજ્ઞાન મેળવવામાં પ્રગતિ થઈ શકે તેમ જૈન તત્વજ્ઞો આગ્રહપૂર્વક જણાવે છે. “જીવ’ એટલે ચેતન તત્ત્વ જેને આપણે “આત્મા” તરીકે ઓળખીએ છીએ. અજીવ એટલે જે ચેતન તત્ત્વ નથી. આ બંને તત્ત્વો અનાદિકાળથી સંયોગમાં રહેતા આવ્યા છે. ચેતન તત્ત્વ તેના શુદ્ધ સ્વરૂપે સર્વશક્તિ સંપન્ન અને સર્વદર્શી છે, પરંતુ અજીવ તવના સંયોગથી તેના આ ગુણો ઢંકાઈ જાય છે, તેટલું જ નહીં પણ આવા સંયોગથી જીવની ચેતના શક્તિ અજીવને પ્રાપ્ત થાય છે. જેને પરિણામે આ સંસાર-ચક્ર તેના વિવિધ મે ચાલ્યા કરે છે. આ રીતે સંસારના સારા માઠા અનુભવો લેતો જીવ આગળ પ્રગતિ રે છે અને અજીવના અશુભ પુદ્ગલોને ક્ષીણ જતાં રતાં કાલાંતરે તેની શુદ્ધતા પ્રકાશમાં આવતી જાય છે અને છેવટે જ્યારે તે સંપૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વલ્યને પામે છે. આવી શુદ્ધિને પ્રાપ્ત કરવા શું શું ઉપાયો રવા જોઈએ તેની યોગ્ય સમજ મેળવવા જે પ્રથમ જરૂર છે તે જીવ-અજીવનો પ્રકાર અને કાર્ય પદ્ધતિ યથાર્થ રીતે સમજવાની – આ અધ્યાયનો મુખ્ય હેતુ આજ છે. જીવ-અજીવની વિશેષ સમજ માટે ઉપોદઘાત જુઓ. પ્રથમ “જીવ' તત્ત્વ લઈએ તો તેના બે વર્ગ છે (૧) સંસારી જીવો અને (૨) સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત થયેલ મુક્ત જીવો. (ગા. ૪૯) સંસારી જીવોના બે પ્રકાર છે (૧) ત્રસ (ર) સ્થાવર. ત્રસ એટલે જંગમ - ચાલી શકે તેવા અને સ્થાવર એટલે સ્થિર. (ગા. ૬૯) “ત્રસ જીવના પ્રકારોમાં એકેન્દ્રીયથી માંડી પંચેન્દ્રિય જીવો આવી જાય. સ્થાવરમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે આવે. (ગા. ૭૦-૯૪-૧૦૭-૧૦૮) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નોંધ : આ અધ્યાયમાં આ તમામ જીવોના પેટા વિભાગોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે જેનો ઉલ્લેખ અહીં સરળતા ખાતર લ નથી. સિદ્ધ જીવો ઃ જે જીવો અજીવના સંસર્ગથી મુક્ત થઈ તેના શુદ્ધ સ્વરૂપે હસ્તી ધરાવે છે. તેના પ્રકારો તેના સંસારના છેલ્લા જન્મ ઉપરથી દર્શાવવામાં આવેલ છે, પરંતુ તે ઉપરથી જૈન દર્શનની વિશાળતાનું માપ સહેલાઈથી નીકળી શકે છે. ગાથા નં. ૫૦, પર થી ૫૫ માં કહે છે કે આવા સિદ્ધ સ્થિતિને પામેલા જીવો પુરૂષ, સ્ત્રી, નપુંસક, જૈનમાર્ગી અને અન્ય માર્ગી પણ હોય છે. (અહીં લીંગ-ભેદ અગર સંપ્રદાય ભેદ જે આપણે આપણા સંસારી જીવનમાં જોઈએ છીએ તે નથી, તે જાણવું મહત્ત્વનું છે.) આ મુક્ત થયેલ આત્માઓ કેવા હોય છે તેનું વર્ણન ગાથા ૬૪માં આપતા કહે છે કે તે સિદ્ધ આત્માઓ મહાભાગ્યશાળી, અચિંત્ય શક્તિના ધણી, ભવપ્રપંચથી મુક્ત લોકની ટોચે સ્થિર રહેલ બિરાજે છે. તેઓ અરૂપી અને કેવલ જ્ઞાન અને કેવલ દર્શનની સંજ્ઞાસહિત હોય છે. (ગા. ૬૭-૬૮) તેઓ સંસારને પાર પામેલ હોવાથી તેમજ વિતરાગ દશામાં હોવાથી ફરી અવતાર લેવાની જરૂર હોતી નથી. અધ્યયન-૩૬ અજીવ તત્ત્વ : (નોંધ : પાંચ પ્રકારના અજીવ તત્ત્વો છે જે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જેની વિગતવાર સમજ ઉપોદ્ઘાતમાં આપવામાં આવેલ છે.) આ અજીવ તત્ત્વના મુખ્ય બે પ્રકાર છે : (૧) રૂપી એટલે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય ગુણોથી યુક્ત હોવાથી પારખી શકાય છે. (૨) અરૂપી એટલે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. ‘પુદ્ગલ’ નામનું અજીવ તત્ત્વ રૂપી પણ હોય અને અરૂપી પણ હોય. (નોંધ : રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, મોહ, માયા વગેરે પૌદ્ગલિક કાયો છે. જેના પરમાણુઓ સ્થુળ સ્વરૂપે નહીં તો અરૂપી સ્વરૂપે પણ મનોવ્યાપારથી જાણી શકાય છે. તેથી તે પણ ઈન્દ્રિય ગ્રાહા હોય છે.) આ પરમાણુઓના સમુહને ‘સ્કંદ’ કહેવાય છે જેનો એક અખંડ પ્રવાહ જગતમાં વ્યાપી રહેલ છે. (ગા. ૧૧) મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે પરંતુ તેના રૂપ, રસ અને ગંધની અપેક્ષાએ ફેરફાર થાય છે ત્યારે તે અનિત્ય ભાસે છે. બાકીના અજીવ તત્ત્વો અરૂપી છે. જે પણ અનાદિ તથા અનંત છે. આ પ્રમાણે જીવ-અજીવના ભેદ ગુરૂ પાસેથી સાંભળીને તે ઉપર શ્રદ્ધા રાખીને 2010_03 ઉત્તરાધ્યયન સાર Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૬ સાધકે સંયમને વિષે વિચરવું. (ગા. ર૪૬-૨૪૭) ત્યારબાદ ઘણા વર્ષો સુધી શુદ્ધ ચારિત્ર પાળી ત્યારબાદની ગાથાઓના ક્રમમાં તપશ્ચર્યા કરવી. (ગા. ૨૪૮) કંદર્પ ભાવના (એટલે અટ્ટહાસ્ય, હાંસી, કુચેષ્ટા અને કામકથા), આભીયોગી ભાવના (એટલે વશીકરણના મંત્રો કે દોરાધાગા), કિલ્બિષિકી ભાવના (એટલે કે કેવળી પુરૂષો, જ્ઞાન, ધર્માચાર્ય, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓની નિંદા) અને આસુરી ભાવના (એટલે કે કાયમને માટે રોષ કરે અને દુષ્કાર્યોમાં જ રત રહ) – આ બધી અશુભ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ છે. (ગા. ર૫૪, ૨૬૧ થી ર૬૪) જે જીવો મિથ્યાત્વ દર્શનમાં રત, જીવઘાત કરનાર અને નિયાણ કરનાર છે તેને બોધીલાભ દુર્લભ છે પરંતુ જે સમ્યકત્વ દર્શનમાં રક્ત, નિયાણ ન કરનાર અને શુકલ લેશ્યાને ધારણ કરનાર છે તેને બોધલાભ સુલભ છે. (ગા. રપપ-૨પ૬) જે જીવો જિનવચનને યથાર્થ જાણી શકતા નથી તે અજ્ઞાનીઓ અકાળ મરણ પામે છે. (ગા. ર૫૯). ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અધ્યયન-૨૮ મુક્તિનો માર્ગ નોંધ : અધ્યયન ૩૬માં જીવ-અજીવની સમજ આપી એજ સમજને આનુષંગિક તત્ત્વોની સમજ આ અધ્યયનમાં આપીને બતાવ્યું છે કે સાધક મુક્તિને રસ્તે કેવી રીતે પ્રગતિ રી શકે છે. આ અધ્યાયમાં જૈન તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ સાર આવી જાય છે અને તે સમજવા માટે ઉપોદઘાતમાં જે રૂપરેખા આપી છે તે જરૂર મદદગાર થશે. અધ્યયન ૨૮ : મોક્ષ માર્ગ ગતિ (મોક્ષ માર્ગની સમજી ભગવાન કહે છે : હે ભવ્ય જીવો! શ્રી જિન-ભાષિત મોક્ષ માર્ગના ચાર લક્ષણો છે. તે (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ. આ ચાર લક્ષણોથી સાધના કરનાર જીવ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે : (૧) મતિ, (ર) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યાય અને (૫) કેવલ. (ગા. ૧ થી ૫) નોંધ ૧ : દર્શન, જ્ઞાન અને ચારિત્ર – આ ત્રણ વસ્તુઓ જેન દર્શનમાં “રત્નતત્રયી' તરીકે ઓળખાય છે. જેની ટૂંકી સમજ ઉપોદઘાતમાં આપી છે. પરંતુ જ્ઞાન’ના પાંચ પ્રકારો બાબતની ચર્ચા તેમાં નથી તે બાબત ટૂંમાં ઠ્ઠીએ. આત્માનો મૂળભૂત ગુણ (સ્વભાવ) “જ્ઞાન” છે. વનસ્પતિથી માંડીને માણસનું ‘હું પણાનું જ્ઞાન દરેક બદલતી પરિસ્થિતિમાં પણ કાયમ જ હોય છે. સ્વમાવસ્થા, શુષુપ્તાવસ્થા, જાગૃતાવા, બાલ્ય, કોમાર કે વૃદ્ધાવસ્થા તે તમામમાં પૌલ્ગોલિક તેમજ સાંયોગિક ફેરફારો અનેક જાતના થાય છે. પરંતુ આત્મજ્ઞાન – હું પણાનું જ્ઞાન કાયમ જ રહે છે. બાહ્ય વસ્તુઓ કે પ્રસંગોનું જ્ઞાન આત્માને ઈન્દ્રયો દ્વારા મળે છે ત્યારે તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે કેમકે તે ઈન્દ્રિયોની મદદટી મળેલ છે, પરંતુ ઈન્દ્રયોની મદદ વિના આત્માને સીધેસીધું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તે પ્રત્યક્ષ' જ્ઞાન કહેવાય છે. આથી ઉપર જણાવ્યું તેમ જ્ઞાનના પાંચ પ્રકારો હૃાા. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૮ તેમાં ‘મતિ' એટલે ઈન્દ્રિયો તથા મન દ્વારા ચિંતન, વિચાર અને તર્કથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને ‘મતિ જ્ઞાન” કહે છે. ‘કૃત” એટલે સાંભળેલું. પૂર્વ કાળમાં શાસ્ત્ર જ્ઞાન “શ્રુત હતું. પરંતુ હાલ વ્યાખ્યાન વાચન વગેરેથી જે જ્ઞાન મેળવીએ “કૃત'ની #ામાં આવે તે પણ ઈન્દ્રયો દ્વારા જ મળે છે તેથી પરોક્ષ જ્ઞાન છે. બાકીના ત્રણ પ્રકારો પ્રત્યક્ષ જ્ઞાનના છે “અવધિ જ્ઞાન એટલે આત્મિક બળદથી અમુક ક્ષેત્રની અવધિ (limits)માં થતી ઘટનાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મન:પર્યાય એટલે બીજાના મનની વાત જાણી લેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ બંને જ્ઞાન પ્રત્યક્ષ' છે. કેમકે જ્જાની બાહો મદદ વિના આત્મા આ જ્ઞાન પ્રાપ્ત રે છે. છેલ્લું કેવળ જ્ઞાન” તે સંપૂર્ણ જ્ઞાન જે આબાધિત છે અને જે આત્માને સર્વજ્ઞાનીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે તે પ્રત્યક્ષ જ્ઞાનની પરાકાષ્ટ છે. આ પ્રત્યક્ષ” જ્ઞાનની વાત કાલ્પનિક નથી. ત્રીજા અને ચોથા પ્રકારના જ્ઞાન હોવાના ઘખલાઓ મનુષ્ય અનુભવના છે અને તેનું સારું એવું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. જો આ પ્રકરના સીમિત પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શક્તા હોય તો “ક્વળ જ્ઞાન પણ હોઈ શકે. “મતિ” અને “ભુતમાં જ રહેતા આપણે માટે “કેવળ જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ ન હોય પરંતુ જો અલ્પાંશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકાતું હોય તો સર્વાશે કેમ ન મેળવી શકાય ? તેવો તર્ક અસ્થાને નથી. નોંધ ર : દ્રવ્ય', 'ગુણ’ અને ‘પર્યાય' એ જૈન પરિભષાના અગત્યના શબ્દો છે. સમસ્ત વિશ્વ છ દ્રવ્યોનું બનેલ છે. જીવ-અજીવના પાંચ પ્રકારો – પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ દરેક દ્રવ્યને પોતપોતાનો વિશિષ્ટ અને અંતર્ગત ગુણ હોય છે. ‘પર્યાય’ એટલે પલટાતી અવસ્થા. દા.ત. ‘જીવ’ એ દ્રવ્ય છે, જ્ઞાનાદિ તેના ગુણો' છે અને કર્મવશાત તેમાં વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય તેવા રૂપાંતરો થાય છે તે તેના પ્રયાયો' છે. ઉપરની બંને નોંધો અંગે ટૂંકમાં ઉલ્લેખ આ અધ્યાયની ગાથા ૧ થી ૭માં આવે છે. ગા. ૮ થી ૧ર ધર્મ, અધર્મ વગેરે અજીવ તત્ત્વોની ઓળખ આપે છે. અધ્યયન સાર ધર્મનું લક્ષણ ગતિ, અધર્મનું લક્ષણ જડતા, આકાશનું લક્ષણ સર્વ દ્રવ્યોને ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૦ , અધ્યયન-૨૮ અવકાશ આપવાનું છે. પોતાની મેળે વર્તતા પદાર્થોને વર્તવામાં નિમિત્ત રૂપે સહાયક થવું તે કાળનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખના જ્ઞાનનો ઉપયોગ કરવો તે જીવનું લક્ષણ છે. શબ્દ, ધ્વનિ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, પ્રકાશ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ સર્વ પુગલના લક્ષણો છે. એકત્વ, પૃથકત્વ, સંખ્યા, આકાર, સંયોગ અને વિયોગ એ બધા પર્યાયના લક્ષણ છે. (ગા. ૮ થી ૧૩) નોંધ : ત્યારબાદ ગા. ૧૪ મોક્ષની સીડી ચડ્યાને ઉપયોગી તેવા નવ તત્ત્વોનું વર્ણન રે છે. આ નવ તત્ત્વોનું સભ્યનું જ્ઞાન મનુષ્યને પ્રાપ્ત થાય અને તે પ્રાપ્ત થયા બાદ તેના ચારિત્ર્યની ખીલવણી થતી જાય તો ક્રમશ: તે જીવ મોક્ષની સીડીનું છેલ્લું સોપાન પ્રાપ્ત રે છે. આ નવ તત્ત્વો આ પ્રમાણે છે : (૧) જીવ, (૨) અજીવ, (૩) પાપ, (૪) પુણ્ય, (૫) આસ્રવ, (૬) બંધ, (૭) સંવર, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. (આ નવ તત્ત્વોની સમજ ઉપોદ્ધાતમાં અપાઈ ગયેલ છે.) આ નવ તત્ત્વોમાં ખરી શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે સમ્યમ્ દર્શન ઉત્પન્ન થયું કહેવાય. આવું સમ્યમ્ દર્શન કોઈ વ્યક્તિને કુદરતી રીતે જ ઉત્પન્ન થાય, તો કોઈને ઉપદેશથી કે સૂત્રોના અભ્યાસથી વગેરે જુદી જુદી રીતે ઉત્પન્ન થાય છે. (ગા. ૧૭ થી ર૭). આ રીતે જીવ આદિ તત્ત્વોનો અભ્યાસ તત્ત્વજ્ઞ અને જ્ઞાની પુરૂષોની સેવા તથા માર્ગભ્રષ્ટ તથા કુદર્શનીઓનો ત્યાગ – તે સમ્યગ દર્શનના લક્ષણો છે. (ગા. ૨૮) સાચા સમ્યકત્વ વિના સમ્યગું ચારિત્ર સંભવે નહીં. नादसणिस्स नाणं नाणेण विणा नहुति चरणगुणा । अगुणस्स नथ्थि मोख्खवो नथ्थि अमोख्ख्स्स निवाणं ।। (३०) અર્થાત, સમ્ય દર્શન વિના જ્ઞાન સંભવે નહીં, સમ્યગુ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર સંભવે નહીં, શુદ્ધ ચારિત્ર વિના કર્મ-ક્ષય સંભવે નહીં અને કર્મ-ક્ષય વિના મોક્ષ સંભવે નહીં. (ગા. ૩૦) રાગદ્વેષ રહિત મનના પરિણામો, જીવનપર્યતની દીક્ષા, તપથી પ્રાપ્ત થતી ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૮ ૫૧ વિશુદ્ધિ, ઈચ્છાઓની અલ્પતા અને કષાયોનું ઉપશમન – તે પાંચ પ્રકારે ચારિત્ર પાળવાથી કર્મ-ક્ષય થાય છે. તપના બે પ્રકાર છે : અત્યંતર અને બાહ્ય. नाणेण जाणइ मावे दंसणेणय सद्हे । चरित्तेण नगिण्हाइ तवेण परिसूझइ ।। (३५) અર્થાત્, જ્ઞાનથી જીવાદિ ભાવ જાણી શકાય છે, દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ચારિત્રથી કર્મ-ક્ષય થાય છે અને તપથી આત્મા વિશુદ્ધ થાય છે. (ગા. ૩૫) खवित्ता पुवक म्माइं संजमेण तवेणय । सव्व दुख्खप्पहिणठ्ठा पकूमंति महेसिणो तिबेमि ।। (३६) અર્થાત્, સંયમ અને તપથી પૂર્વે બાંધેલા કર્મને ખપાવી અને સર્વ દુઃખોનો ક્ષય કરી મહર્ષિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે તેમ કહું છું. (ગા. ૩૬) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૯ સિદ્ધિ મેળવવાના ઉપાયો નોંધ : અહીં આ અધ્યાયમાં લ ૭૩ પ્રકરો બતાવ્યા છે, પરંતુ અહીં અમુશ્નો જ નિર્દેશ ક્ય છે. અધ્યયન ર૯ : પરાક્રમ ૧. જે જે x = u સુધર્મ સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું : “હે આયુષ્યમાન ! સમ્યગ્ દર્શન પ્રાપ્ત થયા બાદ (ચારિત્રની સિદ્ધિ માટે) મનુષ્ય કયા કયા પ્રકારનું પરાક્રમ દેખાડવું જોઈએ તેનું વર્ણન ભગવંત મહાવીરે કરેલ છે. તે શ્રદ્ધાપૂર્વક માનવાથી અને તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે વર્તવાથી ઘણા જીવો સિદ્ધિને પામ્યા છે. આ પરાક્રમ નીચેની બાબતોમાં કરવાનું છે. સંવેગ' એટલે મોક્ષની અભિલાષા. જેથી તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. જેને પરિણામે ક્રોધ, માન, માયા વગેરે કષાયો નાશ પામે છે. સામાયિક' – સમભાવ-નૈતિક વિશુદ્ધતા. પ્રતિક્રમણ’ – સંસારની પ્રવૃત્તિઓમાંથી પાછા ફરવું. કાયોત્સર્ગ' – શારીરિક વ્યાપારી છોડી ધ્યાનસ્થ થવું. પ્રત્યાખ્યાન' – ત્યાગવૃત્તિ કેળવવી, ઈચ્છાનિરોધ કરવો. ૬. “કાલપ્રતિલેખના' – યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરવાની સાવધાની. પ્રાયશ્ચિતકરણ' – પાપકર્મ ધોઈ દોષરહિત થવું. ક્ષમાપના' – અપરાધની ક્ષમા માગવી. સ્વાધ્યાય' – વાંચન, ચિંતન અને મનન. એકાગ્ર મન સંનિવેશના' – મનને એકાગ્ર વૃત્તિમાં રાખવું. ૧૧. “સંયમ' અને ‘તપ'. ૧૨. ‘વિનિવર્તના – વિષયોથી પરામુખ થવું. ૧૩. ‘વૈયાવૃત્ય – સત્ પુરૂષોની સેવા સુશ્રુષા. S S $ 9 ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૯ ૫૩ ૧૪. “વિતરાગ’ – રાગદ્વેષ રહિતતા. ૧૫. “આર્જવ’ – સરળતા, મૃદુતા, નમ્રતા. ૧૬. જ્ઞાન, દર્શન અને ચારિત્રસંપન્નતા ૧૭. “પ્રેઠ-દ્વેષ' – મિથ્યાદર્શન વિજય, મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો નાશ અને કૈવલ્ય પ્રાપ્તિ. ૧૮. શૈલેશી' – કૈવલ્ય બાદ શુકલ ધ્યાન. ૧૯. “અકસ્મતા' – સર્વ કર્મોનો નાશ અને સિદ્ધિની સ્થિતિ. ૨૦. “નિર્વેદ' – સંસારથી વિરક્તતા. ૨૧. “ધર્મશ્રદ્ધા” – વિષયસુખમાંથી વિરક્તિ. સેવાશુશ્રુષા’ – ગુરૂભક્તિ અને વિનય. ર૩. “આલોચના' – દોષોની કબુલાત. ૨૪. તપ. ૨૫, ૨૬, ૨૭. મનોગતતા, કાયગુપ્તતા, વચગુપ્તતા, મન, વચન અને કાયાને અશુભમાંથી રક્ષવા. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અધ્યયન-ડેર દુઃખમય સંસારનો ઉપાય નોંધ : જીવો સુખની શોધમાં બધી સાંસારિક પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ સરવાળે તો હાથમાં ફક્ત દુ:ખ જ આવે છે તેની અજ્ઞાનતા જ બ્રેક મનુષ્યને સંસારમાં પ્રવૃત્ત રાખે છે. પરંતુ મહાવીર અને બુદ્ધ જેવા જ્ઞાની પુરૂષોએ સાંસારિક જીવનનું રહસ્ય જાણીને જ કહ્યું, “અહો ! દુખો હી સંસારો” અરે ! સંસાર દુઃખમય જ છે. અમુક વિદ્વાનોને આ વાત રૂચિ નહીં. તેમણે કહ્યું કે આ તત્ત્વજ્ઞાન તો નિરાશામૂલક છે. સુખની શોધમાં ભટકતો મનુષ્ય છેવટે દુ:ખને જ કેવી રીતે પામે છે તેનું વેધક મનોવિશ્લેષણ આ અધ્યાયમાં રવામાં આવેલ છે. સાંસારિક જીવનનું પણ અહીં વેજ્ઞાનિક વિશ્લેષણ છે જે વાસ્તવિક્તાની ભૂમિ ઉપર ઉભેલ છે. તેને નિરાશામૂલક ફ્લેવું તે શાહમૃગની પેઠે અણગમતી પરિસ્થિતિમાં મોટું સંતાડી દેવા જેવી વાત છે. વિષયો પ્રત્યે તો “રાગ' નહીં, પરંતુ દ્વેષ’ પણ નહીં કારણ કે ‘રાગ’ કે ‘ષ” વિષયજન્ય નથી, આપણા માનસજન્ય છે આથી ‘વિતરાગ’ સ્થિતિ પ્રાપ્ત કરવી આદર્શમય છે. જયાં રાગની ઉત્પત્તિ જ નથી ત્યાં શ્રેષને સ્થાન જ ક્યાંથી હોય ? આવી સમતા-સ્થિતિ પ્રાપ્ત કરવાનો અહીં ઉપદેશ છે, અને તેમાં જ ખરા સુખની પ્રાપ્તિ છે તેવો નિર્દેશ છે. દુ:ખમય સંસારને સુખમય બનાવવાનો અહીં ઉપાય છે જે ‘‘નિરાશામૂલક નહીં પરંતુ આશા અને ઉત્સાહમૂલક છે. અધ્યયન ૩ર : પ્રમાદ સ્થાનો – દુ:ખ ઉત્પતિ-નિવારણ હવે સ્વાધ્યાય જોઈએ. શ્રી સુધર્મ સ્વામી કહે છે : અનાદિ કાળની અવિરતિરૂપ આ દુઃખમય સંસારથી મુક્ત થવા તમોને હવે જે કહેવામાં આવે છે તે એકાગ્ર ચિત્તથી સાંભળો. જ્ઞાનનો પ્રકાશ થવાથી અજ્ઞાન-જનિત મોહને ત્યાગવાથી અને રાગ-દ્વેષને ક્ષય કરવાથી નિરાબાધ સુખ પામી શકાય. ગુરૂજનની સેવા, મૂર્ખજનોથી દૂર રહેવું, એકાંતમાં અધ્યયન કરવું અને સૂત્રોનું ચિંતન કરવું એ મોક્ષ માર્ગ છે. (ગા. ૧ થી ૩) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૨ ૫૫ પોતાનાથી અધિક કે સમાન એવો નિપુણ સાથી કદાચ ન મળે તો એકલા જ અનાસક્તપણે વિચરવું. (ગા. ૫) જેમ પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને ઈંડુ પક્ષીમાંથી ઉત્પન્ન થાય છે તેમ તૃષ્ણા મોહમાંથી અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. (ગા. ૬) रागो य दोसो वि य कम्मबीयं कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ।। (७) અર્થાત્, રાગદ્વેષ કર્મથી ઉત્પન્ન થાય છે, કર્મ મોહથી ઉત્પન્ન થાય છે, કર્મ જન્મ-મરણનું મૂળ છે અને જન્મ મરણને (ભગવાને) દુઃખનું કારણ કહ્યું છે. (ગા. ૭) दुक्खं हयं जस्स न होइ मोहो, मोहोहओ जस्स न होइ । तण्हा ह्या जस्स न होइ लोहो, लहोहओ जस्स तपहा न किंचणाई ।। (८) મોહ ન હોય તો દુ:ખ હણાય છે, તૃષ્ણા ન હોય તો મોહ હણાય છે, જેને લોભ નથી હોતો તેની તૃષ્ણા હણાય છે, જે અકિંચન (અનાસક્ત) છે તેનો લોભ હણાય છે. (ગા. ૮). રાગદ્વેષ અને મોહને મૂળસહિત ઉખેડવાના ઉપાયોનું હવે હું વર્ણન કરું છું. (ગા. ૯) વિવિધ પ્રકારના ઈન્દ્રિયોને ઉત્તેજિત કરનારા રસોને કલ્યાણાર્થીઓએ ભોગવવા નહીં. (ગા. ૧૦) જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવનથી સળગેલો દાવાગ્નિ શાંત થતો નથી તેમ અસંયમી આહાર કરનાર વ્યક્તિનો ઈન્દ્રિયાગ્નિ શાંત થતો નથી. (ગા. ૧૧) જયાં બિલાડા વસતા હોય ત્યાં ઉંદરને રહેવું જેમ સલામત નથી તેમ સ્ત્રીઓ વસતી હોય ત્યાં બ્રહ્મચારીને રહેવું સલામત નથી. તપસ્વીઓએ સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, અંગમરોડ અને કટાક્ષનું મનથી પણ ચિંતન કરવું નહીં. (ગા. ૧૪) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અધ્યયન-૩૨ - જે સ્ત્રીની કામના છોડી શક્યા છે (કામ ઉપર જેણે વિજય મેળવ્યો છે) તેને આ લોકમાં બીજું બધું ત્યાગવું સહેલું છે. (ગા. ૧૮) रुवेसु जा गिद्धिमुवेइ तिळ, अकालियं पावइ से विणासं । रामाउरेसे जहवापयंगे, अलोय लोले समुवेइमचुं ।। (र४) અર્થાતુ, જેવી રીતે રાગાતુર પતંગ દીપકથી આકર્ષાઈને તેમાં ઝંપલાવીને વિનાશ પામે છે, તેવી રીતે રૂપને વિષે તીવ્ર મૂછ રાખનાર અકાળે વિનાશ પામે છે. (ગા. ર૪) જે કોઈ કુરૂપ દેખીને અતિ દ્વેષ કરે છે તે તત્પણ દુઃખ પામે છે, તેમાં દોષ તેનો પોતાનો જ છે, કુરૂપનો નથી. જે વિતરાગ છે તે આવા રાગદ્વેષથી મુક્ત રહે છે. મનોહર રૂપનો રાગી જીવ (પોતાને ગમતી વસ્તુ) પ્રાપ્ત કરવામાં, તેનું રક્ષણ કરવામાં, તેનો ઉપભોગ કરવામાં તથા તેના નાશ અને તેનાથી થતા વિરહથી પોતાને બચાવવામાં જ (સતત પ્રયત્નશીલ રહે છે, તેથી સુખી ક્યાંથી થાય? જ્યારે રૂપથી તૃપ્તિ થતી નથી ત્યારે તેની આસક્તિ વધતી જ જાય છે અને લોભથી દોરવાઈને પારકી વસ્તુ હાથ કરે છે, પણ પરિગ્રહથી તેને સંતોષ થતો નથી. આથી તેનામાં માયા અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. રૂપના મોહથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત રહે છે. જેમ કમલપત્ર જળમાં રહેવા છતાં ભીંજાતું નથી તેમ તે સંસારમાં રહેવા છતાં દુઃખથી ખરડાતો નથી. ' શબ્દ કાનનું આકર્ષણ કરે છે. જેવી રીતે રાગાતુર હરણ મુગ્ધ શબ્દોથી લલચાઈને અકાળ મરણને પામે છે. તે જ રીતે શબ્દોથી મોહિત થયેલ વ્યક્તિ અકાળ વિનાશને પામે છે. તેજ રીતે ગંધનું આકર્ષણ : જે રીતે સર્ષ ઔષધિની સુગંધથી રાફડામાંથી બહાર આવે છે અને પછી દુઃખને પામે છે, તે જ રીતે સુગંધ વિષે રાગદ્વેષ રાખનાર દુઃખને પામે છે. રસ જીભનું આકર્ષણ કરે છે અને મધુર અગર કટુ રસ રાગદ્વેષનું કારણ બને છે અને જેમ માછલી રસના લોભથી લલચાઈને લોઢાના કાંટાથી ભૂદાઈને અકાળે ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૨ પ૭ મરણ પામે છે, તે જ રીતે રસમાં રાગદ્વેષનો ભાવ રાખનાર મનુષ્ય વિનાશને પામે છે. સ્પર્શ શરીરનું આકર્ષણ કરે છે અને સુ-સ્પર્શ અને કુ-સ્પર્શ રાગદ્વેષનું કારણ બને છે. જેમ રાગાતુર મહિષ (પાડો) શીતલ જળથી લલચાઈને મગરમચ્છથી પકડાઈ જાય છે અને મરણ પામે છે તેમ સ્પર્શ વિષે તીવ્ર મૂર્છા રાખનાર અકાળે મરણ પામે છે. ભાવ મનને ગ્રહણ કરે છે અને ભાવ પ્રત્યે રાગદ્વેષ રાખનાર મનુષ્ય, કામાતુર હાથી હાથણીની પાછળ પડી ખાડામાં પડે છે અને પકડાઈ જાય છે તેમ દુઃખી થાય છે. આથી न कामभागा समयं उवेंति नयावि भोगा विगई उर्वति । जे तप्पओसीय परिग्गहीय सो तेसु मोहाविगई उवेइ ।। (१०१) અર્થાત, કામભોગની વસ્તુઓ પોતે સમતા કે વિકાર ઉત્પન્ન કરતી નથી, પરંતુ રાગદ્વેષવાળું માનસ પોતે જ વિકૃત થાય છે. (ગા. ૧૦૧) રાગદ્વેષાદિ સંકલ્પ વિકલ્પ એ જ સમસ્ત દોષના મૂળ છે તેવી ભાવના ભાવનારને સંપૂર્ણ સમતા પ્રાપ્ત થાય છે અને તૃષ્ણાને ત્યજનાર વિતરાગ પુરૂષ સર્વકાર્ય સિદ્ધ કરે છે. (ગા. ર૫ થી ૧૦૯ નો સારાંશ) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અધ્યયન-૪ સતત જાગૃતિની જરૂર અધ્યયન ૪: અપ્રમાદ (અસંત) આયુષ્ય તૂટ્યા પછી સાંધી શકાતું નથી. માટે હે જીવ! પ્રમાદ ન કર. જરા પ્રાપ્ત થયા પછી કોઈનું શરણ રહેશે નહીં તેનો વિચાર કર. જે પ્રમાદી લોકો હિંસા કરે છે અને ઈન્દ્રિયોને વશ રાખી શકતા નથી તેઓ કોને શરણે જશે? જેમ કોઈ ચોર ખાતર પાડતા પોતે જ ખોદેલી ભીંત તૂટી પડવાથી તેમાં દટાઈ જાય છે, તેમ છે લોકો ! તમારા પોતાના જ કર્મોથી દટાઈને કર્મ-ફળ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. (ગા. ૧ થી ૩). સંસારને વિષે મનુષ્યો પોતાના અર્થે કે પારકાના અર્થે જે કાંઈ કર્મો કરે છે તેના ફળ તો તેને પોતાને જે ભોગવવા પડે છે અને તે સમયે જે સગાસંબંધી માટે પાપકર્મ બાંધ્યા હોય તેઓ બચાવવા આવશે નહીં. વિત્ત અથવા દ્રવ્યથી આ લોકમાં કે પરલોકમાં પ્રમાદી પુરૂષ પોતાનું રક્ષણ કરી શકતો નથી. सुत्ते-सुयावि पडीबुद्ध जीवी न वीससे पंडिये आसुपने । घोरा मुहुत्ता अबलं सरिरं भारंड परवी वचरेडप्पमत्ते ।। (६) મૂર્ખ લોકો નિદ્રામાં પડેલાં છે, પરંતુ વિવેકી પુરૂષ જાગૃત રહે છે. કારણ કે કાળ ભયંકર છે અને (તેની પાસે) શરીર નિર્બળ છે. માટે હે જીવ! ભારડ પક્ષીની માફક સદા જાગૃત – પ્રમાદરહિત રહે. (ગા. ૬) જેમ કેળવાયેલ અશ્વ યુદ્ધમાં શત્રુને જીતીને આવે છે તેમ જે સાધક યુવાનીમાં અપ્રમત્ત રહીને વિચરે છે તે જલદીથી મોક્ષે જાય છે. “પૂર્વકાળમાં (યુવાનીમાં) અપ્રમત્વ પ્રાપ્ત થયું નથી, હવે ઉત્તરાવસ્થામાં થશે” એવો તર્ક તો જેને શાશ્વત આયુષ્યની ખાતરી હોય તેજ કરે. યાદ રાખો કે જેમ જેમ આયુષ્ય વધતું જાય છે અને મરણકાળ નજીક આવતા જાય છે તેમ તેમ (આવા પ્રમાદી મનુષ્યોને) દુઃખ વધતું જાય છે. (ગા. ૭ થી ૯) ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ मुहुं मुहुं मोहगुणो जयन्तं अणेगरुवा समणं चरं तं । फाँसा फुसन्ती असमंजसं च न तेसि भिक्खू मणसापउस्से ।। (११) • અર્થાત્, જે શ્રમણ વારંવાર મોહની કર્મની જીતે છે અને સંયમ માર્ગે વિચરે છે તેને વિવિધ પ્રકારના વિઘ્નો નડે છે. પરંતુ તેથી ખિન્ન થયા વિના પોતાના પ્રયત્નોમાં અચલ રહે છે. (ગા. ૧૧) 2010_03 મંદ સ્પર્શો બહુ લોભાવનારા હોય છે. તેમાં મન ન જવા દેવું, ક્રોધને દબાવવો અને અભિમાનને દૂર કરવું તથા લોભને છોડી દેવો. જેઓ રાગદ્વેષથી જકડાયેલા છે તેનાથી અલગ રહી શરીરના અંત સુધી જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખવી. (ગા. ૧૨-૧૩) ✰✰✰ ઉત્તરાધ્યયન ૫૯ A સાર Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૦ એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો નોંધ : આ અધ્યયનમાં શરૂઆતમાં જ મનુષ્ય જીવનને ઝાજ્ઞા પાન સાથે સરખાવ્યું છે અને તેની ક્ષણિક્તા ઉપર ભાર મૂકીને શ્રી ભગવાને તેમના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમને કહ્યું, ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ શીશ નહીં, કારણ કે ગઈ ક્ષણ પાછી આવવાની નથી અને આ જીવન ઘણું ક્ષણભંગુર છે” એટલે વસ્તુત: આ અધ્યયન પણ અપ્રમાદ માટેનું જ છે. “સમાં જોય ના વાવ” એ સૂત્ર ધ્વનિ છે. અધ્યયન ૧૦ : દ્રુમ પત્ર - ગૌતમને ઉપદેશ અધ્યયન સાર જેમ વૃક્ષનું પાકું પાન રાત્રીદિવસ થવાથી ધરતી ઉપર ખરી પડે છે, જેમ કુશાગે રહેલ જલબિંદુ ક્ષણમાત્રમાં ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવન પણ ક્ષણિક જ છે, માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. इइ इत्तरियम्मि आउए जीवियए बहु पच्चवायए | વિઠ્ઠmહિ ર પુરેbs, રમવું જોમ ! મા પમાયણ II (૩) दुल्लहे खलु माणुसेभवे, चिरकालेण वि सवपाणिणं । गाढाय विवाग कम्मुणो समयं गोयम ! मा पमायऐ ।। (४) જીવન ક્ષણિક તો છે જ પરંતુ અનેક વિઘ્નોવાળું પણ છે અને લાંબે કાળે પણ મનુષ્યભવ મળવો દુર્લભ છે. માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. (ગા. ૧ થી ૪) પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વી-ઈન્દ્રિયકાય તે દરેકમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને એજ ગતિમાં હજારો વર્ષ રહેવું પડે છે. (જ મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવે છે) માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૦ ૬૧ કરીશ નહીં. (ગા. ૫ થી ૧૦) કદાચ મનુષ્યભવ પ્રાપ્ત થાય તો પણ આ આર્ય દેશમાં જન્મ થવો દુર્લભ છે, તે મળે તો પણ સંપૂર્ણ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તો પણ શુદ્ધ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કદાચ તેવું શ્રવણ કર્યું તો પણ તેમાં શ્રદ્ધા થવી દુર્લભ છે અને કદાચ તેવી શ્રદ્ધા થાય તો પણ તે પ્રમાણેનું ચારિત્ર્ય ઘડતર મુશ્કેલ છે. માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. જયારે તારું શરીર જરાયે કરી ક્ષીણ થશે ત્યારે તારી બધી શક્તિઓ ઓછી થશે અને વિવિધ રોગો થશે. જેમ કમલપત્ર જલિબંદુનો સ્પર્શ કરતું નથી તેમ તું સ્નેહબંધનને ત્યજી દે. ધન અને ભાર્યાનો ત્યાગ કરીને તે સાધુત્વ ગ્રહણ કર્યું છે તો પછી જે કામભોગનું તે વમન કર્યું છે તેનો ફરીથી અંગીકાર કરીશ નહીં. તું હમણાં મોક્ષ માર્ગે વિચરે છે તેમ જાણીને હે ગૌતમ કદી પ્રમાદ કરીશ નહીં. હે ગૌતમ! તું સંસાર સમુદ્રને તરી ગયો છે. હવે કાંઠે આવીને શા માટે અટકી ગયો છે? ત્વરાથી ભવપાર ઉતરી જા, પ્રમાદ કરીશ નહીં. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૦ આત્મસ્થિતની સનાથતા અધ્યયન ર૦ : મહાનિશીય - અનાથતા મગધ સમ્રાટ શ્રેણિક (બિંબિસાર) એક વખત વિહારયાત્રાએ નીકળ્યા ત્યારે ઉદ્યાનમાં એક ઝાડ નીચે એક કાંતિવાન અને પ્રભાવંશાળી યુવાન સાધુને સમાધિમાં બેઠેલા જોયા. આવા તેજસ્વી પુરૂષને આવી યુવાન વયમાં જ સંસારનો ત્યાગ કરેલ જોવાથી કુતુહલવશ શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે સંસાર ભોગવવાની આ વયે આપ શા કારણથી પ્રવ્રજિત થયા છો? મુનિએ કહ્યું, “મહારાજ ! મેં પ્રવ્રજ્યા લીધી કારણ કે હું “અનાથ” છું.” શ્રેણિકે કહ્યું, “આપના જેવા તેજસ્વી પુરૂષ અનાથ હોય તે કેમ બને? ચાલો, હું તમારો હાથ ઝાલીશ. સંસારમાં પાછા આવો.” મુનિએ કહ્યું, “રાજન ! તમો પોતે જ અનાથ છો ત્યારે તમો બીજાના નાથ કેવી રીતે થશો?” આવા વચન સાંભળી શ્રેણિક વિસ્મય પામ્યા. કહ્યું, “મહારાજ! હું મગધનો સમ્રાટ. હું ઐશ્વર્ય સંપન્ન – હું અનાથ?” મુનિ કહે, “રાજન ! તમે “નાથ” શબ્દનો ખરો અર્થ જાણતા નથી. તમને મારી વાત સાંભળો તો ખાતરી થશે.” (ગા. ૧ થી ૧૩) કૌશાંબી નામના નગરમાં મારા પિતા રહે છે, જે અઢળક સંપત્તિવાળા છે. મારી આંખોમાં ભયંકર પીડા થઈ અને આખા શરીરે અસહ્ય દાહ ઉપડ્યો. મારા ઉપચાર માટે મારા માતાપિતાએ પુષ્કળ પ્રયત્નો કર્યા, શ્રેષ્ઠ વૈદ્યો પાસે મારી ચિકિત્સા કરી, મંત્રોચ્ચાર કર્યા. મારા ભાઈઓ, મારી સ્ત્રી અને મારા બધા સગાવહાલાઓએ રાતદિન મારી અથાગ સેવા કરી, મારા પિતા મને સાજો કરવા માટે પોતાનું બધું ધન ખર્ચ કરવાને તૈયાર હતા. પરંતુ આમાનું કાંઈ પણ મને સાજો કરી શક્યું નહીં. મારું દુઃખ તો વધતું જ ચાલ્યું. મારી આ અનાથતા હતી. ધન, વૈભવ, શ્રેષ્ઠ વૈદ્યો, પ્રેમાળ સગા કોઈ મને કામ આવી શક્યું નહીં. મને વિચાર આવ્યો કે આ અંત વિનાના સંસારમાં વિપુલ વૈભવ અને ભૌતિક સુખસંપત્તિ અને સ્નેહ મને મારા દુઃખમાંથી છોડાવી શકતા નથી. માટે આ શારીરિક પીડામાંથી જ મુક્ત થાઉં તો આ બધી ક્ષણિક વસ્તુઓનો ત્યાગ કરી જન્મ-મરણના આ સંસારચક્રમાંથી મુક્તિ મેળવી પ્રવ્રયા લઉં. આવો નિર્ણય કરી રાત્રે હું સૂઈ ગયો. સવારે જાગ્યો ત્યારે મારી બધી વેદના દૂર થઈ ગઈ અને પૂર્વે નિર્ણય કર્યા મુજબ મેં ઉતરાયયન - સાર 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૦ પ્રવ્રજ્યા લીધી. હવે હું અનાથ મટીને મારો પોતાનો તેમજ બીજા સ્થાવર જંગમ પ્રાણીઓનો નાથ થયો છું. કારણ કે હું આત્મસ્થિત છું. હવે મને ખાતરી થઈ છે કે, अप्पा नई वेयरणी, अप्पा मे कूड सामली । અપ્પા હ્રામવુદાદેનુ અપ્પા મે સંતનું વળ|| (રૂ૬) અર્થાત્, મારો આત્મા એજ વૈતરણી નદી સમાન છે, એજ શાલ્મલી વૃક્ષ છે, એજ કામદુધા ધેનુ સમાન છે અને એજ નંદનવન છે. (ગા. ૩૬) अप्पाकत्ता विकत्ताय दुक्खाण सुहाणय । અમ્મા મિતનમિત્તે હૈં, ટુટિી સુપટિો || (૩૯) ૬૩ અર્થાત્, એજ આત્મા સુખ અને દુઃખનો કર્તા અને અકર્તા છે અને સદાચારથી વર્તે તો મિત્ર સમાન છે, જ્યારે દુરાચારથી વર્તે તો શત્રુ સમાન છે. (ગા. ૩૭) નોંધ : આ પછી ગા. ૩૮ થી ૫૩ આવે છે તે મો. જેકોબી તથા શ્રી ગોપાલદાસ પટેલના મત મુજબ મૂળ અધ્યયનના પ્રસંગથી જુદી પડે છે. તેથી તે પાછળથી ઉમેરાયેલ હોવાનો સંભવ છે. તે ગાથાઓ દીક્ષાગ્રહણ કર્યા બાદ જે સાધુ પ્રમાદ વશ થઈ પંચ મહાવ્રત બરાબર પાળતો નથી તેને અનુલક્ષીને છે. જો કોઈ સાધુ ચિરકાળ સુધી મુંડન કરે અને શરીરને કલેશ ઉપજાવે પરંતુ તપનિયમથી ભ્રષ્ટ થાય, સામુદ્રિક વિદ્યા, સ્વપ્ર વિદ્યા, નિમિત વિદ્યા, નજરબંદી, મંત્રતંત્ર આદિ સેવીને આજીવિકા કરે તેને કોઈનું શરણ મળતું નથી. જે સાધુ મનગમતું ભોજન માગે, અમુક ઘરેથી જ નિત્ય ભોજન વહોરે તે ભ્રષ્ટ થઈને દુર્ગતિને પામે છે. જે સાધુ સંયમરૂપી ઉત્તમ માર્ગને વિષે વિપરીત વર્તે છે તે આ લોક અને પરલોકના સુખથી ભ્રષ્ટ થાય છે. જે સર્વોત્તમ સંયમ પાળે છે, જેણે સર્વ આસવોને રૂંધ્યા છે, જેણે આઠ કર્મને ખપાવ્યા છે તે વિપુલ, ઉત્તમ અને નિશ્ચલ મુક્તિને પામે છે. (ગા. ૪૧-૪૫૪૯-૫૨) આ ઉપદેશ સાંભળીને શ્રેણિક સંતુષ્ઠ થયા અને કહ્યું કે અનાથત્વ શું તેનું આપે મને બરાબર દર્શન કરાવ્યું છે. આપ પોતે સનાથ છો અને અનાથના નાથ છો. (ગા. ૫૫-૫૬) 2010_03 ઉત્તમ પ્રયત્ન - સાર Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રમણાચારનો પ્રકાર નોંધ : આ અધ્યયનની પશ્ચાત્ ભૂમિકા અને તેનું ઐતિહાસિક મહત્ત્વ શું છે તે બાબતનો ઉલ્લેખ ઉપોદ્ઘાતમાં ર્યો છે, તેથી અહીં તેનું પુનરૂચ્ચારણ નથી . શ્રી કેશી મુનિએ શ્રી ગૌતમ સાદો ચતુર્યામ અને પંચશીલ બાબત તથા સાધુએ દિગંબર અવસ્થામાં રહેવું જોઈએ કે વસ્ત્ર પહેરવા જોઈએ તે બાબત ચર્ચા રેલ અને તત્કાલિન શ્રમણાચાર ક્યા પ્રકારનો હતો તે બાબત પણ પ્રશ્નોત્તરી થયેલ જે ઘણા અગત્યના વિષયો હોઈને અહીં તેનો ઉલ્લેખ રેલ છે. અધ્યયન ૨૩ : કેશી-ગૌતમ સંવાદ શીગૌતમીય) અધ્યયન સાર કેશી : મહામુનિ શ્રી પાર્શ્વનાથ ભગવાને ઉપદેશેલા ધર્મમાં ચાર મહાવ્રતોનો સ્વીકાર કરેલો છે. જ્યારે શ્રી વર્ધમાન ભગવાને પાંચ મહાવ્રતોનો ઉપદેશ કરેલો છે. બંને એક જ કાર્યને વિષે ઉદ્યત હોવા છતાં આવો મતભેદ શાથી થયો ? અધ્યયન-૨૩ ગૌતમ : બુદ્ધિ વડે ધર્મનું રહસ્ય પારખી શકાય છે. પ્રથમ તીર્થંકરના સમયના મનુષ્યો સરળ પ્રકૃતિના પરંતુ જડ બુદ્ધિના હતા. વચ્ચેના સમયના જીવો સરળ અને પંડિત હતા. જ્યારે છેલ્લા તીર્થંકરના સમયના જીવ વક્ર અને જડ બુદ્ધિના હતા. આથી પ્રથમ તીર્થંકરના સમયના સાધુઓને ધર્મ સમજવો મુશ્કેલ હતો અને છેલ્લા તીર્થંકરના સમયના સાધુઓને ધર્મ પાળવો મુશ્કેલ હતો. પરંતુ વચ્ચેના સમયના સાધુઓને ધર્મ સમજવો તેમજ પાળવો તે બંને સરળ હતા. (તેથી આ ફેરફાર વર્ધમાને કર્યો.) કેશી : હે ગૌતમ, આપ પ્રજ્ઞાવાન છો. મારો સંશય દૂર થયો છે. બીજો સંશય એ છે કે શ્રી વર્ધમાન ભગવાને ‘અચેલ’ (વસ્રરહિત) રહેવાનો ઉપદેશ સાધુઓને આપેલ છે જયારે ભગવાન પાર્શ્વનાથે વસ્ત્ર પહેરવા ફરમાન કરેલ છે. આવું શાથી ? ગૌતમ : આ બધા બાહ્ય સાધનો બાહ્ય લક્ષણો – લોકો તેમને ઓળખી શકે 2010_03 ઉત્તરાધ્યયન માર Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૩ તે માટે આપવામાં આવેલ છે. પરંતુ તીર્થકરોની તો એવી આશા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષના સાધન છે. આવા બાહ્ય લક્ષણો નથી. (ગા. ૧૮ થી ૩૩) કેશી : હે ગૌતમ ! હજારો શત્રુઓની વચમાં તમે ઉભા છો, તેઓ તમારા ઉપર હુમલો કરે છે તેને આપ શી રીતે જીતી શક્યા છો? ગૌતમ : એકને જીતવાથી પાંચને જીતી શકાય છે અને પાંચને જીતવાથી દસને જીતી શકાય છે અને આ દસને જીતવાથી સર્વ શત્રુઓને જીતી શકાય છે. એટલે કે એક આત્માને જીતવાથી પાંચ કષાયો – કામ, ક્રોધ, માન, માયા અને લોભને જીતી શકાય છે. (ગા. ૩૫-૩૬). કેશી : હે ગૌતમ ! આપ “બંધન' (પાશ) કોને કહો છો? ગૌતમ : રાગ, દ્વેષાદિ અતિ તીવ્ર પાશ છે અને પુત્ર, કલત્ર આદિના સ્નેહપાશ અતિ ભયંકર છે. (ગા. ૪૧ થી ૪૩) કેશી : અંતર-દ્ભયને વિષે એક લતા ઉત્પન્ન થાય છે. જેના ફળ ઘણા વિષમય છે તે શું છે? ગૌતમ : ભવ-તૃષ્ણા (જીજીવિષા) રૂપી આ લતાના ફળ દુષ્કર્મો છે તેને મૂળમાંથી જ છેદી નાંખવી જોઈએ. (ગા. ૪૫ થી ૪૭) કેશી : એક ઘોર ‘અગ્નિ આ સંસારમાં સળગી રહ્યો છે જે જીવનને બાળે છે તે શું છે? ગૌતમ : કષાયો અગ્નિરૂપ છે અને જ્ઞાન, શીલ તથા તપ જળરૂપ છે. તેની ધારાએ સીંચાયેલ અગ્નિ ઓલવાય છે. (ગા. ૫૦ થી ૫૩) કેશી : એક દુષ્ટ અશ્વ માણસને ઉન્માર્ગે લઈ જાય છે તે શું છે? ગૌતમ : “મન” આ દુષ્ટ અશ્વ છે. તેને ધર્મ શિક્ષારૂપી લગામથી વશ કરાય છે. (ગા. પ૫ થી ૫૮) કેશી : મહા જળપ્રવાહથી ઘસડાતા પ્રાણીઓને બચાવવા કોઈ સ્થાનક છે? તે પ્રવાહ અને સ્થાનક શું છે? ગૌતમ : જરા અને મરણ એ જળપ્રવાહ છે અને ધર્મરૂપી મહાદ્વીપ છે તે આધારરૂપ સ્થાનક છે. કેશી : આ સંસાર-સાગરના પ્રવાહમાં એક નાવ પરિભ્રમણ કરે છે તે ઉપર ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આરૂઢ થઈને સમુદ્રનો પાર શી રીતે પમાય ? ગૌતમ : આ શરીર નાવરૂપ છે, જીવ નાવિક છે અને સંસાર સમુદ્ર છે. જેને લઈને છિદ્રોરહિત નાવવાળા મહર્ષિઓ પાર પામે છે. (ગા. ૭૦ થી ૭૩) કેશી : હે ગૌતમ ! પ્રાણીઓ શારીરિક અને માનસિક દુઃખોથી પીડાય છે. તેમને માટે કલ્યાણકારી સ્થાનક શું છે ? : તે છે ગૌતમ ઃ તે સિદ્ધિનું સ્થાનક છે જે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ તે શાશ્વતુ અને સંસારપ્રવાહનો અંત લાવનાર છે. (ગા. ૮૦ થી ૮૪) કેશી : હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવંત છો. મારો સંશય દૂર થયો છે. ✰✰✰ 2010_03 ઉત્તરાધ્યયન . સાર અધ્યયન-૨૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-33 તું જ તારો મિત્ર કે શત્રુ નોંધ ૧ : જૈન દર્શન પ્રમાણે આત્મા તેની નિર્ભેળ અને નિર્લેપ સ્થિતિમાં સર્વ શક્તિમાન અને સર્વદર્શી છે. પરંતુ પૌોલિક સંસર્ગને લઈને તેની શક્તિ વિવિધ રીતે ઢંકાઈ ગયેલ છે. આ પૌોલિક સંસર્ગ કપાજિત છે. જે પ્રકારના કર્મો તે પ્રકારે આત્મશકિતનું આવરણ અને તે પ્રકારે જીવનમાં દુઃખ-સુખના પ્રસંગો ઉપજાવતી સાંસારિક ઘટનાઓ. સંસારમાં કોઈ પણ પ્રસંગ કે વસ્તુ કારણ વિના બનતી જ નથી અને દરેક કારણ કોઈ જ્ઞાત અગર અજ્ઞાત કાર્યનું જ પરિણામ હોય છે. તે કાર્ય – સારું કે નરસું ફક્ત આત્માની ચેતન શક્તિથી જ થાય છે. આથી તો ઘનિકોએ કહ્યું કે તારો મિત્ર કે શત્રુ તારો જ આત્મા છે અને તારું ભવિષ્ય તારા જ હાથમાં છે. કોઈ બાહા શક્તિના હાથમાં નહીં. ર્મના આ સિદ્ધાંતમાં લેઈ અપવાદ નથી. તીર્થકોના જીવને પણ તે સિદ્ધાંત તેટલો જ લાગુ પડેજેટલો વનસ્પતિના જીવને લાગુ પડે માટે ર્મ શું છે, આત્મિક શકિત ઉપર તેનું આવરણ ક્વી રીતે અને શા માટે થાય છે તેનું આ અધ્યયનમાં વિશ્લેષણ છે. નોંધ ૨ : આપણે જોયું કે આત્મશક્તિની સંપૂર્ણ ખીલવણી માટે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની જરું રહે છે. બીજા શબ્ધમાં કહીએ તો જેટલે અંશે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખામી તેટલે અંશે આત્મશકિતનો પ્રભાવ ઓછો. જીવ વિવિધ પ્રકારના કર્મ પરમાણુઓ ગ્રહણ કરે ત્યારે તે પરમાણુઓ જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસને અવરોધ કરે છે. આ પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખીને હવે આ અધ્યયનની ગાથાઓ જોઈએ. અધ્યયન ૩૩ : ર્મ પ્રત અધ્યયન સાર ભગવાને કહ્યું, જે કર્મોથી બંધાયેલ જીવ સંસારમાં પરિવર્તન કરે છે તેના આઠ પ્રકાર છે : (૧) જ્ઞાનાવરણીય (સમ્યક જ્ઞાનને અવરોધનારા કર્મ), (૨) દર્શનાવરણીય (સમ્યફ દર્શનને અવરોધનારા), (૩) વેદનીય (શાતા-અશાતા ઉપજાવનાર), (૪) મોહનીય (જેનાથી આત્મા મોહ પામે), (૫) આયુષ (જેના ઉદયથી દેવ, મનુષ્ય, ઉત્તરાધ્યયન - સર 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અધ્યયન-33 તિર્યંચ અને નરક ગતિમાં જવું પડે), (૬) નામ (જના ઉદયથી જીવની ગતિ, શરીર, આકૃતિ અને વર્ણ નક્કી થાય), (૭) ગોત્ર (જના ઉદયથી ઉચ્ચનીચ ગોત્રમાં જન્મ થાય), (૮) અંતરાય (જેના ઉદયથી ભોગ ઉપભોગમાં અંતરાયો ઉભી થયા કરે). નોંધ : આ રીતના આઠ પ્રકારના કર્મોના પેય પ્રકારો છે તેની વિગતમાં અત્રે ઉતરતા નથી. પરંતુ કર્મના આ આઠ પ્રકારો દરેક જીવની મૂળ પ્રકૃતિ સાટો બંધાયેલ હોઈ તેને “પ્રકૃતિબંધ' વ્હેવાય છે. શ્રી ગોપાલઘસભાઈ પટેલ તેમના પુસ્તમાં ર્મ બંધનોને ચાર વિભાગમાં નીચે મુજબ વર્ણવે છે. “જીવ ર્મ પરમાણુઓ ગ્રહણ ક્યું છે તે વખતે જ તેઓમાં નીચેનાં ચાર અંશો નિર્માણ થાય છે. (૧) જ્ઞાનને આવૃત કરવાનો કે દર્શનને અટકાવવાનો કે સુખદુ:ખ અનુભવવાનો વગેરે સ્વભાવ – તેને પ્રકૃતિ-બંધ’ ધે છે. (૨) તે સ્વાભાવથી અમુક વખત સુધી ગ્રુત ન થવાની ાલ મર્યાય – તેને “સ્થિતિ બંધ” કહે છે. (૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા, મંતi આદિપણે ફલાનુભાવ રાવનારી વિશેષતાઓ બંધાય છે તેને‘અનુભાવ બંઘ' ધે છે. (૪) સ્વભાવદીઠ તે પરમાણુઓ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે તેને પ્રદેશ બંધ” છે. આ અધ્યયનમાં દરેક પ્રકારના કર્મની લાંબી કાળસ્થિતિનું વર્ણન છે અને છેવટે ગા. ર૫ માં કહે છે : तम्हा ओसिं कम्माणं अणुभागे वियाणिया । ओओसिं संवरे चेव खवणेय जो बुहे तिबेमि ।। (र५) અર્થાત્, માટે ઉપર કહેલા આઠ કર્મના અનુભાગને સંસારના કારણરૂપ જાણી પંડિતોએ તેનો ક્ષય કરવાનો યત્ન કરવો. (ગા. ૨૫) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૬ મમત્વ રહિત વિચારો અધ્યયન ૬ : ક્ષુલ્લક નિગ્રંથ અજ્ઞાની અને મૂઢ મનુષ્યો આ સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, પરંતુ જ્ઞાની પુરૂષ પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ સ્થાપી એમ વિચારેછે કે માતા, પિતા, ભ્રાતા, ભાર્યા અને પુત્રાદિ જ્યારેહું મારા કર્મોના ફળ ભોગવતો હોઈશ ત્યારે મારું રક્ષણ કરવાને સમર્થ નથી. આમ સમજી બુદ્ધિમાન પુરૂષ મિથ્યાત્વ અને મોહને ત્યાગે છે. (ગા. ૧ થી ૪) આ જ રીતે તમામ પ્રકારની મિલકત, ધાન્ય કે અલંકારો પણ કર્મ-જન્ય દુઃખથી મુક્તિઅપાવવાને શક્તિમાન નથી. પોતાની માફક અન્ય જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલો આત્મા કોઈ પણ પ્રાણીઓના પ્રાણોને ન હશે. (ગા. ૬-૭) કેટલાક લોક બંધ-મોક્ષની વાતો કરે છે અને માને છે કે જ્ઞાનથી જ મુક્તિ મળે છે, પરંતુ કાર્યમાં કાંઈ મુકતા નથી. તેઓ ખાલી આડંબરથી જ પોતાના આત્માને છેતરે છે. અનેક પ્રકારનું ભાષાજ્ઞાન કે કોરી પંડિતાઈ મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકે ! (ગા. ૧૦-૧૧) વિવેકી પુરૂષે કર્મ-બીજનો વિચાર કરીને સંયમી બની નિર્દોષ ભોજન અને પાણી ગ્રહણ કરવા, લેશમાત્ર પણ સંગ્રહ કરવો નહીં અને જેમ પક્ષી પાંખને સાથે લઈને જ ફરે છે તેમ સંયમી મુનિ પણ મમત્વ રહિત થઈને વિચરે તેમ ભગવાન મહાવીરે કહ્યું છે. (ગા. ૧૬ થી ૧૮) 2010_03 $ ✰✰✰ ઉત્તરાધ્યયન - સાર Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ કર્મફળના દૃષ્ટાંતો નોંધ : આ અધ્યયન કર્મ-ફળના ષ્ટાંતોથી ભરપૂર છે. અધ્યયન ૭: એલક– મેંઢ અધ્યયન સાર માંસાહારી પરોણાને તૃપ્ત કરવા પાળેલા મેઢાને જવ, મગ, મઠ વગેરે સારો આહાર આપી પુષ્ટ કરવામાં આવે છે. પરંતુ પરોણા આવે ત્યારે તેને કાપીને તેનું વધેલું માંસ ઉપયોગમાં લેવાય છે. તેજ રીતે મૂર્ખ અજ્ઞાની માણસ જીંદગી આખી હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, કામસુખ અને આરંભ પરિગ્રહમાં રચ્યોપચ્યો રહી પાપથી પુષ્ટ થાય છે પરંતુ મૃત્યુ જેમ નજીક આવે છે તેમ દુઃખી થાય છે અને પાપ કર્મોના પરિણામે નરકની યાતનાઓ ભોગવે છે. જેમ એક યાત્રિકે એક કોડી માટે હજાર સુવર્ણમહોરો ગુમાવી અને જેમ એક રાજા એક આમ્રફળ ખાવાથી પોતાનું આખું રાજ્ય હારી ગયો તેમ અજ્ઞાની મૂર્ખ નાના કામભોગોમાં રાચ્યો રહીને સારી જીંદગી દુઃખમાં વિતાવે છે અને પુણ્ય પ્રાપ્ત કરીને જે દૈવી સુખ મેળવી શકાય તે પણ ગુમાવે છે. (ગા. ૧ થી ૧૨) નોંધ : યાત્રિની વાત એવી છે કે તે હજાર સુવર્ણમહોરો લઈ યાત્રાએ નીકળેલ ત્યારે તેમાંથી એક મહોર રસ્તાના ખર્ચ માટે વાવી. તેમાંથી એક કોડી અમુક ગ્યાએ ભુલી ગયો અને આગળ ગયો ત્યારે તે કોડી યાદ આવી, તે લેવા તે પાછો ફર્યો પરંતુ સાથે બાકીની મહોરો ફેરવવી ન પડે તે માટે તે એક જગ્યાએ ખાડો ખોદીને ઘટી દીધી. ખોવાઈ ગયેલ ોડી લઈને પાછો આવ્યો ત્યારે બાકીની ઘટેલી મહોરો ત્યાંથી કોઈ બીજી વ્યક્તિ લઈ ગયેલ તેટલી તે બધી ગુમાવવી પડી. એક કોડીને ખાતર બધી મહોરો ગુમાવી. રાજાની વાત એવી છે કે ઘણી કેરી ખાવાથી તેને સખત મરડો થયો ત્યારે સારવાર રનાર વેધે તેને ભવિષ્યમાં એક પણ કેરી ખાવી નહીં તેવી સલાહ આપી હતી છતાં તે સંયમ રાખી શકયો નહીં અને એક કેરી ખાધી. પરિણામે ફરી સખત મરડો થયો અને જાન ખોયો. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ અધ્યયન સાર ત્રણ વેપારી વિષેની કથા પણ તેવી જ છે. તે ત્રણે પુંજી લઈને વેપાર કરવા નીકળ્યા તો તેમાંના એકે લાભ મેળવ્યો, બીજો મુળ રકમ બચાવીને પાછો આવ્યો અને ત્રીજાએ તો તમામ મુડી ગુમાવી. મનુષ્યભવ પુંજીરૂ૫ છે. તેનો સારો અને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ થાય તો ઉંચી ગતિને પામે અને કોઈ, બીજા વેપારીને પેઠે સામાન્ય મનુષ્યત્વથી આગળ વધી શક્તા નથી. પરંતુ કોઈ તો જીવનને નિષ્ફળ બનાવી મનુષ્યત્વ હારી બેસે છે. મનુષ્યના અતિ અલ્પ આયુષ્યમાં કામભોગ તો ડાભના અગ્રભાગ ઉપર રહેલ જળબિંદુ જેટલું પણ ટકી શકતા નથી છતાં મનુષ્ય જન્મનો લાભ મેળવી લેવાને બદલે તેને વેડફી નાંખવાનું ક્યો મૂર્ખા ઈચ્છે? ' અરે ! આ મૂર્ખ અને પેલા બુદ્ધિશાળી માણસની તુલના તો કરો ! એક અધર્મનો અંગીકાર કરે છે અને નર્ક યાતના પામે છે, બીજો ધર્મનો અંગીકાર કરી દેવ ગતિને પામે છે ! આથી ડાહ્યો પુરૂષ મૂર્ણની મૂર્ખાઈ અને બુદ્ધિશાળીની બુદ્ધિની તુલના કરી બુદ્ધિપૂર્વક વર્તે છે. (ગા. ૧૩ થી ૩૦) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અધ્યયન-૧૩ કર્મફળની અનિવાર્યતા નોંધ : ર્મફળ અનિવાર્ય રીતે ભોગવવા જ પડે છે તે દર્શાવતી આ વાત બે હરિજન ભાઈઓની છે. તે ભાઈઓના નામ ચિત્ત અને સંભૂતિ હતા. બંને વચ્ચે એવો પ્રબળ પ્રેમ હતો કે પાંચ જન્મો સુધી સાથે જ જમ્યા અને જીવ્યા પરંતુ કર્મબળે છઠ્ઠા ભવમાં પૃથક પૃથક ઉત્પન્ન થયા અને ત્યારથી તેમનો જીવનક્રમ અને સાધના સ્થિતિ બદલાઈ ગયા. ભૌતિક પ્રેમ તેમને કાયમ માટે સાથે રાખી શક્યો નહીં. ચિત્ત અને સંભૂતિના ભવમાં તેઓ એક ચંડાલને ત્યાં કશી નગરીમાં જન્મ્યા. તે નગરીમાં નમુચિ નામનો પ્રધાન મહાન સંગીતશાસ્ત્રી હતો પરંતુ તેવો જ મહાન વ્યભિચારી હતો. તે વ્યભિચાર તેણે રાજ અંતઃપુરમાં કર્યો તેથી રાજાએ તેને મોતની સજા કરી. તે સજાનો અમલ કરવાનું ચિત્ત-સંભૂતિના જંગલ પિતાના હાથમાં હતું, તેને નમુચિની દયા આવી તેથી બચાવી લીધો અને પોતાને ત્યાં ગુપ્તવાસમાં રાખ્યો. તેણે ચિત્ત અને સંભૂતિને સંગીતવિદ્યામાં પાવરધા કર્યા. બંને ભાઈઓ પોતાની સંગીત શળતા થી ઘણા લોકોને આકર્ષવા લાગ્યા. પરંતુ તેઓ ચંડાલ કુળના છે તેમ જયારે લોકો જાણતા ત્યારે તેનું ઘોર અપમાન કરી હેરાન તા. આવી અપમાનિત સ્થિતિથી ત્રાસી જઈ બંને ભાઈઓએ આપઘાત કરી મૃત્યુને ભેટવાનો પ્રયત્ન ર્યો. પરંતુ અણીને સમયે શ્રમણ મહાત્માએ તેમને બચાવ્યા અને કર્મ, ર્મ-ફળ અને ર્મસિદ્ધિના સિદ્ધાંતો સમજાવ્યા જેને પરિણામે બંને ભાઈઓએ મુનિવ્રત ધારણ કર્યું. બંને મુનિઓ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવી ચડ્યા. તેમની ખ્યાતિ સાંભળી ત્યાંનો રાજા ચક્વત સનતકુમાર રાણી સુનંઘ સાથે તેમના દર્શને ગયો ત્યારે રાણી સુનંદાએ જયારે તેમને નમસ્કાર કર્યા ત્યારે તેણીના વાળની એક લટ સંભૂતિ મુનિના પગે અક્કી. સંભૂતિ ચક્વર્તી રાજા સનતકુમારના વૈભવ અને ઐશ્વર્યથી અંજાઈ ગયેલ અને તે મન:સ્થિતિમાં જયારે રાજાની સુંદર રાણીના શની લટ તેને અક્કી ત્યારે તેનું મન અત્યંત ચંચળ થઈ ગયું અને તેણે મનમાં નિશ્ચય બાંધ્યો કે તેના તપનો પ્રભાવ હોય તો આ જાતનો વૈભવ અને સૌર્યનો ઉપભોગ કરવાનો લાભ તેને પણ મળવો જોઈએ. આ પ્રકારના નિશ્ચયને જેનો “નિયાણું” કહે છે. આ નિયાણાના પ્રભાવે બંને ભાઈઓને કર્મ બંધનમાં ફરક પડ્યો કેમકે ચિત્ત મુનિ તો પોતાના મુનિપણામાં અડગ રહૃા. ‘નિયાણા'ને પ્રતાપે સંભૂતિ બીજા જન્મમાં કપિલપુરમાં રાણીને પેટે જન્મ્યો અને ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૩ બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે મશહુર થયો. ચિત્ત પુરિમતાલ નગરમાં એક શ્રીમંતને ત્યાં ઉત્પન્ન થયો અને ધર્મનું શ્રવણ પ્રાપ્ત થતાં ગૃહત્યાગ ર્યો. વિપુલ સુખ અને ઐશ્વર્યમાં રહેતા ચવર્તી બ્રહ્મદત્તને એક સમયે નૃત્ય સંગીતનો આનંદ માણતા પૂર્વન્મની યાદ આવી અને તે જ્ન્મમાં ભાઈ ચિત્ત સાથે જે પ્રેમમય જીવન ગાળ્યું હતું તેની સ્મૃતિ તાજી થઈ. તેને થયું કે જે ભૌતિક વૈભવ તે પોતે ભોગવી રહ્યો હતો તેમાં તેના બંધુ ચિત્તને પણ ભાગીદાર રવો જોઈએ. આથી તેણે ત્રણ પહ્નો અર્ધ શ્લોક રચ્યો જેમાં અગાઉના પાંચ જ્ન્મો તે અને ચિત્ત સાથે જીવ્યા હતા તેનો ઉલ્લેખ કરી છેલ્લા છઠ્ઠા જન્મ બાબતની પાદપૂર્તિ કરવા પોતાના સારાયે રાજયમાં ઢંઢેરો પીટાવ્યો, જેને પરિણામે જયારે ચિત્ત મુનિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પાદપૂર્તિ કરી ક્યું, “મા નો છઠ્ઠિયા ના અક્રમન્નેન ના વિના ।” (આ આપણો છો જ્ન્મ છે, તેમાં આપણે એક્બીજાથી છૂટા પડ્યા છીએ.) આ રીતે ચિત્ત છતા થયા અને બંને ભાઈઓનો મેળાપ થયો, ત્યારે સંભૂતિના જીવ બ્રહ્મત્તે ચિત્ત મુનિને હ્યું, ભાઈ, હવે તમો મારા સામ્રાજયના અર્ધ હિસ્સેદાર છો અને આ રાજ્ય વૈભવ અને ઐશ્વર્ય તમો પણ ભોગવો. આ સમયે બંને વચ્ચે ભૌતિક સુખ, કર્મફળ અને શીલગુણમાં રત વૈરાગ્યમય ભિક્ષુ જીવનની ઋદ્ધિ-સિદ્ધિ વિશે જે સંવાદ થાય છે તે આ અધ્યાયમાં છે. અધ્યયન ૧૩ : ચિત્તસંભૂતીય - બે હરિજન ભાઈઓ અધ્યયન સાર બંને ભાઈઓ એકબીજાને ઓળખ્યા બાદ પૂર્વ જન્મોની યાદ તાજી કરવા લાગ્યા અને પોતે કરેલ કર્મના ફળરૂપ સુખદુઃખની વાત કરવા લાગ્યા ત્યારે સંભૂતિના જીવ બ્રહ્મદત્તે કહ્યું કે, ‘‘ભાઈ, દરેક શુભાશુભ કર્મનું ફળ મળે જ છે. મારા શુભ કર્મોના ફળરૂપે આ ભવમાં હું સર્વોત્કૃષ્ટ ઋદ્ધિને પામ્યો છું પણ ભાઈ, તારું પણ શું તેમજ છે ? 93 ચિત્ત : ભાઈ, રાજન ! ભોગની ઈચ્છા કરવાથી કર્મ બંધાય છે. તેં નિયાણું કરેલ તેથી તારા તપના ફળરૂપે તને આ ભૌતિક સુખ મળ્યું અને આપણો વિયોગ ઉત્તરાધ્યયન સાર 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪ થયો. (ગા. ૮) સૌ કોઈને પોતાના પુણ્ય કર્મનું ફળ મળે છે. કરેલ કર્મના ફળથી કોઈ છૂટી શકતો નથી. મને પણ મારા પુણ્યનું ફળ મળી ચૂક્યું છે. પણ શીલ ગુણોથી યુક્ત સાધુ પુરૂષોની ગાથા સાંભળીને હું શ્રમણ થયો છું. (ગા. ૯ થી ૧૨) સર્જા સુધિન્ન સાત નાળ ડાળ જૈમ્માન ન મોવ થ્યિ । (ગા. ૯) બ્રહ્મદત્ત (સંભૂતિ) : હે ભાઈ, મારા ધાર્યા પ્રમાણે તારી આ પ્રવ્રજ્યા તને બહુ દુ:ખરૂપ પડતી હશે. તું મારી સાથે મુગ્ધાઓના ગીત, નૃત્ય-નાટ્ય અને આભરણોના ભોગ ભોગવ. ચિત્ત : હે રાજન, સર્વાં વિવિયં નીયં સર્વ ગીત વિલાપ તુલ્ય છે, સર્વાં નટ્ટ વિડંવિયં સર્વ નાટ્ય વિડંબના રૂપ છે, સત્વે આમરળા મારા સર્વ આભરણ ભારરૂપ છે, સત્ને હ્રામા ઢુવા સર્વ કામભોગ દુઃખ જ ઉત્પન્ન કરવાવાળા છે. હે રાજન, કામભોગ બાળકને અને મૂર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. માટે અશાશ્વત કામભોગોને છોડીને મોક્ષદાતા ચારિત્ર ધર્મ અંગીકાર કરો. જેમ સિંહ મૃગને પકડી જાય છે તેમ કાળ મનુષ્યને લઈ જાય છે ત્યારે માતા, પિતા, બાંધવ કોઈ તેને બચાવી શકતું નથી અને તેના દુઃખમાં તે કોઈ ભાગ પડાવી શકતું નથી. કારણ કે કર્મના ફળ તે કર્મ કરનારને જ ભોગવવા પડે છે – ત્તારમેવમ્ અનુનાફ મ્નમ્ | બ્રહ્મદત્ત (સંભૂતિ) : હે ભાઈ, તમો જે કહો છો તે હું પણ સારી રીતે સમજું છું. પરંતુ મારા જેવા અજ્ઞાનીથી ધર્મમાં અંતરાય કરનારા આ ભોગવિલાસ છોડી શકાતા નથી . નાનમાળા વિનં ધમ્મ ગમ ભોગેસુ મુઠ્ઠિયો । ધર્મ શું છે તે હું જાણું છું છતાં કામભોગમાં આસક્ત રહું છું. જેમ કાદવથી ભરેલ જગ્યામાં ખેંચાયેલ હાથી કાંઠો નજરે દેખાવા છતાં કાદવમાંથી બહાર નીકળી શકતો નથી તેમ કામભોગમાં ખેંચાયેલા અમે ધર્મ શું છે તે જાણવા છતાં તેમાંથી નીકળી શકતા નથી. ચિત્ત : હે રાજન, કાળ ત્વરાથી વહે છે અને મનુષ્યના કામભોગ અનિત્ય છે. આથી કામભોગ છોડવાને તું અશક્ત હો તો ઉત્તમ કાર્યો કર અને સર્વ જીવો ઉપર અનુકંપા રાખ. હું તો તારી આજ્ઞા માંગીને જાઉં છું. આ રીતે સર્વોત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળનાર મહર્ષિ ચિત્ત કામભોગથી વિરક્ત રહીને સિદ્ધ ગતિને પામ્યા. (ગા. ૧૪ થી ૩૩) ✰✰✰ 2010_03 ઉત્તરાધ્યયન - અધ્યયન-૧૩ સાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અદાયન-૩૦ કર્મક્ષયનો માર્ગ નોંધ : ઉપર અધ્યયન ૩૩, ૬, ૭ અને ૧૩માં કર્મના સિદ્ધાંતની ચર્ચા કરી બતાવ્યું કે સારાનરસા કર્મના પરિણામો આપણે જ અનિવાર્ય રીતે ભોગવવા જ પડે છે. કારણ કે તે આપણા કરેલા છે. આદરી અધ્યયન ૩૩માં જણાવ્યું કે તું તારો જ મિત્ર કે શત્રુ છે. અધ્યયન ૬માં જણાવ્યું કે વિવેકી પુરૂષ આચાર ઉપર નહીં પરંતુ કર્મ-ક્ષય ઉપર જ આધાર રાખે છે. અધ્યયન ૭ અને ૧૩માં આ બાબતના ષ્ટાંતો આપ્યા. હવે આ અધ્યયનમાં સંચિત થયેલ કર્મોના હાય માટે તપશ્ચર્યા કેવી રીતે કામ લાગે તે દર્શાવ્યું છે. આ અધ્યયનમાં તપશ્ચર્યાના વિવિધ પ્રકારોની ઉંડી વિગતો આપેલ છે તે છોડી દઈ હાલના જીવનમાં ગૃહસ્થો રી શકે તેવી વિગતોનો જ અહીં ઉલ્લેખ કરેલ છે. આ અધ્યયન તપશ્ચર્યા અંગેનું હોઈ પૂર્વેના અધ્યયન ર૮ (મોક્ષ માર્ગ ગતિ) તથા ઉપોદઘાતમાં જૈન દર્શનની સામાન્ય રૂપરેખા’ આપેલ છે તેમાં ‘કર્મ મુક્તિના ઉપાયો” તથા માનસિક પરિવર્તન'ના મથાળા નીચેના લખાણો વાંચવાની ખાસ ભલામણ છે. અધ્યયન ૩૦ : તપોમાર્ગ - - - - અધ્યયન સાર હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રીભોજન, જીવનની તમામ પ્રવૃત્તિઓમાં અસાવધાની, ક્રોધ, માન, માયા, લોભ, ગર્વ, દંભ અને મિથ્યાત્વ તે તમામ પાપ કર્મોના દાખલ થવાના કારો છે. (જેને આસ્રવ કહે છે, પરંતુ તે તમામથી રહિત થવાથી નવા કર્મોનું ઉપાર્જન થતું અટકે છે. તેથી જીવ અનાગ્નવ બને છે. (ગા. ૧ થી ૩) પરંતુ પૂર્વે કરેલ અને સંચિત થયેલ કર્મોનો ક્ષય કરવા શું કરવું જોઈએ તે હવે એકાગ્ર મનથી સાંભળો. જેમ કોઈ તળાવના પાણી આવવાનો માર્ગ રૂંધીને એકઠા થયેલ પાણીને સૂર્યના તાપથી શોષી નાખે છે તે જ રીતે અનાગ્નવ બનેલ જીવના સંચિત કર્મોને તપશ્ચર્યાથી ક્ષય થઈ શકે છે. આ તપ બે પ્રકારના છે : (૧) બાહ્ય ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ 9K અધ્યયન-૩૦ તપ અને (૨) અભ્યતર તપ. જે બંનેના છ-છ પ્રકારો છે. (ગા. ૪ થી ૭) બાહ્ય તપના પ્રકારોઃ (૧) અનશન, (ર) ઉણોદરી, (૩) ભિક્ષાચર્યા, (૪) રસ પરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. (આ દરેકના પેટા વિભાગો છે જેનો ઉલ્લેખ અહીં નથી કર્યો.) અનશન એટલે આહાર ત્યાગ, ઉણોદરી એટલે ભૂખ હોય તેથી ઓછું ખાવું અગર દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, ફળની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ અગર પર્યાયની અપેક્ષાએ મર્યાદા બાંધીને અને તે મર્યાદા પરિપૂર્ણ થાય તોજ અને તેવો આહાર લેવો. રસ પરિત્યાગ એટલે ઘી, દૂધ, દારૂ વગેરે કોઈ પણ રસનો ત્યાગ કરવો. કાયકલેશ એટલે ટાઢ, તડકો સહન કરવો અગર વિવિધ આસનો કરવા અગર શરીરને કષ્ટ સહન કરવાની ટેવ પડે તેવી જગ્યાની પસંદગી કરવી અને સંલીનતા એટલે ઈન્દ્રિયોને સંયમમાં રાખી એકાંતમાં ધ્યાનસ્થ રહેવું. (ગા. ૮ થી ૮) અત્યંતર તપના પ્રકારોઃ (૧) પ્રાયશ્ચિત (આલોચના) એટલે થયેલ ભૂલનો સ્વીકાર અને તેમાંથી નિવૃત્તિ, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય (શુશ્રુષા), (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ એટલે અહમ્ – મમત્વનો ત્યાગ. (આ છ પ્રકારોના પેટા પ્રકારો અહીં નથી આપ્યા.) આ અગાઉ ઉપોદ્ધાતમાં જણાવ્યા મુજબ અત્યંતર તપ વિનાનું બાહ્ય તપ ફક્ત શારીરિક સ્તરે જ છે અને ભૌતિક લાભ મેળવવાના હેતુથી કરેલ બાહ્ય તપ કર્મોપાર્જન કરે છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૧ ચારિત્ર ખીલવણીના ઉપાયો નોંધ : જ્ઞાન, દર્શન, અને ચારિત્ર તે આત્મિક ઉન્નતિ માટેના ત્રણ રત્નો છે. આમાંના ચારિત્ર રત્નની ખીલવણી થાય તો ર્મની સરવાણી આવવાના (આસવના) દ્વારા બંધ થાય. આ માટે શું શું જીવે જવું જોઈએ તેની આ અધ્યયનમાં વિગતથી ચર્ચા છે. પતિ સુખલાલજીએ જૈન ધર્મને નિવૃત્તિ ધર્મ હૃાો છે, પરંતુ શરીર હોય ત્યાં સુધી કાંઈક પ્રવૃત્તિ અનિવાર્ય છે તેથી ક્યા ક્ષેત્રમાં નિવૃત્તિ અને ક્યા ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવી તેનો અહીં બોધ છે. અધ્યયન ૩૧ : ચારિત્ર વિધિ અધ્યયન સાર अगओ विरई कुज्जा , अगओय पवत्तणं । असंजमे नियतंच संजमेय पवत्तणं ।। (२) અર્થાત્, નિવૃત્ત થવાનું સ્થાન એક છે અને પ્રવૃત્ત થવાનું સ્થાન પણ એક જ છે. અસંયમથી નિવૃત્ત થવું અને સંયમમાં પ્રવૃત્તિ કરવી. (ગા. ૨) રાગ અને દ્વેષ બંને પાપ કર્મના ઉત્પન્ન કરનારા છે માટે જે તેને અલગ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. (ગા. ૩) મન, વચન અને કાયાની અસત્ પ્રવૃત્તિ ત્રણ છે – રિદ્ધિ, રસ અને શાતા તેમજ દંભ, ભોગેચ્છા અને મિથ્યાત્વરૂપી શલ્યનો જે નાશ કરે છે તે સંસારથી મુક્ત થાય છે. (ગા. ૪) રાજય, દેશ, ભોજન અને સ્ત્રીસંબધની વિકથા, ક્રોધ, માન, માયા અને લોભ - તે ચાર કષાયો, આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન – તે ચાર સંજ્ઞા અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો જે પરિત્યાગ કરે છે તે પણ સંસારથી મુક્ત થાય છે. (ગા. પ-૬) જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને પાંચ ક્રિયા, છ વેશ્યા, મદના પ્રકાર, બ્રહ્મચર્યની વાડો વગેરેમાં જાગૃત રહે છે અને તે બધા સ્થાનો વિશે યત્નશીલ રહે છે તે સંસારના ભ્રમણમાંથી મુક્ત થાય છે. (ગા. ર૧) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અધ્યયન-૨૪ જીવન વ્યવહારમાં વિવેક નોંધ : પ્રવચન માતાનો ઉલ્લેખ ઉપોદઘાતમાં ટૂંકમાં કરેલ છે. જિન પ્રવચન – ઉપદેશનો ટૂંસાર પાંચ ‘સમિતિ’ અને ત્રણ ‘ગુપ્તી’માં આવી જાય છે. તેથી આ આન્ને પ્રવચન માતા ઠ્ઠી છે. “સમિતિ' એટલે વિવેકપૂર્વક્નાં મર્યાઘબદ્ધ કાર્યો. ‘ગુપ્તી’ એટલે મન, વચન અને કાયાનું વિવેકપૂર્વકનું નિયમન. જીવનની તમામ પ્રવૃત્તિઓમાં વિવેકપૂર્વકની યોગ્ય મર્યાદા જળવાઈ રહે તે માટે આ આઠ તત્ત્વોનું અહીં નિરૂપણ ક્યું છે. અધ્યયન ર૪ : પ્રવચન માતા અધ્યયન સાર પાંચ સમિતિઓ છે : (૧) ઈર્ષા સમિતિ એટલે કે કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તે રીતે તમામ હલનચલન અને દૈહિક ક્રિયા કરવી. (૨) ભાષા સમિતિ એટલે ક્રોધ, માન, માયા, નિંદા, લોભ, હાસ્ય, ભય અને વાચાલતાનો ત્યાગ કરી મર્યાદિત વાણી બોલવી. (૩) એષણા સમિતિ એટલે આહાર, વસ્ત્ર, રહેઠાણ વગેરે લેવામાં સાવધાનતાપૂર્વક વર્તવું. (૪) આદાન સમિતિ એટલે વસ્તુમાત્રને જોઈ તપાસીને લેવીમુકવી. (૫) ઉચ્ચાર સમિતિ એટલે જ્યાં જંતુઓ ન હોય ત્યાં જોઈ તપાસીને બિનઉપયોગની વસ્તુઓ નાંખવી. ત્રણ ગુણીઓ : (૧) મનો ગુણી : અન્યને ઉપદ્રવ થાય તેવા મનોભાવથી નિવર્તવું. (૨) વચન ગુણી : જીવોનો ઘાત થાય યા તો અન્યને ઉપદ્રવ થાય તેવા વચનથી નિવર્તવું. (૩) કાય ગુખી : ઉપર જણાવેલ ઉપદ્રવો થાય તેવા કૃત્યોથી નિવર્તવું. આ પાંચ સમિતિઓ સદાચારમાં પ્રવૃત્તિ રહે તે માટે છે, જયારે ત્રણ ગુણીઓ મન, વચન અને કાયાથી અશુભમાંથી નિવૃત્તિ રહે તે માટે છે. (ગા. ૧ થી ર૬) * * * ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૪ આત્મવિકાસની ઓળખ નોંધ ૧ : લેશ્યા વિષેના જૈન સિદ્ધાંતની ટૂંકી નોંધ ઉપોદ્ઘાતમાં લીધી છે. તેમાં જણાવ્યા પ્રમાણે મનુષ્યના આત્મિક વિકાસની આરસી એટ્લે લેશ્યા. વિચારકોએ આત્માને સ્ફટિક સાથે સરખાવ્યો છે. જેમ સ્ફટિક્ની નજીક કોઈ પણ રંગીન વસ્તુ લાવીએ ત્યારે તે વસ્તુનો રંગ સ્ફટિક ગ્રહણ કરે છે. તેજ રીતે જીવે રેલ ક્ર્મનો રંગ જીવાત્મા ગ્રહણ ક્યે છે અને તેથી તે ‘ર્મ-લેશ્યા’ કહેવાય છે . તે કુલ છ પ્રકારની છે. જેમાંની પ્રથમ ત્રણ અપ્રશસ્ત-અનિચ્છનીય અને છેલ્લી ત્રણ પ્રશસ્ત-ઈચ્છનીય છે. આથી કોઈ પણ જીવના આત્મિક વિકાસનું માપ કાઢવું હોય તો તેની લેશ્યાનો રંગ નક્કી કરવો જોઈએ. એક વાર તે રંગ નક્કી થાય તે બાદ તેના તમામ લક્ષણોનું માપ નક્કી ાઈ શકે. આ બાબતની વિગતવાર નોંધ આ અધ્યયનમાં લેવામાં આવી છે. . અધ્યયન ૩૪ : લેશ્યા ૭૯ અધ્યયન સાર આ લેશ્યાઓને ઓળખવા માટે તેના (૧) નામ, (૨) વર્ણ (રંગ), (૩) રસ, (૪) ગંધ, (૫) સ્પર્શ, (૬) પરિણામ, (૭) લક્ષણ, (૮) સ્થાન, (૯) સ્થિતિ, (૧૦) ગતિ અને (૧૧) આયુષ્ય તેમ અગિયાર પાસાઓ છે. નોંધ ર : અધ્યયનમાં આ દરેક પાસાઓનું વિગતથી વર્ણન છે, પરંતુ અહીં જે પાસા રોજીંદા જીવનમાં ઉપયોગી છે તેની જ નોંધ લેવામાં આવેલ છે. 2010_03 નામ : આ છ લેશ્યાઓના નામ (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કપોત, (૪) તેજો, (૫) પદમ અને (૬) શુકલ. (ગા. ૧ થી ૩) વર્ણ : કૃષ્ણનો રંગ કાળા મેઘ જેવો, નીલનો અશોક વૃક્ષ કે નીલમણી જેવો, કે કપોતનો પારેવાની ડોક જેવો, તેજોનો હિંગળા જેવો અગર ઉગતા સૂર્ય જેવો, પદમનો હળદરના ભૂકા જેવો, શુકલનો દૂધની ધાર અગર રૂપા જેવો હોય છે. (ગા. ૪ થી ૯) રસ ઃ કૃષ્ણનો કડવા લીંબડાના સ્વાદ કરતાં અનંત ગણો વિશેષ કડવો, નીલનો ઉત્તરાધ્યયન - સાર Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અધ્યયન-૩૪ અત્યંત તીખો, કપોતનો કાચી કેરીના સ્વાદ કરતાં અનંત ગણો ખાટો, તેજોનો પાકી કેરીના સ્વાદ કરતાં વધુ મીઠો, પદમનો આસવ અગર મધુના સ્વાદ કરતાં અનંત ગણો સ્વાદિષ્ટ, શુકલનો ખજૂર, દ્રાક્ષ અને સાકરના સ્વાદ કરતાં અનંત ગણો મધુર હોય છે. (ગા. ૧૦ થી ૧૫). ગંધઃ પ્રથમની ત્રણ વેશ્યાઓની ગંધ ગાય, કૂતરા કે સાપના મડદા કરતાં ખરાબ અને છેલ્લી ત્રણ લેશ્યાઓની ગંધ સુગંધીદાર પુષ્પો કરતાં અતિ ઉત્તમ હોય છે. (ગા. ૧૬-૧૭) પરિણામ : હિંસા, અસત્ય, શૌર્ય, પરિગ્રહ અને અબ્રહ્મચર્ય એ પાંચ આસ્રવોથી યુક્ત જેનું મન છે, જે આલોક કે પરલોકની પરવા નથી કરતો તે અજિતેંદ્રિય માણસ કૃષ્ણ લેશ્યાનો હોય છે. (ગા. ૨૧-૨૨). ઈર્ષ્યા, અવિદ્યા, માયા, નિર્લજ્જતા, વિષયલંપટતા વગેરે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં રત રહેતો માણસ નીલ ગ્લેશ્યા પામે છે. (ગા. ર૩-૨૪) શઠ, વાંકુ બોલનાર અને આચરનાર, કપટયુક્ત, દુષ્ટ બોલવાવાળો માણસ કપોત લેશ્યા પામે છે. (ગા. ૨૫-૨૬) નમ્ર, અચપલ, અકુતૂહલી, વિનયી, ઈન્દ્રિયનિગ્રહી, ધર્મપ્રિય, સર્વનો હિતૈષી માણસ તેજો વેશ્યા પામે છે. (ગા. ર૭-ર૮) જે પ્રશાંત ચિત્ત છે, જેના કષાયો બહુ ઓછા થઈ ગયા છે, જે સ્વલ્પભાષી અને જિતેન્દ્રિય છે તે પદમ લેશ્યા પામે છે. (ગા. ર૯-૩૦). જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં રહે છે, પ્રશાંત ચિત્ત છે, જે સમિતિઓ પાળે છે અને વિતરાગી છે તે શુકલ લેશ્યા પામે છે. (ગા. ૩૧-૩૨) મરણ સમયે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે પછીના ભવની વેશ્યા પરિણમે છે. આ પરિણમવાનો છેલ્લો સમય બાકી હોય ત્યારે જીવ પરલોકમાં જાય છે. (ગા. ૫૮ થી ૬૦) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૬ ૮૧ બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાનો નોંધ : બ્રહ્મમાં - પરમાત્મ સ્વરૂપમાં સતત ચર્ચા કરવી તે બ્રહ્મચર્ય ફકત જાતીય સંબંધ ન બાંધવા #તાં ઘણો જ વ્યાપક આ ખ્યાલ છે, જે ખ્યાલમાં માનસિક અને કાચીક પ્રવૃત્તિ સંપૂર્ણપણે બ્રહ્મ પરાયણ જ રહે. આવી પરિસ્થિતિના નિર્માણમાં મદદરૂપ થાય તેવા દસ સ્થાનોની અહીં ચર્ચા છે. ગમે તે ઉચ્ચ કોટિના સાધક માટે પણ નિમિત્ત મળતાં બ્રહ્મચર્યના સ્મલનની ભીતિ રહે છે. તેથી અહીં બનાવેલા દસ સ્થાનો વિષેની માહિતી અતિ આવશ્યક છે. અધ્યયન ૧૬ : સમાધિ સ્થાનો અધ્યયન સાર હે આયુષ્યમનું! શ્રી ભગવાન મહાવીરે બ્રહ્મચર્યના જે દસ સમાધિ સ્થાન પ્રરૂપ્યા છે તે નીચે મુજબ છે : (૧) નિર્ગથે પોતાના શયન આસનાદિ માટે સ્ત્રી, પશુ અને નપુંસક જે સ્થાને રહેતા હોય તેવા સ્થાનને પસંદ ન કરવું. (૨) નિર્ગથે સ્ત્રી-કથા તથા શૃંગારની વાતચીત કરવી નહીં. (૩) નિર્ગથે સ્ત્રી સંગાથે એક જ આસને બેસવું નહીં. (૪) નિર્ગથે સ્ત્રીના સૌંદર્ય તથા મનોહરતા તરફ જોવું નહીં કે તેનું ચિંત્વન પણ કરવું નહીં. (પ) નિર્ગથે પરદાને અંતરે રહીને સ્ત્રીના કલહ, રૂદન, ગીત, હાસ્ય, વિલાપ આદિ સાંભળવા નહીં. (૬) નિર્ગથે ભૂતકાળમાં સ્ત્રી સંગાથે જે ભોગ ભોગવ્યા હોય તે યાદ કરવા નહીં. (૭) નિર્ગથે ભારે આહાર કરવો નહીં. (૮) નિર્ગથે અતિ ખાનપાન સેવવું નહીં. ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૬ (૯) નિર્ગથે પોતાના શરીરને વિભુષીત કરવું નહીં. (૧૦) નિર્ગથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઈદ્રિયોને વશ રહેવું નહીં. નિગ્રંથ માટે ઉપરની તમામ ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરવાનું મુશ્કેલ હોવા છતાં તેનો ત્યાગ આવશ્યક છે. કારણ કે તે તમામ ‘તાલપુટ' (જેનાથી તાળવું ફાટી જાય) વિષ સમાન છે. જે બ્રહ્મચારી કામભોગની આ સર્વ વસ્તુઓને હંમેશને માટે ત્યાગ કરે છે તેને દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ અને કિન્નર પણ નમસ્કાર કરે છે. શ્રી તીર્થકર દેવે ભાખેલ આ ધર્મ પાળીને અનેક જીવો સિદ્ધિને પામ્યા છે અને પામશે. નોંધ : ભગવાન મહાવીરે ચતુર્યામમાં બ્રહ્મચર્યનો ઉમેરો ક્રી પંચશીલની પ્રરૂપણા શ્રી સ્ત્રીને પણ પુરૂષ જેટલો જ બ્રહ્મચર્યનો હક્ક આપ્યો. તેથી અહીં પુરૂષને ઉદ્દેશીને સ્થાનોની જે ચર્ચા કરી છે તે સ્ત્રીઓને પણ લાગુ પડે જ અને તેથી જ્યાં જયાં સ્ત્રીસંગ ત્યાગવાની વાત આવે છે ત્યાં સ્ત્રીઓ માટે પુરૂષસંગની વાત સમજવી. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ હંમેશા અતૃપ્ત રહેતી તૃષ્ણાઓ નોંધ : કપિલ મુનિ કોશાંબીના કાસ્યપ બ્રાહ્મણના પુત્ર હતા. તેમના પિતા કાસ્યપ રાજ્બુરોહિત હતા પરંતુ કપિલની બાલ્યવયમાં જ તેમનું મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ * પિતાનું સ્થાન પોતાને મળે તેવી ઈચ્છાથી તેઓ શ્રાવસ્તી નગરીમાં અભ્યાસ કરવા ગયા. ત્યાં આગળ એક શેઠને ત્યાં નોકરીએ રહીને અભ્યાસ રવાની વ્યવસ્થા ટાઈ. દરમ્યાન તે શેની એક સ્વરૂપવાન ઘસી સાથે અનુરાગ થયો અને કપિલ ભણવાનું ભૂલી ગયા. આર્થિક તંગીમાં ઘરસંસાર ચલાવવાનું મુશ્કેલ થતું ગયું. દરમ્યાનમાં તેમના જાણવામાં આવ્યું કે ત્યાંના રાજા પ્રસન્નતિ પ્રભાતમાં તેમને જે વ્યક્તિ સૌથી પ્રથમ આશીર્વાદ આપે તેને બે સોનામહોર ભેટ આપે છે. આ ભેટ લેવા કપિલે પ્રભાતમાં સૌથી પ્રથમ આવવા માટે રાત્રીના સમયે જરાજ્મહેલ બાજુ પ્રયાણ કર્યું, પરંતુ આવા સમયે મહેલ પાસે તેમને ભટક્તા જોઈને તે ચોર છે તેમ સમજીને રાજાંના માણસો તેમને પક્કીને રાજા પાસે લઈ ગયા. કપિલે ખરી હકીક્ત રાજાને ી ત્યારે ખુશ થઈને રાજાએ તે માંગે તેલું દ્રવ્ય સાંજ સુધીમાં આપવા ઈચ્છા દર્શાવી. આથી કેટલું દ્રવ્ય માંગવું કે જેથી કાયમ માટે તેનું દળદર ફીટી જાય તેનો વિચાર કરવા કપિલ બાજુના ઉદ્યાનમાં ગયા. વિચાર રવા માટે સાંજ સુધીનો સમય હતો. ર તો ફક્ત બે સોનામહોરોની જ હતી પરંતુ જેમ જેમ વિચાર કરતા ગયા તેમ તેમ સો, હજાર, લાખ અને રોડ સિક્કાથી પણ પોતે તાા પેલી દાસી એશઆરામથી રહી શક્શે કે કેમ તેનો નિર્ણય કરી શક્યા નહીં. તેમ કરતાં સાંજ પડી ગઈ અને તેથી રાજાએ આપેલ વચન વ્યર્થ ગયું !! આ પ્રસંગે કપિલના મનોવ્યાપારમાં જે મથામણ ાઈ તેમાં તેમને જ્ઞાન થયું કે તેઓ તો ફક્ત બે સોનામહોરો લેવા આવેલ પરંતુ તૃષ્ણાને કોઈ સીમા હોતી નથી અને અતૃપ્ત મન ી તૃપ્ત થતું નથી. સંસારના તમામ કામભોગની આજ તાસીર છે તેમ સમજી તેઓએ ભૌતિક સંસારનો ત્યાગ ર્યો અને સ્વયં સંબુદ્ધ થઈને વિરક્તિને પામ્યા. બાદમાં પરમાર્થે રાજ્ગહી નગરના વનમાં એક બલભદ્ર અને તેના પાંચસો સાથીઓને જે બોધ આપ્યો તે આ અધ્યયનમાં છે. 2010_03 ઉત્તરાધ્યયન - સાર C3 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અધ્યયન-૮ અધ્યયન ૮ : કપિલિક અધ્યયન સારી अदुवे असासयंमि संसारंमि दुख्ख पउराओ । किं नामहूज्जत्त कम्मयं जेणाहंदुग्गइं नगछेज्जा ।। (१) અર્થાત્, આ અદ્ભવ અને અશાશ્વત સંસાર અનેક દુઃખોથી ભરેલ છે. તેમાં કયું કર્મ એવું છે કે તે કરવાથી દુર્ગતિ ન થાય? (ગા. ૧). સંસારના તમામ પૂર્વ સંબંધો છોડીને કોઈના ઉપર પર મોહ ન કર. પોતાના ઉપર મોહ રાખનાર ઉપર પણ સાધકે મોહ કરવો ન જોઈએ. જે વ્યક્તિ મોહરહિત છે અને જે જ્ઞાન-દર્શન સહિત છે તે તો સર્વ જીવોનું હિત અને મોક્ષ ઈચ્છે છે. ક્રોધાદિક પ્રકારના જે બંધના હેતુઓ છે તેમાં સાધકે લુબ્ધ થવું જોઈએ નહીં. આ (ગા. ર થી ૪). જેની બુદ્ધિ મંદ છે, જે મૂઢ છે અને મોક્ષથી વિમુખ થઈ ધર્મને વિષે આળસ કરે છે તે બળખામાં ચોંટી ગયેલ માખીની પેઠે સંસારમાં જ બંધાઈ રહીને નાશ પામે છે. (ગા. ૫). કાયર પુરૂષો આ કામભોગને સહેલાઈથી છોડી શકતા નથી પણ વ્યાપારી જેમ વહાણથી સમુદ્રને તરે છે તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (ગા. ૬) जहालाभो तहा लोभो लाभालोभो पवई । दो मासकयं कज्जं कोडी अवि नानीठियं ।। (१७) અર્થાત, યથા તામસ્તથા નોમ – જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય. બે માસાથી જરૂરિયાત પૂરી પડતી હતી છતાં કોટી ધનથી પણ તેમને) સંતોષ થયો નહીં. (ગા. ૧૭) સ્ત્રી-પાશ રાક્ષસી છે. પુરૂષને તે દાસ બનાવે છે. જેઓ કામભોગમાં આસક્ત ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ બની જીવનનું નિયમન નથી કરતા તેઓ ચિત્તની સ્થિરતા ગુમાવી આ જન્મ ગુમાવે છે અને મૃત્યુ બાદ પણ આસુરી યોની પ્રાપ્ત કરે છે. (ગા. ૧૪ થી ૧૯) कसिणंपि जो इमं लोग पडिपुग्नं दलेज्ज अगस्स । तेणाविसेन तूसेज्जव इइ दुष्टपूटओ ईमे आया ।। (१६) અર્થાતુ, આખી પૃથ્વી દ્રવ્ય વગેરેથી ભરી કોઈને આપીએ તો પણ તૃષ્ણાનો અંત આવતો નથી અને જીવને સંતોષ થતો નથી. (ગા. ૧૬) જે પુરૂષ સાવધ છે અને જે જીવ હિંસા કરતો નથી તેને પાપ કર્મ લાગતું નથી. સાધુએ શુદ્ધ-નિર્દેશ આહાર શરીર નિર્વાહને અર્થે જ લેવો જોઈએ. (ગા. ૧૦-૧૧) જેઓ લક્ષણશાસ્ત્ર, સ્વપ્રશાસ્ત્ર, અંગવિદ્યા વગેરેથી ભવિષ્ય ભાખી શુભાશુભ ફળ કહી બનાવીને કમાણી કરે છે તે સાચા શ્રમણો નથી. (ગા. ૧૩) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯ હું એકલો છું, મારું કોઈ નથી નોંધ : રાજર્ષિ નમિરાજ મિથિલાના મહારાજા હતા. તેમને આખા શરીરે ભયંકર ઘહ થયો. આદરી તેમની બધી રાણીઓ તેમના શરીરે ચંહ્ન ઘસવા લાગી. આથી તે તમામના કંકણોનો અવાજ એટલો મોટે થવા લાગ્યો કે રાજાને તે અસહા થઈ પડ્યું. આથી રાણીઓએ હાથ ઉપર ફક્ત એક એક કંકણ રાખી ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું તેની પ્રથમનો કોલાહલ બંધ થયો. આથી તે વિચારવંતા રાજાને નિ:સંગતા અને એક્લપણાની શાંતિનું જ્ઞાન થયું. તે જ્ઞાનમાંથી વૈરાગ્યના ભાવ જાગ્યા અને નિર્ણય કર્યો કે આ રોગમાંથી મુક્તિ મળે એટલે તરત જ દીક્ષા ગ્રહણ કરી નિ:સંગ બનવું. રાત્રી વીતતા દાહ શાંત થયો અને બાદમાં પૂર્વ જન્મમાં રેલ સાધના યાદ આવી હોવાથી મુનિ વેષ ધારણ કર્યો. સંન્યાસ ધારણ ર્ક્યુ બાદ રાજર્ષિ નમિરાજ અને તેની પાસે બ્રાહ્મણવેશે આવેલ ઈંદ્ર વચ્ચે જે સંવાદ અહીં થાયછે તે તત્ત્વ દૃષ્ટિએ તો અતિ ઉત્તમ છે જ પરંતુ સાંસારિક માયામાં ખુંચેલા માનવીની તમામ દલીલોનો યોગ્ય ઉત્તર અહીં મળી રહે છે. અધ્યયન ૯ : નમિપ્રવ્રયા અધ્યયન સાર સંન્યાસી થયેલ તે રાજર્ષિ પાસે ઈંદ્ર બ્રાહ્મણ વેશે તેના સંન્યાસની પરીક્ષા કરવા આવ્યો અને રાજર્ષિને કહ્યું, “અરે ! આજે તારી મિથિલામાં આ ભયંકર કોલાહલ શાનો મચી રહ્યો છે? તારા મહેલોમાં અને લોકોના ઘરમાં આ દયભેદક આક્રંદ શાનું સંભળાય છે?” નમિ રાજર્ષિ આ પ્રશ્નનો હેતુ સમજી ગયા અને જવાબ આપ્યો કે ત્યાં આગળ ઘણા પક્ષીઓનું આશ્રયસ્થાન છે તેથી તેઓનું આક્રંદ સંભળાય છે. (ગા. ૬ થી ૧૦) ઈદ્ર : ભગવદ્, અહીં તો અગ્નિ અને વાયુ પ્રત્યક્ષ દેખાય છે. જુઓ તમારો મહેલ ભડકે બળે છે. તમારા અંતઃપુર સામું તો જુઓ. રાજર્ષિઃ સુદં વસામો નીવાનો ગેલિં મોનશ્મિ હિંai | मिहिलाओ डझमाणीजे नमे डझइ किंचणं ।। (१४) ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯ અર્થાત, હે બ્રાહ્મણ, તેમાં મારું કોઈ નથી તેમ સમજીને હું સુખી છું અને સુખેથી રહું છું. મિથિલા નગરી બળી જવાથી મારું કાંઈ બળતું નથી. (ગા. ૧૪). चत्त पुत कलतस्स निवावारस भिख्खुणो । पियं न विज्जये किं चि अप्पियं पि नविज्जये ।। (१५) અર્થાતુ, જે ભિક્ષુએ પુત્ર કલત્ર (પત્ની)નો ત્યાગ કર્યો છે તેને કોઈ પ્રિય નથી કે અપ્રિય નથી. (ગા, ૧૫). જે મુનિ ગ્રહસ્થના વ્યાપારથી અને સઘળા આરંભથી મુક્ત છે અને જે એકાંત માં રહીને મોક્ષનું ચિંત્વન કરે છે તેનું કલ્યાણ થાય છે. ઈદ્રઃ હે ક્ષત્રિય ! પ્રથમ નગરના રક્ષણાર્થે કોટ બંધાવ, તેને દરવાજા મુકાવ, તેના ઉપર બુરજો બનાવ, તેના ફરતી ખાઈ ખોદાવ, યુદ્ધ સ્થાન ઉપર શતદન યંત્ર મુકાવ, ત્યારબાદ આ દીક્ષાર્થે જવું યોગ્ય છે. (ગા. ૧૮) રાજર્ષિઃ ધર્મ તત્ત્વ ઉપર શ્રદ્ધારૂપી નગર વસાવી, તેને ફરતો ક્ષમારૂપી કોટ બાંધી, તપ-સંયમરૂપી દરવાજા મૂકી, તે પ્રકારે (જીવનના) કિલ્લાને અભેદ બનાવ્યા બાદ પરાક્રમરૂપી ધનુષ્ય ધારણ કરી ઈરિયા સમિતિરૂપી તેની પ્રત્યંચા કરીને, સંતોષરૂપી મૂઠ બનાવી, સત્યરૂપી બંધનથી તેની મૂઠ લપેટીને તારૂપી લોહ બાણ ચડાવી કર્મરૂપી કવચને ભેદવાથી બુદ્ધિમાન સાધક વિજય મેળવીને સંસારથી મુક્ત થાય છે. (ગા. ૨૦ થી ૨૨) ઈદ્રઃ હે રાજન્ ! પ્રથમ ભવ્ય મહેલ અને ક્રિડાથાનો બનાવો. (ગા. ૨૪) રાજર્ષિ: જે માર્ગમાં ઘર બનાવે છે તેને ભય રહે છે તેથી જે નગરને વિષે મારે જવું છે ત્યાં જ શાશ્વતુ ઘર કરવું યોગ્ય છે. (ગા. ર૬) ઈદ્ર : હે રાજન્ ! તમોને જે રાજાઓ નમતા નથી તેને તો વશ કરો. (ગા. ૩૨) રાજર્ષિ : નો સí સEસા સંમે સુજ્ઞ નિને ! ओठां जिणिज्ज अप्पाणं अससे परमोजओ ।। (३४) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અધ્યયન-૯ અર્થાત, રણસંગ્રામમાં હજારો યોદ્ધાઓને જીતવા કરતાં પોતાના આત્માને જીતે તે જ પરમ વિજય છે. (ગા. ૩૪) अपाणमेव बुझाहिं कित्ते जुझेण बझओ । अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहओ ।। (३५) અર્થાત, પોતાના આત્મા સાથે યુદ્ધ કરો. બહારના સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે! આત્મા પોતે પોતાને જ જીતે તોજ તે ખરા સુખને પામે છે. (ગા. ૩૫) पंचिंद्रियाणं कोहं माणं मायं तहेव लोभंच । दुज्जयं चेव अप्पाणं सलमप्पे जिजियं ।। (३६) અર્થાત, પાંચે ઈદ્રિયો અને ક્રોધ, માન, માયા અને લોભથી આત્માને જીતવો તે અતિ દુર્લભ છે. જેણે પોતાના આત્માને જીત્યો તેણે સર્વ જીત્યું છે તેમ સમજવું. (ગા. ૩૬). ઈદ્રઃ હે રાજન્ ! મહા યજ્ઞો કર, શ્રમણ-બ્રાહ્મણોને જમાડ, સુવર્ણાદિના દાન કરે, હોમહવન કરે અને તે પોતે પણ ભોગવ. (ગા. ૩૮) રાજર્ષિ કોઈ વ્યક્તિ દર માસે લાખો ગાયોના દાન દે તેના કરતાં સાધુ પુરૂષો જે કાંઈ દાન કરતાં નથી તેમનો સંયમ શ્રેષ્ઠ છે. (ગા. ૪૦) ઈદ્રઃ રાજન્ ! ઘરમાં રહીને પોષધ વ્રત વગેરે કરીને પણ ધર્મ થઈ શકે છે. રાજર્ષિ : હે બ્રાહ્મણ ! અજ્ઞાની માણસ એક માસના ઉપવાસ પછી પણ જે પારણું કરે અને તે ફક્ત કુશાગ્ર આહાર લઈને જ કરે - આવી ઘોર તપશ્ચર્યા કરે તોપણ તેનું જ્ઞાનીના શ્રી ભગવંતે ભાખેલ ચારિત્રની તોલે તેના સોળમા ભાગ જેટલું પણ ફળ નથી. ઈદ્ર : રાજન ! સોનું, રૂપુ, મણી, મોતી, રત્નો વગેરેનો ભંડાર વધાર્યા બાદ મિકા-જીવન જીવો. (ગા. ૪૬) રાજર્ષિઃ સોનારૂપાના કલાસ પર્વત જેવડા અસંખ્ય ઢગલા હોય તો પણ લોભી ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯ માણસને સંતોષ થતો નથી કારણ કે તેની તૃષ્ણા આકાશની પેઠે અનંત છે. (ગા. ૪૮). ઈદ્રઃ રાજન્ ! આશ્ચર્યની વાત છે કે સંસારનું વાસ્તવિક સુખ છોડીને તમો કોઈ અદેશ્ય અને કાલ્પનિક સુખની પાછળ પડ્યા છો. (ગા. ૫૧) રાજર્ષિ સત્તાના વિલં મા, મા સવિસોમવા | कामेय पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं ।। (५३) હે બ્રાહ્મણ ! આ બધા કામભોગ ક્ષણિક છે, શલ્યરૂપ અને ઝેરરૂપ છે અને ક્ષણે ક્ષણે પીડા ઉત્પન્ન કરે છે. કામભોગની અભિલાષવાળા માનવીના મનોરથો પૂરા થતાં નથી. ક્રોધ, માન, માયા, લોભ આ લોક અને પરલોકે ભય ઉત્પન્ન કરે છે. (ગા. પર થી પ૪). આ સંવાદ બાદ ઈંદ્ર પોતાના મૂળ સ્વરૂપે દેખાય છે અને કહે છે કે હે મહાનુભાવ ! આપે, ક્રોધ, માન, માયા અને લોભને જીત્યા છે. આપની સરળતા વિસ્મયજનક છે. ધન્ય છે આપના ઉત્તમોત્તમ ભાવોને. (ગા. પપ થી પ૭) * * * ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ર માહાભ્ય તપનું – જ્ઞાતિનું નહીં નોંધ : જન્મે ચંડલ પરંતુ મેં યોગનિષ્ઠ ઉત્તમ ચારિત્રના ધારક એવા હરિશ મુનિની આ ક્યા છે. તેમાં તત્કાલિન ભારતીય સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાનું જે દૂષણ ઘર કરી ગયું હતું (જે હજુ પણ ચાલુ છે) તેની નિષ્ફળતા તથા યજ્ઞ-યાગની હિંસક અને અર્થહીન પ્રવૃત્તિઓની બાલિશતા પ્રત્યેનો નિર્દેશ છે. શ્રી ગોપાલઘસભાઈ પટેલના મત મુજબ ‘હરિકેશ’ એટલે ચંડાલ. મુનિનું નામ ‘બલ' હતું આથી તેઓ ‘હરિકેશ બલ” તરીકે ઓળખાય છે. તેઓ અષ્ટવક્ની પેઠે દેખાવમાં તદ્દન બેડોળ અને વિક્ત હતા. બાળપણમાં સ્વભાવે કજ્યિાખોર હતા પરંતુ એક સમયે તેમણે જોયું કે ઝેરી સાપને બધા મારી નાખે છે જયારે બીનઝેરીને કોઈ ઈજા પમાતું નથી; આ ઉપરથી તેમના પૂર્વ જન્મના સંસ્કાર જાગૃત થયા અને મુનિવ્રત ધારણ શ્રી દીક્ષા લીધી. બાદમાં તેઓ મહાન યોગનિષ્ઠ તપસ્વી થયા. એક્તા તેઓ વારાણસીના એક યક્ષ મંદિરમાં ઉભા ઉભા કાઉસ્સગની સ્થિતિમાં હતા ત્યારે રાત્રીના સમયે યક્ષના દર્શને આવેલ ત્યાંના રાજાની પુત્રી ભદ્રા તે મંદિરના સ્તંભોને ભેટતી હતી ત્યારે મુનિશ્રી બલ જે ઉભા ઉભા કાઉસ્સગ જતા હતા તેમને સ્તંભ સમજીને ભેટી પડી પરંતુ તેને જાણ થઈ કે આ તો કોઈ બેડોળ અને ગંધે મુનિ છે ત્યારે તેની ભત્નના રવા લાગી, પરંતુ મુનિાના તપના બળે કે યક્ષની દખલગીરીથી તે ગાંડી બની ગઈ ત્યારે યક્ષે રાજાને કહ્યું કે આવા મહાન યોગીની અશાતની રવાણી રાજકુમારીની આવી સ્થિતિ થઈ છે. જેનો એક જ ઉપાય છે કે રાજકુમારીને તે મુનિ સાથે પરણાવવી. રાજાએ મજબુરીથી તે બુલ્યું પરંતુ મુનિશ્રી જે બ્રહ્મનિષ્ઠ હતા તેમણે તે પ્રસ્તાવ સ્કૂલ નહીં જેથી રાજપુરોહિત સાથે તે કુંવરીના લગ્ન થયા. બાદમાં તે પુરોહિતને ત્યાં મોટો યજ્ઞ થતો હતો ત્યાં મુનિશ્રી ભિક્ષા લેવા ગયા પરંતુ તેમનો ગંદો પહેરવેશ અને વિક્ત ચહેરો જોઈને યજ્ઞના બ્રાહ્મણોએ તેમનું અપમાન ક્રી ભિક્ષા આપવાનો ઈન્કાર ર્યો અને યજ્ઞને અભડાવવા બદલ સખત માર મારવા લાગ્યા. તે દરમ્યાન રાજકુંવરી ભદ્રા ત્યાં આવ્યા અને તેમની ઓળખાણ આપી. (સ્થા એવી છે કે આ વખતે પણ યસે મુનિને બચાવવા મુનિને માર મારતા બ્રાહ્મણોને પીટ્યા.) યજ્ઞના બ્રાહ્મણોને પોતાની ભૂલ સમજાઈ. તેમણે મુનિની માફી માંગી. સાચો યજ્ઞ ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૨ કોને કહેવાય તેની સમજ મુનિ શ્રીએ તેમને આપી. તે અંગેનો જે સંવાદ દાયો તે આ અધ્યયનમાં છે. શ્રી ગોપાલઘસભાઈએ ખરું કહ્યું છે કે, “યક્ષની ઉમેરણી વાર્તાના સ્વાભાવિક પ્રવાહમાં ભંગ પાડે છે અને વાર્તાના મૂળ પ્રયોનને જ મારી નાંખે છે. ” અધ્યયન ૧ર : હારિણીય અધ્યયન સાર મુનિશ્રી હરિકેશ બલને એક માસના ઉપવાસ બાદ પારણુ કરવાનો સમય હતો ત્યારે રાજય પુરોહિતને ત્યાં યજ્ઞ થતો હતો ત્યાં ભિક્ષાર્થે તેઓ જઈ ચડ્યા. તેમને જોઈને યજ્ઞના અસભ્ય બ્રાહ્મણો તેમનો ઉપહાસ કરવા લાગ્યા અને કહ્યું કે તું આવો બિભત્સ રૂપવાળો, કાળો, ચીંથરેહાલ કોણ છે? ચાલ્યો જા. અહીં જે ભોજન તૈયાર કર્યું છે તે બ્રાહ્મણો માટે જ છે. મુનિશ્રીએ કહ્યું હું શ્રમણ છું, બ્રહ્મચારી છું તેમજ ભિક્ષાજીવી છું. માટે મને ભિક્ષા આપશો તો પુણ્ય પ્રાપ્તિ થશે. બ્રાહ્મણોઃ અમે બ્રાહ્મણો જ ઉત્તમ જાતિના અને વેદ પારંગત છીએ અને તેથી પુણ્ય પ્રાપ્તિનું ક્ષેત્ર છીએ. મુનિશ્રી : જેઓ ક્રોધ અને માનથી ભરેલા હોય, પ્રાણવધ કરતા હોય, અસત્ય બોલતા હોય, પરિગ્રહ સેવતા હોય, વેદ ભણતા હોય પરંતુ તેનો અર્થ સમજતા ન હોય તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યાએ હીન અને પાપરૂપ છે – પુણ્યના ક્ષેત્રે નહીં. (કથા કહે છે કે આથી બ્રાહ્મણો ચિડાયા અને મુનિને સખત માર મારવા લાગ્યા. પરંતુ રાજકુમારી ભદ્રાએ વચ્ચે પડી મુનિશ્રીની ખરી ઓળખ આપી. આ ક્ષણે યક્ષ પણ વચ્ચે આવ્યા જેથી બ્રાહ્મણોએ પોતાની ભૂલ સ્વીકારી ક્ષમા યાચી.) (ગા. ૧ થી ૩૭) ત્યારબાદ યજ્ઞનો ખરો પ્રકાર કેવો હોય તે વિષે બ્રાહ્મણોએ મુનિશ્રીને વિવિધ પ્રશ્નો પુછ્યા તેના જવાબો નીચે મુજબ છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨ બ્રાહ્મણો ! તમે પાણી વાપરી બાહ્ય શુદ્ધિ શોધો છો તથા દર્ભ, યજ્ઞસ્તંભ, કાષ્ટ અને અગ્નિનો ઉપયોગ કરી અનેક પ્રકારની જીવહિંસા કરો છો જેથી પાપની જ વૃદ્ધિ થાય છે. જિતેન્દ્રિય પુરૂષ તો તમામ પ્રકારની હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, માન અને માયાનો ત્યાગ કરી, શરીરની મમતાનો ત્યાગ કરી શ્રેષ્ઠ મહાયજ્ઞ કરે છે. ‘‘આ ‘યજ્ઞ'નો અગ્નિ કયો ?’' ‘‘તમારો અગ્નિકુંડ કેવો હોય ?” ‘‘ધી હોમવાનો તમારો ચાટવો કેવો હોય ?’’ ‘‘તમારા ઈંધન કેવાં છે ?’’ ‘“તમે અગ્નિમાં હોમહવન શાનો કરો ?'' વગેરે પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું, “તપ મારો અગ્નિ છે, મન વચનનો શુભ વ્યાપાર મારો ચાટવો છે, શરીર ઈંધન છે અને તેમાં કર્મને બાળું છું અને સંયમ, યોગ તથા શાંતિનો હું હોમહવન કરું છું.” (ગા. ૪૩-૪૪) “આપનું તીર્થ કયું ? જળાધરી કઈ? મેલ ટાળવાને કેવી રીતે સ્નાન કરો છો ?’’ તે પ્રશ્નોના જવાબમાં મુનિશ્રીએ કહ્યું, .. "" ધર્મ મારું તીર્થ છે, બ્રહ્મચર્ય જળાધરી છે જેના વડે તેજો પદ્મ અને શુકલ લેશ્યાથી સ્નાન કરી હું મળરહિત થાઉં છું.' "ध्यान धूपं मनोपुष्पं, पंचेन्द्रिय हुताशनं, क्षमा जाप संतोष पूजा पूजो देव निरंजनम् । ✰✰✰ 2010_03 ઉત્તરાધ્યયન અધ્યયન-૧૨ સાર Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૮ - 3 ચાગ્નિશીલતાનું મહત્ત્વ નોંધ : ભગવાન મહાવીરના સમયમાં જે ઘર્શનિકો હતા તેના મુખ્ય ચાર પ્રકારો હતા : (૧) ક્વિાવાદીઓ (૨) અક્સિાવાદીઓ (૩) વિનયવાદીઓ અને (૪) અજ્ઞાનવાદીઓ. આ ચાર પ્રકારના ઘર્શનિકોનો ઉલ્લેખ શ્રી સૂત્ર તાંગના કુતસ્કંધના બારમાં અધ્યયનમાં પણ આવે છે. આ અધ્યયનમાં રાજા સંયત એમ કહે છે કે આ બધા વાઘે અંગે અલ્પ જ્ઞાનવાળા શું નિર્ણય શી શક્વાના હતા? હું તો જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે જે પ્રકાશ પાડ્યો છે તે સ્વીકારી વર્તુ છું. અહીં આ ચાર પ્રકારના વાઘેની સ્પષ્ટતાની જફ્ટ છે. (૧) ક્વિાવાદીઓ એટલે જે ઘર્શનિકો આત્માના અસ્તિત્વમાં માને છે અને સાથે એમ પણ માને છે કે આત્મા કર્મનો ક્ત છે તેમજ તેવા કર્મના ફળનો ભોક્તા પણ છે. આ રીતે તે ક્રિયાશીલ છે. (૨) અશ્ચિાવાઈઓમાંના અમુક આત્માના અસ્તિત્વમાં અગર તેના કાપણામાં માનતા નથી, જયારે અમુક તેના અસ્તિત્વમાં માને છે. પરંતુ તેના #પણામાં માનતા નથી. પ્રથમ વર્ગમાં ચાર્વાક્વાધીઓ જેની ગણના નાસ્તિકોમાં થાય છે તે આવે જયારે બીજા વર્ગમાં સાંખ્યવાધીઓ જેઓ પ્રકૃતિની સત્ત્વ, રક્સ અને તમસની પ્રક્રિયામાં આત્મા અલિપ્ત છે તેમ માને છે. (૩) વિનયવાદીઓ એ છે કે જે જ્ઞાાન વિનાની ભકિત અગર આચારશુદ્ધિમાં જ માને છે. (૪) અજ્ઞાનવાદીઓ એ લોકો છે કે જે આત્મા, પરલોક, ર્મ, પુનર્જન્મ વગેરે શામાં જ માનતા નથી. ઘ.ત. ચાર્વાકો. આ ચાર પ્રકારના દાર્શનિકોમાં પણ ઘણા પેય પ્રકારો અને મતભેદે છે. ઘ.ત. બૌદ્ધો આત્માના અસ્તિત્વમાં અને ક્યાશીલતામાં માને છે. પરંતુ તેના નિત્યત્વમાં નથી માનતા. તે ક્ષણિક છે અને પૂર્વ સંસ્કારના બળે નવો જન્મ લે છે તેમ માને છે. કોઈ ઘર્શનિકો માને છે કે સંસારના તમામ બનાવો ‘કાળથી જ નિયંત્રિત છે. જયારે કોઈ એમ માને છે કે સંસારની તમામ ઘટમાળ કુદરતે મુરર રેલ રીતે અને સમયે આપોઆપ ચાલ્યા કરે છે. તેમાં જીવના પ્રયત્નની કાંઈ જરૂર નથી. આ વિચારને ‘‘નિયતિવાદ”ધે છે. “આજીવિકે'', ના નેતા ગોશલક હતા, ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અધ્યયન-૧૮ તે આવી માન્યતા ધરાવતા હતા. જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે આ તમામ મતમતાંતરોનો સમન્વય તેમના નયવાદ” અને “સ્યાદ્વાદ''ના સિદ્ધાંતોથી કરીને કહ્યું કે દરેક માન્યતા સંપૂર્ણ સત્ય તો નહીં, પરંતુ અમુક અપેક્ષાએ અને દષ્ટિકોણથી એકાંતિક સત્ય છે. જેનદર્શને તે તમામનો સુમેળ કરીને સમન્વયાત્મક અનેકાન્ત ઈષ્ટ અપનાવી. જૈનદર્શન ક્વિાવાદી ગણી શકાય કેમકે તે આત્મામાં અને તેના ક્તત્વમાં માને છે. આ અધ્યયનમાં “ક્સિાપદ'નો જે ઉલ્લેખ છે તેનો અર્થ મુનિશ્રી સંતબાલજી “સમજણ વિના માત્ર ક્યિા કરનાર” એમ કરે છે તે યોગ્ય છે. અહીં ક્લિાવાદની નાપસંદગી આ અર્થમાં જ સમજવી. અધ્યયન ૧૮: સંયતીય અધ્યયન સાર કાપિલ્ય નગરમાં સંજય નામે રાજા રાજય કરતો હતો. એક સમયે તે બાજુના કેશરી નામના ઉદ્યાનમાં શિકાર કરવા ગયો. ત્યાં એક મૃગને રાજાએ બાણ મારી મારી નાખ્યો. પરંતુ તે મૃગ એક ધ્યાનસ્થ મુનિની બાજુમાં જ મરેલો પડ્યો. રાજાએ જોયું કે શિકારની ધૂનમાં તે મુનિને પણ ઈજા પહોંચાડત. આથી તે ઘોડા પરથી ઉતર્યા અને મુનિને નમસ્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. મુનિશ્રી ધ્યાનમાં હોવાથી કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી રાજા વધુ ગભરાયો. પોતાની ઓળખાણ આપી વિશેષ ક્ષમાયાચના કરી. બાદમાં મુનિશ્રીએ કહ્યું, રાજન્ ! નિર્ભય થાઓ અને સમજાવ્યું કે જે મૃત્યુના ભયે તે ક્ષમાયાચના કરતો હતો તે જ મૃત્યુ તરફ બીજા પ્રાણીઓને ધકેલવું તદન અયોગ્ય છે. મુનિએ કહ્યું, “હે રાજન્ ! આ લોકમાંથી સર્વ વસ્તુઓને ત્યાગીને એક દિવસ અવશ્ય આપણે બધાને ચાલ્યા જવાનું છે અને આયુષ્ય તથા રૂપ જેમાં તું મોહ પામી રહેલ છે તે વીજળીના ચમકારા જેવા જ ચંચળ છે. સ્ત્રી, પુત્ર, મિત્ર અને સગાસંબંધી તો માણસ જીવતો હોય ત્યાં સુધી જ સાથે છે પરંતુ મૃત્યુ બાદ કોઈ તેની ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૮ સાથે જતું નથી. સાથે જાય છે ફક્ત તેના શુભાશુભ કર્મના ફળ. માટે હે રાજન્ ! તપ કર. (ગા. ૧ થી ૧૭) આ રીતે રાજાએ ધર્મનું શ્રવણ કર્યું. તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પોતાનું રાજ્ય ત્યજી દીધું અને તે મુનિ, જેનું નામ ગર્દભાલી હતું તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. થોડાક સમય બાદ કોઈ બીજા ક્ષત્રિય રાજવી કે જેણે પણ આ રીતે જ દીક્ષા ગ્રહણ કરેલ તેમની સાથે સંજય રાજર્ષિને મેળાપ થયો ત્યારે તેઓએ સંજય રાજર્ષિને પૂછયું કે તેમણે કેવા સંજોગોમાં પ્રવ્રજ્યા લીધી. તેના જવાબમાં સંજય રાજર્ષિએ કહ્યું, ‘‘હે મહામુનિ ! તત્ત્વથી અજ્ઞાન મનુષ્યો ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ વગેરે વિવિધ વાદોમાં અટવાઈ જઈને મિથ્યા વાદવિવાદ કરે છે, પરંતુ તત્ત્વના જાણકાર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે આ બધા વાદોની ખટપટમાં પડ્યા સિવાય ચારિત્રશીલતા કેળવી સંયમના માર્ગે જે વિચરે છે તે દિવ્ય ગતિને પામે છે. હું મારા આત્માને ઓળખું છું અને પુનર્જન્મ છે તેમ પણ માનું છું. સાધુએ નાના પ્રકારના (વિવિધ પ્રકારના) મતોના ખંડનમંડનમાં પડ્યા વિના હિંસાદિ અનર્થના મૂળરૂપ કૃત્યોનો ત્યાગ કરી સંયમનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ. (ગા. ૧૮ થી ૩૦) ડાહ્યો પુરૂષ આત્માના અસ્તિત્વમાં માને છે અને સમ્યક્ દર્શન સહિત ચારિત્ર ધર્મ પાળે છે. આવા જિનમાર્ગના સિદ્ધાંતોને ગ્રહણ કરીને જ ભરત ચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ કરી. (ગા. ૩૧ થી ૩૪) નોંધ : ત્યારબાદ જે જે ચક્વર્તીઓએ, રાજ્વીઓએ અને મહાપુરૂષોએ દીક્ષા ગ્રહણ કરી તેનું લાંબું વર્ણન આપેલ છે. જે ફક્ત ઐતિહાસિક દૃષ્ટિએ જ ઉપયોગી હોઈ અત્રે આપેલ નથી. (ગા. ૩૫ થી ૫૧) ૯૫ ઉપર કહેલા પુરૂષો સ્વ પરાક્રમ કરીને ઉત્તમ ગતિને પામ્યા છે તો પછી પંડિત પુરૂષોએ મિથ્યાત્વ દશામાં ઉન્મત્તની પેઠે શા માટે રખડવું જોઈએ ? જે પુરૂષ સર્વ સંબંધ અને પાપોથી મુક્ત થાય છે તે સિદ્ધ ગતિને પામે છે. (ગા. ૫૧ થી ૫૪) 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અધ્યયન-૧૯ અહો ! દુખોદુ સંસારો નોંધ : સુગ્રીવ નામનું મનોહર નગર હતું. તેમાં બલભદ્ર નામે રાજા રાજ કરતો હતો. મૃગા નામની તેની પાણી હતી. તેને લશ્રી નામે યુવરાજ પુત્ર હતો. જે મૃગાપુત્રના નામથી પ્રસિદ્ધ હતો. અહીં તેની સ્થા છે. મૃગાપુત્રને નિમિત્ત મળતાં રીક્ષા લેવાના ભાવ થાય છે ત્યારે માતાપિતા શ્રમણ સાધુએ વેઠવી પડતી હાડમારીનો ખ્યાલ આપે છે પરંતુ મૃગાપુત્ર જેને પૂર્વ જન્મોનું જ્ઞાન થયું છે તે પોતાના નિર્ણયમાં અન્ન રહે છે અને છેવટે માતાપિતાની સંમતિ મેળવે છે. માતાપિતા સાથેના સંવામાં નર્ક યાતનાનું જે વર્ણન આવે છે તેમાં કલ્પનાતીત ક્રતા અને જુગુપ્સાનિત વર્ણનો આવે છે તેની વિગત તત્ત્વ ચર્ચામાં અગત્યની નહીં હોવાથી અહીં આપવામાં આવી નથી. અધ્યયન ૧૯: મૃગાપુત્રીય અધ્યયન સાર મૃગાપુત્ર અત્યંત એશઆરામમાં રહે છે. એકદા તેમની રત્નજડિત અટારીએ ઉભા હતા ત્યારે રસ્તા ઉપર એક તપસ્વી શ્રમણને જોયા. તેમને થયું કે આ પ્રકારના તપસ્વીને તેમણે અગાઉ ક્યાંક જોયા છે. તેઓ આંતર નિરીક્ષણમાં પહોચી ગયા ત્યારે તેમને પૂર્વ જન્મોનું જ્ઞાન થયું અને અંતરમાં વૈરાગ્યના ભાવ જાગ્યા, સંસારની અસારતા જણાઈ અને દીક્ષા લેવાનો વિચાર કર્યો. માતાપિતાની રજા લેવા ગયા અને કહ્યું, “હે માતા ! હે તાત! વિપફળ સરખાં સાંસારિક ભોગ મેં ઘણા ભોગવ્યા, જેના પરિણામ કડવા છે. આ અશાશ્વત શરીર પાણીના પરપોટા જેવું છે. જેમાં હવે મારું મન સંતોષ પામી શકે તેમ નથી. તેમણે કહ્યું, (ગા. ૧ થી ૧૧). जम्मदुख्खं जरादुख्खं रोगाय मरणाणिय । દો! ટુરવોટું સંસારો નથ્થસિંતિ ગંતો ! (૧૬) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૯ અર્થાત્, જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખરૂપ છે, રોગ અને મરણ પણ દુઃખરૂપ છે. અહા ! સંસાર સર્વ દુઃખનું મૂળ છે જેમાં સર્વ જીવ કલેશ પામે છે. (ગા. ૧૬) જે મનુષ્ય સાથે ભાથુ લીધા સિવાય લાંબી મુસાફરીએ નીકળે છે તે માર્ગમાં ક્ષુધાથી અને તૃષાથી પીડાય છે અને દુઃખી થાય છે. अवं धम्मं अकाऊणं जोगछइ परंभवं । गछंतोसे दुहीहोइ वाहीरोगेहिं पीडिओ || (२०) અર્થાત્, તેવી જ રીતે જે મનુષ્ય ધર્મ કર્યા સિવાય પરભવમાં જાય છે તે માર્ગમાં વ્યાધિ અને રોગથી પીડાય છે. (ગા. ૨૦) लोओ पलित्तंमि जराओ मरणेणय | अप्पाणं तारइस्सामि तुझेहि अणुमनिओ ।। (२४) અર્થાત્, આ સંસારને જરા તથા મરણરૂપી અગ્નિ લાગેલો છે તો આપની આજ્ઞાથી મારા આત્માને તેમાંથી તરવવા ઈચ્છું છું. (ગા. ૨૪) આ સાંભળીને માતાપિતાએ કહ્યું, “હે પુત્ર ! સાધુનું ચારિત્ર પાળવું ઘણું મુશ્કેલ છે. શત્રુ તથા મિત્ર ઉપર સમતાભાવ રાખવો. જીંદગીભર પ્રાણીમાત્રને અશાતા ઉપજાવવાથી દૂર રહેવું, કદી પ્રમાદપણે પણ મૃષાવાદ બોલવું નહીં, દાંત સાફ કરવાની સળી સુદ્ધાંનું પણ અદત્તા-દાન લેવું નહીં, ભોગવિલાસથી દૂર રહેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, દરેક પ્રકારનો પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ કરવો, સુધા, તૃષા, ટાઢ, તડકો, ડાંસ, મચ્છરાદિનો પરિષહ, દુર્વચન, દુ:ખમય રહેઠાણ, ભિક્ષાચર્યા, કેશ-લોચ – તે બધું સહન કરવું – આ બધું હે પુત્ર ! તારાથી થશે નહીં કેમકે તું અતિ સુખમાં ઉછર્યો છે. હે પુત્ર ! સામા પ્રવાહે તરવું અથવા ભુજબળથી સમુદ્ર તરવો જેટલું દુષ્કર છે તેટલો સંયમ દુષ્કર છે. તે તો વેળુના કોળીઆ જેવો નિસ્વાદ, ખાંડાની ધાર પર ચાલવા જેવો અને લોઢાના ચણા ચાવવા જેવો, અગ્નિની બળતી શિખાનું પાન કરવા 2010_03 ૯૭ ઉત્તરાધ્યયન - સાર Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૯ જેવો હવાથી કોથળો ભરવા જેવો અને મેરૂ પર્વતને ત્રાજવામાં તોળવા જેવો મુશ્કેલ છે. માટે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગ ભોગવ્યા બાદ ધર્મ આદરજે. (ગા. ૨૫ થી ૪૨) પુત્ર જવાબ આપ્યો, આપ કહો છો તે સત્ય છે પરંતુ જેને આ લોકની સ્પૃહા નથી તેને કાંઈ પણ મુશ્કેલ નથી. શરીર અને મનસંબંધીની મહા વેદનાઓ મેં અનંત પ્રકારે (ગત જન્મોમાં) ભોગવી છે. આ મનુષ્ય લોકને વિષે અગ્નિ જેટલો ઉષ્ણ છે તેના કરતાં નર્કનો અગ્નિ અનંત ગણો વધારે ઉષ્ણ છે. તેની વેદના પણ મેં (ગત જન્મોમાં) સહન કરેલ છે. (ગા. ૪૫ થી ૪૮) (પછી નર્કની અસહ્ય વેદનાઓનું વર્ણન કરી કહે છે કે તે બધું તેણે સહન કર્યું છે.) (ગા. ૪૯ થી ૭૬) હે માત ! હે તાત ! આપ કહો છો તે તદન સાચું છે, પણ અરણ્યમાં પશુપક્ષીઓની સંભાળ કોણ લે છે? જેમ મૃગ એકલો અરણ્યમાં ભટકે છે તેમ હું પણ તપ અને સંયમથી ધર્મના માર્ગમાં વિચરીશ. (ગા. ૭૮) જેમ મૃગ પોતાની મેળે ઠેકઠેકાણે ફરતું ફરે છે, અનેક સ્થાને વાસ કરે છે અને નિત્ય પોતાનો ખોરાક મેળવે છે તેમ મને ભિક્ષાચર્યામાં ગમે તેવો આહાર મળે તો તે લઈશ અને મગની માફક વિચરીશ. (ગા. ૭૯ થી ૮૪) આ સાંભળી માતાપિતા કહે, “પુત્ર! જેમ ઠીક લાગે તેમ કરો.” બાદમાં મૃગાપુત્રે પંચ મહાવ્રત ધારણ કરી દીક્ષા લીધી અને અત્યંતર તપ કરી, મમત્વ, અહંકાર અને અનુરાગરહિત થયો. તે ત્રણ ગર્વથી, ચાર કષાયથી, ત્રણ દંડથી, ત્રણ શલ્યથી, સમ ભયથી, હર્ષ-શોકથી, રાગદ્વેષથી અને નિયાણાથી બંધનરહિત થયા. તેને આ લોકની તો ઠીક પણ પરલોકની પણ વાંચ્છના હતી નહીં અને અધ્યાત્મ ધ્યાનના યોગે કરીને એક માસનું અણસણ કરીને સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત થયા. (ગા. ૮૬ થી ૯૬). માટે હે ભવ્ય જીવો ! મહાપ્રતાપી મૃગાપુત્રને અનુસરીને દુઃખને વધારનાર અને અહમથી બાંધનાર જે માયા છે તેને ધિક્કારો અને મુક્તિના સુખ દેનાર ધર્મની પૂરા ધારણ કરો. (ગા. ૯૮-૯૯) ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૧ કરો તેવું પામો નોંધ : આ અધ્યયનમાં કદા-વસ્તુ કરતાં સાધુજીવન કેવું હોય તેનું વિગતe/ વર્ણન છે. અધ્યયન ર૧ : સમુદ્રપાલીયા અધ્યયન સાર ચંપા નગરીમાં પાલિત નામે શ્રાવક વ્યાપારી રહેતા હતા. વહાણવટું ખેડતાં તેઓ પિહુડ નામે નગરમાં ગયા. ત્યાં સમૃદ્ધ થયાં અને એક વ્યાપારીની દીકરી સાથે લગ્ન કર્યા. પત્ની સગર્ભા થઈ ત્યારે તેઓ સમુદ્ર રસ્તે સ્વદેશ પાછા ફરતા હતા તે દરમ્યાન એક પુત્રનો જન્મ થયો. જન્મ સમુદ્રયાત્રા દરમ્યાન થવાથી તેનું નામ સમુદ્રપાલ પાડ્યું. તે બધી કળામાં પારંગત થઈ ઉંમરલાયક થયો એટલે તેનું લગ્ન એક રૂપિણી નામની સ્વરૂપવાન કન્યા સાથે કરવામાં આવ્યું. એક સમયે જ્યારે સમુદ્રપાલ પોતાના મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે મોતની સજા પામેલ એક વ્યક્તિને વધસ્થળે લઈ જવાતો તેણે જોવો. આવા સામાન્ય બનાવે સમુદ્રપાલને વિચારતો કરી મૂક્યો. તેને થયું કે માણસ જેવું કરે તેવું પામે જ છે, તો પછી દુર્લભ એવા મનુષ્યજીવન દરમ્યાન બુદ્ધિમાન પુરૂષે મોક્ષ માટે જ ઉદ્યમવંત થવું જોઈએ. આવા વિચારોથી તે અંતર્મુખ થયા અને માતાપિતાની રજા લઈને તેણે પ્રવજયા લીધી. (ગા. ૧ થી ૧૦) अहिंस सच्चंच अतेणगंच तत्तो यबमं अपरिग्गहं च । पडिवज्जिया पंचमहळ्बयाई चरिज्ज धम्म जिणदेसियंविऊ ।। અર્થાતુ, અહિંસા, સત્ય પાળવા, અદત્તાદાન ન લેવું, બ્રહ્મચર્ય સેવવું અને પરિગ્રહ ન રાખવો – એ પાંચ મહાવ્રતા અંગીકાર કરીને જિનભાપિત ધર્મ સાધુએ ઉત્તરધ્યયન - સાર 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અધ્યયન-૨૧ સેવવો જોઈએ. તે પ્રમાણે તેણે પંચ મહાવ્રતો ધારણ કરી બધા જીવો તરફ અનુકંપાયુક્ત થઈ તેઓ વિચરતા હતા. કાળને યોગ્ય ધ્યાન અનુષ્ઠાન કરતાં, પ્રિયઅપ્રિય એકસરખી રીતે સહન કરતાં. સ્તુતિ-નિંદા પ્રત્યે સમભાવ રાખતાં, જુદા જુદા મનુષ્યોના જુદા જુદા અભિપ્રાયો તેના ખરા સ્વરૂપમાં સમજતા, જેમ સંગ્રામને મોખરે રહેલ રાજહસ્તિ નાસતો નથી તેમ ગમે તેટલા પરિષહ આવે તો તે ચલિત થતાં નહીં. રાગ, દ્વેષ અને મોહને ત્યજી દઈને નિરંતર સાવધાન અને મેરૂ પર્વતની પેઠે દઢ રહેતા. (ગા. ૧૧ થી ૧૯). વિદ્વાન સાધુ રતિ-અરતિ સહન કરે છે, કોઈનો પરિચય સેવતો નથી અને સર્વ વસ્તુથી વિરક્ત રહી પોતાના આત્માનું હિત વિચારે છે અને શોક, મમત્વ તથા પરિગ્રહથી મુક્ત રહે છે. તે જ રીતે સમુદ્રપાલ સર્વોત્તમ ચારિત્ર પાળીને આકાશમાં સૂર્ય બિરાજે છે તેમ કેવળ-જ્ઞાન અને તપના પ્રભાવે બિરાજવા લાગ્યા. (ગા. ૨૧ થી ૨૩). ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૨ ૧૦૧ રાજીમતીનું સાતત્ય નોંધ ૧ : યારિત્ર સંપન્ન અને પ્રજ્ઞાવાન મહિલાઓ જેણે પોતાના ચારિત્ર સંપન્ન વ્યકિતત્વની પતનને માર્ગે જતાં પુરૂષોને બચાવ્યા હોય તેવા દષ્ટાંતો જૈન સાહિત્યમાં અવારનવાર મળી આવે છે. તેમાંના એક મહિલાની આ ક્યા છે. તેનું નામ રાજીમતી છે અને જે પુરૂષને પતનને માર્ગે તાં તેમણે બચાવ્યા તેનું નામ રથનેમી છે, જેના નામ ઉપર આ અધ્યયન રચાયું છે. ખરેખર તો આ અધ્યયનનું કેન્દ્રબિંદુ રાજીમતીની પ્રતિભા જ છે. અધ્યયન રર : રથનેમીય અધ્યયન સાર સૌર્યપુર (મથુરા ?) નામે નગરને વિષે વસુદેવ નામે મહા ઋિદ્ધિવાન રાજા રાજય કરતા હતા. તેમને રોહિણી અને દેવકી નામની બે રાણીઓ હતી. રોહિણીને રામ (બલરામ) અને દેવકીને કેશવ (કૃષ્ણ) નામે પુત્રો હતા. તેજ ગામમાં સમુદ્રવિજય નામે બીજા રાજા હતા જેને અરિષ્ટનેમી (નેમીનાથ) નામે પુત્ર હતા, જેશ્યામ કાંતિવાળા, વજના જેવા મજબુત બાંધાના હતા. વસુદેવ-પુત્ર કેશવે ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે અરિષ્ટનેમીનું વેવિશાળ નક્કી કરાવ્યું. રાજીમતી સર્વ લક્ષણ સંપન્ન અને વીજળી જેવી દેદીપ્યમાન તથા ચપળ, સુશીલ અને દેખાવડી હતી. (ગા. ૧ થી ૭) નોંધ ર : આ કા ભગવાન શ્રી કૃષ્ણના યદુ કુટુંબની છે. તે જમાનામાં રાજવંશમાં જન્મેલા પુરૂષો “રાજા” Èવાતા. શ્રી કૃષ્ણના પિતા વસુદેવ અને નેમીનાથના પિતા સમુદ્રવિજ્ય બંને સગા ભાઈઓ હતા, ઉગ્રસેનના પુત્ર ક્ત હતા જેના ત્રાસને લઈને શ્રીકૃષ્ણ તેમનો વધ કરેલ. કંસના સસરા રાસંધ હતા. શ્રીકૃષ્ણે કંસનો વધ ક્ય તેટલી રાસંઘ મથુરા ઉપર અવારનવાર હુમલા કરવા લાગ્યો. તેથી શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રમાં સમુદ્રકિનારે દ્વારકા વસાવી. આ ક્યાનું સ્થાન દ્વારિકા અને રેવત પર્વત (ગિરનાર) છે. હરિવંશ તથા વિષ્ણુપુરાણમાં રાજીમતીનું નામ ‘સુતનુ” આપેલ છે તેમ શ્રી ગોપાલદાસભાઈ “મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ” પુસ્તકમાં જણાવે છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અધ્યયન-૨૨ અધ્યયન સાર શ્રી નેમીનાથ અને રાજુમતીના લગ્ન લેવાયા ત્યારે શ્રી નેમીનાથ લગ્નમંડપ તરફ રવાના થયા. રસ્તામાં એક વાડામાં પુરાયેલ પશુઓની ચિચિયારીનો અવાજ સાંભળતાં તે અંગે શ્રી નેમીનાથે પોતાના સાથીને પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે આ પશુઓ લગ્નની મિજબાની માટે કલ કરવા પુરવામાં આવેલ છે. પોતાના લગ્નની ઉજવણી અર્થે આટલી વ્યાપક હિંસા થવાની છે તે વિચારે શ્રી નેમીનાથ અત્યંત વ્યગ્ર થયા. તેઓ જેમ જેમ અંતર્મુખ થતાં ગયા તેમ તેમ સંસારની વિષમતાઓનો તેમને ખ્યાલ આવતો ગયો. તેમણે પરિવ્રજયા લઈ આત્મકલ્યાણ અર્થે બાકીનું જીવન ગાળવા નિર્ણય કર્યો. આભુષણો ઉતારી નાખ્યા અને રથને પાછો વાળવા સારથીને હુકમ કર્યો. દીક્ષા લઈને રૈવત (ગિરનાર) પર્વત ઉપર ચાલ્યા ગયા. આ સમયે શ્રીકૃષ્ણ વસુદેવ, સમુદ્રવિજય આદિ નૃપતિઓએ આશીર્વચન આપી કહ્યું, “હે દમીશ્વર ! આપના દર્શન, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભ સદા વૃદ્ધિ પામો.” (ગા. ૮ થી ૨૭). રાજકુમારી રાજીમતીએ ઉપરના સમાચાર સાંભળ્યા ત્યારે ઘણા દુઃખી થયા. પરંતુ ઘણા વિલાપને અંતે તેમને પણ દુન્વયી ભોગોના નિરર્થકપણાનું ભાન થતાં તેમણે પણ શ્રી નેમીનાથના માર્ગે જવાનું પસંદ કર્યું અને દીક્ષા લઈ તેઓ પણ રૈવત પર્વત ઉપર ગયા. એકદા પર્વત ઉપર અતિવૃષ્ટિ થવાથી રાજીમતી ભીંજાઈ ગયા અને પર્વતની કોઈ એક ગુફામાં આશ્રય લીધો. ત્યાં આગળ એકાંત જાણી પોતાના ભીના કપડા કાઢી કોરા કરવા લાગ્યા. પરંતુ તેજ ગુફામાં નેમીનાથના જયેષ્ટ બંધુ રથનેમી પણ હતા. તેમણે પણ દીક્ષા ગ્રહણ કરેલ. તેમનું ધ્યાન નિવસ્ત્ર થયેલ રાજીમતી તરફ ગયું અને તેણીના અદ્ભુત સૌંદર્યથી વિચલિત થયા. તેમણે રાજીમતી પાસે કામસુખની માંગણી કરી કહ્યું, “હે ભદ્ર ! સુતનું મારો અંગીકાર કર. તેથી તને કાંઈ હાનિ થશે નહીં. મનુષ્યભવ મળવો દુર્લભ છે તો આપણે તે આનંદથી ભોગવીએ અને બાદમાં જિન માર્ગને વિષે વિચારીશું. (ગા. ૨૮ થી ૩૮) રથનેમી પણ દીક્ષીત હતા. તેમના સંયમનો આ રીતે ભંગ થતો જોઈને રથનેમીએ સ્વસ્થ બની મક્કમ સ્વરે તેમનું કહ્યું, “હે રથનેમી! તું સાક્ષાત્ ઈંદ્ર સ્વરૂપ હો તો પણ હું તારી ઈચ્છા કરતી નથી. ‘અગંધન' કુળમાં ઉત્પન્ન થયેલ સર્પ ધુમકેતુના ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૨ ૧૦૩ અગ્નિની જવાળાઓ (જ સહન કરતી દુઃસહ છે તે) કદાચ સહન કરે, પરંતુ એક વાર વમન કરેલ વિષ તેઓ પાછું પીવાની ઈચ્છા કરતા નથી (તેજ રીતે તારા ભાઈથી મુકાયેલ હું મને તારે ઇચ્છવી જોઈએ નહીં), હે અપયશને ઈચ્છનારા ! ધિક્કાર છે તને કે તું આ જીવિતને અર્થે વમન કરેલ આહાર ફરી ખાવાની ઈચ્છા કરે છે. આવા જીવન કરતાં તો મૃત્યુ સારું છે. હે રથનેમી ! આપણે બંને ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયા છીએ તે ધ્યાનમાં રાખી સંયમમાં સ્થિર થાઓ. જો તું હરકોઈ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને ભોગની ઈચ્છા કરીશ તો વાયરાથી વનસ્પતિ જેમ ચલાયમાન થાય છે તેમ તું પણ અસ્થિર ચિત્તવાળો થઈશ અને જેમ કોઈ ગોવાળ ગાયોના ઘણનો માલિક નથી (માત્ર રખેવાળ છે) તેમ તું પણ શ્રમણ ધર્મનો માલિક ગણાઈશ નહીં (તને મોક્ષ પ્રાપ્ત થશે નહીં) .'' (ગા. ૪૧ થી ૪૬). આ વચનો સાંભળીને રથનેમીના સંસ્કાર જાગૃત થયા અને હાથી જેમ અંકુશથી પાછો ફરે છે તેમ તે પણ ધર્મમાર્ગમાં પાછા ફર્યા. બાદમાં પંચ મહાવ્રતમાં દઢ રહીને રથનેમીએ નિર્મળ મનથી સાધના કરી અને કેવળી પદને પ્રાપ્ત કર્યું. (ગા. ૪૮ થી ૫૦) ओवं करंति संबुद्धा पंडिया पवियख्खणा । विणियटृति भोगेसु जहासे पुरिसोत्तमो तिबेमि ।। (५१) અર્ધાતુ, તત્ત્વના જાણકાર પંડિત, વિચક્ષણ અને વિવેકી પુરૂષો આ પ્રમાણે વર્તે છે. તેઓ પુરૂષોમાં ઉત્તમ એવા રથનેમીની પેઠે નિવર્તે છે. (ગા, ૫૧) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અધ્યયન-૨૫ સાચો યજ્ઞ અને સાચો બ્રાહ્મણ અધ્યયન રપ : યજ્ઞીય જયઘોષ' નામે એક મહાયશસ્વી બ્રાહ્મણ શ્રામણ ધર્મના પંચ મહાવ્રતધારી હતા. તે વિહાર કરતાં એક દિવસ વારાણસી નગરીમાં આવી ચડ્યા. ત્યાં ‘વિજયઘોષ' કરીને એક વેદજ્ઞ બ્રાહ્મણ હતા. તે યજ્ઞ કરતા હતા ત્યાં “જયઘોષ' જઈ ચડ્યા. તેઓ ભિક્ષાને અર્થે આવ્યા છે તેમ સમજી વિજયઘોષે તેમને કહ્યું, “હે ભિક્ષુક ! હું તમને ભિક્ષા નહીં આપું કેમકે આ યજ્ઞનો ખોરાક તો જે બ્રાહ્મણો વેદ પારંગત, યજ્ઞાર્થી છે, જયોતિષમાં પારંગત છે, ધર્મના જાણકાર છે, જે પોતાને તથા અન્યને સંસાર સમુદ્રમાંથી તારવાને સમર્થ છે, તેમના માટે છે. (ગા. ૧ થી ૮) જયઘોષ ત્યાં ભોજન વગેરેની પ્રાપ્તિ માટે નહીં પરંતુ તે લોકોને કર્મ-બંધનથી મુક્ત કરાવવા ગયેલા તેથી તેમણે કહ્યું, “હે વિજયધોષ ! તું વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું તેમજ ધર્મનું મૂળ તત્ત્વ જાણતો નથી તેમજ જે પોતાના તેમજ અન્યના આત્માને તારવાને સમર્થ છે તેને પણ ઓળખાતો નથી. આ બધું તું જાણતો હોય તો કહે કે તે શું છે ? (ગા. ૧૦ થી ૧૨) ઉત્તર દેવાને અસમર્થ વિજયઘોષ તથા અન્ય બ્રાહ્મણોએ કહ્યું, હે મુનિ ! આપ જ તે બધું બતાવો. જયઘોષ : હે વિજયઘોષ! વેદનું મૂળ તત્ત્વ અગ્નિહોત્ર – એટલે ધર્મધ્યાનરૂપી અગ્નિમાં કર્મરૂપી ઈધનનો હોમ કરવો, યજ્ઞનું તત્ત્વ ઉત્તમ ભાવના – સત્ય, સંતોષ, ક્ષમા વગેરે છે. નક્ષત્રનું તત્ત્વ ચંદ્ર અને સર્વધર્મનું તત્ત્વ કાશ્યપ (શ્રી ઋષભદેવ)નો ધર્મ છે. તત્ત્વના જ્ઞાનરહિત યજ્ઞવાદી બ્રાહ્મણો યજ્ઞના જાણપણાનો ડોળ કરે છે. અગ્નિ જેમ રાખમાં ઢંકાયેલ હોય છે, તેમ તેઓ બાહ્ય ક્રિયાઓથી ઢંકાયેલ પરંતુ અંતરમાં ક્રોધ, માન, માયા વગેરે કષાયોથી દગ્ધ રહે છે. (ગા. ૧૩ થી ૧૯) જે દીક્ષા લીધા પછી સંસારીનો સંગ કરતો નથી, જે સાધુ થયા બાદ સ્થાનત્તર થવાથી ગોચ કરતો નથી અને જે આર્ય વચનથી સંતોષ પામે છે તે ખરો બ્રાહ્મણ છે. - - ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૫ જે રાગદ્વેષથી રહિત હોય, જે અગ્નિથી શુદ્ધ કરેલ સુવર્ણની માફક પાપ મળથી રહિત હોય તે ખરો બ્રાહ્મણ છે. જે ક્રોધથી, હાસ્યથી, લોભથી અથવા ભયથી જૂઠું બોલતો નથી તે ખરો બ્રાહ્મણ છે. જે મન, વચન અને કાયાથી મૈથુન સેવતો નથી, અદત્તાદાન લેતો નથી, જે પાણીમાં રહેલ કમળની પેઠે કામભોગથી અલિપ્ત રહે છે તે ખરો બ્રાહ્મણ છે. (ગા. ૨૦ થી ૨૭) જેણે પોતાનો પૂર્વ સંયોગ છોડી દીધો છે, જેણે જ્ઞાતિ અને બાંધવોનો સંગ છોડી દીધોછે અને જે કામભોગને વિષે તત્પર રહેતો નથી તે ખરો બ્રાહ્મણ છે. હે વિજયઘોષ ! પશુઓનો વધ કરી યજ્ઞ કરવાનું તું કહે છે તે પાપનું કારણ છે. (ગા. ૨૯-૩૦) नवि मुंडिओण समणो न ओंकारेणबमणो । न मुणी रन्नवासेण न कुस चीरेण तावसो || (३१) અર્થાત્, માથું મુંડાવ્યાથી શ્રમણ થવાતું નથી, ઓસ્કાર ભણવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યમાં વાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ ધારણ કરવાથી તાપસ થવાતું નથી. (ગા. ૩૧) समयाओ समणो होइ बंभचरेण बंमणो । नाणोणओ मुणी होइ तवेण होइ तावसो || (३२) અર્થાત્, સમતાભાવ રાખે છે તે શ્રમણ, બ્રહ્મચર્ય સેવે તે બ્રાહ્મણ, જ્ઞાન પ્રાપ્ત કરે તે મુનિ અને તપશ્ચર્યા કરે તે તાપસ કહેવાય. (ગા. ૩૨) ૧૦૫ कम्मुणा बंसणो होइ कम्मुणा होइ ख्खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। (३३) અર્થાત્, કર્મ પ્રમાણે જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. (ગા. ૩૩) 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ सव्व कम्म विणिमुं तं वयं बूम माहणं || (३४) અર્થાત્, જે સર્વ કર્મથી મુક્ત થયો હોય તેને અમો બ્રાહ્મણ કહીએ છીએ. (ગા. ૩૪) (ઉપર પ્રમાણે ઉપદેશ થવાથી) વિજયઘોષના સંશયો દૂર થયા અને કહ્યું, હે મહામુનિ ! આપ જ યજ્ઞના ખરા જાણકાર છો. કૃપા કરી અમારે ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. (ગા. ૩૬ થી ૩૮) : જયઘોષ ઃ ભિક્ષાની મને જરૂર નથી પરંતુ તમે દીક્ષા ગ્રહણ કરો અને સંસારનું પરિભ્રમણ અટકાવો. જેમ માટીનો લીલો ગોળો ભીંતને ચોંટી રહે છે તેમ કામલાલસાવાળા મનુષ્યો કર્મને ચોટી રહે છે પરંતુ જેઓ વિરક્ત છે તેઓ માટીના સુકા ગોળાની પેઠે કર્મથી વેગળા થાય છે. (ગા. ૪૦ થી ૪૩) આ પ્રમાણે જયઘોષ મુનિ પાસેથી ધર્મ શ્રવણ કરીને વિજયઘોષે દીક્ષા ગ્રહણ કરી. (ગા.૪૪) 2010_03 ✰✰✰ ઉત્તરાધ્યયન - અધ્યયન-૨૫ સાર Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ સાધુ ધર્મ અધ્યયન ૧ : શિષ્ય ધર્મ - વિનયશ્રુત અધ્યયન ૨ : પરિષ અધ્યયન ૧૧ : સાચો જ્ઞાની અધ્યયન ૧૫ : સાચો ભિક્ષુ અધ્યયન ૧૭ : પાપી શ્રમણો અધ્યયન ૨૬ : ભિક્ષુની દિનચર્યા - સમાચારી અધ્યયન ૨૭ : ગળિયો બળદ - ખલુંકીય અધ્યયન ૩૫ : સાધુનો કર્મ : અણગારાધ્યયન નોંધ : આ સાત અધ્યયનો સાધુઓએ રાખવાના આચારધર્મની નાનામાં નાની વિગતવાળા છે. તેની ઝીણી ઝીણી વિગતોમાં ઉતરવાને બદલે અગત્યનો સાર અહીં આપવામાં આવેલ છે. અધ્યયન ૧ : શિષ્ય ધર્મ વિનયશ્રુત શ્રી ગોપાલદાસભાઈ કહે છે તેમ બાહ્ય વિનય તે આંતરિક નમ્રતાનું લક્ષણ છે. આ અધ્યયનમાં શિષ્યે પોતાના ગુરૂ પ્રત્યે બેસવા, ઉઠવા, બોલવા વગેરે તમામ દૈનિક ક્રિયાઓમાંથી કઈ જાતનો વિનય રાખવો જોઈએ તે ઝીણામાં ઝીણી વિગતથી સમજાવ્યું છે. 2010_03 - ૧૦૭ ગુરૂની આજ્ઞાની રાહ જોયા વિના તેમનો મનોભાવ સમજી લઈને તેમણે બતાવેલા માર્ગને શિષ્યે અનુસરવો. (ગા. ૧ થી ૭) શિષ્યે ગુરૂ પાસે પોતાની વાચાળતા દેખાડવાને બદલે શાંત રહેવું અને ગુરૂ કોઈ ભૂલ બતાવે તો ગુસ્સે ન થવું. (ગા. ૮-૯) કોઈ દુષ્કૃત્ય થઈ જાય તો ગુરૂ પાસે છુપાવવું નહીં. (ગા. ૧૦) ગુરૂના આદેશની વારંવાર રાહ જોવી નહીં. (ગા.૧૨) જાહેરમાં કે એકાંતમાં ગુરૂ સમીપે શત્રુભાવ દર્શાવવો નહીં. કોઈ ઉત્તરાધ્યયન - સાર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અધ્યયન-૧ નિશ્ચયાત્મક ભાષા વાપરવી નહીં. પોતાના માટે અગર કોઈ બીજા માટે અથવા વિના પ્રયોજને અર્થરહિત અગર માર્મિક વચન બોલવું નહીં. (ગા. ૨૪-૨૫) કોઈ સૂના ઘરમાં, નેળમાં કે રાજ્યમાર્ગ ઉપર એકલી સ્ત્રી સંગાથે ઉભા રહેવું નહીં. ગુરૂના શીતલ કે કઠોર વચનો મારા લાભને અર્થે છે તેમ સમજવું. (ગા. ર૭) યોગ્ય સમયે ગોચરીએ (ભિક્ષાર્થે) જવું અને પાછા ફરવું. જમણવારની પંગત બેઠી હોય ત્યાં ન જવું અને પૃથક પૃથક ગોચરી કરવી. અગાઉથી ભિક્ષા માટે આવેલ સાધુને ઉલંધીને તેની આગળ થઈ જવું નહીં. (ગા. ૩૨-૩૩) ઉપરના લક્ષણોથી વિભૂષીત વિનયી શિષ્ય સર્વથી પૂજાશે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ ૧૦૯ ભિક્ષ જીવનના પરિષહો અધ્યયન ર : પરિષહ શ્રમણ ભગવંત શ્રી મહાવીરે સાધુ જીવનમાં સહેજે આવી પડતી બાવીસ મુશ્કેલીઓ બતાવી છે તે તમામ સાધુઓએ શીખવી, જાણવી અને સહન કરવી જોઈએ. આ મુશ્કેલીઓ નીચે મુજબ છે : (૧) સુધા : ભૂખને લીધે બળવાન તપસ્વી ભિક્ષુ પણ કાગડીના પગના સાંધા જેવી આંગળીઓવાળો બને અને શરીર હાડકાના માળા જેવું બની ગયું હોય તો પણ તેણે પ્રસન્ન મનથી સંયમ માર્ગે પ્રવર્તવું. (૨) તૃષા : વન, અટવી વગેરેમાં તૃષાએ પીડાતો હોય, મોટું સુકાઈ જતું હોય તો પણ સચેત જળ પીવું નહીં. (૩) શીત : ટાઢને દૂર કરવા અગ્નિનું તાપણું સેવવું નહીં. (૪) ઉષ્ણ : ગરમીથી થતી પીડાથી રાહત મેળવવા શીતળતાની વાંચ્છના કરવી નહી કે પંખાનો ઉપયોગ કરવો નહીં. (૫) ડાંસ-મચ્છરથી પીડાયેલ મુનિ તેમના પ્રત્યે મનને દૂષિત કરે નહીં પણ વીરપુરૂષની પેઠે મુશ્કેલીનો સામનો કરે. (૬) કપડાં તે ફાટી જતાં નવા કપડા મેળવવની ચિંતા ન કરે. (૭) અરતિ : ગામોગામ વિચરતા સંયમ માર્ગ તરફ અરતિ (અણગમો) ઉત્પન્ન થવા દેવો નહીં અને ધર્મમાં જ રમમાણ રહેવું. (૮) સ્ત્રીસંગનો પરિત્યાગ કરવો. (૯) રાગદ્વેષ રહિત નિર્દોષ આહાર ઉપર નિર્વાહ કરી ગૃહસ્થોથી અલગ રહી વિહાર કરવો. કોઈ એક સ્થળે પડી રહેવું નહીં. (૧૦) સ્મશાનમાં, વૃક્ષ નીચે કે એકાંતમાં ધ્યાનમાં બેસે ત્યારે જે ઉપસર્ગ ઉપજે તેથી ડરીને બીજે ન જવું પણ શાંતિથી સહન કરવા. (૧૧) શયા : સારીનરસી શૈયાનો વિચાર કર્યા વિના સૂવું. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અધ્યયન-૨ (૧૨) બીજાની ક્રૂર અને કટુ વાણી સાંભળી મન રહેવું. (૧૩) ભિક્ષુને કોઈ મારે તો ક્રોધ ન કરવો. ‘જીવનો નાશ નથી તે યાદ રાખવું. (૧૪) ભિક્ષુએ આવશ્યક વસ્તુ માટે ભિક્ષા માંગવી પડે તે વાત કષ્ટદાયક છે પરંતુ તેથી ગૃહસ્થ જીવન સારું છે તેમ ન માનવું. (૧૫) વધ્યા-ઘટ્યા અન્નની જ ભિક્ષા લેવાની હોય છે. પરંતુ તે પણ મળે નહીં ત્યારે નિરાશ નહીં થતાં “આજે નહીં તો કાલે' તેમ માનવું. (૧૬) રોગ આવે તો તે કર્મ-ફળ છે તેમ માની પોતાને માટે કાંઈ પણ કરવું કે કરાવવું નહીં. (૧૭) કઠોર સ્પર્શવાળા તૃણ ઉપર સૂતી વખતે શરીરે પીડા થાય ત્યારે પણ કઠોર સ્પર્શને સહન કરવો. (૧૮) ઉનાળામાં શરીરે પ્રસ્વેદ થાય અને મેલ-રજથી શરીર ખરડાય તો તે પણ સહન કરવું. આવા પરિષહો તો મૃત્યુ સુધી રહેવાના. (૧૯) ગૃહસ્થો તરફથી આદરસત્કારની અપેક્ષા ન રાખવી અગર તેવો સત્કાર પામનાર બીજા સાધુની ઈર્ષા ન કરવી. (૨૦) પોતાનામાં વિશેષ જ્ઞાન ન હોય તો ખિન્ન થવું નહીં પરંતુ વિચારવું કે આ જ્ઞાનાવરણીય કર્મનું ફળ હોઈ શકે. (ર૧) મેં મૈથુનનો ત્યાગ કરેલ છે, હું તપ કરું છું, સિદ્ધાંત ભણું છું છતાં ધર્મનો સ્વભાવ બરાબર જાણી શકતો નથી. તેમજ (રર) “પરલોક નથી”, “તપથી તો સિદ્ધિ થતી નથી', “જિનો હતા નહીં, છે નહીં અને થશે પણ નહીં આવું ચિંતન કરવું નહીં. ઉપર પ્રમાણેના પરિષદો ધીરજવાન સાધુએ સહન કરી સંયમનો ભંગ કરવો નહીં. (ગા. ૧ થી ૪૦) ઉત્તરાચિયન - સાર 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૬ તે નીચે પ્રમાણે છે : ભિક્ષુની દિનચર્યા અધ્યયન ૨૬ ; સમાચારી સમાચારી એટલે શુદ્ધ આચાર. ભગવાને દસ પ્રકારની સમાચારી કહી છે. (૧) આવશ્યકી : કોઈ જરૂરના કામ માટે ઉપાશ્રયની બહાર જવું. (૨) નૈષેધિકી : બહારથી આવી ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૩) આપૃચ્છતા ઃ પોતાને ક૨વાના કાર્યોમાં ગુરૂની આજ્ઞા માંગવી. (૪) પ્રતિપૃચ્છતા : અન્યના કાર્ય માટે ગુરૂની આજ્ઞા લેવી. (૫) છંદના : પોતાની પાસે અન્ન, પાણી વગેરે હોય તે બીજા સાધુને આપવું. (૬) ઈચ્છાકાર : ‘આપની ઈચ્છા હોય તેમ કરું' તેમ કહી બીજાનું કામ કરવું. (૭) મિથ્યાકાર : પોતાની ભૂલ થઈ હોય તો તે કબુલી ‘મિચ્છામીદુકંડ’ કરવું. (૮) તથાકાર : ગુરૂ કાંઈ કામ કહે તો ‘તથાસ્તુ' કહી સ્વીકારવું. (૯) અભ્યસ્થાન : ગુરૂના આદેશોમાં કાર્યરત રહેવું. (૧૦) ઉપસંપદા : જ્ઞાનાદિ મેળવવા અન્ય આચાર્યો પાસે જવું. (ગા. ૧ થી ૭) ભિક્ષુએ દિવસ તથા રાત્રીના ચાર ભાગ (પૌરૂષી) પાડવા અને નીચે મુજબ તેમાં કાર્યો કરવા. પ્રથમ ભાગમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન અને ત્રીજામાં ભિક્ષા અને ચોથામાં સ્વાધ્યાય. તે પ્રમાણે દિવસના. 2010_03 રાત્રે સ્વાધ્યાય, ધ્યાન, નિદ્રા અને સ્વાધ્યાય. પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતાં પહેલાં બધા વસ્ત્રો, મુહપત્તી, ગુચ્છો વગેરે તપાસી જીવજંતુ હોય તો તે કાળજીથી દૂર કરવા. (આ તપાસ પણ અત્યંત કાળજીથી જીવરક્ષા કેવી રીતે કરવી તેની ઝીણી વિગતો અહીં નથી આપી તેમજ ‘પૌરૂષી’ના ભાગ કેવી રીતે પાડવા તેની બારીક વિગતો પણ અહીં નથી આપી). ભિક્ષુએ ગાચરી (ભિક્ષા) કેવી રીતે કરવી તે બાબત કહ્યું છે કે નીચેના પૈકી એકાદ કારણસર આહાર પાણી લેવા જવું. ૧૧૧ ઉત્તરાધ્યયન - સાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અધ્યયન-૨૬ (૧) વેદનાનું ઉપશમ કરવા, (ર) ગુરૂ માટે ગોચરી કરવા, (૩) ઈર્ષા સમિતિ (ચાલવામાં કાળજી) બરાબર પળાય તે માટે, (૪) સંયમના નિર્વાહ માટે, (૫) જીવન ટકાવવા અર્થે, (૬) ધર્મધ્યાન કરી શકાય તે માટે. નીચેના છ કારણોસર સાધુ ગોચરીએ ન જાય તો તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું ન કહેવાય : (૧) બીમારીને કારણે, (૨) કોઈ ઉપસર્ગ (વિપ્ન)ને કારણે, (૩) બ્રહ્મચર્ય કે મન-વચન અને કાયાના કોઈ નિયમને કારણે, (૪) જીવદયા અર્થે, (૫) તપ અર્થે, (૬) સંલ્લેખના અર્થે. (ગા. ૩૦ થી ૩૫) ચોથી પૌરૂષીના છેલ્લા ભાગમાં ગુરૂને વંદના કરી પ્રતિક્રમણ કરી મળમુત્રાદિ નાંખવાની જગયા તપાસવી અને ત્યારબાદ કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરવો. ત્યારબાદ દિવસ દરમ્યાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે જે અતિચાર (દોષ) લાગ્યા હોય તેનું ચિંતન કરી તેની ગુરૂ પાસે કબુલાત કરવી. (ગા. ૩૮ થી ૪૧) રાત્રે પૌરૂષીમાં સ્વાધ્યાય કરતી વખતે બીજાઓને નિદ્રામાં ખલેલ ન પહોચે તેનું ધ્યાન રાખવું. રાત્રીની ચોથી પૌરૂષીના અંત ભાગમાં રાત્રી દરમ્યાન દર્શન, જ્ઞાન અને ચારિત્ર ને તપને લગતા જે દોષ થયા હોય તે યાદ કરી ગુરૂ પાસે કબુલાત કરવી અને પ્રતિક્રમણ કરવું. બાદમાં વિચારવું કે હવે કયા પ્રકારનું તપ કરીશ. બાદમાં સિદ્ધ પુરૂષોની સ્તુતિ કરવી. (ગા. ૪૫ થી પર) આ પ્રકારની સમાચારી કરવાથી સંસાર સાગર તરી શકાય છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૭ ૧૧૩ ગળીઓ બળદ નોંધ : કુશિષ્યો આજના જમાનામાં જ હોય છે તેવું નથી. જુના જમાનામાં પણ હતા અને તે ગળીયા બદળ જેવા કેવી રીતે હોય તે અહીં બતાવ્યું છે. શિષ્ય તેવા ન થવાનો ઉપદેશ છે. અધ્યયન ર૭ : ખલુંકીય અધ્યયન સાર ગર્ગ નામના એક શાસ્ત્રવિશારદ અને મોટા શિષ્ય વૃંદવાળા ગણધર હતા. પોતાના શિષ્યોથી કંટાળીને તે વિચારવા લાગ્યા. જેમ સારા બળદવાળા વાહનમાં બેસી વટેમાર્ગ જંગલ પાર કરી જાય છે તેમ યોગરૂપી વાહનમાં બેસનાર ગુરૂ-શિષ્ય સંસાર સમુદ્રને પાર કરી જાય છે. પરંતુ જો વાહન ખેંચનાર બળદ જ ગળીઓ હોય તો તેને પરોણો ભાંગે ત્યાં સુધી મારીને ચલાવો તો પણ તે આડે માર્ગે ચડી જાય છે, કાંતો પાસાભેર પડી નીય, અગર બેસી જાય. અગર ઠેકડા મારે, ગુસ્સે થઈ પાછો ફરે અગર મરી ગયો હોય તેમ સ્થિર ઉભો રહે અગર દોડવા લાગે વગેરે તોફાનો કરે અને પલાયન પણ કરી જાય. (ગા. ૧ થી ૭). ખાસ તે રીતે જ મારા કુશિષ્યો વર્તન કરે છે. તેમાંના કોઈને ઋદ્ધિનો વર્ગ છે તો કોઈક રસલોલુપ છે, કોઈ શાતા-ગર્વિત હોય છે તો કોઈ કોપી હોય છે. કોઈ ભિક્ષા લેવા જવાના આળસુ હોય છે તો કોઈ અપમાનથી ડરીને બીિ રહે છે. આવા શિષ્યો ગુરૂના શિક્ષણમાં દોષ કાઢે છે અને તેમાં ખોટી કલ્પિત મુશ્કેલીઓ કાઢી બતાવે છે. કોઈ ગૃહસ્થને ત્યાં અહારાદિ વહોરવા ગુરૂ મોકલે તો “તે શ્રાવિકા મને ઓળખતી નથી'', “તે ઘરેથી બહાર ગઈ હશે” વગેરે પ્રકારના બહાના કાઢે છે. કોઈ તેમને બતાવેલ કામ કરતા નથી અને પોતાને ફાવે ત્યાં ભટક્યા કરે છે. કોઈ તો એવા છે કે તેને શાસ્ત્રાભ્યાસ કરવ્યો, સમ્યક ધારણ કરાવ્યું, ખાનપાનથી તેમનું પોષણ કર્યું, પછી હંસના બચ્ચાને પાંખો આવવાથી તે ઉડી જાય છે તેમ (ગુરૂનો ત્યાગ કરી) દસે દિશામાં યોચ્છ વિહાર કરે છે. આવા ગળીઆ બળદ જેવા દુષ્ટ શિષ્યોનું મારે શું કરવું? (ગા. ૮ થી ૧૫) ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાધુનો ધર્મ અધ્યયન ૩૫ : સાધુનો ધર્મ અણગારાધ્યયન જે માર્ગે ચાલવાથી ભિક્ષુ સર્વ દુઃખોનો અંત આણી શકે છે, એવો શ્રી બુદ્ધે (તીર્થંકરે) બતાવેલો માર્ગ હું તમોને કહી સંભળાવું છું. ગૃહવાસનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા લેનાર મુનિએ હિંસા, મૃષાવાદ, ચોરી, મૈથુન, ઈચ્છા, કામભોગ અને લોભ વગેરેનો ત્યાગ કરવો અને તેણે સુશોભિત કરેલ મનોહાર મંદિર-ઉપાશ્રયની મનથી પણ ઈચ્છા કરવી નહીં. (ગા. ૧ થી ૪) - સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષના થડ તળે એકાંત સ્થળમાં તેમજ જ્યાં જીવજંતુ ન હોય તેમજ સ્વાધ્યાયમાં અંતરાય ન આવે તથા સ્ત્રીનો વાસ ન હોય તેવા સ્થળે રહેવું. સાધુએ ઘર બાંધવાના આરંભ સમારંભથી દૂર રહેવું. (ગા. ૬ થી ૯) સાધુએ પોતે આહાર-પાણી રાંધવા નહીં કે બીજા પાસે ગંધાવવા પણ નહીં. અગ્નિ સર્વ દિશામાં પથરાઈને ઘણા જીવોનો નાશ કરે છે તેથી સાધુએ અગ્નિ સળગાવવો નહીં. (ગા. ૧૦ થી ૧૨) સાધુએ સોનારૂપાની મનથી પણ ઈચ્છા કરવી નહીં. કાંચન અને પાષાણને સમાન ગણી ક્રયવિક્રયથી દૂર રહેવું (ગા. ૧૩-૧૪) અને ભિક્ષાવૃત્તિથી જ પેટ ભરવું અને તેમ કરતાં જે મળે તેથી સંતોષ માનવો. (ગા. ૧૫-૧૬) ભિક્ષા શાસ્ત્રોક્ત રીતે જ લેવી. સરસ આહારની અભિલાષા કરવી નહીં અને ભોજનનો સંચય પણ કરવો નહીં. આહાર સંયમના નિર્વાહને અર્થે છે સ્વાદ માટે નથી. 2010_03 અધ્યયન-૩૫ પુષ્પ વડે પૂજા, આસન વડે સત્કાર, વંદના, ભેટ અને સન્માનની ઈચ્છા સાધુએ મનથી પણ કરવી નહીં. શુકલ ધ્યાન ધરીને અને ધન તથા શરીરના મમત્વને ત્યાગીને મૃત્યુનો સમય આવતા સુધી પ્રતિબંધરહિત વિચારવું. (ગા. ૧૯) આવો સાધુ મરણકાળ નજીક આવેત્યારે ચારે આહારનો ત્યાગ કરી પાર્થિવ શરીરને છોડી દે છે અને લોભ, મમતા, અહંકાર, રાગદ્વેષ અને આસ્રવ રહિત બની કેવળ જ્ઞાન પામી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. (ગા. ૨૦-૨૧) શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જંબુ સ્વામીને આમ કહ્યું. ઉત્તરાધ્યયન . સાર Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૫ ૧૧૫ સાચો ભિક્ષુ અધ્યયન ૧૫ : સભિક્ષુક સાચો સાધુ તેજ કહેવાય કે જે વિવેકપૂર્વક ધર્મ અંગીકાર કરી ઈચ્છારહિત થઈ વિચરે અને પૂર્વાશ્રમના સંબંધીઓની આસક્તિ છોડી દે અને જે અજ્ઞાત રહીને કાયમ વિહાર કરે. આવો સાધુ રાગરહિત થઈને સંયમ માર્ગમાં દઢ રહે અને સર્વ પ્રાણીઓને આત્મવત્ જોવે. તેવો સાધુ દુર્વચન, માર વગેરે સહન કરે અને સંસારની ચિંતામાં પડે નહીં. તે શીતોષ્ણ સહન કરે, ડાંસ મચ્છરાદિનો ઉપદ્રવ સહે, આદર-સત્કાર, પુજા, વંદન અને પ્રશંસાની ઈચ્છા કરે નહીં. તે સ્વપ્ર, દંડ અને વાસ્તુવિદ્યાના લક્ષણ, અમુક કાર્ય કે વિજય થશે કે કેમ? તે તમામ જાણવાની વિદ્યા દ્વારા પોતાનું જીવન ચલાવવું તે ત્યાગીઓ માટે યોગ્ય નથી. આ લોકના લાભ અર્થે બીજા ગૃહસ્થોનો પરિચય સાચો ભિક્ષુ સેવે નહીં. ભિક્ષામાં મળેલ સ્વાદિષ્ટ ભોજનના સરખા ભાગ કરી બીજા ભિક્ષુને આપે નહીં તે સાચો ભિક્ષુ નથી. ઓસામણ, જવનું પાણી, ચોખાની કાંજી વગેરે સ્વાદરહિત આહારને જે સાધુ નિંદે નહીં અને તે વહોરાવે તેવા ગરીબના ઘરે ભિક્ષા લેવા જાય તે સાચો ભિક્ષુ છે. અતિ રૌદ્ર અને ભયંકર અવાજોથી ડરીને પોતાના ધ્યાનમાંથી ચલિત ન થાય અને વિવિધ પ્રકારના ધર્મવાદને જે જાણે છે અને જે બાહ્ય તેમજ અભ્યતર ગાંઠોથી મુક્ત છે તેજ ખરો સાધુ છે. ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાચો જ્ઞાની નોંધ : ફક્ત પંડિતાઈથી અગર શાસ્ત્રોના અધ્યયન માત્રથી સાચો જ્ઞાની થવાતું નથી. સાચા જ્ઞાની સાધુનો આચાર કેવો હોવો જોઈએ તેનું અહીં ગિતથી વર્ણન છે. અધ્યયન ૧૧ : બહુશ્રુત વર્ણન અધ્યયન સાર સંગોના વિષ્વમુ ૢત્ત્વ જે આંતર-બાહ્ય તમામ સંયોગ (બંધનો)થી મુક્ત થયો છે તેવા સાધુપુરૂષનો આચાર કહું છું તે સાંભળો. જે સાધુ વિદ્યારહિત છે, અહંકાર કરે છે, રસાદિમાં લુબ્ધ રહે છે, ઈન્દ્રિયોને અંકુશમાં રાખી શકતો નથી અને અતિ વાચાળ છે તે બહુશ્રુત કહેવાય નહીં. પાંચ પ્રકારે શિક્ષા ગ્રહણ થઈ શકતી નથી. તે પાંચ છે : (૧) ગર્વ, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ અને (૫) આળસ. (ગા. ૧ થી ૩) આઠ પ્રકારે સાધુ સુશીલ ગણાય છે : (૧) હાસ્ય ત્યજવાથી, (૨) ઈન્દ્રિય નિગ્રહથી, (૩) બીજાની નિંદા ન કરવાથી, (૪) સદાચારી થવાથી, (૫) અનાચાર ન કરવાથી, (૬) અતિલોલુપ ન થવાથી, (૭) ક્રોધ ન કરવાથી, (૮) સત્યમાં અનુરક્ત રહેવાથી. અધ્યયન-૧૧ અવિનીત સાધુ ચૌદ પ્રકારે વર્તતો હોય છે. જે ક્રોધ કરે, જ્ઞાનનો મદ કરે, પારકાના છિદ્રો શોધે, મિત્રનું પાછળથી વાંકુ બોલે, નિશ્ચયાત્મક ભાષા બોલે, રસાદિમાં લુબ્ધ રહે, બીજા સાધુઓને આહાર વગેરેમાં ભાગ ન આપે વગેરે. પરંતુ સુવિનીત સાધુ નમ્ર, ચપળતા અને કુતુહલરહિત કઠોર વચન, નિંદા અને મદરહિત હોય છે. (ગા. ૪ થી ૧૩) જે સૂત્ર પઠનાદિમાં ઉત્સાહી છે, જેના વાણી અને નૃત્ય ય છે તે શિષ્ય શિક્ષાને યોગ્ય છે. જેમ દૂધ ભરેલ શંખ ઉજ્જવળ દેખાય છે તેમ બહુશ્રુત સાધુના ધર્મ અને જ્ઞાન 2010_03 ઉત્તરાધ્યયન - સાર Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૧ ૧૧૭ વિશેષ શોભા પામે છે. આવો સાધુ જાતવાન અશ્વની માફક જીવનની વિષમતાઓથી ભડકતો નથી અને સાધનામાં વેગવાન હોય છે. તે દઢ પરાક્રમી, બળવાન અને દુધર્ષ હોય છે, પરાક્રમી વાસુદેવની પેઠે બળવાન અને ચક્રવર્તની પેઠે ઋદ્ધિશાળી હોય છે. સૂર્યની પેઠે તેજસ્વી પૂર્ણિમાના ચંદ્ર જેવો નિર્મળ, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર, સમુદ્રની પેઠે ગંભીર તેવો બહુશ્રુત સાધુ સર્વ કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. (ગા. ૧૪ થી ૩૧) * * * ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અધ્યયન-૧૭ પાપી શ્રમણો અધ્યયન ૧૭ : પાપ શ્રમણીય જે કોઈ શ્રમણે દીક્ષા લઈ ધર્મનું શ્રવણ કર્યું હોય અને સમ્યક લાભ, જે પ્રાપ્ત થવો દુર્લભ છે, તે પ્રાપ્ત કર્યા બાદ યથેચ્છ વર્તે અને કહે કે “મને સારી શય્યા મળી છે, ટાઢ અને તાપથી બચવા સારા વસ્ત્રો મળે છે, સારા ખાનપાન મળે છે અને સંસારનું ચક્ર કેવી રીતે ચાલે છે તે અમો જાણીએ છીએ તો પછી હવે મારે સિદ્ધાંત ભણીને શું કરવું છે?" આ રીતે જે વિચારે છે અને ખાઈપીને સુખે સૂઈ રહે છે તે પાપી શ્રમણ છે. જે મૂર્ખ, જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી સિદ્ધાંત શીખ્યો તેને જ નિંદે છે તે પાપી શ્રમણ છે. જે સાધુ પ્રાણીઓને, સચેન ધાન્યાદિને, ફળ, પુષ્ય આદિને પીડા ઉપજાવે, જે આત્મસંયમમાં દઢ ન હોય છતાં પોતાને દઢ માને, જે ભિક્ષાદિ અર્થે ઉતાવળો પ્રમાદસહિત ચાલે અને વિનયરહિત તથા ક્રોધ તથા ઉન્માદસહિત વિચરે તે પાપી શ્રમણ કહેવાય. જે સાધુ વિવાદ અને કલહ કરે, બુદ્ધિને ભ્રષ્ટ કરે, જયાંત્યાં અસાવધપણે બેસે ઉઠે, રજથી ભરેલ પગસહિત શયામાં સૂવે, દૂધ, દહીં ઈત્યાદિનો વારંવાર આહાર કરે, ગુરૂ શીખામણ આપે ત્યારે સામો શીખામણ આપવા લાગે, વારંવાર નવા ગચ્છમાં દાખલ થાય, દ્રવ્ય ઉપાર્જન કરવા શુભાશુભ ભવિષ્ય ભાખે, ગૃહસ્થને ત્યાં જઈ તેના આસને બેસે, પોતાના સગાવહાલાને ત્યાંથી આહાર લે અને જુદા જુદા ઘરેથી ભિક્ષા લેવાનું પસંદ ન કરે – આવા પંચ મહાવ્રતનો ભંગ કરનાર વેષધારી સાધુઓ અધમ ગણાય છે પરંતુ જે સાધુ આ સર્વ દોષોને ત્યજે છે તે જગતમાં પૂજાય છે. (ગા. ૧ થી ૨૧) ઉત્તરાધ્યયન • સાર 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતો સુભાષિતો ૧. बालाणं अकामं तु मरणं असई भवे । વડિયાળ સામં તુ ૢોસેળ સર્ફે ભવે || અજ્ઞાની મનુષ્યોનું અકાળ (ઈચ્છારહિત) મરણ પંડિતોનું સકામ મરણ એક જ વખત થાય છે. ૨. વાળિવ સુવાઘેવ મિત્તાય તદ્દ વાન્ધવા | जीवंत मणु નીતંતિ માં નાગુનવંતિય ।। (ઉ.અ. ૧૮ ગા. ૧૪) ૩. ૪. (ઉ.અ. પ ગા. ૩) વારંવાર થયા કરે છે, જ્યારે સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બંધુજનો – તે બધાં જીવતાનાં જ સગા છે. મરણ પછી તે કોઈ સાથે આવતું નથી. समया सव्वभूअसु, सत्तुमित्ते सुवाजगे । વાળાવાય વિદ્ નાવનિનામે તુæ× ।। (ઉ.અ. ૧૯ ગા. ૨૬) જગતના તમામ પ્રાણીઓ – શત્રુ હોય કે મિત્ર હોય – તે તમામ પ્રત્યે સમભાવે વર્તવું. જીંદગીપર્યંત પ્રાણીમાત્ર પ્રત્યે આ રીતે સમભાવે વર્તવાનું દુષ્કર છે (તેમ સમજો). जरा मरण वेगेणं बुझमाणाण पाणिणं । ઇમ્મોવીતો પાય, ગડ્ સરળ મુત્તમં || (ઉ.અ. ૨૩ ગા. ૬૮) ૧૧૯ 2010_03 જરા અને મરણના પ્રવાહમાં ઘસડાતા પ્રાણીઓને માટે એક ધર્મ જ મહાદ્વીપ છે, આશરા રૂપ છે અને તેજ ઉત્તમ શરણ છે. ઉત્તરાધ્યયન - સાર Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ સુભાષિતો ૫. ગડુ વિ ળિયાને સે વરે, ન વિ . મુનિર માસમંતસો | ને માવા મિન, માતા ભાવે ખંતસો | (સુત્રકૃતાંગ ૨-૧-૯) કોઈ નગ્નાવસ્થામાં વિચરે કે મહિનાને અંતરે એક જ વાર ખાય, પરંતુ જો તે માયાથી બંધાયેલ હોય તો તે વારંવાર ગર્ભવાસ પામવાનો (જન્મ લેવાનો). ६. जे याबुध्धा महाभागा, वीरा असमत्त दंसिणो । સુધ્ધ તેસિં પરøન્ત, લhed tો સવસો || (સુત્રકૃતાંગ ૮-૨૨) જે મનુષ્યો લોકોમાં પૂજય ગણાતા હોય તેમજ ધર્માચારણમાં વીર ગણાતા હોય પરંતુ વસ્તુનું તત્ત્વ સમજયા ન હોય અને મિથ્યા દષ્ટિ હોય, તેઓનો બધો પુરૂષાર્થ અશુદ્ધ છે અને તેને કર્મબંધન જ (સફલ) થાય છે. ७. संबुज्झह ! किं न बुज्झह ? संबोहीखलु पेच्च दुल्लहा । નો વણમંતિ રાઠ્યો. નો સુનમ પુORવ ઝીવિયં || (સૂત્ર કૃતાંગ-ર-૧-૧) જાગો! તમે કેમ સમજતા નથી? મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલ રાત્રિઓ પાછી આવતી નથી અને મનુષ્યજન્મ ફરી મળવો સહેલો નથી. * * * ઉત્તરાધ્યયન - સાર 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧. ર. 3. ૪. ૫. ૬. 9. ૮. ૯. ૧૦. લેખકના પુસ્તકરૂપુસ્તિકાઓ પાથ ઓફ અર્હત : એ રીલીજીઅસ ડીમોક્રસી (અંગ્રેજીમાં) જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો આધુનિક, ભૌતિક અને મનોવૈજ્ઞાનિક શાસ્ત્રોને અનુરૂપ કેવી રીતે છે તેની સ્પષ્ટતા કરતું પુસ્તક. વ્હોટ ઈઝ દૈનિઝમ ? (અંગ્રેજીમાં) પ્રશ્નોત્તર રૂપે જૈન ધર્મની ટૂંકી સમજ. સંતબાલ એ સેઈન્ટ વીથ એ ડીફરન્સ (અંગ્રેજીમાં) ગાંધી વિચારસરણીને અનુરૂપ કર્મયોગને વરેલ એક જૈન સંતની જીવનકથા તથા વ્યક્તિગત તેમજ સામાજીક પ્રશ્નોને ગાંધીવાદી પદ્ધતિથી તેમણે કેવી રીતે ઉકેલ્યા તેના પ્રેરણાદાયક કિસ્સાઓ. મુનિશ્રી સંતબાલજી - એક અનોખી માટીના સંત (ગુજરાતી અનુવાદ) અનુવાદક શ્રી મગનભાઈ પટેલ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજીમાં) મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં લાગુ થતાં ટ્રસ્ટના કાયદાની સમજ તથા કાનૂની સમીક્ષા. ઈસ્લામનું રહસ્ય - સૂફીવાદ (ગુજરાતીમાં) ઈસ્લામનું રહસ્ય પામેલ સૂફીસંતો ભારતીય વિચારધારાની તદ્દન નજીક કેવી રીતે આવ્યા તેનું અને તેમના જીવનનું રસપ્રદ વર્ણન. મોક્ષમાર્ગના પગથિયા (ગુજરાતીમાં) શ્રીમદ્ રાજચંદ્રજીના ‘‘અપૂર્વ અવસર’’ કાવ્ય ઉપરનું વિવેચન. ન્યાયતંત્રની ક્ષતિઓ અને શુદ્ધિઓ (ગુજરાતીમાં) ભારતના ન્યાયતંત્રની નિખાલસ સમીક્ષા અને તેના ઉપાયોનું સૂચન. આનંદધન-સ્તવનો (ગુજરાતીમાં) અવધૂશ્રી આનંદધનજીએ રચેલ બાવીશ તીર્થંકરો ઉપરના સ્તવનોની તથા તેના રહસ્યની સાદી ભાષામાં અપાયેલ સ્પષ્ટતા. જૈન અને જૈનેતર સમાજને ઉપયોગી થાય તેવી રીતે સ્તવનોમાં ચર્ચાતા જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ. ઉત્તરાધ્યયન-સાર (ગુજરાતીમાં) 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય આ પુસ્તકના લેખક શ્રી ચંબકલાલ ઉ. મહેતા (ઉં.વ. 82) હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સને ૧૯૮૦માં નિવૃત્ત થયાં. તે પહેલાં તેઓ સાત વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રહા. નિવૃત્તિ બાદ તેઓ ભારતની સુપ્રીમ કોર્ટમાં છેલ્લાં સત્તર વર્ષ થયાં સિનીયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને હાલ છેલ્લાં છ વર્ષ થયાં દિલ્હીનો વસવાટ છોડી અમદાવાદમાં સ્થિર થયાં છે. મુનિશ્રી સંતબાલજીએ પચાસ વર્ષ પહેલાં સ્થાપેલ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના તથા વિશ્વવાત્સલ્ય ફાઉન્ડેશનના તેઓ હાલ પ્રમુખ છે અને ગાંધી દૃષ્ટિએ ગ્રામવિકાસ તથા ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા, સત્તા તથા અર્થતંત્રનું વિકેન્દ્રીકણ, કૌટુંબિક કાનૂનોમાં સ્ત્રીઓને થતો અન્યાય તથા જાહેર જીવનના બીજા સામાજિક અને જાહેર પ્રશ્નોમાં ઊંડો રસ ધરાવે છે. અમદાવાદ સ્થિત ટેક્સ પેપર્સ પ્રોટેક્શન કાઉન્સીલના તેઓ હાલ પ્રમુખ છે. વિશ્વના પ્રચલિત તત્ત્વચિંતનના અને ખાસ કરીને જૈન દર્શનના તેઓ અભ્યાસી છે. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલ પુસ્તક-પુસ્તિકાઓનું લીસ્ટ અંદરના પાના ઉપર છે. 2010_03