________________
30
ઉપોદ્યાત
આ પ્રયત્નને ચૌદ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે જેને ચૌદ ગુણસ્થાનકો કહેવાય છે. દરેક ગુણસ્થાને પહોંચવા માટે આત્મામાં કેવા ગુણોની ખીલવણી થઈ હોવી જોઈએ અને તે સ્થાનમાં કેવા આત્મદોષ રહી જાય છે તેનું વિવેચન વિસ્તૃત રીતે વિદ્વાનોએ કરેલ છે.
રત્નત્રયી
આત્માની આ જાતની પ્રગતિની ભીતરમાં શ્રદ્ધાયુક્ત જ્ઞાનની ખીલવણી અને તેમાંથી સ્વાભાવિક રીતે પ્રગટતું ચારિત્ર રહેલ છે. આ રીતે થતી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની ખીલવણી “રત્નત્રયી'ના નામથી ઓળખાય છે. આ રત્નત્રયીના ત્રણ અંગો છે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સંસારની અને જીવનનાં સુખદુઃખમાંથી ઉદ્ભવતા પ્રશ્નો બાબત બુદ્ધિજીવી માણસ જ્યારે ચિંતન કરે છે ત્યારે તેને ખાત્રી થાય છે કે સામાન્ય બુદ્ધિથી કળી શકાય નહીં તેવું કોઈ પરિબળ સંસારમાં કામ કરે છે. આ પરિબળને કોઈ “ઈશ્વરનું નામ આપે કે કોઈ કુદરતનું નામ આપે, પરંતુ તે પરિબળ શું છે, તેનો પ્રકાર કેવો છે, તેની કાર્યપદ્ધતિ કેવી છે વગેરે જાણવા તેને ઉત્કંઠા થાય છે ત્યારે પૂર્વે થયેલ જ્ઞાની પુરૂષોએ આ બધા પ્રશ્નોના શું જવાબ આપેલ છે તે જાણવા પ્રયત્ન કરે છે. આમ ચિંતનની કે વાંચનની પ્રક્રિયા દરમ્યાન શ્રદ્ધાયુક્ત જે દર્શન થાય તે સમ્યગ પ્રકારનું હોય તો તે “સમ્યગ દર્શન' કહેવાય. પરંતુ બુદ્ધિજીવી માણસ આટલેથી ન અટકતો નથી.
તેને જે દર્શન થયું છે તે જ તેને આગળ પ્રગતિ કરવા પ્રેરે છે. અને જે કાંઈ ધુંધળા સ્વરૂપે જણાય છે તેમાં વધારે ઉંડા ઉતરવા પ્રયત્ન કરે છે ત્યારે એક ક્ષણે તે વધુ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન સમ્યગ્ પ્રકારનું હોય તેને “સમ્ય જ્ઞાન” કહે છે.
સમ્યગુ દર્શન અને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ માણસને પોતાના રોજિંદા જીવનમાં જે ખામીઓ દેખાય તે દૂર કરવાના પ્રયત્નો શરૂ થાય છે ત્યારે તે પ્રયત્નોની ખીલવણી ઉપર તેના ચારિત્રની ખીલવણી થતી જાય છે. જે પૂર્ણતાએ પહોંચે ત્યારે “સમ્યમ્ ચારિત્ર' પ્રાપ્ત થાય છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org