________________
ઉપોદ્ઘાત
૩૧
સમ્ય જીવનના આ ત્રણ રત્નો સંપૂર્ણ માનસિક પરિવર્તનની અપેક્ષાએ પ્રાપ્ત થઈ શકે.
સાપેક્ષવાદ - સ્યાદ્વાદ
વિચાર અને ચિંતનની દુનિયામાં જૈન તત્ત્વજ્ઞોએ જો કોઈ તદ્દન મૌલિક અને સ્વતંત્ર અર્પણ કર્યું હોય તો તે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, જે સ્યાદ્વાદ તરીકે પણ ઓળખાય છે. આ સ્યાદ્વાદને જૈન તત્ત્વજ્ઞાનનો પાયો કહી શકાય કારણ કે દરેક જૈન સિદ્ધાંતનું ઘડતર અને સમજણ સ્યાદ્વાદની સમજણથી જ યથાર્થ રીતે થઈ શકે છે. તેથી આ સ્યાદ્વાદ શું છે તે ટુંકાણમાં જોઈએ.
કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંત બાબત આપણે નિર્ણય લઈએ ત્યારે પ્રથમ આપણે તેના તમામ પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કરીએ અને બાદમાં તેના વિશે આખરી અભિપ્રાય બાંધીએ એટલે કે દષ્ટા અને દશ્યનું સમીકરણ જે પ્રકારનું હોય તે પ્રકારે દશ્ય અંગેનનો અભિપ્રાય બંધાય. જો દશ્યના બધા ગુણધર્મો આપણા એટલે કે દષ્ટાના ખ્યાલમાં આવે અને તે બધા ગુણધર્મો તેના યથાર્થ સ્વરૂપે સમજવાની દષ્ટામાં ક્ષમતા હોય તો જ દેશ્ય બાબતનો યથાર્થ નિર્ણય લઈ શકાય, નહીં તો નહીં. એટલે કે દૃશ્યના બધા ગુણધર્મો આપણે જોઈ કે જાણી શકીએ નહીં, અગર તો તે જાણ્યા કે જોયા બાદ તે ગુણધર્મોને તેના યથાર્થ સ્વરૂપે સમજી શકીએ નહીં તો તેના વિશેનો યથાર્થ નિર્ણય લઈ શકીએ નહીં. આ સિદ્ધાંત ઉપર જ સ્યાદ્વાદની રચના થયેલ છે.
દરેક વસ્તુ કે વિચારના અનેક પાસાઓ અને ગુણધર્મો હોય છે. અમુક અપેક્ષાએ એક વસ્તુ કે વિચાર અમુક પ્રકારે જ સમજાય તે બીજી અપેક્ષાએ જુદી રીતે સમજાય. તેજ વસ્તુ કે વિચારના અમુક પાસા અમુક સંજોગોમાં આપણી નજરે ચડે નહીં જયારે બીજા સંજોગોમાં તે સહેલાઈથી આપણી નજરે ચડે. આથી વસ્તુ કે વિચારના વિવિધ પાસા (aspects)ને લક્ષ્યમાં લેવા કે સમજવાની વિધિને‘નયવાદ' કહેવાય છે.
તે વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ તેના વિશેનો નિર્ણય કરનાર વ્યક્તિની સમજશક્તિ ઉપર પણ છેવટના નિર્ણયનો આધાર રહે છે. અને દરેક વ્યક્તિની
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org