________________
૩૨
ઉપોદ્ઘાત
સમજશક્તિમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિમાં જે જન્મજાત સંસ્કારો હોય અને તે સંસ્કારોનો તેના ઉછેર દરમ્યાન જે વળાંક વળ્યો હોય, જે કુટુંબ, દેશ, ભાષા કે સંસ્કૃતિનો તેના ઉપર પ્રભાવ પડ્યો હોય તે તમામ ભિન્ન ભિન્ન પ્રકારના હોઈ શકે છે. આથી તે વ્યક્તિ જે નિર્ણય (judgementબાંધે તે અમુક અપેક્ષાએ સાચો હોય અને અમુક અપેક્ષાએ ખોટો પણ હોય.
આથી “નયવાદ'માંથી ફલિત થતા વિવિધ પાસાઓને લક્ષ્યમાં લઈ કઈ અપેક્ષાએ તેનો નિર્ણય લેવાયો છે તે જાણવું જરૂરી છે. આ જાણ્યા બાદ જ અમુક વ્યક્તિની અમુક માન્યતા અગર નિર્ણય સાચો છે કે ખોટો છે તેની ખાત્રી થઈ શકે. આ પ્રકારના તર્કને “સ્યાદ્વાદ' કહેવાય છે.
આ સિદ્ધાંતને સમજાવતા વિદ્વાનોએ એક દષ્ટાંત આપ્યું તે નોંધવાને પાત્ર છે. દષ્ટાંત થોડાંક અંધ ભાઈઓનું છે. તેમને કહેવામાં આવ્યું કે હાથીને સ્પર્શ કરીને કહો કે તે કેવો છે. તો સ્પર્શને પરિણામે એક અંધજને કહ્યું કે તે દોરડા જેવો છે, બીજો કહે કે તે સર્પ જેવો છે, ત્રીજો કહે કે તે થાંભલા જેવો છે, ચોથો કહે કે તે દીવાલ જેવો છે. તે દરેક સ્પર્શના અનુભવે કહ્યું. તે તમામ તેની વ્યક્તિગત મર્યાદાની અપેક્ષાએ સાચા હતા પરંતુ દષ્ટિ-સંપન્ન વ્યક્તિની સર્વગ્રાહી દષ્ટિની અપેક્ષાએ તેમાંનો કોઈ પણ સાચો હતો નહીં. આથી તેમને કોઈને સાચો તો કહી શકાય નહીં પરંતુ તે દરેકની મર્યાદાને લક્ષમાં લઈએ તો તેમાંના કોઈ સંપૂર્ણ જુઠા છે તેમ પણ કહી શકાય નહીં. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન બાબતના નિર્ણયમાં પણ આજ સિદ્ધાંત લાગુ થાય છે. કોઈ તત્ત્વજ્ઞો આત્મ-બાહ્ય કોઈ ઈશ્વરી શક્તિને સર્વોપરી માને છે, જૈનો કોઈ બાહ્ય શક્તિની સર્વોપરિતાનો ઈન્કાર કરીને શુદ્ધ આત્મ તત્ત્વને જ સર્વોપરી માને છે, સાંખ્યો આત્માને કુટસ્થ અને કર્મોથી અલિપ્ત માને છે, બૌદ્ધો આત્માને અનિત્ય માને છે, ચાર્વાકો આમાંનું કાંઈ જ માનતા નથી – આ તમામ જુદી જુદી અપેક્ષાએ સત્ય છે પરંતુ સંપૂર્ણ અને નિર્ભેળ સત્ય જે સંપૂર્ણ દષ્ટિ – સંપનન્ન કૈવલ્ય પ્રાપ્ત આત્મા છે તે જ જાણે છે. કારણ કે જે કેવલ જ્ઞાની છે તે સર્વજ્ઞ છે અને જે કેવલ દર્શી પણ છે. આવી સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના પ્રાપ્ત થતી નથી. પરંતુ સામાન્ય સાધક જેણે કૈવલ્યને પ્રાપ્ત નથી કર્યું તેનું જ્ઞાન અને દર્શન અનેક રીતે સીમિત છે અને તેથી
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org