________________
અધ્યયન-૧૯
અર્થાત્, જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખરૂપ છે, રોગ અને મરણ પણ દુઃખરૂપ છે. અહા ! સંસાર સર્વ દુઃખનું મૂળ છે જેમાં સર્વ જીવ કલેશ પામે છે. (ગા. ૧૬) જે મનુષ્ય સાથે ભાથુ લીધા સિવાય લાંબી મુસાફરીએ નીકળે છે તે માર્ગમાં ક્ષુધાથી અને તૃષાથી પીડાય છે અને દુઃખી થાય છે.
अवं धम्मं अकाऊणं जोगछइ परंभवं ।
गछंतोसे दुहीहोइ वाहीरोगेहिं पीडिओ || (२०)
અર્થાત્, તેવી જ રીતે જે મનુષ્ય ધર્મ કર્યા સિવાય પરભવમાં જાય છે તે માર્ગમાં વ્યાધિ અને રોગથી પીડાય છે. (ગા. ૨૦)
लोओ पलित्तंमि जराओ मरणेणय |
अप्पाणं तारइस्सामि तुझेहि अणुमनिओ ।। (२४)
અર્થાત્, આ સંસારને જરા તથા મરણરૂપી અગ્નિ લાગેલો છે તો આપની આજ્ઞાથી મારા આત્માને તેમાંથી તરવવા ઈચ્છું છું. (ગા. ૨૪)
આ સાંભળીને માતાપિતાએ કહ્યું, “હે પુત્ર ! સાધુનું ચારિત્ર પાળવું ઘણું મુશ્કેલ છે. શત્રુ તથા મિત્ર ઉપર સમતાભાવ રાખવો. જીંદગીભર પ્રાણીમાત્રને અશાતા ઉપજાવવાથી દૂર રહેવું, કદી પ્રમાદપણે પણ મૃષાવાદ બોલવું નહીં, દાંત સાફ કરવાની સળી સુદ્ધાંનું પણ અદત્તા-દાન લેવું નહીં, ભોગવિલાસથી દૂર રહેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, દરેક પ્રકારનો પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ કરવો, સુધા, તૃષા, ટાઢ, તડકો, ડાંસ, મચ્છરાદિનો પરિષહ, દુર્વચન, દુ:ખમય રહેઠાણ, ભિક્ષાચર્યા, કેશ-લોચ – તે બધું સહન કરવું – આ બધું હે પુત્ર ! તારાથી થશે નહીં કેમકે તું અતિ સુખમાં ઉછર્યો છે.
હે પુત્ર ! સામા પ્રવાહે તરવું અથવા ભુજબળથી સમુદ્ર તરવો જેટલું દુષ્કર છે તેટલો સંયમ દુષ્કર છે. તે તો વેળુના કોળીઆ જેવો નિસ્વાદ, ખાંડાની ધાર પર ચાલવા જેવો અને લોઢાના ચણા ચાવવા જેવો, અગ્નિની બળતી શિખાનું પાન કરવા
Jain Education International 2010_03
૯૭
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org