________________
અધ્યયન-૧૯
જેવો હવાથી કોથળો ભરવા જેવો અને મેરૂ પર્વતને ત્રાજવામાં તોળવા જેવો મુશ્કેલ છે. માટે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગ ભોગવ્યા બાદ ધર્મ આદરજે. (ગા. ૨૫ થી ૪૨)
પુત્ર જવાબ આપ્યો, આપ કહો છો તે સત્ય છે પરંતુ જેને આ લોકની સ્પૃહા નથી તેને કાંઈ પણ મુશ્કેલ નથી. શરીર અને મનસંબંધીની મહા વેદનાઓ મેં અનંત પ્રકારે (ગત જન્મોમાં) ભોગવી છે. આ મનુષ્ય લોકને વિષે અગ્નિ જેટલો ઉષ્ણ છે તેના કરતાં નર્કનો અગ્નિ અનંત ગણો વધારે ઉષ્ણ છે. તેની વેદના પણ મેં (ગત જન્મોમાં) સહન કરેલ છે. (ગા. ૪૫ થી ૪૮) (પછી નર્કની અસહ્ય વેદનાઓનું વર્ણન કરી કહે છે કે તે બધું તેણે સહન કર્યું છે.) (ગા. ૪૯ થી ૭૬)
હે માત ! હે તાત ! આપ કહો છો તે તદન સાચું છે, પણ અરણ્યમાં પશુપક્ષીઓની સંભાળ કોણ લે છે? જેમ મૃગ એકલો અરણ્યમાં ભટકે છે તેમ હું પણ તપ અને સંયમથી ધર્મના માર્ગમાં વિચરીશ. (ગા. ૭૮) જેમ મૃગ પોતાની મેળે ઠેકઠેકાણે ફરતું ફરે છે, અનેક સ્થાને વાસ કરે છે અને નિત્ય પોતાનો ખોરાક મેળવે છે તેમ મને ભિક્ષાચર્યામાં ગમે તેવો આહાર મળે તો તે લઈશ અને મગની માફક વિચરીશ. (ગા. ૭૯ થી ૮૪)
આ સાંભળી માતાપિતા કહે, “પુત્ર! જેમ ઠીક લાગે તેમ કરો.”
બાદમાં મૃગાપુત્રે પંચ મહાવ્રત ધારણ કરી દીક્ષા લીધી અને અત્યંતર તપ કરી, મમત્વ, અહંકાર અને અનુરાગરહિત થયો. તે ત્રણ ગર્વથી, ચાર કષાયથી, ત્રણ દંડથી, ત્રણ શલ્યથી, સમ ભયથી, હર્ષ-શોકથી, રાગદ્વેષથી અને નિયાણાથી બંધનરહિત થયા. તેને આ લોકની તો ઠીક પણ પરલોકની પણ વાંચ્છના હતી નહીં અને અધ્યાત્મ ધ્યાનના યોગે કરીને એક માસનું અણસણ કરીને સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત થયા. (ગા. ૮૬ થી ૯૬).
માટે હે ભવ્ય જીવો ! મહાપ્રતાપી મૃગાપુત્રને અનુસરીને દુઃખને વધારનાર અને અહમથી બાંધનાર જે માયા છે તેને ધિક્કારો અને મુક્તિના સુખ દેનાર ધર્મની પૂરા ધારણ કરો. (ગા. ૯૮-૯૯)
ઉત્તરાધ્યયન • સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org