________________
અધ્યયન-૨૧
કરો તેવું પામો
નોંધ : આ અધ્યયનમાં કદા-વસ્તુ કરતાં સાધુજીવન કેવું હોય તેનું વિગતe/ વર્ણન છે.
અધ્યયન ર૧ : સમુદ્રપાલીયા
અધ્યયન સાર
ચંપા નગરીમાં પાલિત નામે શ્રાવક વ્યાપારી રહેતા હતા. વહાણવટું ખેડતાં તેઓ પિહુડ નામે નગરમાં ગયા. ત્યાં સમૃદ્ધ થયાં અને એક વ્યાપારીની દીકરી સાથે લગ્ન કર્યા. પત્ની સગર્ભા થઈ ત્યારે તેઓ સમુદ્ર રસ્તે સ્વદેશ પાછા ફરતા હતા તે દરમ્યાન એક પુત્રનો જન્મ થયો. જન્મ સમુદ્રયાત્રા દરમ્યાન થવાથી તેનું નામ સમુદ્રપાલ પાડ્યું. તે બધી કળામાં પારંગત થઈ ઉંમરલાયક થયો એટલે તેનું લગ્ન એક રૂપિણી નામની સ્વરૂપવાન કન્યા સાથે કરવામાં આવ્યું.
એક સમયે જ્યારે સમુદ્રપાલ પોતાના મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે મોતની સજા પામેલ એક વ્યક્તિને વધસ્થળે લઈ જવાતો તેણે જોવો. આવા સામાન્ય બનાવે સમુદ્રપાલને વિચારતો કરી મૂક્યો. તેને થયું કે માણસ જેવું કરે તેવું પામે જ છે, તો પછી દુર્લભ એવા મનુષ્યજીવન દરમ્યાન બુદ્ધિમાન પુરૂષે મોક્ષ માટે જ ઉદ્યમવંત થવું જોઈએ. આવા વિચારોથી તે અંતર્મુખ થયા અને માતાપિતાની રજા લઈને તેણે પ્રવજયા લીધી. (ગા. ૧ થી ૧૦)
अहिंस सच्चंच अतेणगंच तत्तो यबमं अपरिग्गहं च । पडिवज्जिया पंचमहळ्बयाई चरिज्ज धम्म जिणदेसियंविऊ ।।
અર્થાતુ, અહિંસા, સત્ય પાળવા, અદત્તાદાન ન લેવું, બ્રહ્મચર્ય સેવવું અને પરિગ્રહ ન રાખવો – એ પાંચ મહાવ્રતા અંગીકાર કરીને જિનભાપિત ધર્મ સાધુએ
ઉત્તરધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org