________________
૧૦૦
અધ્યયન-૨૧
સેવવો જોઈએ. તે પ્રમાણે તેણે પંચ મહાવ્રતો ધારણ કરી બધા જીવો તરફ અનુકંપાયુક્ત થઈ તેઓ વિચરતા હતા. કાળને યોગ્ય ધ્યાન અનુષ્ઠાન કરતાં, પ્રિયઅપ્રિય એકસરખી રીતે સહન કરતાં. સ્તુતિ-નિંદા પ્રત્યે સમભાવ રાખતાં, જુદા જુદા મનુષ્યોના જુદા જુદા અભિપ્રાયો તેના ખરા સ્વરૂપમાં સમજતા, જેમ સંગ્રામને મોખરે રહેલ રાજહસ્તિ નાસતો નથી તેમ ગમે તેટલા પરિષહ આવે તો તે ચલિત થતાં નહીં. રાગ, દ્વેષ અને મોહને ત્યજી દઈને નિરંતર સાવધાન અને મેરૂ પર્વતની પેઠે દઢ રહેતા. (ગા. ૧૧ થી ૧૯).
વિદ્વાન સાધુ રતિ-અરતિ સહન કરે છે, કોઈનો પરિચય સેવતો નથી અને સર્વ વસ્તુથી વિરક્ત રહી પોતાના આત્માનું હિત વિચારે છે અને શોક, મમત્વ તથા પરિગ્રહથી મુક્ત રહે છે. તે જ રીતે સમુદ્રપાલ સર્વોત્તમ ચારિત્ર પાળીને આકાશમાં સૂર્ય બિરાજે છે તેમ કેવળ-જ્ઞાન અને તપના પ્રભાવે બિરાજવા લાગ્યા. (ગા. ૨૧ થી ૨૩).
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org