________________
અધ્યયન-૨૨
૧૦૧
રાજીમતીનું સાતત્ય
નોંધ ૧ : યારિત્ર સંપન્ન અને પ્રજ્ઞાવાન મહિલાઓ જેણે પોતાના ચારિત્ર સંપન્ન વ્યકિતત્વની પતનને માર્ગે જતાં પુરૂષોને બચાવ્યા હોય તેવા દષ્ટાંતો જૈન સાહિત્યમાં અવારનવાર મળી આવે છે. તેમાંના એક મહિલાની આ ક્યા છે. તેનું નામ રાજીમતી છે અને જે પુરૂષને પતનને માર્ગે તાં તેમણે બચાવ્યા તેનું નામ રથનેમી છે, જેના નામ ઉપર આ અધ્યયન રચાયું છે. ખરેખર તો આ અધ્યયનનું કેન્દ્રબિંદુ રાજીમતીની પ્રતિભા જ છે.
અધ્યયન રર : રથનેમીય
અધ્યયન સાર
સૌર્યપુર (મથુરા ?) નામે નગરને વિષે વસુદેવ નામે મહા ઋિદ્ધિવાન રાજા રાજય કરતા હતા. તેમને રોહિણી અને દેવકી નામની બે રાણીઓ હતી. રોહિણીને રામ (બલરામ) અને દેવકીને કેશવ (કૃષ્ણ) નામે પુત્રો હતા. તેજ ગામમાં સમુદ્રવિજય નામે બીજા રાજા હતા જેને અરિષ્ટનેમી (નેમીનાથ) નામે પુત્ર હતા, જેશ્યામ કાંતિવાળા, વજના જેવા મજબુત બાંધાના હતા. વસુદેવ-પુત્ર કેશવે ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે અરિષ્ટનેમીનું વેવિશાળ નક્કી કરાવ્યું. રાજીમતી સર્વ લક્ષણ સંપન્ન અને વીજળી જેવી દેદીપ્યમાન તથા ચપળ, સુશીલ અને દેખાવડી હતી. (ગા. ૧ થી ૭)
નોંધ ર : આ કા ભગવાન શ્રી કૃષ્ણના યદુ કુટુંબની છે. તે જમાનામાં રાજવંશમાં જન્મેલા પુરૂષો “રાજા” Èવાતા. શ્રી કૃષ્ણના પિતા વસુદેવ અને નેમીનાથના પિતા સમુદ્રવિજ્ય બંને સગા ભાઈઓ હતા, ઉગ્રસેનના પુત્ર ક્ત હતા જેના ત્રાસને લઈને શ્રીકૃષ્ણ તેમનો વધ કરેલ. કંસના સસરા રાસંધ હતા. શ્રીકૃષ્ણે કંસનો વધ ક્ય તેટલી રાસંઘ મથુરા ઉપર અવારનવાર હુમલા કરવા લાગ્યો. તેથી શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રમાં સમુદ્રકિનારે દ્વારકા વસાવી. આ ક્યાનું સ્થાન દ્વારિકા અને રેવત પર્વત (ગિરનાર) છે. હરિવંશ તથા વિષ્ણુપુરાણમાં રાજીમતીનું નામ ‘સુતનુ” આપેલ છે તેમ શ્રી ગોપાલદાસભાઈ “મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ” પુસ્તકમાં જણાવે છે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org