________________
૧૦૨
અધ્યયન-૨૨
અધ્યયન સાર
શ્રી નેમીનાથ અને રાજુમતીના લગ્ન લેવાયા ત્યારે શ્રી નેમીનાથ લગ્નમંડપ તરફ રવાના થયા. રસ્તામાં એક વાડામાં પુરાયેલ પશુઓની ચિચિયારીનો અવાજ સાંભળતાં તે અંગે શ્રી નેમીનાથે પોતાના સાથીને પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે આ પશુઓ લગ્નની મિજબાની માટે કલ કરવા પુરવામાં આવેલ છે. પોતાના લગ્નની ઉજવણી અર્થે આટલી વ્યાપક હિંસા થવાની છે તે વિચારે શ્રી નેમીનાથ અત્યંત વ્યગ્ર થયા. તેઓ જેમ જેમ અંતર્મુખ થતાં ગયા તેમ તેમ સંસારની વિષમતાઓનો તેમને ખ્યાલ આવતો ગયો. તેમણે પરિવ્રજયા લઈ આત્મકલ્યાણ અર્થે બાકીનું જીવન ગાળવા નિર્ણય કર્યો. આભુષણો ઉતારી નાખ્યા અને રથને પાછો વાળવા સારથીને હુકમ કર્યો. દીક્ષા લઈને રૈવત (ગિરનાર) પર્વત ઉપર ચાલ્યા ગયા. આ સમયે શ્રીકૃષ્ણ વસુદેવ, સમુદ્રવિજય આદિ નૃપતિઓએ આશીર્વચન આપી કહ્યું, “હે દમીશ્વર ! આપના દર્શન, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભ સદા વૃદ્ધિ પામો.” (ગા. ૮ થી ૨૭).
રાજકુમારી રાજીમતીએ ઉપરના સમાચાર સાંભળ્યા ત્યારે ઘણા દુઃખી થયા. પરંતુ ઘણા વિલાપને અંતે તેમને પણ દુન્વયી ભોગોના નિરર્થકપણાનું ભાન થતાં તેમણે પણ શ્રી નેમીનાથના માર્ગે જવાનું પસંદ કર્યું અને દીક્ષા લઈ તેઓ પણ રૈવત પર્વત ઉપર ગયા. એકદા પર્વત ઉપર અતિવૃષ્ટિ થવાથી રાજીમતી ભીંજાઈ ગયા અને પર્વતની કોઈ એક ગુફામાં આશ્રય લીધો. ત્યાં આગળ એકાંત જાણી પોતાના ભીના કપડા કાઢી કોરા કરવા લાગ્યા. પરંતુ તેજ ગુફામાં નેમીનાથના જયેષ્ટ બંધુ રથનેમી પણ હતા. તેમણે પણ દીક્ષા ગ્રહણ કરેલ. તેમનું ધ્યાન નિવસ્ત્ર થયેલ રાજીમતી તરફ ગયું અને તેણીના અદ્ભુત સૌંદર્યથી વિચલિત થયા. તેમણે રાજીમતી પાસે કામસુખની માંગણી કરી કહ્યું, “હે ભદ્ર ! સુતનું મારો અંગીકાર કર. તેથી તને કાંઈ હાનિ થશે નહીં. મનુષ્યભવ મળવો દુર્લભ છે તો આપણે તે આનંદથી ભોગવીએ અને બાદમાં જિન માર્ગને વિષે વિચારીશું. (ગા. ૨૮ થી ૩૮)
રથનેમી પણ દીક્ષીત હતા. તેમના સંયમનો આ રીતે ભંગ થતો જોઈને રથનેમીએ સ્વસ્થ બની મક્કમ સ્વરે તેમનું કહ્યું, “હે રથનેમી! તું સાક્ષાત્ ઈંદ્ર સ્વરૂપ હો તો પણ હું તારી ઈચ્છા કરતી નથી. ‘અગંધન' કુળમાં ઉત્પન્ન થયેલ સર્પ ધુમકેતુના
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org