________________
અધ્યયન-૨૨
૧૦૩
અગ્નિની જવાળાઓ (જ સહન કરતી દુઃસહ છે તે) કદાચ સહન કરે, પરંતુ એક વાર વમન કરેલ વિષ તેઓ પાછું પીવાની ઈચ્છા કરતા નથી (તેજ રીતે તારા ભાઈથી મુકાયેલ હું મને તારે ઇચ્છવી જોઈએ નહીં), હે અપયશને ઈચ્છનારા ! ધિક્કાર છે તને કે તું આ જીવિતને અર્થે વમન કરેલ આહાર ફરી ખાવાની ઈચ્છા કરે છે. આવા જીવન કરતાં તો મૃત્યુ સારું છે. હે રથનેમી ! આપણે બંને ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયા છીએ તે ધ્યાનમાં રાખી સંયમમાં સ્થિર થાઓ. જો તું હરકોઈ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને ભોગની ઈચ્છા કરીશ તો વાયરાથી વનસ્પતિ જેમ ચલાયમાન થાય છે તેમ તું પણ અસ્થિર ચિત્તવાળો થઈશ અને જેમ કોઈ ગોવાળ ગાયોના ઘણનો માલિક નથી (માત્ર રખેવાળ છે) તેમ તું પણ શ્રમણ ધર્મનો માલિક ગણાઈશ નહીં (તને મોક્ષ પ્રાપ્ત થશે નહીં) .'' (ગા. ૪૧ થી ૪૬).
આ વચનો સાંભળીને રથનેમીના સંસ્કાર જાગૃત થયા અને હાથી જેમ અંકુશથી પાછો ફરે છે તેમ તે પણ ધર્મમાર્ગમાં પાછા ફર્યા. બાદમાં પંચ મહાવ્રતમાં દઢ રહીને રથનેમીએ નિર્મળ મનથી સાધના કરી અને કેવળી પદને પ્રાપ્ત કર્યું. (ગા. ૪૮ થી ૫૦)
ओवं करंति संबुद्धा पंडिया पवियख्खणा । विणियटृति भोगेसु जहासे पुरिसोत्तमो तिबेमि ।। (५१)
અર્ધાતુ, તત્ત્વના જાણકાર પંડિત, વિચક્ષણ અને વિવેકી પુરૂષો આ પ્રમાણે વર્તે છે. તેઓ પુરૂષોમાં ઉત્તમ એવા રથનેમીની પેઠે નિવર્તે છે. (ગા, ૫૧)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org