________________
૧૦૪
અધ્યયન-૨૫
સાચો યજ્ઞ અને સાચો બ્રાહ્મણ
અધ્યયન રપ : યજ્ઞીય
જયઘોષ' નામે એક મહાયશસ્વી બ્રાહ્મણ શ્રામણ ધર્મના પંચ મહાવ્રતધારી હતા. તે વિહાર કરતાં એક દિવસ વારાણસી નગરીમાં આવી ચડ્યા. ત્યાં ‘વિજયઘોષ' કરીને એક વેદજ્ઞ બ્રાહ્મણ હતા. તે યજ્ઞ કરતા હતા ત્યાં “જયઘોષ' જઈ ચડ્યા. તેઓ ભિક્ષાને અર્થે આવ્યા છે તેમ સમજી વિજયઘોષે તેમને કહ્યું, “હે ભિક્ષુક ! હું તમને ભિક્ષા નહીં આપું કેમકે આ યજ્ઞનો ખોરાક તો જે બ્રાહ્મણો વેદ પારંગત, યજ્ઞાર્થી છે, જયોતિષમાં પારંગત છે, ધર્મના જાણકાર છે, જે પોતાને તથા અન્યને સંસાર સમુદ્રમાંથી તારવાને સમર્થ છે, તેમના માટે છે. (ગા. ૧ થી ૮)
જયઘોષ ત્યાં ભોજન વગેરેની પ્રાપ્તિ માટે નહીં પરંતુ તે લોકોને કર્મ-બંધનથી મુક્ત કરાવવા ગયેલા તેથી તેમણે કહ્યું, “હે વિજયધોષ ! તું વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું તેમજ ધર્મનું મૂળ તત્ત્વ જાણતો નથી તેમજ જે પોતાના તેમજ અન્યના આત્માને તારવાને સમર્થ છે તેને પણ ઓળખાતો નથી. આ બધું તું જાણતો હોય તો કહે કે તે શું છે ? (ગા. ૧૦ થી ૧૨)
ઉત્તર દેવાને અસમર્થ વિજયઘોષ તથા અન્ય બ્રાહ્મણોએ કહ્યું, હે મુનિ ! આપ જ તે બધું બતાવો.
જયઘોષ : હે વિજયઘોષ! વેદનું મૂળ તત્ત્વ અગ્નિહોત્ર – એટલે ધર્મધ્યાનરૂપી અગ્નિમાં કર્મરૂપી ઈધનનો હોમ કરવો, યજ્ઞનું તત્ત્વ ઉત્તમ ભાવના – સત્ય, સંતોષ, ક્ષમા વગેરે છે. નક્ષત્રનું તત્ત્વ ચંદ્ર અને સર્વધર્મનું તત્ત્વ કાશ્યપ (શ્રી ઋષભદેવ)નો ધર્મ છે. તત્ત્વના જ્ઞાનરહિત યજ્ઞવાદી બ્રાહ્મણો યજ્ઞના જાણપણાનો ડોળ કરે છે. અગ્નિ જેમ રાખમાં ઢંકાયેલ હોય છે, તેમ તેઓ બાહ્ય ક્રિયાઓથી ઢંકાયેલ પરંતુ અંતરમાં ક્રોધ, માન, માયા વગેરે કષાયોથી દગ્ધ રહે છે. (ગા. ૧૩ થી ૧૯)
જે દીક્ષા લીધા પછી સંસારીનો સંગ કરતો નથી, જે સાધુ થયા બાદ સ્થાનત્તર થવાથી ગોચ કરતો નથી અને જે આર્ય વચનથી સંતોષ પામે છે તે ખરો બ્રાહ્મણ છે.
-
-
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org