________________
ઉપોદ્ઘાત
મતભેદ હોઈ શકે, પરંતુ એક વાત નિર્વિવાદ છે કે આ સૂત્રની તમામ ગાથાઓ જૈન તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની રજુઆત ચોક્કસપણે કરે છે.
૮
પ્રાચીનતા : આ સૂત્ર કેટલું પ્રાચીન છે તેનો નિર્ણય વિદ્વાનો કરી શકતા નથી પરંતુ એક મત એવો છે કે પ્રથમના ૧૮ અધ્યાયો પ્રાચીન છે અને છેલ્લા ૧૮ અધ્યાયો પાછળથી ઉમેરવામાં આવ્યા છે. ઉપર જણાવ્યા મુજબ ભારતીય તત્ત્વજ્ઞાનના તમામ સૂત્રો પ્રથમ તો સ્મરણમાં સંગ્રહાયેલ હતા જેને શ્રુતિ તથા સ્મૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. જૈન સૂત્રો ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં પાટલિપુત્રમાં વિદ્વાનોના સંધે વ્યવસ્થિત કર્યા અને ત્યારબાદ ઈ.સ. ૫૨૬ના અરસામાં સૌરાષ્ટ્રમાં વલ્લભી મુકામે છેવટમાં વ્યવસ્થિત થયા. એટલે આ ૮૦૦ વર્ષના ગાળામાં વિકસિત થઈને હાલનું સ્વરૂપ પામેલ હશે.
પરંતુ આ સૂત્રનું મહત્મ્ય તેની પ્રાચીનતા કરતાં તેની સર્વગ્રાહિતા ઉપર વિશેષ છે. નંદીસૂત્રની એક ટીકામાં ઉત્તરાધ્યન-સૂત્ર વિશે કહ્યું છે કે ‘આ અધ્યયનો સર્વ અધ્યયોના નિગમ - સારરૂપ છે.’’ જૈન ધર્મના તમામ તાત્વિક સિદ્ધાંતોને તે આવરી લે છે અને તેનો કથા વિભાગ તે સિદ્ધાંતોને સમજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
કેશી-ગૌતમ સંવાદ : અધ્યાય ૨૩ જે કેશી-ગૌતમ સંવાદ વિશે છે તેનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું જ છે. કેશી મુનિ ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. ભગવાન મહાવીર પણ પાર્શ્વનાથના પંથને અનુસરતા કુટુંબમાં જન્મ્યા હતા. ભ. પાર્શ્વનાથ શ્રમણ સંસ્કૃતિના મહાવીર પહેલાનાં જ્યોતિર્ધર હતા. તે મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પૂર્વે કાશીના ઈશ્વાકુવંશના રાજા અશ્વસેનને
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org