________________
ઉપોદ્ઘાત
વિશે મતમતાંતર છે. એક મત એવો છે કે આ અધ્યયનો ખુદ ભગવાનના શ્રી મુખેથી નીકળ્યા છે તેથી ઉત્તમ (ઉત્તર) છે. ઉત્તરનો બીજો અર્થ પાછળનું થાય છે. ભગવાનનો આ છેલ્લો ઉપદેશ હોવાને કારણે તે અર્થ પણ લઈ શકાય. સમગ્ર સૂત્રમાં કુલ ૩૬ અધ્યયનો જુદા જુદા વિષયો ઉપરના છે. છેલ્લા ૩૬માં અધ્યયનની છેલ્લી ગાથા નં. ર૬૬ કહે છે :
ઈ ઈ પાઉકરે બુદ્ધ નાયએ પરિનિષ્ણુએ . છત્તીસં ઉત્તરઝાએ, ભવસિદ્ધિય સમ્મએ II
અર્થાત્ – આ પ્રમાણે ભવ્ય જીવો માટે યોગ્ય - ઈષ્ટ છત્રીસ શ્રેષ્ઠ અધ્યયનો પ્રગટ કરીને, સર્વ પદાર્થોના સર્વજ્ઞ અને સર્વદર્શી જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. (પરિનિવૃત – મુક્ત થયા). આ ગાથા નિર્દેશ કરે છે કે આ સૂત્રના કથનો ભગવાનના અંતિમ ઉપદેશ રૂપે હતો
સામાન્ય રીતે જૈન સૂત્રો પ્રશ્ન - ઉત્તરના સ્વરૂપના હોય છે પરંતુ અહીં કોઈ પ્રશ્નોત્તર નથી. કારણ કે ભગવાને પોતે જ વગર પુછયે છત્રીસ વિષયોની છણાવટ કરી છે તેથી આ સૂત્ર “વણ-પુછાયેલ પ્રશ્નોના ઉત્તર' તરીકે પણ ઓળખાય છે.
આ સૂત્રની ગણના “અંગબાહ્ય'માં થાય છે. જે સૂત્રોનું ગુંથન ગણધરો તથા બીજા પૂર્વાચાર્યોએ કરેલ હોય તે “અંગબાહ્ય’માં ગણાય છે. પરંતુ જે મૂળસૂત્રો કહેવાય છે તેમાં આ સૂત્રનું પ્રથમ સ્થાન આવે છે. વિદ્વાનોનો મત એવો છે કે કોઈ એક જ વ્યક્તિએ બધા અધ્યાયો લખ્યા હોય તેવું નથી અને વિષયોનો પાછળથી ઉમેરો થયો હોય તે ઘણું સંભવિત છે. જર્મન વિદ્વાન જેકોબી, ગોપાલદાસ પટેલ વ. પણ આ જ મતના છે. આથી કઈ ગાથા ભગવાનના શ્રી મુખે બોલાયેલ છે અને કઈ પાછળથી ઉમેરાયેલ છે તે બાબત
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org